Aparanit pret books and stories free download online pdf in Gujarati

અપરણિત પ્રેત

બે હૈયા દિલ એક થયા છે, તે સાંસારીક જીવનમાં પગલા માંડવા જઈ રહ્યા છે. એક નવી જિંદગી ની શરૂઆત કરાવા જઈ રહ્યા છે. તેમના માટે આ બધું પહેલું હતું પણ ઉત્સાહ તેને આ બધું સરળ બનાવી રહ્યું હતું. હવે તેઓ એક મકાન ગોતી રહ્યા હતા. જેને તેઓ એક ઘર બનાવવા માંગતા હતા.

બંને યુગલ પરણી ને એક નાનું શહેર માં ગયા. ઘર શોધવા ગણી મહેનત કરવી પડી. તેમના માટે આ શહેર અજાણુ હતું. પણ ઘર મળી ગયું એક ઘર ભાડે રાખ્યું, ઘર બહું જૂનું હતું લાગી રહ્યું હતું કે ઘણા વરસ થી પડ્યું હસે. પડોશ માં મકાન ખાલી હતા થોડે દૂર રહેણાંક મકાન હતા એટલે મકાન ની સાફ સફાઈ કરવી પડી. મકાન ને સરસ મજાનું બનાવવા ખૂબ મહેનત કરી. ઘર સાફ થયું. પત્ની નાં પગ થી ઘર ને પાવન કર્યું. બંને બહું ખુશ હતા. પહેલો દિવસ હતો થોડુ અજાણ લાગતુ હતું પણ તેમની હિંમત તેને ખુશી આપી રહી હતી. 

પત્ની સવારે વહેલી ઉઠે. પતિ ને જગાડી ને પ્રેમ થી નાસ્તો કરાવી કામ પર મોકલે. પતિ રોજ સવારે કામ પર જતો રહે. સાંજે ઘરે થાક્યો ઘરે આવી વહેલો સુઈ જાય. પત્ની આંખો દિવસ બહાર બેસે, બાજુમાં બેસવા જઈ ટાઇમ પસાર કરે. તોય પત્ની બહું ખુશ હતી. પતિ ની ખુશી મા બધું સહન કરવા ત્યાંર હતી. 

તે ઘર મા એક રાતે બને થાક્યા હતા એટલે નિંદર આવી ગઈ. મધ રાત થઈ. પત્ની ઘસઘસાટ ઊંઘ માં હતી. પત્ની ની કોઈ પગ ખેંચી રહ્યો હોય તેવું લાગ્યું. થોડો ડરાવનો અવાજ પણ સંભળાયો. પતિ ને જગાડયા પતિએ આશ્વાસન આપી વેમ હસે કહી સૂઈ ગયા.

બીજી રાત થઈ ફરી મધ રાત પત્ની નો પાલવ ખેચ્યો. પત્ની ને કોઈ જગાડી રહ્યું હોય તેવું મહેસૂસ થયું. પત્ની ઝબકી ને જાગી ગઈ તેણે પતિ જગાડયા પતિએ લાઈટ કરી આજુ બાજુ જોયું પણ કાંઈ હતું નહીં. એટલે ફરી સૂઈ ગયા.

આવું રોજ થવા લાગ્યું. પત્ની કંટાળી ને બીજા મકાન મા રહેવા જવાની વાત કરવા લાગી પણ બીજું મકાન મળવું મુશ્કેલ હતું. 

પતિ રાતે જાગી શું થાય છે તે રાતે તેને જોયું કોઈ પત્ની ની સાડી ખેંચી રહ્યું હતું લાઈટ કરી પણ કોઈ હતું નહીં એટલે પતિએ જે કોઈ હોય તેને ભગવાન નાં સોગંદ દીધા એટલે પ્રેત તેની પત્ની માં પ્રવેશ્યુ અને પતિ ગભરાયો નહીં ને હાથમાં લાકડી લઈ કહ્યું કોણ છે તું.? કોણ છે તું???

ધ્રુજતી ધ્રુજતી બોલી... 
હું આ શહેર માં રહેતી મુની નામની છોકરી છું. મારા લગ્ન થવાના હતા હું સોળે શણગાર સજી આ રૂમમાં મારા થનાર પતિ ની રાહ જોઈ રહી હતી, મારા ઘણા અરમાન હતા. જાન મને પરણવા આવતી હતી, શહેર બહાર જાન પહોચી ત્યાં કોઈ દુશ્મન મારા થનાર પતિ મારી નાખ્યા સાથે જાનૈયા પણ મરાણાં. પછી અહીં આવી મને પણ મારી નાખી.

મારા સપના અધૂરાં રહી ગયા એટલે હું ભટકતી અહીં રહું છું. મારા મોક્ષ માટે હું તમને હેરાન કરતી હતી.

પતિ બોલ્યો બોલ તારા મોક્ષ માટે હું શું કરું. તારા કોડ પુરા કરવા હું શું કરું.

તમે મને સોળે શણગાર સજવાં દો અને હું શહેર ની બહાર જઈ મારા પતિ ની ખાંભી પાસે ચાર ફેરા ફરવા જવા દો.

સારું જા અમે કાલે આ બધું કરીશું. તું અહીંથી જતી રહે. પ્રેત ત્યાં થી જતું રહ્યું. 

એક રાતે પત્ની સોળે શણગાર સજી શહેર બહાર પતિ સાથે એટલે ખાંભીએ ચાર ફેરા ફરી ત્યાં પડી ગઈ. પ્રેત ને મોક્ષ મળી ગયું. થોડી ઉભી થઈ બોલી મને અહીં કેમ લાવ્યા.

પતિ સમજી ગયો કે તેને મોક્ષ મળી ગયો છે. બંને ઘરે ઘરે આવી સૂઈ ગયા.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED