Cha ma prem books and stories free download online pdf in Gujarati

ચા મા પ્રેમ 

ચા ચાલશે કે કોફી ??
મીરા મધુર અવાજે બોલી.
મીત તને ખબર છે તેને હું કોફી લઈશ.

વેઇટર... એક ચા, એક કોફી.

એજ કાફે, એજ ટેબલ, એજ સમય જે રોજ મળવું તે મીત અને મીરા માટે રોજ નું થઈ ગયું. 
આજે કાંઈક અલગ દિવસ હતો બને વાતો કરવાનો...

મીરા : આપણે આમ રોજ મળીયે છીએ આનું નામ તો આપવું પડશે ને ?

મીત : ચા સુધી ની મજા છે તે આમ રહેવા દે ને !!!!

મીરા : આમ પણ કાંઈક તો.... 

મીત : શું તું પણ નામ નામ કરે છે. ખોટી તું ચા ઢોળી આમ બેદાગ ન કર. 

મીરા : તું પણ સાવ સાદો, સિમ્પલ, બેદાગ..... 

મીત : હા એટલે તો કહું છું. 

મીરા : પણ આજે નહીં તો કાલે નામ તો આપવું પડશે ? 

મીત : ઓકે તો ફ્રેન્ડ 

મીરા : ઓકે. ચા......

આમ મુલાકાતને દોસ્તી નું નામ મળી ગયું એટલે હવે તો રાજ કાફે માં મળવાનું ચાલુ.
પાછા મળે છે ખાસ દિવસ !! ખાસ દિવસ એટલે મીરાએ સ્પેશ્યલ મીત ને આમંત્રણ આપ્યું ને તે પણ તેની ખાસ જગ્યાએ. ફોન કરી મળે છે ને ફરી વાતો નો દોર શરૂ થાય છે.

મીત : વાહ ખુબ સરસ છે આ કાફે અને તું પણ.....

મીરા : ઓકે આભાર. પણ સાંભળ આજે બહુ ખુશ છું. એટલે થયું લાવ ચા પર મળીયે. 

મીત : નક્કી કાંઈક છે જે છુપાવી રહી છે મારાથી આ ચા થી. 

મીરા : છે ખાસ છે, તારા માટે, મારા માટે. 

મીત : બોલ બોલ... બોલી નાંખ..

મીરા : હું વિચારતી હતી લાવ આજ તને પ્રપોઝ કરી લવ.
તું મારી સાથે લવશીપ કરવા માગે છે ??? 

મીત ચા હાથ માંથી સરકાવી દે છે. ને ટેબલ બેદાગ થઈ જાય છે ને મીરા પ્રશ્ન કરે આમ કેમ.

મીત : મે જાણી જોઈને ચા સરકાવી છે. એટલે કે હું આપણી ફ્રેન્ડશીપ આમ વેડફી નાખવા નથી માંગતો. બસ હું ઈચ્છું છું કે તું મારી જીવન આમ જ રહે.

બને છૂટા પડ્યા. હવે બંને ચા પર મળવાનું બંધ કરી દીધું. તેઓ પોતાના જીવનમાં મશગુલ થયા કે લાગે હવે ભૂલી ગયા ફ્રેન્ડ શીપ ભૂલી ગયા ચા પીવાનું પણ મીત નથી ભૂલ્યો ચા ને. તે હજુ ચા તે જ જગ્યાએ જાય છે બસ ફક્ત ટેબલ હોય છે, ચા હોય છે નથી હોતી તો મીરા. બસ આમ વીતી ગયા 6 મહિના.

મીરા ની ગાડી રસ્તા પર ખરાબ થઈ જાય છે. ને રાહ જોઈ રહી છે કોઇ લિફ્ટ આપે. તે સમયે મીત પસાર થાય છે મીરા ગાડી આવતી જોય હાથ નોં ઇસિરો કર્યો. મીરા ને જોઈ મીત ગાડી ઉભી રાખે છે.

મીત : મીરા તું અહીં આવ બેસ.

મીરા : આભાર તારો મીત. મારી ગાડી ખરાબ થઈ ગઈ છે.

મીત : ઓકે. પણ તું હજુ જેમ હતી તેમ જ છે.

મીરા : હા. પણ તું બદલાય ગયો છે પેલા કેવો બેદાગ હતો, હવે!!!!

મીત : હું હજુ બેદાગ છું.

મીરા : સરસ મને ગમ્યું હો. યાદ આવે હજુ ચા એમ???

મીત :હા હજુ હું અને ચા સાથે જ હોઈએ. બસ.......????

મીરા : હા હા તારી ચા હો !!!!

મીત : ચા પીચ મારી સાથે ???

મીરા : હા પણ બેદાગ વાળી હોય તો.

મીત : ઓફ કોર્સ... સાલ....

ગાડી સીધી ત્યાં કોફી શોપ પાસે ઊભી રહી. બંને અંદર પ્રવેશ કર્યો.

મીત : એક ચા, એક કોફી

મીરા : નહીં બે ચા.

મીત : પણ આજે ચા કે તારા મા દાગ નહીં પડવા દવ.

મીરા : કેમ આજે આવું બોલે છે.??

મીત : મને મારી ભૂલ નો પસ્તાવો થાય છે. મને માફ કરી દે. હું તને સમજી ન શક્યો. તારું પ્રપોઝલ મે ઠુકરાવ્યુ.

મીરા : ઈટ્સ ઓકે..તો હવે..... 

મીત : આજે હું તને પ્રપોઝ કરું છું. તું મારી થઈશ???

બને ગળે વળગીયા . ખૂબ હસ્યા, ખૂબ રડવા અને ચા પણ........

જીત ગજ્જર 


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED