Amar prem kahani books and stories free download online pdf in Gujarati

અમર પ્રેમ કહાની 

ઈ.સ.1890 એ 14 ઑગસ્ટ નો દિવસ હતો. અંગ્રેજ શાસન મા પોલિસ પટલ તરીકે ફરજ બજાવતા રણુમલ ની ઘરે કુવરી નો જન્મ થયો. આખું ગામ હર્ષ ઘેલું બન્યું હતું. દીવડા થી ગામ જગમગી રહ્યું હતું. દિવસો પસાર થવા લાગ્યા. જહો જલાલી માં કુવરી ઊછરી રહી હતી, આજે રણુમલ દીકરી 18 વર્ષે ની થઈ હતી.

કુવરી રોજ સાંજે ગામની બહાર ટહેલવા રથ લઈ સાથે તેની સેવિકા પણ રહેતી. ઘોડા ને પાણી પીવડાવવા માટે અવેડો (પશુ માટેનો એક કુંડ) પાસે રથ ઊભો રહેતો. ને ઘોડા ને પાણી પીવડાવી પાછા ફરતાં.

એક વાર અવેડા પર એક માલધારી પોતાના પશુ ને પાણી પીવડાવી રહ્યો હતો તે સમયે કુવરી ત્યાં ઘોડા ને પાણી પીવડાવવા આવી હોય છે. સારથી માલધારી ને તેના ઢોર દુર કરવા કહે છે. પણ ઢોર દુર થતાં નથી.

કુવરી પેલા માલધારી ને હુકમ કર્યો કે ઢોર દુર કર. માલધારી કુવરી ને કહે કુવરી બા આ માણસ નથી જે સમજી જાય અને આતો જીવ છે એટલે તેના અત્યાચાર ન કરાય. આ સાંભળી કુવરી કશું બોલ્યા વગર રાહ જોવે છે જેવાં બધાં ઢોર જતાં રહ્યાં તરત પાણી પીવડાવી કુવરી જતી રહી.

હવે આવું રોજ એક સમયે બનવા લાગ્યું. કુવરી ક્યારેક ઘોડે સવારી મા આવે તો ક્યારેક રથ માં પાણી પીવડાવવા એક સાથે ભેગા થઈ જતાં.

રણુમલ ગામની બીજાં પાદરમાં એક અવેડો ત્યાર કર્યો. હવે કુવરી ત્યાં પાણી પીવડાવવા જાય રોજ માલધારી પણ ભેગા થાય..

એક દિવસ કુવરી અવેડા પાસે હતી ને માલધારી પણ ત્યાં જ હતો. એવામાં ચાર લૂંટારો ત્યાં આવી પહોંચ્યા ને કુવરી ને લૂંટવાનો પ્રયાસ કર્યો. માલધારી તેની સાથે લાકડી થી લડાઈ થઈ. લૂંટારો તો ભાગી ગયા પણ માલધારી ને બહુ વાગી ગયું તેને વૈદ પાસે દવા કરાવી પણ આરામ પણ કરવાનું કહ્યું.

કુવરી તેની રોજ ખબર અંતર પૂછવા તેની ઘરે જાય બંને ઘરે વાતો કરે. ધીરે ધીરે એક બીજા પ્રત્યે પ્રેમ ના અંકુર ફૂટયા. માલધારી સાજો થયા પછી તેઓ રોજ મળવા લાગ્યા. એક બીજા વગર રહી પણ ન શકે. કોઈ પણ પરિસ્થિતિ મા તેઓ મળ્યા વગર રહે નહીં. આમ તેનો પ્યાર અમૃત જેવો મીઠો થઈ ગયો.

તેના પ્રેમ ની નજર લાગી જાય છે
રણુમલ તે બંને ને સાથે જોઈ જાય છે. બને ને ભરી બજાર મા ગોળી થી ફૂંકી મારે છે. મરતા મરતા તેઓ એક બીજાને વચન આપે છે. આગલા જન્મ માં પાછા ફરી પ્રેમ કરીશું અને સાથે જીવીશુ.

પ્રેમ અધૂરો રહે છે પણ પ્રેમ કહાની હજુ આગળ જન્મ માં થાય છે.

હવે તે અધૂરી પ્રેમ કહાની ઝારા અને વીર ની વચ્ચે શરૂ થાય. 

વાત છે ઈ. સ. 1927 માં તેઓ એક ગામમાં જન્મ લે છે. ઝારા છે મુસ્લિમ અને વીર હિન્દુ. એક પાડોશી એટલે સાથે ભણ્યા સાથે રમીને મોટા થયા. હવે તે યુવાન થયા. સાથે રમવાનું તો ન હતું પણ ક્યારેક એક બીજા થોડી વાતો કરતા.

એક દિવસ ઝારા ચેરી માંથી નીકળતી હતી ત્યારે વીર તેને ટકરાય છે. ઝારા નો હાથ વીર ને અડી જાય છે ને પછી તેમને પ્રેમ ની ફીલિંગ ઉદભવે છે તેને પૂર્વ જન્મ ની યાદ તાજી થાય છે. ઝારા ને રાતે એક સપનું આવ્યું તેમાં બંને પૂર્વ જન્મ ની કહાની તાજી કરાવે છે. તે આ વાત મોલા ને કહે છે તે આ સાચી હોય તેમ કહ્યું એટલે ઝારા ને વીર ના રૂપમાં માલધારી નજરે પડે છે તે વીર ને મનોમન પ્રેમ કરવા લાગી.

ઝારા વીર સામે જોઈ સ્મિત આપતી તો વીર ને સારું લાગતું ક્યારેક ઝારા ની આંખ માંથી પ્રેમ ની અભિવ્યક્તિ પ્રગટ જોઈ લેતો. આથી તેને લાગવા લાગ્યું કે ઝારા
મને પ્રેમ કરવા લાગી છે. એક રોજ બહાર અચાનક મળે છે. ઝારા પૂર્વ કહાની વીર ને સંભળાવે છે. વીર પણ એજ વાત કહે છે મને પણ તારી જેમ તે કહાની સપનું બની સતાવે છે એટલે તો આપણ ને ભગવાને મળાવ્યા છે. બને પ્રેમ નો એકરાર કરી ગળે વળગી રહ્યા.

I love you ઝારા
I love you to વીર

ખુબ પ્રેમ કરવા લાગ્યા, કોઈને ખબર પણ ન હતી કે તેઓ બંને મળે છે. આમ તેઓ પોતાના પ્યાર માં ડૂબ્યા રહેતા. બને 20 વર્ષે ના થયા. એક કાળી રાત આવી રહી હતી તે આ બંને અજાણ હતા. 

1947 માં આઝાદી પહેલા ના દિવસો હતા. દેશ મા આઝાદી માટે લોકો લડી રહ્યા હતા. મુસ્લિમ લોકોને અલગ દેશ જાહેર કરવામાં આવ્યો તેથી બધા મુસ્લિમો ત્યાં પ્રયાણ કરવા લાગ્યો.

આ ગામમાં પણ લોકોએ ઝારા ના પરિવાર ને ગામ છોડવા મજબૂર કર્યા. તે ગામ છોડી બીજે જતાં રહ્યાં. વીર ને બહુ મોડી જાણ થાય છે તે તેને શોધવા ખૂબ મહેનત કરી પણ નિષ્ફળ રહ્યો.

આમ ફરી એક વાર તેવો પ્રેમ હોવા છતાં એક ન થઈ શક્યા. ભગવાન જે કરતો હસે તે સારા માટે કરતો હસે. તેઓ ને વિશ્વાસ હતો કે તેઓ એક જન્મ માં તો એક થવાના..

અત્યાર ના સમય ની વાત છે એક અમીર, રહીશ અને પૈસાદાર બાપ નો એક નો એક રવિ મોજ શોખ મા પોતાની યુવાની વેડફી રહ્યો હતો.

જ્યારે બીજી બાજુ ખૂબ મહેનત કરતી ગરીબ ઘર ની છોકરી આજે કૉલેજ કરતી ને સાથે કામ પણ કરતી જતી. તેનો આખો દિવસ કેમ પસાર થતો તે ખબર ન પડતી.
સુખ નો ઓસાયો હજુ સુધી જોયો ન હતો. એક સિદ્ધાંત કે ભણી ને હું મારા પરિવાર ને મદદ કરું.

આમ જોઈએ તો બંને અલગ સોસાયટીમાં રહેતા. રવિ આલીશાન બંગલા માં રહેતો જ્યારે વિભૂતિ એક જૂનું મકાનમાં. એક વી આઈ પી કૉલેજ માં જ્યારે વિભૂતિ સરકારી કૉલેજ. પણ કોલેજ જવા માટે રસ્તો હતો. વિભૂતિ સાઇકલ લઇ જતી જ્યારે રવિ મોંઘી કાર લઈ.

