બદલાથી પ્રેમ સુધી - 12 Nidhi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલાથી પ્રેમ સુધી - 12

બદલાથી પ્રેમ સુધી ભાગ બાર

આપણે આગળ પ્રીત ના આગમન વિશે જોયું.......
.....................

ઉનાળાનો ધોમધખતો તડકો તપી રહ્યો છે અને ગરમ ગરમ પવન પણ ફૂંકાઈ રહ્યો છે આવા આકરા તાપ માં અને ગરમ ગરમ પવનની સાથે બપોરનો પોણા બે વાગ્યા આસપાસ નો સમય છે એક પહાડી ટેકરી પર આવેલા ડુંગર પર એક પરિવાર એક હરોળ માં ઉભો હોય છે તે પરિવાર ના દરેક સભ્ય ના ચહેરા પર મોત નો ભય સ્પષ્ટ દેખાઈ આવે છે તે પરિવાર નો દરેક સભ્ય ભગવાને તેમનો જીવ બક્ષવાની પ્રાર્થના કરી રહ્યું હોય છે.

આ પરિવાર ઉભો હોય છે દરેક સભ્ય ના માથા પર બંદૂક લાદવામાં આવેલી છે અને ત્યાં કોઈક ની રાહ જોવાય રહેલી હોય તેવું લાગે છે આ પરિવાર ચારેય બાજુ માણસો થી ઘેરાયેલો છે આ માણસો એ ગ્રે કલર ના કોટ અને બ્લેક કલરનું પેન્ટ પહેર્યું છે ગરમ ગરમ વાતા પવનને કારણે દરેક માણસે તેમની આખો ગોગલ્સ થી ઢાંકી રાખેલી છે.તે માણસો પણ કોઈક ના આવવાની રાહ જોઈ રહ્યા છે.

થોડી વારમા જ્યાં આછી પાતળી ધૂળ ની ડમરીઓ ઊડતી હતી તેની દિશા માં બમણો વધારો થાય છે અને પવન એકીસાથે વધારે જ ફૂંકાવા માંડે છે . ખૂબ જ ફૂંકાતા પવનની સાથે જ ત્યાં કઈંક આવવાનો અવાજ સંભળાય છે બધાય લોકો ધૂળની ડમરીઓ થી તેમની આખો ને બચાવતા ઉપર જોવે છે તો તેમને હેલિકોપ્ટર આવતું દેખાય છે .

આ જગ્યા પર રહેલા બધાજ લોકો ની નજર હેલિકોપ્ટર પર હોય છે અને તે બધાજ લોકો ની સામે તે હેલિકોપ્ટર માંથી એક થોડી મોટી ઉંમરનો પણ દેખાવમાં યુવાન માણસ જેને બ્લેક કોટ અને કડક ઈસ્ત્રી ઓફીસ ના કપડાં પહેર્યા છે જેના વાળ ઊડતા પવનના કારણે હવામાં લહેરાઈ રહ્યા છે.

આ માણસ હેલિકોપ્ટરમાંથી ઉતરતાની સાથે એક બીજા માણસ ને પણ સાથે લાવે છે જેને બાંધી ને લાવવામાં આવ્યો છે અને તેના માથા માંથી લોહી વહી રહ્યું છે.સૌથી પહેલા તો ત્યાં બંધી બનાવવામાં આવેલા પરિવાર ને ધ્યાનથી જોવે છે અને પછી તે કહે છે......

"જય કિસનજી મજમુદાર તો બોલ તે શું નક્કી કર્યું બધી પ્રોપર્ટી અને બિઝનેસ મારા નામ પર કરવો છે કે પછી તારે કિસનજી પાસે જવું છે અને જો ત્યાં તું એકલો નહિ જાય તારો પરિવાર પણ તારી સાથે આવશે......"

મજમુદાર: મેં મારી બધી જ મિલકત મારી મહેનત થી બનાવી છે પરંતુ મારા માટે મારો પરિવાર જ મારું સર્વસ્વ છે ખબર નહિ એ ક્યુ ચોઘડિયું હતું જયારે મેં તારા જેવા માણસ પર વિશ્વાસ કર્યો નરેન્દ્ર......."

એ માણસ ":(અટ્ટહાસ્ય સાથે): નરેન્દ્ર નહિ મજમુદાર નાઘવેન્દ્ર સિંહ વાઘેલા નામ છે મારું સિંહ અને વાઘ બંને ની તાકાત ને જો તારે જોવી હોય તો જોઈ લે"

મજમુદાર: ( નીચે જોઈ ને જમીન પર મોં કરતાં)હાંક થું તું તારી જાત ને સિંહ અને વાઘ સાથે સરખાવે છે પાપી ,દગાબાજ, કપટી તું તો ગીધડ ની તુલના માં પણ ન આવે તારા કરતા તો એ વધારે સારું"

નાઘવેન્દ્ર:(થોડાક ગુસ્સા સાથે ફરી અટ્ટહાસ્ય કરતાં) જયારે માણસ ની સામે મોત આવીને ઉભું હોય ત્યારે તે ગમે તેમ બોલે પણ હું મારા મન પર કાંઈ નહિ લઉં મને તો આદત થઈ ગઈ છે આ બધાની પણ તમે સમય બગાડ્યા વિના બોલો શું કરશો પ્રોપર્ટી નું?"

મજમુદાર:હું મરી જઈશ પણ મારી મહેનત ની કમાણી તારા જેવા દગાબાજ ના નામે ક્યારેય નહીં કરું.....

નાઘવેન્દ્ર:રસ્સી જલ ગઈ લેકિન બલ નહિ ગયા તું પણ સીધી રીતે તો નહીં જ માને ખબર હતી મને પણ તને હું જવા તો નહીં જ દઉં.....

મજમુદાર: મારે જવું પણ તો નથી જ લાવ રિવોલ્વર હું તારા જેવા પાપી ના હાથે મરવા કરતા મારી જાતે જ મરવાનું વધુ પસંદ કરીશ

નાઘવેન્દ્ર:તારે મરવાનું તો છે જ પણ તારી પ્રોપર્ટી મને આપ્યા પછી એની પ્રોપર્ટી ના પેપર પર સાઈન કરી દે પછી તું પણ છુટ્ટો ને મારો પણ કિંમતી સમય ન બગડે...

મજમુદાર:હું સાઈન તો નહીં જ કરું તારાથી થાય તે તું કરી લે

નાઘવેન્દ્ર:મને તો એમ જ હતું કે હું કહીશ અને તું સાઈન કરી આપીશ પણ ના તારો ઓટોગ્રાફ લેવા માટે પણ હું જે બીજા સાથે કરતો હતો તે જ કરવું પડશે...

મજમુદાર:શું કરવાનો છે તું કપટી.....

નાઘવેન્દ્ર:આ કપટી શબ્દ સાંભળ્યા ને ઘણા દિવસો થયા એટલે મજા આવી સાંભળવાની , તને ખબર છે મજમુદાર જ્યારે સીધી આંગળી વડે ઘી ના નીકળે ને તો આંગળી ને વાંકી કરવી પડે"

મજમુદાર:એટલે....?

નાઘવેન્દ્ર:આમ તો મારે પણ એવું જ કરવાની જરૂર છે પણ હું મારી આંગળી ને કષ્ટ આપવા કરતાં આખો ડબો જ ઊંધો વાળી દવું એટલે હોય એટલું બધું ઘી બહાર આવી જાય"

મજમુદાર:તું શું કરવાનો છે તેની તો મને નથી ખબર પણ હું તને કાંઈ પણ આપવાનો નથી.

નાઘવેન્દ્ર મજમુદાર ની વાત પર અટ્ટહાસ્ય કરે છે અને પછી તેના ડાબા હાથ ની આંગળી વડે ઈશારો કરે છે તો ત્યાં તેની પાછળ ઉભેલો તેનો માણસ એક કોલેજીયન છોકરીને તેના વાળ થી પકડી ને બળજબરીથી મજમુદાર ની સામે લાવે છે તે છોકરી ના ગળા પર ચાકુ રાખવામાં આવ્યો છે અને તે "મને છોડીડો,મને છોડીડો "ની બુમો પાડતી હોય છે તેને જોય ને મજમુદાર કહે છે ...

" કોમલ મારી દીકરી , છોડી દો એને એ નિર્દોષ છે"

નાઘવેન્દ્ર:(કોમલ ની નજીક જઈને તેના વાળ પકડતા)આ કોમલ નથી મજમુદાર તારા કાળજાનો કટકો છે એવું મેં કોઈક ના મોઢે સાંભળેલું....

મજમુદાર: મારી દીકરી મારા માટે મારા કાળજાનો કટકો જ છે....એ વાત સાચી છે...

નાઘવેન્દ્ર:આટલો બધો પુત્રી પ્રેમ સારો નહિ મજમુદાર..... દીકરી તો પારકી થાપણ અને સાપનો ભારો કહેવાય .....

મજમુદાર:આ બધું તો તારા જેવા કપટી માણસો માટે હશે અને દીકરી ની કિંમત સમજવા માટે ઘર માં દીકરી પણ તો હોવી જોઈએ ને તારા જેવા દગાબાજ સાથે તો કોઈ રે પણ કઈ રીતે......

નાઘવેન્દ્ર: ભૂલ નહિ મારે પણ એક દીકરી છે....

મજમુદાર:મને સંપૂર્ણ ખાતરી છે તે એને પણ તારા ફાયદા માટે જ રાખી હશે....

નાઘવેન્દ્ર:એ જે હોય તે પણ આજે મને તારા પર થોડુંક માન થઈ આવ્યું કે તું તારી દીકરી ને ઘરની લક્ષ્મી માને છે તેને બોજો નથી માનતો...

મજમુદાર:દરેક બાપ માટે તેની દીકરી તેના કાળજાનો કટકો જ જોય છે પરંતુ એતો તેમની આર્થિક પરિસ્થિતિ અને સંજોગો ના કારણે તે તેની દીકરી ને કહી નથી શકતો કે તે તેની દીકરી માટે કેટલું કરી શકે છે....

નાઘવેન્દ્ર:બીજા કોઈ ની તો મને ખબર નથી પણ તું તારી દીકરી નો જીવ બચાવવા શું કરી શકે છે તે જોઈ લઈએ....

મજમુદાર: આપણી દુશ્મનાવટ માં તું મારી દીકરી ને શું કામ લાવે છે?

નાઘવેન્દ્ર:અરે! હું કોઈ પાગલ માણસ થોડી છું જે તારી દીકરી એકલી ને લાવું...

મજમુદાર:એટલે બીજું કોણ છે....

નાઘવેન્દ્ર:તારા આખા પરિવાર નો જીવ મારી મુઠ્ઠી માં છે..

મજમુદાર:મારા પરિવારે તારું શું બગાડ્યું છે એમનો શો વાંક છે....?

નાઘવેન્દ્ર:તારા પરિવારે મારુ કંઈ બગાડ્યું જ નથી એમનો વાંક એટલો જ કે એ તારો પરિવાર છે.

મજમુદાર:(રાડો પાડતાં)ભગવાન તને કયારેય માફ નહિ કરે.....

નાઘવેન્દ્ર: હમણાં થોડી વાર માં તને એમની જ પાસે મોકલું છું તું......પણ એની પેલાં તારો આ કાળજા નો કટકો જશે તું સાઈન કરે છે કે પછી ખત્મ કરી દઈએ એને....

મજમુદાર:ના મારી કોમલ મારી દીકરી....ને કાઈ ના કરો તમે જ્યાં કહો ત્યાં સાઈન કરી આપું

કોમલ:ના પપ્પા તમે મારા લીધે આ માણસ ની વાત ન માનો મારા લીધે તમને નુકસાન થાય એની પહેલા હું મોત ને વ્હાલું કરીશ તમે મારી મોત નો બદલો લેજો...

મજમુદાર:ના દીકરા એવું ના કરીશ.....

નાઘવેન્દ્ર સિંહ અટ્ટહાસ્ય કરી રહ્યા હોય છે અને કોમલ જાતે જ તેની ગરદન આજુ બાજુ ફેરવીને ચાકુ થી તેના ગળાની નસ કપાવી નાંખે છે અને ત્યાં જ મુત્યુ પામે છે પોતાની વ્હાલસોયી દીકરી ને મુત્યુ પામતા જોઈ મજમુદાર આક્રંન્દ રુદન કરે છે અને ચીસો પાડે છે પણ તેનો કોઈ મતલબ નથી રહેતો નાઘવેન્દ્ર પર તેના કરુણ વિલાપ ની કોઈ અસર થતી નથી....

મજમુદાર:તે મારી દીકરી નો જીવ લઈને બરાબર નથી કર્યું હું તને જીવતો નહિ મુકું...

નાઘવેન્દ્ર:મને જીવતો નહિ મુકવા માટે તું પહેલા તારી કેદમાંથી બહાર નિકળ અને તારી દીકરી ને મારા માણસે નથી મારી એ જાતે જ મોત ને ભેટી છે.......

મજમુદાર:તારા કારણે એ મુત્યુ પામી છે....

નાઘવેન્દ્ર:હા મારા કારણે જ હું સ્વીકારું છું પણ તું મારુ શું બગાડી લેવાનો હતો....

નાઘવેન્દ્ર તેના માણસ ને હાથ થી ઈશારો કરે છે અને એક ફાઈલ મંગાવે છે અને તે ફાઈલ મજમુદાર તરફ ફેંકે છે અને કહે છે.....

"તારી પાસે બે રસ્તા છે એક આ ફાઈલ માં સાઈન કરી ને તારા પરિવારનો જીવ બચાવ હજુ તો તે દીકરી જ ખોઈ છે પણ જો તે બીજો રસ્તો પસંદ કર્યો તો તારી પત્ની , તારો છોકરો,તારો પ્રપૌત્ર,અને પેલા બીજા બે માણસો અને તારો જીવ પણ ખોઈ બેસીસ....

મજમુદાર ની સામે હરોળમાં તેનો પરિવાર ઉભો છે અને તેના ખોળા ફાઈલ અને પેન છે આવી પરિસ્થિતિ માં તે તેના પરિવાર ની સલામતી માટે ફાઈલ પર સાઈન કરી આપે છે....

જેવી સાઈન થયેલી ફાઈલ નાઘવેન્દ્ર ના હાથ માં આવે છે કે તરત જ એ ફાઈલ ચેક કરે છે અને ફોનથી કોઈક ને મેસેજ મૂકે છે અને મજમુદાર અને તેના પરિવાર થી થોડોક દૂર ચાલીને જાય છે અને જતા જતા તેના ડાબા હાથ થી ઈશારો કરતો જાય છે કે "કામ થઈ ગયું છે પરિવાર ને ખત્મ કરી નાખો"

નાઘવેન્દ્ર નો ઈશારો તેના માણસો સમજી જાય છે અને થોડી વાર માં ત્યાં ફરી હેલિકોપ્ટર આવવાનો અવાજ આવે છે જેમાં નાઘવેન્દ્ર અને તેનો મેનેજર બેસી જાય છે હેલિકોપ્ટર ના અવાજ અને ફૂંકાતાં પવન વચ્ચે એક પરિવાર ના મોત ની ચીસો પણ દબાઈ જાય છે થોડી વારમાં ત્યાંથી નાઘવેન્દ્ર ના માણસો પણ ચાલ્યા જાય છે તે ગરમ રેતી માં એક પરિવાર ની લાસો જ પડી છે જેમના પર ધીરે ધીરે રેતી નામનું આવરણ ચડી રહ્યું છે.....


હેલિકોપ્ટર ની અંદર જ નાઘવેન્દ્ર તેના મેનેજર ને અમદાવાદ વાળી ડીલ ની વાત કરે છે અને હવે સીધા ત્યાં જ ઉતરવાનું કહે છે.....બીજી તરફ તે ટેકરી પર જે પણ કાંઈ થયું તેનો વિડિઓ સોનાક્ષી તેના ફોનમાં જોઈ રહી હોય છે અને તે કહે છે...

" તું તારા મોત ની વધુ નજીક આવી રહ્યો છે નાઘવેન્દ્ર સિંહ વાઘેલા બહુ લીધા તે નિર્દોષ લોકો ના ભોગ આવ હું તૈયાર છું તારા સ્વાગત માટે"

આટલા વર્ષો માં નાઘવેન્દ્ર પહેલા કરતા પણ વધારે શક્તિશાળી થઈ ગયો છે તો શું સોનાક્ષી તેને મારવામાં સફળ થશે?

બહુ જલ્દી મળીએ નવા ભાગ માં..