Proposal card books and stories free download online pdf in Gujarati

પ્રપોઝલ કાર્ડ 

રોજ ની જેમ આજ મારી સાઇકલ નવી ઉડાન ભરી રહી હતી. એજ રસ્તો, એજ મંજિલ બસ, એજ મહોલ્લે બસ નવું તો હતું મારું એટલે કે આજનું ન્યૂઝ પેપર જે રોજ ની જેમ આજે પહોચડાવાનુ કામ કરતો. સુનસાન સડક પરથી પસાર થઈ ન્યૂઝ પેપર આપવાનું મારું આ કામ એક કસરત પણ થઈ જતી ને થોડી આવક પણ..

હા હા હું વાત કરી રહ્યો છું આજ ની. જેવી મારી સાઇકલ એક ગલી માંથી પસાર થઈ રહી હતી ત્યાં કોઈ છોકરી મોબાઇલ માં વ્યસ્ત મારી સાથે ટક્કરાણી.

અરે ઓ મૅડમ દેખાતું નથી કે શું ? મારા બધા ન્યૂઝ પેપર વેર વિખેર થઇ ગયા.
સોરી હો... હું મ્યૂઝિક સાંભળવા મા મશગુલ હતી.
ઓકે ઓકે
પેપર સરખા કરી સાઇકલ ને પેંડલ માર્યા પાછું વાળુ જોયું તો પેલી છોકરી ને હાથમાં વાગ્યું હતું. ઉતાવળ માં મેં કહ્યું વધારે વાગ્યું તો નથી ને.
ના ના નો જવાબ સાંભળી હું નીકળ્યો પેપર બાંટવા..

સવારે પેપર બાંટવા નું ને ડે માં ગિફ્ટ આર્ટિકલ ના પાર્ટ ટાઇમ જોબ. એમ મારું ઘર આરામ થી સાલી જતું.

હું ગિફ્ટ આર્ટિકલ માં હતો ત્યાં પેલી છોકરી આવી. મેં નવાઈ થી પૂછયું તું અહીં...!
હું સોરી કહેવા આવી નથી મારે બર્થ ડે કાર્ડ જોઈએ છે આપ છો.
હું તેને કાર્ડ ના સ્ટોક પાસે લઈ. 
આ જુઓ.....
તે નહીં લે સો તે પ્રપોઝલ કાર્ડ છે. 
સોરી કહી બર્થ ડે કાર્ડ લઈ કાઉન્ટર પાસે આવી. 
કેટલા થયા ? 
એકસો પચીસ. 
કાર્ડ થી પેમેન્ટ લે સો. 
ના ના જવાબ થી મો પડી ગયું. 
પછી પર્સ માંથી સો રૂપિયા કાઢી આપ્યા. 
બાકી ના કાલે આપું તો સાલ છે. 
ઓકે પણ કાલે પાકું હો. 

સવારે ન્યુ પેપર નું કામ ને તે જ ગલી પાસે થી પસાર થયો સામે પેલી છોકરી ઊભી હતી. મારા થી બોલાઈ ગયું પાછું ટકરાવવું છે કે શું. 
અરે ના ના હું તો વોકીન્ગ કરવા નીકાળી થયું કે તમને બાકી ના રૂપિયા આપતી જવું. 
પણ અહીં, અત્યારે, શોપ પર નથી આપી શકતા. 
ઉધાર રૂપિયો રાખવા નહીં એવું મારા મમ્મી કહે છે. 

મેં કહ્યુ ચા પીછો. 
હા પણ અહીં તો ચા... 
મારી સાથે સાલો તમારે વોકીન્ગ થઈ જશે ને ચા પણ. 
અમે બંને ચાલતાં થયા બાજુમાં ગાર્ડન માં બેસ્યા. મેં બેગ માંથી ચા નો થરમોસ કાઢી બને એ ચા પીધી. 

ત્રીજો દિવસ થયો ફરી કોઈ બહાનું કાઢી મારી સાથે ચા પીવા આવી. 
મેં કહ્યુ આપણી આ ત્રીજી મુલાકાત છે છતાં પણ આપણને નામ ની ખબર નથી.

હાય મારું નામ પ્રિયા.
હાય હું જીત.
ઓકે લે ચા પી. મેં પૂછ્યું શું કરે તું.
હું કૉલેજ ના ફસ્ટ યેયર માં. તું.....
મારું તો ખબર છે સવારે ન્યૂઝ પેપર અને પછી ગિફ્ટ આર્ટિકલ માં.
તું બહું ખુશ રહે છે કેમ ? 
અરે પ્રિયા મહેનત કરવામા દિવસ કેમ પસાર થાય છે તે ખબર રહેતી નથી.
ઓકે પ્રિયા મારે મોડું થાય છે એમ કહી હું છુટો પડ્યો.

હવે રોજ આમ ચા નું બાનુ મળતું પ્રિયા ને મળવાનું. પ્રિયા રોજ દિલ ખોલીને વાતો કરતી તે મારી સાથે સમય પસાર કરવામા તેને ખૂબ ગમતું આમ પંદર દિવસ થયા.

રોજ ની જેમ ચા પીતા હતા ત્યાં પ્રિયા મારા હાથમાં પ્રપોઝલ કાર્ડ આપ્યું.

પ્રિયા હજુ આપણે પંદર દિવસ પહેલા અજાણ હતા ને પંદર દિવસમાં આપણે એક બીજા ને સરખી રીતે ઓળખતા નથી ને તું......

તું મારી ફિલ્લીંગ ને સમજ મને સાથે રહેવું વાતો કરવી ખૂબ ગમે છે. હું તને લવ કરવા લાગી છું. હું જવાબ આપ્યા વગર જતો રહ્યો.

એક,બે,ત્રણ,ચાર,પાંચ દિવસ થયા મને પ્રિયા ની યાદ આવવા લાગી. મને પણ તેના પ્રત્યે ફીલ થય રહ્યું હતું. પણ હવે શું કરવું. મારા શોપ ના માલિક સમજી ગયા તેને મને સલાહ આપી હજુ બગડી નથી ગયું તું જા એ હજુ તારી રાહ જોતી હસે.

હું તેની ઘરે ગયો વોચમેન હતો પણ પ્રિયા બહાર ગઈ છે. મેં વોચમેન ને કહ્યું પ્રિયા ને સવારે હું રાહ જોતો હસુ.

બસ સવાર થયું સાઇકલ લઇ તે ગલી માં ગયો પણ પ્રિયા હતી નહીં. થોડી વાર થઈ પાછળ થી પ્રિયાએ ધક્કો માર્યો. હું પડી ગયો.
બોલી વાગ્યું તો નથી ને.
હા બહું વાગ્યું છે એટલે તો તને બોલાવી.
પ્રિયા ખૂબ હસી...
સાલ હવે ચા પીવા...
ચા પીધા પછી મેં તેને પ્રપોઝલ કાર્ડ આપી મારા પ્યાર નો એકરાર કર્યો.

I love you પ્રિયા
I love you.................


જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED