સ્નેહાની વાતો સાંભળ્યા પછી શુંભમની લાગણી વિચારોમાં વહી રહી હતી. દિલ તેની લાગણીમા ખોવાઈ રહયું હતું. થોડીવાર માટે બધું જ થંભી ગયું ને તેનું મન કામમાંથી બહાર નિકળી સ્નેહાની સાથે થયેલી પહેલાની કેટલી યાદોને યાદ કરતું રહયું. એકપછી એક તે બધી જ વાતો દિલની અંદર દસ્તક આપી લાગણી બની પ્રસરી જતી હતી.
શુંભમને કંઈ જ સમજાય નહોતું રહયું કે તેની સાથે શું થઈ રહયું છે. તેના મનમાં તો હજું તે જ પહેલો પ્રેમ હતો જે એકવાર દિલ તોડી જતો રહયો હતો. અહેસાસ ખીલી ઉઠયો ને બીજી વખત પ્રેમની લાગણી દિલમાં વરસી ગઈ. પણ પહેલાં પ્રેમની યાદે તેમને રોકી લીધો.
"શુંભમ આ્ઈ લવ યું. મારે તારી સાથે આખી જિંદગી ચાલવું છે. તારો હાથ પકડી બસ આમ જ ફરવું છે. શું તારા મમ્મી-પપ્પા મને અપનાવી શકશે....??" દર્શનાના તે શબ્દો સ્નેહાની વિચારની સાથે જ ભળી રહયા હતા.
દર્શના સાથે વિતાવેલી તે દરેક પળ યાદ બની પ્રેમ પ્રત્યે નફરત ઉપજાવાની કોશિશ કરી રહી હતી. તે દરેક ક્ષણ ખુશીની રાહ હતી ને તે પછીની દરેક તકલીફ લઇ ને સાથે આવી હતી. એકતરફ સ્નેહાનો નિસ્વાર્થ પ્રેમ તેને દેખાય રહયો હતો ને બીજી બાજું દર્શનાનો ખોટો પ્રેમ. વિચારોની વચ્ચે મન ભારી થતું જતું હતું. એકપળ તેનું દિલ સ્નેહાને ખોવા નહોતું માગતું ને બીજી પળ મનના વિચારો પ્રેમની લાગણીનો અહેસાસ કરાવી તેને ડરાવી રહયા હતા.
"પપ્પા, આજે તમે કામ જોઈ લેજો ને મને માંથું બહું જ દુઃખે છે તો હું ઘરે જાવ." શુંભમે તેમના પપ્પાને આટલૂં કહી તે દુકાનની બહાર નિકળ્યો.
સમજાતું નહોતું કે તે શું કરે..?પ્રેમ છે કે નહીં તે પણ વાત હજું તે ખુદ સમજી નહોતો શકતો. તે ઘરે પહોંચ્યો. તેને જલદી આવતા જોઈ ઘરે તેના મમ્મીએ તરત જ પુછ્યું." શુંભમ....આટલું જલદી...."
"કંઈ નહીં માંથુ દુખતું હતું એટલે." શુંભમે તેમની મમ્મીની અધુરી વાતને કાપતા તરત જ જવાબ આપી તે રૂમમાં જતો રહયો.
રીટાબેન તેમની વાતને સમજી ગયા હતા. આખરે એક મા તેમના દિકારાની પરેશાની કેવી રીતે ના સમજી શકે. તે તેનો ચહેરો જોઈને સમજી ગયા હતા કે વાત કંઈક બીજી છે. તે પણ શુંભમની પાછળ પાછળ જ રૂમમાં ગયાં.
"તું ગમે તેટલું છુપાવાની કોશિશ કરી પણ તારો ચહેરો મને બધું બતાવી દેશે. બેટા જે વાત હોય તે મને જણાવ હું કંઈ તારી તેમા હેલ્પ કરી શકું." રીટાબેનનું આટલું જ પુંછતા શુંભમની કેટલી બધી તકલીફ ઓછી થઈ ગઈ એવું લાગ્યું.
"મમ્મી, મને કંઈ જ સમજાતું નથી કે શું થઈ રહયું છે ને હું શું કરી રહયો છું. એકપળ તેને હું ખોવા નથી માગતો ને બીજી પળે હું તેને અપનાવી નથી શકતો." શુંભમે તેમની ઉલજજન તેના મમ્મી સામે મુકતા કહયું.
"કોની વાત તું કરે છે...??કંઈક ફરી તો દર્શના......!!"
"ના. તે મારી જિંદગીમાં હવે નથી. મારી જિંદગીમા કોઈ બીજું આવી ગયું છે. "
"બીજું...!!" રીટાબેને એકદમ જ પુછી લીધું.
"હા. મોમ, હું જે છોકરીને જોવા સુરત ગયો હતો તે. મને નથી ખબર કે હું તેને પસંદ કરું છું કે નહીં.??પણ જયારે પણ હું તેમની સાથે વાતો કરું છું મને ગમે છે. પણ આજે જયારે તેમને મને કહયું કે તે મને પ્રેમ કરે છે ત્યારે મારી પાસે કંઈ જ જવાબ ના હતો કે હું તેને કહી શકું."
શુંભમ તેમના દિલની વાતો હંમેશા જ તેમની મમ્મી સાથે શેર કરે છે. એટલે આજે પણ કંઈ જ ચુપાવ્યા વગર જ બધું જ તેમને જણાવી દીધું. તેમની પહેલી મુલાકાત, તેમની સાથે શરૂ થયેલી વાતો, તેનું દરવખતે ઇગનોર કરવું, સ્નેહાની વાતો, તેમની વાતો. બધું જ શુંભમે કંઈ વિચાર્યા વગર જ તેમની મમ્મીને કહી દીધું. શુંભમની વાતો સાંભળ્યા પછી રીટાબેન તરત જ બોલ્યા.
"શુંભમ. તેના દિલમાં તારા માટે કંઈ હોય તો જ તે તને આટલો પ્રેમ કરી શકે. બાકી તે તારી પાછળ ખોટો સમય ના બગાડે તેમનો. હું તને એ નથી કહેતી કે તું તેને સ્વિકારી લે. પણ એકવાર તું તે દર્શૅનાને ભુલી સ્નેહા વિશે વિચાર. જો તારું દિલ તને કહે કે તે તારા માટે બેસ્ટ છે તો તને તેના પ્રત્યે લાગણી જરુર થશે. બાકી તો હું તને કંઈ ના કહી શકું." રીટાબેન આટલું જ કહી બહાર જતા રહયા ને તે એમ જ બેસી વિચારવા લાગ્યો.
કયાં સુધી તેના વિચારો એમ જ દોડતા રહયા. તેમની સાથે થયેલી વાતો યાદ આવતા દિલની ધડકનો તેજ થઈ રહી હતી. કંઈક તો હતું તેના દિલમાં પણ. ત્યારે જ તો તે આટલી બધી વાતો કરતો હશે..!!બાકી તે તેને શું કામ તે બધું કહે જે કોઈની સાથે પણ શેર નહોતો કરતો...??એકપછી એક બધી જ વાતો દિલની લાગણી બની ગુથ્થાતી જતી હતી.
વિચારોથી મનને થોડું હળવું કરવા તેમને ફેસબુક પર સ્નેહાની આ્ઇડી ખોલી. તેમા રહેલી સ્નેહાની તસ્વીર તે આજે પહેલીવાર જોઈ રહયો હતો. જે દિવસે તે જોવા ગયો હતો તે દિવસે પણ તેની ખુબસુરતી આટલી જ મહોક લાગતી હતી કે આજે વધારે થોડી લાગી રહી હતી...! કયાં સુધી તે તસ્વીરને બસ એમ જ જોતો રહયો. શાયદ તે તસ્વીર તેના પ્રેમનો અહેસાસ ભરી રહયો હોય તેવું તેમને મહેસુસ થઈ રહયું હતું. તેના દિલના ઘબકારા હવે તેને સંભળાઈ રહયા હતા.
સાંજ સુધી તે એહસાસને મહેસુસ કરતો રહયો. હવે તેના વિચારોમાં દર્શના નહોતી હવે તેના વિચારોમાં ખાલી સ્નેહા હતી. કદાચ તેને આ વાત મહેસુસ કરવામાં થોડો સમય લગાવી દીધો. સાંજે નવ વાગ્યે તેમના પપ્પા પણ ઘરે આવી ગયા ને તે બધા સાથે જમવા બેઠા. કોઈએ પણ આ વિશે કંઈ જ વાત ના કરી. ના શુંભમે તે લોકોને કંઈ જણાવ્યું. જમવાનું પુરું થતા તે તેની રૂમમાં ગયો.
સ્નેહાને ઓનલાઈન જોઈ તેમને મેસેજ કર્યો." તને એવું લાગે છે કે હું પણ તને...??" તેમને વાતને અધુરી જ મુકી મેસેજ સ્નેહાને મોકલી દીધો.
શુંભમનો મેસેજ મળતા જ તેના દિલની ધડકન જોરથી ઘબકવા લાગી. એકપળ પણ તે વિચારી નહોતી શકતી કે શુંભમ તેમની સાથે કંઈ વાત કરશે. દિલનો અહેસાસ તેમના ચહેરા પર ખુશીની રેખા લઇ ને આવ્યો હોય તેમ તે જુમી ઊઠી. શું વાત કરવી તેને કંઈ જ સમજાતું ના હતું. હવે તો મેસેજ ટાઈપ કરતા પણ તેની આગળી ધુર્જી રહી હતી. વિશ્વાસની એક આશ ફરી ખીલી રહી હતી.
"મે તો મારા દિલની વાત તમને કહી દીધી. હવે વિચારવાનું તમારે છે કે તમારે શું કરવું." સ્નેહાનો જવાબ સાંભળી શુંભમનું દિલ પણ ધબકારા મહેસુસ કરતું હતું.
થોડીવાર શુંભમે કોઈ મેસેજ ના કર્યો પછી કેટલા વિચારો પછી શુંભમે મેસેજ કર્યો "આ્ઈ લવ યુ ટુ"
મેસેજના શબ્દો સ્નેહાની રુહને પાગલ કરી રહયા હતા. તે વિચારી પણ નહોતી શકતી કે જે ફીલિંગ તેને છે તે જ ફીલિંગ શુંભમના દિલમાં પણ હશે. તે સામે કોઈ મેસેજ ના કરી શકી બસ તે મેસેજ ને વાંચતી રહી. આજે તેને બધું જ મળી ગયું. જે પ્રેમની તેને હંમેશા ઝંખના હતી તે પ્રેમ શુંભમના પ્રેમ સાથે જોડાઈ ગયો હતો. દિલની ધડકનો તેજ બની બસ એકબીજાને દૂરથી અહેસાસની લાગણીને ભિજવી રહી હતી. બંને એકબીજાને પહેલીવાર મહેસુસ કરી રહયા હતા. કોઈ કંઈ જ બોલી નહોતું રહયું. બંને ચુપ હતા. પહેલા વગર વિચારે કેટલી વાતો થતી જે આજે આટલા બધા વિચારો વચ્ચે પણ ખામોશ હતી.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહના પ્રેમનો વિશ્વાસ તો જીતી ગયો ને તેમને શુંભમના દિલમાં પણ પ્રેમની લાગણી જન્માવી દીધી. પણ શું તેમનો પ્રેમ તેમનો પરિવાર સ્વિકાર કરી શકશે...??જયારે હવે શુંભમ અને સ્નેહા બંને એકબીજાને પ્રેમ કરે છે ત્યારે શું તે બંને જિંદગીના આ સફરમાં એક સાથે ચાલી શકશે.....??શું સ્નેહા આ વાત તેમના પરિવારને કહી શકશે...??શું તેમનો પરિવાર તે બંનેની ખુશીને સ્વિકારી સ્નેહાનો સાથ આપશે કે આ વાતને ખરાબ સમજી તે બંનેને અલગ કરી દેશે...??પ્રેમ અને સમાજ વચ્ચેની આ જંગમા શું સ્નેહાની પ્રેમ કહાની પુરી થઈ શકશે કે નહીં તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"