Taras premni - 52 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૫૨



મેહા:- "ઑકે મને ખબર છે કે સૉરી બોલવાથી બધું ઠીક નહીં થાય. મને ખબર છે કે તું મને માફ પણ નથી કરવાનો. પણ રજત તને એવું નથી લાગતું કે હવે આપણે એકબીજાથી આઝાદ થઈ જવું જોઈએ. આપણે બંન્ને એકબીજાને ટોર્ચર કરીએ છીએ...હવે એકબીજાને ટોર્ચર કરવાની ટેવથી હું કંટાળી ગઈ છું.
આ બધાથી આઝાદ થઈ જવા માગું છું. મને શાંતિ જોઈએ છે રજત."

રજત:- "મેહા તું તો બહું જલ્દી ભાંગી પડી ને? મારા ટોર્ચર તારાથી સહન નથી થતા. એટલે મારાથી દૂર ભાગવા માંગે છે?"

મેહા:- "રજત તારે જે સમજવું હોય તે સમજ.
I think હવે આપણે છૂટા પડી જવુ જોઈએ. તને પણ શાંતિ અને મને પણ."

રજત:- "તારા વિચારો મીનીટે મીનીટે બદલાય છે કે શું? ગઈકાલ સુધી તો કહેતી હતી કે રજત હું તારા વગર નહીં રહી શકું અને આજે અચાનક કહેવા લાગી કે આપણે બંનેએ છૂટા પડી જવું જોઈએ... તું એક જ નિર્ણય પર મક્કમ નથી રહી શકતી?"

મેહા:- "રજત હું શું હતી અને તે મને કેવી બનાવી દીધી..."

રજત:- "હવે મેં શું કર્યું? હજી એક બ્લેમ...મેહા બધી વાત માટે તું મને જ બ્લેમ કરે છે."

મેહા:- "હા કારણ કે જ્યારથી તું મારી લાઈફમાં આવ્યો છે ને ત્યારથી જ બધું બદલાઈ ગયું છે. મારી લાઈફમાં જે થાય છે ને તે બધું તારા લીધે જ થાય છે."

રજતે નફ્ફટાઈ પૂર્વક કહ્યું "અને આગળ પણ તારી લાઈફમાં જે થશે તે મારા લીધે જ થશે... હું તો હવે તારી સાથે લગ્ન કરીને જ રહીશ."

મેહા:- "ફાઈન તારે જે કરવું હોય તે કર. મને કંઈ ફરક નહીં પડે કે તું મારી સાથે લગ્ન કરે કે બીજા કોઈ સાથે..."

રજત:- "મતલબ કે ફાઈનલ ને કે આપણાં લગ્ન થશે?"

મેહા:- "હા ફાઈનલ."

રજત:- "પાછો તારો નિર્ણય બદલી ન દેતી."

મેહા:- "નહીં બદલું. પ્રોમિસ."

રજત:- "Sure ને?"

મેહા:- "હું એકવાર પ્રોમિસ કરું છું ને તેને ગમે તે હાલતમાં નિભાવીને જ રહું છું...તારી જેમ ખોટાં પ્રોમિસ નથી આપતી..."

રજત:- "મેં ક્યારે ખોટું પ્રોમિસ આપ્યું?"

મેહા:- "કેમ તે જ તો કહ્યું હતું કે તું મારો સાથ‌ ક્યારેય નહીં છોડે...મારો હંમેશા સાથ આપીશ..."

રજત:- "હા તો એ પ્રોમિસ સાચું કરી બતાવ્યું ને. મેં તારો સાથ ક્યારે છોડ્યો? તારી સાથે તો લગ્ન કરવાનો છું પછી?"

મેહા:- "રજત મારી વાતનો આ મતલબ નહોતો."

રજત:- "તો શું મતલબ હતો તારી વાતનો?"

મેહા:- "તને સમજાવવું મુશ્કેલ જ નથી નામુમકિન છે."

રજત:- "તો શું કરવા મને સમજાવવાની કોશિશ કરે છે?"

મેહા:- "I think મારે હવે ઘરે જવું જોઈએ."

રજત મેહાનો હાથ પકડી લે છે.

રજત :- "શું જવાની છે આટલી જલ્દી...? મને ભૂખ લાગી છે. કંઈક ખાવા જઈએ."

મેહા:- "તું ખાઈ આવ. મારે નથી ખાવું."

રજત:- "નહીં આવે તો તને ઉંચકીને લઈ જઈશ."

મેહા:- "રજત હાથ છોડને મારો."

રજત હાથ છોડીને મેહાને બંન્ને હાથે ઉંચકી લે છે.

મેહા:- "રજત છોડ મને. આસપાસના લોકો જોઈ રહ્યા છે."

રજત:- "તો મારી સાથે આવવા તૈયાર છે?"

મેહા:- "હા તું જ્યાં લઈ જઈશ ત્યાં આવીશ. હવે મને નીચે ઉતાર."

રજત મેહાને નીચે ઉતારી દે છે.

એટલામાં જ મમતાબહેનનો મેહા પર ફોન આવે છે.

મમતાબહેન:- "હેલો મેહા ક્યાં રહી ગઈ તું?"

મેહા:- "મમ્મી હું રજત સાથે છું. પછી આવું છું."

મમતાબહેન:- "રજત સાથે છે એટલે મને ચિંતા નથી. સારું ફોન મૂકું છું."

રજત અને મેહા રેસ્ટોરન્ટ પર મસાલા ઢોંસા ખાઈ રહ્યા હતા. મેહા ખાતાં ખાતાં રજતને જોઈ રહી હતી.

રજત:- "રિલેક્ષ મેહા...મારા મગજમાં કંઈ નથી ચાલતું."

મેહા:- "ઑહ પ્લીઝ રજત... હું જાણું છું તું કેવો છે તે...તો કમસેકમ મારી સામે તો આ નાટક ન કર..."

રજત:- "અચ્છા તો બોલ શું ચાલે છે? મારા મગજમાં?"

મેહા:- "તું મારી સાથે લગ્ન કરીશ પછી મને ડિવોર્સ આપી દઈશ...મને ખબર છે..."

રજત:- "હા હું બિલકુલ એમ જ કરીશ."

મેહા:- "જોયું મને ખબર જ હતી."

રજતથી હસાઈ ગયું.

મેહા મનોમન કહે છે "નહીં રજત પોતાની યોજના આટલી આસાનાથી મને નહીં કહે...મતલબ કે એનો કંઈક બીજો જ પ્લાન છે. એવું શું કરશે મારી સાથે."

રજત મેહાની સામે ચપટી વગાડતાં કહે છે "ઑ હેલો ક્યાં ખોવાઈ ગઈ?"

મેહા રજતની સામે જોય છે.

રજત:- "ચાલ હવે જઈએ ને?"

મેહા ઉભી થઈ ચાલવા લાગે છે. રજત બિલ ચૂકવી મેહા સાથે કદમ મિલાવે છે. ચાલતા ચાલતા બંનેના હાથનો સ્પર્શ થાય છે. રજતના હાથનો હળવો સ્પર્શ પણ મેહાને રોમાંચિત કરી મૂકતો. રજતના સ્પર્શથી મેહા નું રોમેરોમ ઝંકૃત થઈ ઉઠતું. આવું બે થી ત્રણ વાર બન્યું. રજતે ધીરેથી મેહાનો હાથ પકડી લીધો.

મેહા:- "રજત મારો હાથ છોડ. આસપાસ પબ્લીક છે."

રજત:- "ઑકે કોઈક શાંત જગ્યાએ જઈએ. જ્યાં પબ્લીક ન હોય."

મેહા:- "ક્યાં જઈશું?"

રજત:- "તું ચાલ તો ખરી."

મેહા ચૂપચાપ બાઈક પર બેસી જાય છે. રજત મેહાને સુંવાળી બીચ પર લઈ જાય છે.

બંને દરિયાકિનારાની રેતી પર બેસે છે.

રજત:- "અહીં આવીને મન શાંત થઈ ગયું."

મેહા મનોમન વિચારે છે કે રજતનુ મૂડ આજે કંઈક બદલાયેલું લાગે છે. જનાબ રોમેન્ટીક મૂડમાં છે.
અને બોલવામાં પણ ફેર પડ્યો છે. નહીં તો જ્યારે હોય ત્યારે ઓર્ડર આપતો ફરે છે.

રજતે મેહા સાથે ખૂબ પ્રેમથી વાતો કરી.

મેહા:- "રજત મારી ડાયરી હજું પણ તારી પાસે જ છે."

રજત:- "ઑકે આવતી કાલે લઈ આવીશ."

મેહા:- "રજત તું આજે કંઈક બદલાયેલો બદલાયેલો લાગે છે."

રજત:- "બદલાયેલો મતલબ?"

મેહા:- "તું આજે રોમેન્ટિક મૂડમાં છે."

રજત:- "તને ન ગમ્યું?"

મેહા કંઈ બોલી નહીં. રજતે મેહાની કમર પર હાથ મૂકી પોતાની તરફ ખેંચી. મેહા રજતને જોઈ રહી.

રજત દરિયાકિનારાની લહેરોને જોઈ રહ્યો.

મેહા હજીપણ રજત સામે જોઈ રહી હતી.

રજતે મેહા તરફ જોઈ કહ્યું "શું થયું મેહા?"

મેહા:- "કંઈ નહીં."

રજત ફરી લહેરો તરફ જોવા લાગ્યો. મેહા પણ લહેરોના સૌંદર્ય ને માણી રહી. બંન્ને લહેરોના મધુર સંગીતને માણી રહ્યા. મેહાએ રજતના ખભા પર માથું ટેકવી દીધું. ખાસ્સીવાર સુધી બંન્ને એમજ મૌન બેસી રહ્યા.

મેહા:- "ચાલ હવે જઈએ."

રજત અને મેહા બાઈક પાસે આવ્યા.

રજત જેકેટ કાઢતા કહે છે "મેહા ઠંડી વધારે છે લે આ જેકેટ ઓઢી લે."

મેહા:- "રજત મને ઠંડો ઠંડો પવન ગમે છે."

રજત:- "મેહા વિચારી લેજે. પછી બીમાર પડી જઈશ."

મેહા:- "કંઈ નહીં થાય."

રજતે જેકેટ પહેરી લીધું. રજતે બાઈક સ્ટાર્ટ કરી. મેહા રજતને વળગીને બેસી ગઈ અને રજતની પીઠ પર માથું ટેકવી દીધું.

મેહાને ઠંડી હવાના સ્પર્શને માણી રહી. રજત મેહાને ઉતારી ઘરે જતો રહ્યો.

મેહા ધીમેથી દરવાજો ખોલી દરવાજો બંધ કરી દે છે.

મેહાએ મોબાઈલમાં ટાઈમ જોયો તો સવા અગિયાર થઈ ગયા હતા. મેહા પોતાના રૂમમાં જાય છે. બાથરૂમમાં જઈને શાવર લે છે. મેહા રજત વિશે જ વિચાર કરે છે. મેહાને હજી પણ વિશ્વાસ નહોતો રજત પર. નક્કી રજતના‌ મનમાં કંઈક તો ચાલે છે.
મેં રજતનુ આટલું અપમાન કર્યું તો પણ રજત મારી સાથે આટલો પ્રેમથી વર્તે છે. બે જ શક્યતાઓ હોઈ શકે... ક્યાં તો રજત મને એટલો લવ કરે છે કે અપમાનને ગળી ગયો અને બીજી શક્યતા એ કે આ અપમાનનો બદલો રજત લેશે. અપમાન આટલી સહેલાઈથી ભૂલી જઈ મને માફ કરી દે એવો તો રજત નથી. નક્કી આ તુફાન પહેલાંની શાંતિ છે. બીજી શક્યતા તો સાચી પડીને જ રહેશે. રજત મને ચાહે એવી આશા તો હવે ધૂંધળી થઈ ગઈ છે.

મેહા શાવર લઈને બહાર આવી. નાઈટ ડ્રેસ પહેરી સૂઈ ગઈ.

સવારે મેહા ઉઠે છે. નાહીધોઈ ફ્રેશ થઈ નીચે ચા નાસ્તો કરવા આવે છે.

ચા નાસ્તો કરી ક્રીના અને મમતાબહેન રસોડામાં ગયા.

મેહા:- "મમ્મી ઘરમાં નોકરચાકર છે ને? એ લોકો રસોઈ બનાવી દેશે."

મમતાબહેન:- "આજે સાવિત્રીબહેન, રતિલાલભાઈ અને રજત લંચ માટે આવવાના છે."

મેહા:- "હું કંઈ હેલ્પ કરું?"

મમતાબહેન:- "ના હું અને ક્રીના કરી લઈશું."

મેહા:- "ભાભી તમને કંઈ હેલ્પ જોઈએ છે."

ક્રીના મેહાને કાનમાં કહે છે "તું જા તારા રૂમમાં...તારે રજત માટે સાજ શણગાર કરવો હશે ને! "

મેહા:- "શું ભાભી તમે પણ? રજતને તો હું સાદી સિમ્પલ જ પસંદ છું."

મેહા પોતાના રૂમમાં જાય છે. હળવો મેકઅપ કરે છે.

ક્રીના રસોઈ બનાવી પોતાના રૂમમાં જાય છે.

થોડી જ વારમાં રજત અને એનું ફેમિલી આવે છે.

મમતાબહેન અને પરેશભાઈ બધાનું સ્વાગત કરે છે.

રજત:- "આંટી ક્રીના ક્યાં છે?"

મમતાબહેન:- "પોતાના રૂમમાં જ છે. જા તું મળી આવ."

રજત ક્રીનાના રૂમમાં જાય છે.

રજત ક્રીનાને Hug કરી કપાળ પર કિસ કરે છે.

રજત:- "કેમ છે તું?"

ક્રીના:- "હું તો એકદમ મસ્ત છું. તું બોલ?"

રજત:- "ફાઈન...મેહા ક્યાં છે?"

ક્રીના:- "હજી તો બહેન સાથે સરખી રીતના વાત પણ ન કરી અને આવતાં જ મેહા વિશે પૂછવા લાગ્યો?"

રજત:- "તારે કહેવું છે કે નહીં?"

ક્રીના:- "એના રૂમમાં હશે. જા મળી લે."

ક્રીના મમ્મી પપ્પાને મળી ખૂબ ખુશ થાય છે. નિખિલ પણ સાવિત્રીબહેન અને રતિલાલભાઈને મળે છે.

રજત મેહાના રૂમમાં જાય છે. રજત રૂમનો દરવાજો ખોલી અંદર આવે છે.

મેહાએ ચૂડીદાર ડ્રેસ પહેર્યો હતો. દુપટ્ટો સાઈડ પર મૂકી મેહા ડ્રેસની દોરી બાંધી રહી હતી કે રજત મેહાની નજીક આવી ગયો.રજતના હાથ ડ્રેસની દોરી પર ગયા. રજતે દોરી છોડી દીધી. મેહા ફરી ગઈ. મેહાએ જોયું તો રજત હતો.

મેહા:- "રજત તને કંઈ શરમ જેવું છે કે નહીં?"

રજત:- "મને વળી શેની શરમ?"

મેહા:- "ઑહ હા તું તો બેશરમ છે."

રજત મેહાને ઉંચકી લે છે.

મેહા:- "રજત છોડ મને. ક્યાં લઈ જાય છે?"

રજત મેહાને પથારી પર સૂવાડી દે છે.

મેહા:- "રજત છોડ મને. નીચે બધા રાહ જોતાં હશે."

રજત મેહા તરફ ઝૂકે છે. રજત મેહાની આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવે છે.

રજત:- "રાહ જોવા દે."

મેહા અને રજત બંન્ને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા.

એટલામાં જ દરવાજે ટકોરા પડે છે.

ક્રીના:- "રજત-મેહા ચાલો. નીચે તમારી જ રાહ જોવાઈ રહી છે."

મેહા:- "રજત છોડ મને."

રજત હજી પણ મેહાની આંખોમાં ખોવાયેલો હતો.

મેહા:- "રજત છોડ મને."

રજત ઉભો થાય છે. મેહા પણ ઉભી થાય છે. મેહા કપડાં અને વાળ વ્યવસ્થિત કરે છે. મેહા દુપટ્ટો લઈ વ્યવસ્થિત કરી જતી હતી.

મેહા:- "રજત શું કરે છે? ચાલ."

રજત મેહાની કમર પકડી‌ ખેંચે છે.

મેહા:- "રજત અત્યારે રોમાન્સ કરવાનો ટાઈમ નથી."

રજત મેહાના વાળ આગળની તરફ કરે છે.

મેહા:- "રજત તને કહ્યું ને કે રોમાન્સ કરવાનો આ ટાઈમ નથી."

રજત ના હાથ મેહાની પીઠ પર મૃદુતાથી ફરે છે.

રજત મેહાના ડ્રેસની દોરી બાંધી દે છે. ત્યારે મેહાને ખ્યાલ આવ્યો કે ડ્રેસની દોરી બાંધવાનું ભૂલી ગઈ હતી.

બંન્ને નીચે આવે છે. બધાં જમવા બેસે છે. જમતાં જમતાં બધાં વાતો કરે છે.

રતિલાલભાઈ:- "તો રજત અને મેહા વિશે શું વિચાર્યું છે પરેશભાઈ."

પરેશભાઈ:- "તમે કહો તેમ કરીએ."

સાવિત્રીબહેન:- "આવતા વર્ષે લગ્ન કરાવી દઈએ. કેમ મમતાબહેન ચાલશે ને?"

મમતાબહેન:- "હા એમ પણ લગ્નની સિઝન જતી રહી છે. તૈયારીનો સમય પણ તો જોઈએ ને. તો આવતાં વર્ષે જ ઠીક રહેશે."

રતિલાલભાઈ:- "હમણાં લગ્ન ન થાય તો વાંધો નહીં પણ સગાઈ તો કરી જ શકાય ને?"

સાવિત્રીબહેન:- "હા એ ઠીક રહેશે."

જમીને બધા થોડીવાર બેસે છે.

રતિલાલભાઈ:- "ચાલો અમે હવે રજા લઈએ."

મેહા અને મેહાનો પરિવાર બહાર સુધી મૂકવા જાય છે.

રજત કારમાં મૂકેલી ડાયરી મેહાને આપી દે છે.

મેહા અને રજતની દરરોજ ફોન પર વાતો થતી રહેતી. મેહા કોઈક કોઈક વાર વિચારતી કે રજત સાચ્ચે મને લવ કરે છે કે પછી બદલો લેવા માટે આ નાટક કરે છે. જે હોય તે પણ રજતે જે રીતે મેહાને પ્રેમનો સ્વાદ ચખાડી દીધો હતો...રજતે જે રીતના મેહાને પ્રેમ કર્યો હતો તે મેહા ભૂલી નહોતી શકતી. મેહાને રજતના પ્રેમની ટેવ પડી ગઈ હતી. મેહા રજતમય બની ગઈ હતી.

મેહાને એકલતાનો અહેસાસ થાય એટલે મેહા રજત સાથે વાત કરી લેતી. ઘણીવાર મેહા રજતની ઓફિસમાં લંચ લઈને પહોંચી જતી. મેહાએ નક્કી કરી લીધું હતું કે રજત જે ઈરાદાથી લગ્ન કરે તે ઈરાદાથી પણ રજત સાથે રહેવાનું તો મળશે.

એક સાંજે રજત મેહાને ફાર્મ હાઉસ લઈ ગયો.
મેહા વિચાર કરતી હતી કે રજત મને ફાર્મ હાઉસ શું કરવા લઈ આવ્યો. મેહાને ફાર્મ હાઉસવાળી બંન્ને ઘટના યાદ આવી ગઈ. પહેલી વખત રજત જબરજસ્તી મેહાને ફાર્મ હાઉસ લઈ આવ્યો હતો. ત્યારે મેહા બેભાન થઈ ગઈ હતી. બીજી વખત પણ પોતાના પ્રેમને સાબિત કરવા રજત ફાર્મ હાઉસ લઈ આવ્યો હતો. અને હવે ત્રીજી વખત લઈ આવ્યો છે.

રજત મેહાની સામે ચપટી વગાડતા કહે છે "ઑ હેલો ક્યાં ખોવાઈ ગઈ? લે આ."

મેહા:- "રજત આ શું છે?"

રજત:- "કપડાં છે...તારા માટે...મારી સામે પહેરીને આવ. હું તને આ કપડાં માં જોવા માગું છું."

મેહાએ બોક્સ તરફ જોયું અને વિચારવા લાગી "રજત કેવા કપડાં લઈ આવ્યો હશે. ફાર્મહાઉસ લઈ આવ્યો છે તો ચોક્કસ એકદમ શોર્ટ ડ્રેસ હશે."

રજત:- "ક્યાં ખોવાય જાય છે?"

મેહા પેક કરેલું બોક્સ લઈ બીજા રૂમમાં જાય છે અને દરવાજો બંધ કરી દે છે.

મેહાએ પેકેટ ખોલ્યું તો મેહા થોડી દંગ રહી ગઈ.
કેસરી-ગુલાબી રંગની સાડી હતી. મેહાએ સાડી પહેરી. રજત બેડ પર સૂતા સૂતા મેહાની રાહ જોઈ રહ્યો હતો. મેહા સાડી પહેરી રજત સામે ગઈ.
રજત તો મેહાને જોઈ જ રહ્યો. રજત બેડ પરથી ઉઠ્યો અને મેહાને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો. મેહાની આસપાસ જોતાં જોતાં ચક્કર લગાવ્યું.

મેહા:- "રજત પ્લીઝ મને આ રીતે ન જો."

રજત:- "કેમ? શરમ આવે છે?"

મેહા:- "રજત તને ખબર તો છે કે હું થોડી shy ટાઈપ છું."

રજત:- "હા મને ખબર છે. તું મને જોઈને શરમાય છે તારી આ જ અદા પર તો હું ઘાયલ છું."

મેહા રજતની આંખો પર પોતાની હથેળી રાખી દે છે.

રજત મેહાનો ધીરેથી હાથ હટાવતા કહે છે "મેહા શું કરે છે? મને સરખી રીતના જોવા તો દે."

મેહા:- "રજત ચાલને હવે જઈએ. હવે તો તે મને સાડીમાં જોઈ લીધી ને."

"હજી થોડીવાર." એમ કહી રજત મેહાને વળગી પડે છે.

ક્રમશઃ






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED