Kathputli - Ek prem kahani books and stories free download online pdf in Gujarati

કઠપૂતળી એક પ્રેમ કહાની 

ઢોલ અને શરણાઈ વાગી રહી હતી. સુંદર લાઈટ ની રોશની થી લગ્ન મંડપ અદભુત અને રમણીય લાગી રહ્યો હતો. જાનૈયાઓ ખુશી થી ઝુમી રહ્યાં હતાં. લગ્ન ગીત ગવાઈ રહ્યા હતા.

લગ્ન મંડપ ની બાજુમાં બેસેલી એક સુંદર સુશિલ છોકરી પર હેત ની નજર પડે છે. પહેલી નજરે તે છોકરી મીત ને ગમી ગઈ. મીત તો બસ તેને નિહાળી રહ્યો હતો. તેના વીસે પૂછતાં મીત ને માહિતી મળી કે બાજુના શહેર ની છે ને પરી નામ છે.

પછી તો મીત તેની પાછળ પાછળ જોયા કર્યો ક્યારેક જમતી વખતે તો ક્યારેક કામ મા હોય ત્યારે. લગ્ન પુરા થયા ને ઘરે આવ્યો. ઘરે મમ્મી પપ્પાને વાત કરી પરી વીસે. તેમણે હા પાડી કે કાલે આપણે ત્યાં જઈશું.

મીત અને તેનો પરિવાર પરી ની ઘરે પહોંચ્યા. પરી ના પરિવાર તરફ માન ભર્યો આવકાર મળ્યો. બને પરિવારો એક બીજા ને ગમ્યા વાત આગળ વધે તે પહેલાં મીત અને પરી વાતચિત કરી લે તેમાં બંને પરિવાર ની ભલાઈ લાગી. બંને પરિવાર તેને વાત કરવા માટે બહાર મોકલે છે.

મીત તેના વીસે બધું જણાવે છે કે હું તને મારા પરિવાર ને મદદ બને, તું મારી પત્ની બની ને રહે, ઘરે સંભાળે આવી અટપટી વાતો પરી ને મગજ ન બેસી છતાં પણ પરિવાર ઇચ્છતા કે હું મીત સાથે વાત કરું. પરી વાતો તો કરે છે પણ તેની વાતો મા રસ નથી લેતી તેને બોરિંગ લેક્ચર જેવું લાગતું હતું.

ફરી પાછા પરિવાર સાથે બેસ્યા. પરિવાર ને લાગ્યું એકબીજા ને પસંદ છે તો હવે મુહૂર્ત કાઢી નાખીએ. આ બધું પરી ચૂપચાપ જોઈ રહી. તારીખ નક્કી કરી મીઠું મોં કરી છૂટા પડ્યા.

પરી સાંજે પરિવાર ને જણાવે છે કે મારે મીત સાથે લગ્ન નથી કરવા. તે બોરિંગ મિજાજ નો છે તેને ફક્ત કામ વાળી જોઈએ છે. પરી ની દલીલો કોઈએ સાંભળી નહીં ને મજબૂરી થી પરી ના લગ્ન મીત સાથે કરવામાં આવે છે.

લગ્ન ની પહેલી રાત હતી. પરી બેડ પર બેઠી રડી રહી હતી. અચાનક લગ્ન થઈ જવાથી તેને ખબર ન પડતી તી કે મારે છું કરવું. મીત રૂમ માં આવે છે. પરી નું મૂડ ન હોવા છતાં તેની સાથે તોછડાઈ પુર્ણ વર્તન કર્યું. પરીએ બધું સહન પણ કરી લીધું. પરી દુખ વધારે લાગ્યું જ્યારે મીતે તેની એક વાત સાંભળી નહીં. આમ ત્રણ દિવસ ચાલ્યું. ચોથો દિવસ હતો લગભગ અડધી રાત હતી તે જે કંપની મા કામ કરે છે ત્યાં થી ફોન આવે છે કે કંપની મા આગ લાગી છે બધો સ્ટાફ અહીં હાજર થાય.

મીત ઝટ ઝટ બાઇક લઇ કંપની તરફ જઈ રહ્યો હતો. તે નાઇટ ડ્રેસ માં હતો તેની પાસે કાંઈ પણ હતું નહીં. નીદર માં તે રસ્તો ભૂલી જાય છે ને જંગલમાં જતો રહે છે ત્યાં તેને આદિવાસી તેમને કેદ કરી લે છે.

સવારે ખબર પડે છે. કંપની મા નવ લોકો બળી ને મળી ગયા છે. આઠ ની ઓળખાણ એટલે તે અંદર હતા તેના આધારે ખબર પડે છે ને નવ મોં મીત હસે તેવું માલુમ પડે છે. મીત ના પરિવાર ખૂબ દુખી થાય છે. મીત ની બધી વિધિ પૂરી કરી પરી ને નવા લગ્ન કરી નાખે તે હેતુ થી તેના પરિવાર ને શોપીં દે છે.

હજી તો પતિ નો ગમ ગયો ન હતો ત્યાં તો તેના ફરી લગ્નની તેયારી પરિવાર કરવા લાગ્યા. એક અમિત કરીને છોકરો પરી ને જોવા આવે છે. બને પરિવારો એકબીજા ને પસંદ આવે છે. ફરી પાછા પરી અને અમિત સાથે વાત કરવા બહાર મોકલવામાં આવે છે. અમિત તેને સવાલ પૂછે છે કે તું રાજી હો તો આપણે લગ્ન કરીએ, હું નથી ઇચ્છતો કે તારી પરવાનગી વગર લગ્ન થાય. તુ ના કહે તો હું મારા તરફ થી ના કહી દવ. અને હા હું તારી સાથે લગ્ન કરું તો એમ માનતી નહી કે દુખી છો એટલે હું અહેસાન કરી રહી છું.

પરી ને મીત ની તે સમય વાતો યાદ આવી લાગ્યું કે ઘણું જુદું પડે છે મીત અને અમિત નાં સ્વભાવ મા. પરી લગ્ન માટે હા પાડી દે છે. ને ફરી પાછી પરી લગ્ન ગ્રંથિ થો જોડાઈ જાય છે.

લગ્ન ની રાત આ બંને માટે પહેલી હતી. પરી રડતી હતી. તેને પહેલો પતિ યાદ આવતો તો એમાં પાછી અચાનક લગ્ન એટલે વધારે દુખી હતી. અમિત તેની પાસે જઈને બેસી ને પરી ને નિહાળી, પરી ના આંખ માં આંસુ જોઈ પરી ને કહ્યુ. મને ખબર છે તું દુખી છો. એટલા માટે તારે દુખ થી ઉભરવા માટે જોઈ એટલો સમય આપું છું. હું તારી મરજી વગર તને અડીસ પણ નહીં. આ શબ્દો સંભાળી ફરો પાછો મીત યાદ આવ્યો તેનું તોછડાય ભર્યું વર્તન. અમિત બીજા રૂમ માં જઈ સૂઈ ગયો.

ધીરે ધીરે અમિત પરી ને ખુબ જ પ્રેમ કરવા લાગ્યો. તેનું ખૂબ ધ્યાન રાખવા લાગ્યો. પરી બધું ધીરે ધીરે ભૂલવા લાગી. તેને અમિત સાથે પ્રેમ ભર્યું વર્તન કરવા લાગી એને લાગ્યું ખરેખર અમિત મારી કાળજી રાખે છે મને પ્રેમ કરે છે. એટલે પરી અમિત ને નજીક આવવાની છૂટ આપી દે છે. બને ખૂબ પ્રેમ થી રહેવા લાગ્યા. આમ લગ્ન જીવન ના બે મહિના થઈ ગયા.

ત્રણ મહિના થયા એટલે આદિવાસી તેને છોડી મૂકે છે. મીત ઘરે આવે છે. થોડો દિવસ આરામ કરે છે. પછી ઘરે પરી વીસે પૂછે છે. જવાબ મા માં બાપ તેને પરી ની બધી વાત કરે છે. તું મરી ગયો છો એવું લાગ્યું એટલે અમે પરી ને તેના ઘરે મુકી આવ્યા. તેના હવે બીજે લગ્ન થઈ ગયા છે. બેટા તું તેને ભૂલી જા. મા બાપ ની વાત મીત માનતો નથી તે ફક્ત પરી કેમ ઘરે લાવું તે જ વિચારવા લાગ્યો.

બીજા દિવસે પરી ને ઘરે મીત જાય છે. મીત ને જોઈ પરી ચોકી ઉઠે છે. પરી તેને અહીંથી જવાનું કહે છે પણ મીત તું મારી પત્ની છે એમ કહી ઘરે લઈ જવા જબરદસ્ત કરે ત્યાં અમિત આવી મીત ને ઘરે થી કાઢી મૂકે છે જતા જતા મીત ધમકી આપતો જાય છે કે હું કોર્ટ સુધી જઈશ.

કોર્ટે માં કેશ દાખલ થાય છે. બધા અદાલત માં વકીલ સાથે હાજર થાય છે. જજ સાહેબ મીત ની બધી વાત સાંભળે છે. ને નિર્ણય લઈ લે કે બીજા લગ્ન કાનૂન વિરુધ્ધ ગણાય છે. પરી ને મીત સાથે રહેવું પડશે. આ સાંભળી પરી અદાલત માં કહેવા અનુમતિ માગે છે. પરી અદાલત માં પોતાની વાત રજૂ કરે છે.

જજ સાહેબ મને કહો હું કઠપૂતળી. બધા કહે તેમ હું નાચુ. હું એક માણસ છું એક છોકરી છું મારી પણ ઇચ્છા હોય. પણ મારો પરિવાર કહે અહીં લગ્ન કર. પાછા કહે ત્યાં લગ્ન કર હું માણસ છું માણસ.

જજ સાહેબ ફરી કહે તું કહે તેમ કાનૂન માં જોગવાઈ નથી તારે પહેલા પતિ સાથે રહેવું પડે છે.

જજ સાહેબ હું અપીલ કરવા માંગુ છું મારે છૂટા છેડા જોઈએ. જજ સાહેબ આવતી તારીખ આપી કેશ દરખાસ્ત કરે છે.
અમિત પરી પાસે માફી માગે છે મારા કારણે આ બધું થઈ રહ્યું છે. પરી અમિત દોસી નથી માનતી પણ પ્યાર કરતા મને સીખવાડયુ છે તે. તું મને સમજી શક્યો છે હું તને પ્રેમ કરું છું મારા પ્રેમ માટે હું અંત સુધી લડી લઈશ. બને ગળે વળગી રહ્યા.

કોર્ટે માં તારીખ આવે બધાં હાજર થાય છે. પરી જજ સાહેબ પાસે છુટાછેડા ની દલીલ કરે છે એક સ્ત્રી નો હક બને છે જીવન સાથી પસંદ કરવાનો એટલે બધી દલીલ સાંભળી છુટાછેડા મંજૂરી પાસ કરે છે. ને પરી કેશ જીતી જાય છે.

સાથ આપ્યો તે બદલ અમિત ને આભારી માને છે પરી. ખરેખર તે મને જીવતા અને પ્રેમ કરતા શીખવાડ્યુ.

I love you અમિત
I love you to પરી

જીત ગજ્જર 

બીજા રસપ્રદ વિકલ્પો