એક દિવસ રવિ ની કાર ની હડફેટ માં વિભૂતિ આવી ગઈ. વિભૂતિ ને વાગ્યું હતું. તને ખૂન વહેવા લાગ્યું હતું. પણ રવિ તો બે શબ્દો કહી.... ત્યાં થી નીકળી ગયો. વિભૂતિ તેની કાર ને ઓળખી ગઈ હતી. કૉલેજ ના સ્ટુડન્ટસ તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરે છે. તે સારી થઈ પાછી પોતાનું રૂટિન માં લાગી ગઈ. 

વરસાદ વરસી રહ્યો હતો વિભૂતિ તેનાં ફળિયા માં વરસાદ ની મજા માણી રહી હતી. ત્યાં રવિ ની આવી ઉભી રહી, રવિ કાર નીચે ઉતરી બોનટ ખોલી જોયું પાછું બંધ કરી ગાડી માં બેસી ગયો. ફરી સ્ટાર્ટ કરવાની કોશિશ કરી પણ કાર શરૂ ન થઈ. વિભૂતિ આ બધું જોઈ રહી હતી.

ફરી રવિ ગાડી બહાર આવ્યો. તે પલળી ગયો હતો, થોડી ઠંડી ને લીધે ધ્રૂજી રહ્યો હતો. વિભૂતિ ત્યાં ગઈ રવિ ને ઘરે અંદર લાવી રૂમાલ આપ્યો. પછી રવિ ને ગરમ ચા પીવડાવી. રવિ વિચારવા લાગ્યો જે ગરીબ તેં જ મોટો મદદ ગાર છે. મેં જેને ટક્કર મારી હતી તે આજે મારી હેલ્પ કરે છે.

રવિ વિભૂતિ સામે માફી માંગે છે. ત્યાં વરસાદ બંધ થયો. રવિ સ્માઈલ આપી ઘરે જતો રહ્યો. 

રવિ હવે કૉલેજ માં વિભૂતિ દેખાય એટલે તેને હલો કહેવા લાગ્યો. ને હવે તે સાથે ક્યારે ચા પણ પીતા. તો ક્યારેક ગાર્ડન માં બેસી વાતો કરવા લાગ્યા. ધીમે ધીમે સારા મિત્રો બની ગયા. 

એક દિવસ કૉલેજ ની સીડીયા સાથે સડતા હતા ત્યાં વિભૂતિ નો પગ લપસી ગયો તે જેવી પડે છે ત્યારે રવિ હાથ પકડી સંભાળે છે. રવિ ને કાંઈક મહેસુસ થાઈ છે. તેને ફીલિંગ નો અનુભવ થાય છે. 

સાંજે તેને વિભૂતિ પ્રત્યે પ્રેમ નો અહેસાસ થાય છે. તે બીજે દિવસે વિભૂતિ ને પ્રપોઝ કરે છે. વિભૂતિ પ્રેમ હા પાડે છે પણ જો લગ્ન કરવા હોય તો મારી ઘરે હાથ માંગવા આવવુ પડશે એમ વિભૂતિ રવિ ને કહ્યું. રવિ હાં પાડે છે. 

રવિ ઘરે અમીર પિતા ને વાત કરે છે પણ અમીર ગરીબ ના ફર્ક માં શોખી નાં પાડે છે. આ વાત વિભૂતિ ને કરી પણ વિભૂતિ તો મારો હાથ માંગે તો જ લગ્ન કરું એમ અટલ રહે છે. વિભૂતિ ને પૂર્વ જન્મ ની યાદ ખબર હોય એટલે તો હાથ માંગી લગ્ન કરવા માંગે છે. 

રવિ ને પણ પૂર્વ જન્મ નો અહેસાસ થવા લાગ્યો. હવે તે ગમે તે ભોગે વિભૂતિ સાથે લગ્ન કરવા તત્પર બને છે. 

રવિ તેના પપ્પા પાસે જઈ એટલું બોલ્યો. હું વાલો શું કે મિલ્કત ? રવિ ના પપ્પા બધું સમજાય ગયુ. હવે હું નિર્ણય માં ભૂલ કરીશ તો હું દિકરો ખોઈશ. તે રવિ ની ઈચ્છા કહે છે. રવિ વિભૂતિ સાથે લગ્ન ની વાત કરે.

રવિ ના પપ્પા વિભૂતિ નો હાથ માંગે છે ને આખરે બને લગ્ન કરી એક થાય છે. તેમના જન્મોજનમ નો પ્રેમ આજે એક થાય છે.


જીત ગજ્જર બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED