Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 20

શુંભમના મેસેજની સાથે જ સ્નેહાના દિલના ધબકારા વધતા જ્ઇ રહયા હતા. જે વાત તે કહેવા જ્ઇ રહી હતી તે વાત થોડી મુશકેલ હતી. શુંભમનો નંબર મેળવ્યો ને તેને તરત જ ફોન લગાવ્યો. રિંગની સાથે જ દિલના ધબકારા વધું જોરથી ઘબકી રહયા હતા. રીંગ પુરી થયા પહેલાં જ શુંભમે ફોન ઉપાડ્યો.

"હેલ્લો... " શુંભમના અવાજે તેમનો અવાજ ચુપ થઈ ગયો. તે થોડી વાર સુધી કંઈ ના બોલી શકી. લાગણીઓ વિચારોમાં ખોવાઈ રહી હતી.

શુંભમે બીજી વાર કહ્યું"હેલો........"

શું કહેવું ને વાતની શરૂઆત કયાંથી કરવી તેમને સમજાતું ના હતું. શબ્દો દિલની અંદર જ ગુગળાઈ રહયા હતા. સ્નેહાએ ધીમેકથી વાતની શરૂઆત કરતાં કહયું." હેલો...... " તેના અવાજમાં લાગણીઓ સાફ સમજાય રહી હતી.

થોડીવાર એમ જ કંઈ બોલ્યા વગર બંને વચ્ચે ચુપી રહી ગઈ. સ્નેહાની સાથે શુંભમના દિલના ધબકારા પણ વધી રહયા હતા. શાયદ તે સ્નેહાની લાગણીને મહેસુસ કરી શકતો હતો. અહેસાસ વગર કંઈ બોલે બધું જ કહી રહયો હતો. પણ અત્યાર દિલને શબ્દોની જરૂર હતી જે શબ્દો જુબાન પર આવતા ડરી રહયા હતા.

રસ્તામાં ચાલતા વાહનોના ઘોંઘાટમા પણ સ્નેહાના ધબકારા તેને ખુદને સંભળાય રહ્યા હતા. મન કંઈ કહેવા દોડી રહયું હતું ને દિલ તેમના ખુદના ધબકારાથી થંંભી રહયું હતું.

" મને કંઈ કહેવું છે. શું તમે પાંચ મિનિટ ખાલી મારી વાત સાંભળી શકશો....??" સ્નેહાને કંઈક આવું જ કહેવું હતું. પણ, તે આવું કંઈ ના કહી શકી ને તેમને સીધા જ શુંભમ ઉપર ચઢાઈ કરી દીધી. " શું સમજો છો તમે ખુદને..?? છેલ્લા પાંચ દિવસથી હું કોલ પર કોલ મેસેજ પર મેસેજ કરતી જાવ છું. પણ તમને તો જાણે કંઈ ફરક જ ના પડતો હોય તેમ બસ ઇગનોર કરતા જાવ. ઇગનોર કરવાની પણ એક હદ હોવી જોઈએ." તેમનો પ્રેમ ગુસ્સો બની શુંભમ પર વરસી પડયો.

શુંભમ બસ સ્નેહાને સાંભળતો રહયો. તેમને તેમની સફાઈ માટે ખાલી એટલું જ કહયું કામમા હતો. સ્નેહાનું બોલવાનું શરૂ હતું. તે ખુદ નહોતી જાણતી કે તે શું બોલી રહી છે. થોડીવારમાં તો તેમની બધી જ ફરિયાદ શુંભમ સામે રજું થઈ ગઈ હતી.

"તને આટલો ફરક કેમ પડે છે.....??" શુંભમે ખાલી આટલી જ પુછ્યું ત્યાં જ સ્નેહાના શબ્દો શુંભમ સામે ફરી અહેસાસ બની ઊભા થઈ ગયા.

"ફરક કેમ ના પડે...!! વાત તમારી છે... તમને અંદાજો પણ નહીં હોય કે આ પાંચ દિવસ મારા પર શું વિતી. પળ પળ બસ તમારા જ વિચારો રહેતા. શું તમને કંઈ થયું તો નહીં હોય ને.....! એકસાથે એવા કેટલા વિચારો જે મારા દિલની સાથે મને પણ તોડી રહયા હતા. શુંભમ આ્ઈ મિસ યું, આ્ઈ લવ યુ હું તમારા વગર હવે નથી રહી શકતી. હું જાણું છું તમે મને ના પસંદ કરો છો. પણ હું હવે વધારે મારા દિલને સમજાવી નથી શકતી. મારા મનમા, મારા દિલમાં હવે ખાલી તમે છો. હું જાણું છું તમને આ વાત ખરાબ લાગી હશે. સોરી. હવે હું તમારા રસ્તામાં કયારે નહીં આવું. ના તમારી સાથે કયારે જબરદસ્તી વાત કરવાની કોશિશ કરી. બાઈ. " સ્નેહાના શબ્દોની સાથે જ તેમના દિલની ધડકન જોરજોરથી ધબકી રહી હતી.

શુંભમ હજું ચુપ હતો. સ્નેહાને જે કહેવું હતું તે કહી ગઈ હતી. તેના દિલની અવાજ શુંભમ સુધી પહોંચી ગઈ હતી. બસ હવે તેમને શુંભમના જવાબ નો ઈતજાર હતો. પણ શુંભમની ખામોશી તેમને એકતરફા હોવાનો અહેસાસ કરાવી રહી હતી. થોડીવાર બંને એમ જ એકબીજાની ધડકનો સાંભળતા રહયા. કોઈ કંઈ બોલી ના શકયું ને બસ આવતા જ સ્નેહાએ ફોન કટ કરી દીધો.

બસની બારીએ થી આવતા ઠંડા પવનની લહેરો તેમના ચહેરાને ખિલવી રહી હતી. પ્રેમના નવા અહેસાસની સાથે એક અનેરી ખુશી તેમના ચહેરાને હસાવી રહી હતી. પણ શુંભમ કંઈ ન બોલ્યો તે વિચારે તેનું મન ભારી થઈ રહયું હતું. તે જાણતી તો હતી જ કે શુંભમના દિલમાં તેના માટે કંઈ નથી છતાં પણ એક આશ તે રાખી બેઠી હતી કે શાયદ હું જે વિચારું છે તે પણ તેવું વિચારતો હશે. રસ્તો વાહનોની દોડધામ વચ્ચે પણ ખામોશ લાગતો હતો. વિચારોની ગતિ તેજ પવનની ઝડપે ભાગી રહી હતી. તેને ખ્યાલ હતો કે તેમને શુંભમને શું કિધું. પણ તેનો અફસોસ ના હતો. વિશ્વાસ દિલમાં હજું જાગી રહયો હતો કે શુંભમ એક દિવસ જરૂર આવશે. તે તેની જિંદગીની રાહને એકલી નહીં રહેવા દેઈ. પણ સાથે તેમને એ પણ વિચાર્યું જ હતું કે તે હવે કયારે પણ શુંભમને મેસેજ કે કોલ નહીં કરે. જો તેના પ્રેમમાં થોડી પણ સચ્ચાઈ હશે તો શુંભમ ખુદ આવશે. વિશ્વાસની સાથે તે પ્રેમની એક નવી દિશા એક નવા રસ્તા પર નિકળવાની તૈયારી કરી રહી હતી.

ઓફિસેથી ઘરે સુધીનો રસ્તો લાબો હતો. જે અહેસાસ તેના દિલમાં જન્મયો હતો તે અહેસાસ કંઈ રાહ પર જવાનો છે ને તેનું પરિણામ શું આવવાનું છે....??તેને તે વાતની હવે ફિકર નહોતી. તેને આ પ્રેમને મન ભરી જીવવો છે. જિંદગી ભર સાથે ચાલી શકે તે આશાએ નહીં. પળપળ અહેસાસ બની દિલમાં ધબકતો રહે તે વિચારે તે આજે પ્રેમનું પ્રપોઝ કરી ખુશ હતી.

પ્રેમની આ કેવી લાગણી હોય છે જયાં એહસાસની સાથે ખુશી અને તકલીફ બંને એકસાથે લઇ ને આવે છે. જો બંને તરફની ફીલિંગ પ્રેમની રાહ પર જતી હોય તો અહેસાસ ખુશી લઇ ને આવે છે ને એકતરફો પ્રેમ હોય તો ખામોશીનો અહેસાસ ખાલી દિલમાં રહી જાય છે. સ્નેહાનો પ્રેમ એક તરફો છે કે બંને બાજું તે તો હજું તેને ખબર નથી.

ખરેખર પ્રેમની દુનિયા અજીબ છે. શરૂઆત જ તેમની વિચારોથી થાય છે. કોણ કયારે ને કયાં સમયે દિલમાં અહેસાસ જગાવી જાય છે તે કોઈ નથી જાણતું. બસ કોઈ મળે છે ને દિલ તેના માટે ધબકવાનું શરૂ કરી દેઈ છે. લાગણી બંધાઈ છે. તે કેવો છે કે કેવી છે તેની સાથે મતલબ નથી હોતો તે તેને સમજે છે એટલે બધું જ સારુ લાગે છે. પ્રેમમાં સ્વાર્થ નથી હોતો. પ્રેમમાં વિશ્વાસ હોય છે. જો તે મળશે કે નહીં તે ઉમ્મીદ જરૂર જાગે છે પણ તે ના મળે તો પણ તેના પ્રત્યે પ્રેમ અતુટ રહી શકે તે સાચા પ્રેમની લાગણી છે. સ્નેહાને વિશ્વાસ છે તેની કિસ્મત પર. તેના પ્રેમ પર. તેના અહેસાસ રુપી ખિલેલી લાગણી પર. શુંભમ કેવો છે..???તેનું પાસ શું છે...??તેની સાથે તેને મતલબ નથી. તેને મતલબ છે ખાલી તેના દિલ સાથે. જે હાલ શુંભમને પ્રેમ કરવા લાગ્યું છે.

રસ્તો પુરો થયો ને તે ઘરે પહોંચી. વિચારો હજું ખામોશ રાહ પર જ થંભેલા હતા. એકબાજું દિલ શુંભમને તે વાત જણાવી હળવું થઈ ગયું હતું ને બીજી બાજું તેમના મનમા ડર જાગી રહયો હતો કે કંઈક તે આ વાત સાંભળી દોસ્તીનો સંબધ પણ તોડી દેશે તો..!! સાંજના સાત થઈ ગયા હતા. ઘરે જ્ઈ થોડી ફ્રેશ થઈ તે થોડો નાસ્તો કરી ટીવી જોવા બેઠી. ટીવીમા આજે તેનું મન લાગતું ના હતું. મમ્મી સાથે તેમને થોડીવાર વાતો કરી પણ ત્યાં પણ વિચારો શુંભમના જ ચાલતા હતા. આઠ વાગતા તે મમ્મીની સાથે રસોઈ બનાવવા બેઠી. જમવાનું કામ પુરુ થયા સુધી તેમને પોતાની સાથે વ્યસ્ત રહેવાની કોશિશ કરી. પણ વિચારો શુંભમની સાથે હંમેશા જોડાઈ ગયા હતા.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહાએ હિમ્મત કરી તેમની દિલની વાત કહી તો દીધી પણ શું આ વાત શુંભમ સ્વીકારી શકશે.....?? જે અહેસાસ સ્નેહના દિલમાં છે તે અહેસાસ શું શુંભમના દિલમાં હશે..??? સ્નેહાની પ્રપોઝને શું શુંભમ સ્વિકાર કરી શકશે...??સ્નેહાનો પ્રેમ ખાલી એકતરફો જ હશે તો શું આ પ્રેમ હંમેશા તેમના દિલમાં રહી શકશે...??હવે કહાની પ્રેમના સફર પર પહોચી ગઈ છે ત્યારે આ કહાની શું વળાંક લઇ શકે છે ને તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"