બદલાથી પ્રેમ સુધી ભાગ તેર
આપણે આગળ નાઘવેન્દ્ર સિંહ ના પાવર અને તેની ક્રૂરતા વિશે જોયું હવે આગળ
આજે રોહિત ની સેવન સ્ટાર હોટેલ માં નાઘવેન્દ્ર સિંહ વાઘેલા નું આગમન છે તેઓ મજમુદાર પાસેથી લીધેલી જમીન ની ડીલ માટે જ ખાસ ગુજરાત આવવાના છે અને ગુજરાત માં તેમના કેટલા દુશ્મનો છે તેની તેમને અને તેમના મેનેજર ને સારી રીતે જાણ છે એટલે જ અમદાવાદ ની બેસ્ટ અને સુરક્ષસીત હોટેલ ને ડીલ અને મીટીંગ માટે બુક કરવામાં આવી છે.
આ મોંઘીદાટ હોટેલ માં તેમને તેમની ઓફીસ જેવી સવલતો આપવામાં આવી હતી અને સુરક્ષા ની બધી જ જવાબદારી રોહિત પર હતી. રોહિત નાઘવેન્દ્ર ના કાળા કામો થી એકદમ અજાણ છે તે તેનું કામ નિષ્ઠા પૂર્વક કરી રહ્યો છે. તેને તો મનમાં એમ જ છે કે વધુ પૈસાવાળા માટે વધુ સુરક્ષા હોય અને આમ પણ પૈસાદાર લોકો પૈસા વાપરવાના બહાનાં જ શોધતા હોય છે. રોહિત તેનું કામ જ કરી રહ્યો હોય છે ત્યાં જ સોનાક્ષી આવે છે.
સોનાક્ષી આજે બિલ્કુલ અલગ જ લાગી રહી હતી.એકદમ ટાઈટ પોનીટેલ , વાઈટ શર્ટ, ઉપર ઓફીસ કોટ નીચે બ્લેક ઓફીસ જીન્સ અને પગમાં બ્લેક સુઝ આજે સોનાક્ષી કોઈ મોટી કંપનીના C.E.O હોય તેવી લાગી રહી હતી રોહિત તો તેને જોતો જ રહી ગયો.
રોહિત:શું વાત છે આજે તો તું એકદમ અલગ લાગી રહી છે ને....
સોનાક્ષી:હું દરરોજ તને અલગ જ લાગુ છું નઈ?
રોહિત:એવું નથી સોના પણ આજે તો મને એવી ઇચ્છા થાય છે કે આ આખી હોટેલ તારા નામે કરી દઉં..
સોનાક્ષી:અચ્છા જી...
રોહિત:પણ શું કરું હું ખાલી ઈચ્છા જ કરી શકું બાકી હું તો મેનેજર છું હોટેલ થોડી મારી છે ....
સોનાક્ષી: એક સવાલ પૂછી શકું...
રોહિત:(તરત બોલતા)મેનેજર સાહેબ...
સોનાક્ષી:મેં ક્યાં કહ્યું....
રોહિત:પણ મને એવું લાગ્યું કે તું કહીશ મેનેજર સાહેબ....
સોનાક્ષી:તો....
રોહિત:મને એમ કે તું કહે તે પહેલાં કહી દઉં...મેનેજર સાહેબ...
સોનાક્ષી: પણ મેં તો કહ્યું જ નહીં ને...
રોહિત:એ તો મેં તને કહેવા ના દીધું ને એટલે એમાં એવું છે ને કે આજે તું સાહેબ એટલે કે મેડમ જ લાગી રહી છે તો તારા મોંએથી સાહેબ બોલાવડાવી ને હું મારી ઇન્સર્ટ ના કરાવી શકું ને....
સોનાક્ષી રોહિત ની વાત સાંભળી ને ખડખડાટ હશે છે અને રોહિત એક ધારું તેની સામે જ તાકી રહ્યો હોય છે ધીરે ધીરે સોનાક્ષી પણ તેની આંખો માં ખોવાય જાય છે બંને એકબીજાની આંખો માં આખો નાખી ને એકબીજા માં ખોવયેલા છે આજુબાજુ નું વાતાવરણ પણ શાંત છે અને ત્યાં જ રોહિત નો ફોન રણકે છે અને આ રિંગ વાગે છે....
बाला, बाला शैतान का साला, बाला बाला बाला बाला बाला.......
રોહિત ની રિંગ સાંભળી ને બંને એકબીજા માંથી બહાર આવે છે રોહિત ફોન હાથ માં લે છે અને સ્ક્રીન પર નંબર જોવે છે તો કંપની નો નંબર હોય છે તે ફોન ઉપાડ્યા વગર જ મૂકી દે છે સોનાક્ષી રોહિત પર થોડો મીઠો ગુસ્સો કરતા કહે છે...
સોનાક્ષી: કેવી રિંગ રાખી છે આવી લાઉડ તો કાંઈ રિંગ રખાય...
રોહિત:અરે હાઉસફુલ ફોર નું હિટ સોન્ગ છે તો રાખવું પડે ને કેમ તને ના ગમ્યું...
સોનાક્ષી:મને તો એકદમ શાંત અને રોમેન્ટિક સોંગ્સ ગમે...આવા સોંગ્સ ઓછા ગમે આ સોંગ ની પહેલા જે સોંગ હતું તે સરસ હતું મને બહુ જ ગમતું..
રોહિત: એ તો મારું ફેવરિટ સોંગ છે આતો મયંકે કાલે બાલા ચેલેન્જ આપ્યું હતું ને એટલે મારે રિંગ માં આ સોંગ સેટ કરવું પડ્યું એને તો મને વિડિઓ બનાવવાનું કહ્યું હતું પણ મેં માંડ તેને રિંગ સેટ કરીને મનાવ્યો તો પણ આજે આખો દિવસ આ જ સોંગ રાખવું પડશે
સોનાક્ષી:આવા ચેલેન્જ લેવાની તારે શી જરૂર હતી કેટલું મસ્ત સોંગ હતું પેલું!
રોહિત: એતો અરિજિત નું સોંગ હતું ને એટલે તને ગમ્યું .....તને તો અરિજિત ગમે ને.....
સોનાક્ષી:આપણે આ ટોપિક પર PH.D કરવાની છે....?
રોહિત:ના સોના તું કઈંક પૂછતી હતી ને હમણાં ...
સોનાક્ષી:હું આ હોટેલ ના મલિક નું નામ પૂછવાની હતી..પણ એતો પર્સનલ ઈંફરમેશન એટલે તું મને નહિ જ કે...
રોહિત:ના સોના એવું નથી મહેન્દ્ર ભાઈ આ હોટેલ ના ઓનર છે અને તેઓ હાલ લંડન માં રહે છે અને મને તેમના દીકરા જેટલો જ માને છે એટલે હાલ આ હોટેલ નો ઓનર તો હું જ કહેવાઉં
સોનાક્ષી:ઓકે ઓકે....
રોહિત:એક વાત કહું સોના...
સોનાક્ષી:બોલ
રોહિત: આપણે હવે સારા મિત્રો છીએ ને...
સોનાક્ષી:હમ્મ તો....
રોહિત:તો કાલે તારે તારો આખો દિવસ મને આપવો પડશે...
સોનાક્ષી:કેમ કાલે કાંઈ ખાસ છે....
રોહિત:જી હા મેડમ અને એ ખાસ સરપ્રાઈઝ છે..
સોનાક્ષી:પણ આજે પેલા મહેમાન આવી રહ્યા છે ને...
રોહિત:હા પણ તેઓ આજે આવી ને પ્રીતને મળી ને નીકળી જશે તેમની જે ડીલ કરવાની ડેટ હતી તે બે દિવસ પાછળ ખસી છે એટલે...
સોનાક્ષી: તને આ બધી ખબર કઈ રીતે પડી..
રોહિત:મને પ્રીતે કહ્યું એ કેટલી સુંદર છે ને અને સ્વીટ પણ છે ને..
સોનાક્ષી:(થોડુંક મોં બગડતા ) વાવાઝોડું છે એક જાત નું કપડાં પહેરતા તો આવડતું નથી ફાટેલું જીન્સ પહેરે છે એ તો...
રોહિત:સોના કશુંક બળવાની વાસ આવી રહી છે જો તો.
સોનાક્ષી:મને તો કોઈ વાસ નથી આવતી પણ પ્રીત છે કોણ એ તો જણાવ?
રોહિત:પ્રીત નાઘવેન્દ્ર સિંહ વાઘેલા ની એકમાત્ર પુત્રી છે જેને તેઓ બહુ જ પ્રેમ કરે છે અને પ્રીત છે જ એટલી પ્રેમાળ તો પ્રેમ તો ઉભરાઈ આવે ને...
સોનાક્ષી રોહિત ની સામે એકધારું આખો કાઢી ને જોઈ રહે છે એટલે રોહિત તેના ઈશારા ને સમજતા કહે છે...
રોહિત:સોના તારે આ રીત ના મોં બનાવવાની બિલકુલ જરૂર નથી હા એ વાત સાચી કે પ્રીત પ્રેમાળ છે સુંદર છે પણ હું જ્યારે તેને જોવું છું ને ત્યારે મને મારી બહેન સ્નેહલ ની યાદ આવી જાય છે એટલે મારા માટે એ મારી બેન સ્નેહલ જેવી છે બીજું કાંઈ નથી સમજી....મારી લાઈફ માં તો તું એક જ છે અને રહીશ પણ...
રોહિત ની વાત સાંભળી ને સોનાક્ષી એકદમ ચૂપ થઈ જાય છે જાણે કોઈ ઊંડા વિચારો માં જ ખોવાઈ જાય છે રોહિત તેના ઘૂંટણિયે બેસે છે અને સોનાક્ષી ના બંને હાથ પકડે છે રોહિત ના હાથ નો સ્પર્શ થતા ની સાથે જ સોનાક્ષી તેના વિચારો માંથી બહાર આવે છે અને સોનાક્ષી કહે છે...
સોનાક્ષી: પ્રીત નાઘવેન્દ્ર ની દીકરી છે?
રોહિત:હા અને મારે એની સાથે કોઈ લેવા દેવા નથી પણ મારે તને ખાસ વાત કહેવી છે કહું....
સોનાક્ષી:જો હું ના પાડીશ તો તું નઈ બોલે......?
રોહિત ચૂપ રહે છે..
સોનાક્ષી:સારું બોલ તારે શુ કહેવું છે..
રોહિત: સોના મારી લાઈફમાં તારી પહેલા પણ હું ઘણી છોકરીઓ ને મળ્યો છું પણ જયારે તને પહેલી વાર જોઈ ને ત્યારે જ દિલ માં પેલું કહેવાય ને કુછ કુછ હોતા હૈ. જ્યારે તું મારી સામે હોય તો મને એવું લાગે કે મારી અધૂરપ ક્યાંક અદ્ગશ્ય થઈ જાય છે અને કાલે મારા માટે ખૂબ જ ખાસ દિવસ છે તો હું તારી લાઈફ ના 12 કલાક માંગુ છું મને મળશે તારી લાઈફ નો કાલ નો દિવસ..
રોહિત એકદમ ઈમોશનલ થઈ જાય છે સોનાક્ષી રોહિત ને ઉભો કરે છે અને તે કંઈ બોલવા જાય તેની પહેલા જ રોહિત તેના મોં પર તેનો હાથ મૂકે છે અને કહે છે..
રોહિત:જો સોના તારે હાલ હા કે ના નો જવાબ આપવાની જરૂર નથી કાલે સવારે તારા ફ્લેટ થી થોડે દુર આવેલા ગાર્ડન માં હું તારી રાહ જોઇશ અને મને વિશ્વાસ છે કે તું જરૂર આવીશ.
સોનાક્ષી:(રોહિત નો હાથ તેના મોં પરથી હટાવતા અને તેના હાથ માં હાથ લેતાં)અને જો હું કોઈ કારણસર નહિ આવી શકી તો...
રોહિત:મને વિશ્વાસ છે કે કાલે તું જરૂર આવીશ હું આખો દિવસ તારી રાહ જોઇશ અને તારે આવવું જ પડશે....
રોહિત આગળ કંઈ બોલે તે પહેલાં જ તેને ફોન આવે છે અને તે સોનાક્ષી ને કાલે મળીએ કહીને નીકળી જાય છે સોનાક્ષી પણ રોહિત ને મળવાનું વિચારતી હોય છે ત્યાં જ તેના ફોન માં મોટા ભા નો મેસેજ આવે છે..
મેસેજ માં લખ્યું હોય છે કે કાલે સવારે આપણી જગ્યા એ પહોંચી જજે ખૂબ જ મહત્વનું કામ છે કાલે આખો દિવસ તારી પરીક્ષા હું લઈશ અને કાલે સવારે હું તારી પરીક્ષા માટે રાહ જોઇશ..
એક તરફ સોનાક્ષી ની પરીક્ષા અને બીજી તરફ રોહિત નો પ્રેમ......
બદલો કે પ્રેમ..................?
કયો રસ્તો પસંદ કરશે સોનાક્ષી...........?
બહુ જલ્દી મળીએ જવાબ સાથે..............
.............................. To be continued.....................