Bhayanak Raat books and stories free download online pdf in Gujarati

ભયાનક રાત

મિત્રો આપણે રોજ સાથે રમીએ, સાથે ભણીએ, સાથે મોજ મજા કરીએ પણ હજી સુધી આપણે વાડી મા પ્રોગ્રામ નથી કર્યો. તમારુ શું કેવું છે પ્રોગ્રામ કરવો જોઈએ કે નહીં.

હા હા જરૂર જરૂર હું પણ એજ કહેવા માગતો હતો કે આપણે એક રાતે ફરી ભેગા થવાનો મોકો તો મળે પણ આપણે શું બનાવશુ ને કોની વાડીએ કરીશું.

એમાંથી એક મિત્ર બોલ્યો મારી વાડીએ પાણી નથી આપણે રાજૂ ની વાડીએ કરીએ.
રાજુ બોલ્યો અરે ના ના મારા બાપુજી નહીં કરવા દે. કોઈ બીજી જગ્યા ગોતો ને યાર.

બધાં મિત્રો એક સાથે બોલ્યા તો તો વિનુ ની વાડી બરોબર રહેશે. બોલો રેડી ને.
એક બોલ્યો ના ના મેં સાંભળ્યું છે કે ત્યાં ભૂત થાય છે.
એવું ભૂત બુત હોય નહીં. તું અમને ડરાવીશ નહીં તારે ન આવું હોય તો કાંઈ નહીં.

બધાં વિનુ ની વાડી મા પ્રોગ્રામ નું નકકી કર્યું. કાલે સાંજે વિનુ ની વાડી મા પાકું હો..
ભરત અને પ્રકાશ તમે બને સમાન લેતા આવજો અને વિનુ તું વાસણ લેતો આવજે. બધું અમારે કરવાનું તારે...
હું લીલોતરી લઈ આવીશ.

ઓકે સાલો કાલે રાતે 9 વાગે આવી જજો બધાં. આપણે 7 છીએ ને જો વધે તો મને જાણ કરજે.

બધા મિત્રો 9 વાગ્યે પહોંચી ગયા. વાડી મા સાફ સફાઈ કરી બધો સામાન એક જગ્યાએ રાખ્યો. એલા કોઈક તો લાઈટ તો કરો. વિનુ તું લાઈટ કર. વિનુ બોલ્યો એક લૅમ્પ છે તે કરું છું. જો જો પ્રોગ્રામ મા લાઈટ ન જતી રહે. અરે કઈ નહીં જાય. આનંદ કરવા આવ્યા છો કે બીવરાવવા. આપણે આજે ખૂબ મજા કરવાની છે. 

અમાસ ની રાત હતી. ચારે કોર અંધારું હતું. બધાં ગપ્પા મારવા લાગ્યા. વિનુ બોલ્યો હાલો આપણે તૈયારી કરીએ. ના ના અરે આપણે ઉતાવળ નથી કરવાની ઘરે કહી દીધું છે ને અમે મોડા આવીશુ.
હા હા નિરાંતે હો તો જ મજા આવે હો. ફરી વાતો કરવા લાગ્યો થોડીક મજાક મસ્તી પણ કરતા. 

એલા ઓ હવે 11 વાગ્યા બહું વાતો કરી હવે ચાલુ કરીએ નહિતર સવાર પડી જાસે. પ્રકાશ બોલ્યો મજા ત્યારે આવે જ્યારે ભૂખ લાગી હોય.
ભારત બોલ્યો હવે મને ભૂખ લાગી છે.
તો સાલો મિત્રો આપણે શરૂ કરીએ. 

એલા ભરતા તું લીલોતરી સુધાર. અને પકલા તું તાઓ માંડ.. હા હા ના વિનુ ના અવાજ થી બધા કામે લાગી ગયા.

11-30 થયા હવે ઘણું ત્યાર હતું બસ ભજીયા બનાવાની ની વાર હતી. શરૂ થયું ભજીયા બનાવનું હજુ તો એક જાર નીકળ્યો ત્યાં લાઈટ ગઈ. અરે કોઈ બત્તી કરો ભજીયા દાજી જાસે.

તમને બધાને કહું છું. વિનુ મોટા અવાજે બોલ્યો. 
હું નહીં લાવ્યો બત્તી. હું નહીં લાવ્યો, 
તો તમે ખાવા જ આવ્યા છો.
એલા પકલા તું ઓરડી માંથી કેરોસીન લાવી મસાલ કર.

પ્રકાશ અને ભરત સાથે બોલ્યા જલ્દી કરો મને અંધારા મા બહુ બીક લાગે છે. મને પણ લાગે છે.

ઉતાવળ કર ભજીયા બળી જાસે. 
ભજીયા ગયા માય. હાલો ઘરે જઈએ.
હમણાં લાઇટ આવી જાસે. હવે ભજીયા ખાઈ ને જ જવાય.
હા હા આપણે બધા સાથે છીએ તો બીવાનુ થોડુ હોય.

મધ રાત ના 12 થયા. કૂતરા ના અવાજ આવી રહ્યો હતો. ક્યારેક રોવાનો તો ક્યારેક ભસવાનો. બધા થોડા ડરી રહ્યા હતા. અંધારુ ભયાનક લાગી રહ્યું હતું. ક્યાંક ક્યાંક તમરા તમ તમ વાતાવરણ ને વધારે ડરાવનુ બનાવી રહ્યું હતું. બધા સાથે હાથ પકડી ચૂલા ની બાજુ માં બેઠા હતા. એક બીજા ની સામુ જોઈ અરે ડરો નહીં અહીં કઈ નથી થતું.

ત્યાં જાડ પરથી કાંઈક તેલ ના તવા મા પડતાં ચમ ચમ અવાજ આવ્યો. બધા ગભરાઈ ગયા. વિનુ અવાજ નીકળ્યો અરે મેં પાણી નાખ્યું છે. તમે બીવાનુ નહીં. શાંતિ રાખો લાઈટ આવી જાસે. હા હા એક અવાજે બોલ્યા. 

ત્યાં ભરત હાથ પર ટીપાં પાડયા.ભરત થોડો ડરી ને ઊભો થયો અગ્નિ ના પ્રકાશ માં જોયું તો લાલ રંગ જેવું હતું. ભરત બોલ્યો અરે આ શું મારા હાથ પર લોહી પડયું. જાડ પરથી કોઈક લાગે છે.
તું પણ ભરત તને લાગ્યું હસે ને તું બીજાને સુકામ ડરાવે છે. ભરત બોલ્યો મારે ઘરે જવું છે તમે હાલો.
અમારે નથી આવવુ અમારે ભજીયા ખાઇ ને આવું છે. તું જા...
અરે... ના ના... મને બહુ બીક લાગે છે.
થોડી વાર રોકાઈ જા. બધા સાથે બોલ્યા. 

એક બાજુ કૂતરા નો અવાજ એક બાજુ તમરા નો અવાજ ત્યાં કોઈક છોકરા ના રોવાનો અવાજ સંભળાયો. બધા ઊભા થઈ ગયા. ઓરડી માં બાજુ ભાગ્યા ધકા મૂકી માં ઓરડી નો દરવાજો તૂટી ગયો. વિનુ બોલ્યો આ તો ઘુવડ નો અવાજ છે. તેમાં બીવાનુ ન હોય.

બધા ને ગભરામણ થવા લાગ્યું. એક બે ધ્રૂજી રહ્યા હતા. મને લાગે છે. ભૂત હોય એવું લાગે છે. હા હા હવે ઘરે કેવી રીતે જાસુ. લાગી રહ્યું હતું બધાં મનમા હનુમાન ના જાપ કરતા હોય.

એક પવન ની જપાટ આવી જોર દાર જાડ ની ડાળ નોં અવાજ આવ્યો તે ડાળ ઓરડી પર પડી બધાં ભાગ્ય. ખેતર થી થોડે દૂર ભાગ્ય જોયું તો એક સફેદ, લાંબો, પ્રકાશ વાળો માણસ હતો. બધાં ને લાગ્યું આ તો ભૂત છે ભાગો. બધા ભાગ્ય કોઈ જોર જોર થી રડવા લાગ્યા. કોઈ ધ્રૂજતા ધ્રૂજતા ચપલ વગર બધાં ઉભી પૂંછડીએ ભાગ્યા. પાછળ પણ જોયું નહીં મિનિટોમાં ઘર આવી ગયું. સૂઈ ગયા. 

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED