બદલાથી પ્રેમ સુધી - 14 Nidhi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

બદલાથી પ્રેમ સુધી - 14

બદલાથી પ્રેમ સુધી ભાગ ચૌદ

આપણે આગળ જોયું કે સોનાક્ષી પાસે બે રસ્તાઓ છે એક તરફ તેને મોટા ભા પાસે જવાનું છે તો બીજી તરફ રોહિત ગાર્ડન માં તેની રાહ જોવાનું કહી ને ગયો છે.

સોનાક્ષી ખૂબ જ મુંઝવણ માં છે એક તરફ તેને તેના પરિવાર ની મોત નો બદલો લેવાનો છે અને જો એને બદલો પસંદ કરે તો રોહિત આખો દિવસ ગાર્ડનમાં રાહ જોવે અને જો રોહિત પાસે જાય તો મોટા ભા (રાઘવ)ને શું જવાબ આપે...


સોનાક્ષી તેના ઘરે બાલ્કની માં બેઠી બેઠી વિચારતી જ હોય છે . સાંજ ના સાત ના સમયે આવી રહેલી ઠંડી હવા ની લહેરખીઓ તેનો સ્પર્શ કરી ને નીકળી જાય છે.તે હાથમાં કૉફીનો મગ ભરી બેઠી બેઠી વિચારી રહી હોય છે કે શું કરવું.....તે તેના ફોન માં જોવે છે અને પછી કંઈક યાદ આવતા સ્માઈલ કરે છે અને પછી તેનાં રૂમમાં જાય છે.

સવાનો વહેલા ચાર વાગ્યાનો સમય છે સોનાક્ષી ફોન હાથ માં લે છે અને રોહિત ને ફોન કરે છે ત્યારે પેલી કોલર ટયુન વાગે છે...

"મેરી રાહે તેરે તક હૈ તુઝ પે હી તો મેરા હક હૈ,
ઈશ્ક મેરા તું બેશક હૈ....

રોહિત ફોન ઉપાડે છે આટલી વહેલી સવારે એ હજુ ઊંઘ માં જ છે...

રોહિત(બગાસુ ખાતા ખાતા)હેલ્લો....

સોનાક્ષી:good morning હજુ સુધી સૂતો છે ઉભો થા...

રોહિત:કોણ બોલો છો...

સોનાક્ષી:મેનેજર સાહેબ હવે ઊંઘમાંથી બહાર આવો..

રોહિત:(મેનેજર સાહેબ સાંભળતા જ )સોના તું આટલી વહેલી સવારે કેમ ફોન કર્યો કાઈ કામ હતું બધું બરાબર તો છે ને હું આવું...

સોનાક્ષી:પેલા તો તું ઊંઘમાંથી બહાર આવ બાય ધ વે નાઇસ કોલર ટયુન....

રોહિત:તે આટલો વહેલો ફોન કેમ કર્યો...

સોનાક્ષી:હેપી બર્થડે મેનેજર સાહેબ...

રોહિત:તને યાદ હતું....

સોનાક્ષી:ના મારા ફોન ને યાદ હતું અને ફોને મને કહ્યું કે આજે તારો બર્થડે છે...

રોહિત:થેકસ સોના .....ખબર છે હવે તું કહીશ કે દોસ્તી મેં નો સોરી નો થેકસ પણ તને ખબર છે હું પર્સનલી એવું માનું છું કે કોઈ પણ મજબૂત સંબંધ ને ટકાવી રાખવા માટે આ બે શબ્દો ખાસ જરૂરી છે....

સોનાક્ષી:જી સર વધારે બીજું કાંઈ જ્ઞાન આપવાનું બાકી હોય તો પણ કહી દો...

રોહિત:ના મારુ પતી ગયું તું....

સોનાક્ષી:હું કંઈક પૂછું સર...

રોહિત:બોલો મેડમ....

સોનાક્ષી:તમારા જન્મ દિવસ આમ બે વખત કેમ આવે છે.....? અને હા આ વખતે શું ગિફ્ટ લેશો તમે...?

રોહિત:મારી લાઈફ ની બેસ્ટ ગિફ્ટ તો તું જ છે તારે થોડી ગિફ્ટ આપવાની જરૂર હોય બસ જ્યાં સુધી આ દુનિયામાં છું ત્યાં સુધી મારી સાથે રહેજે હું તો તને એક જ જન્મ પૂરતી માંગુ છું અને આજે મારો જન્મ દિવસ છે થોડા દિવસ પહેલા વાળો બર્થડે તો મારા પાલક માતા પિતા ઉજવે છે એટલે મારા બે જન્મદિવસ થયા સમજી મારી સોના.......

સોનાક્ષી:બસ એક જ જન્મ માં મારાથી કંટાડી ગયો તું...

રોહિત : ના સોના એવું નથી પણ મારા ખુદ ના બીજા જન્મ ની મને નથી ખબર પણ જ્યાં સુધી આ રોહિત છે ત્યાં સુધી તો સોના એની સાથે જ રહેવી જોઈએ...

સોનાક્ષી:બહુ ફિલ્મી ના બન....

રોહિત:હું કોઈ પણ સિરિયસ વાત કરું તમે મજાક માં જ કેમ લો છો સોનાક્ષી દેવી.....

સોનાક્ષી:તારે મને કોને દેવી છે છે...

રોહિત: હું શુકામ તને કોઈ ને આપું તું કોઈ વસ્તુ થોડી છે..

સોનાક્ષી:રોહિત તને ખબર છે મેં હમણાં બે દિવસ પહેલા જ એક સાઉથ નું મુવી જોયું હતું તેમાં છે ને છોકરી ને વસ્તુ જ સમજવામાં આવતી હતી તેને એક નહિ ત્રણ ચાર જણાએ વેંચી હશે...

રોહિત:કઈ ફિલ્મ હતી...

સોનાક્ષી:નામ તો યાદ નથી પણ છેલ્લે એ છોકરી મરી જાય છે હું એમ કહું છું કે તારે મને...

રોહિત:મેં તને દેવી કહ્યું દેવી એટલે માતાજી ,શક્તિ સ્વરૂપા....

સોનાક્ષી:પણ હું તો માણસ છું ને...

રોહિત:મારી મા મારી ભૂલ થઈ ગઈ કે મેં તને દેવી કહ્યું સોરી...

સોનાક્ષી:હવે સમજાયું જ્યારે તું મારી સામે વાહિયાત જોક્સ મારતો મારી સામે એ પણ આવી નાની નાની બાબતો માં તો મને કેટલી મજા આવતી હશે...

રોહિત: ઓકે સોરી પણ તોય હું જોક્સ તો મારીશ જ આજે મળે છે ને ભૂલતી નહિ

મળવાની વાત સાંભળી ને સોનાક્ષી ફોન કાંપી નાખે છે અને તેને મેસેજ કરે છે રાહ જોજે મારી મોડું થઈ જશે પણ હું આવીશ ખરા રોહિત તેનો મેસેજ અડધો વાંચી ને જ સુઈ જાય છે.

..........................................................

પ્રીત જે નાઘવેન્દ્ર સિંહ ની દિકરી છે તે હોટેલ ના કિચનમાં માં જાય છે ત્યાં તેને મયંક જે હોટેલ નો સ્ટાફ મેમ્બર છે તે મળે છે અને તે પ્રીત ને કહે છે

"મેમ ત્યારે કોઈ વસ્તુ જોઈએ છે હું તમારી કોઈ મદદ કરું.....?"

પ્રીત: ના તમે રોહિત ને ક્યાંય જોયો હતો...?

મયંક: હમણાં થોડી વાર માં રોહિત સર આવતા હશે આજે તેમનો જન્મદિવસ છે તો કદાચ ન પણ આવે....


પ્રીત ઠીક છે કહે છે અને ત્યાંથી ચાલી જાય છે અને તેના રૂમમાં બેઠી હોય છે તે બેઠા બેઠા મનમાં જ કહે છે કે.....

આજે તો મારા ભાઈ નો પણ જન્મ દિવસ છે જેને મેં વર્ષો પહેલા ગુમાવ્યો હતો. હવે તો મને તેનું નામ પણ યાદ નથી બસ એક જ એ નિશાની યાદ છે?



આપણે નવા ભાગ માં જોઈશું કે
સોનાક્ષી તેનો બદલો પૂરો કરવા મોટા ભા પાસે જાય છે કે પછી રોહિત નો જન્મદિવસ ઉજવવા તેની સાથે રહે છે????


પ્રીત અને તેના ભાઈ વચ્ચે એવી કઈ નિશાની છે જે તેમને જોડે છે???

અને જો પ્રીત નો ભાઈ છે તો એ ક્યાં છે તેનો ખુલાસો પણ આગળ આપણે જોઈશું?

બવું જ જલ્દી મળીએ નવા ભાગ સાથે......