revange to love - 5 books and stories free download online pdf in Gujarati

બદલાથી પ્રેમ સુધી - 5

બદલાથી પ્રેમ સુધી ભાગ પાંચ

આપણે આગળ જોયું કે રોહિત ભાન માં રહેતો નથી અને તે સોનાક્ષી ને કહે છે કે એ એને એના મમ્મી પપ્પા ની જેમ છોડી ને ન જાય
રોહિત નો ભૂતકાળ

રોહિત : આજથી પંદર વર્ષ પહેલાં હું મારા પરિવાર સાથે ખૂબ જ ખુશ હતો ..... મારા પરિવાર માં હું મમ્મી પપ્પા અને મારી નાની બહેન સ્નેહલ હતી અમે ગરીબ ન હતા પણ વધારે પૈસાદાર પણ ન હતા . પણ અમે બહુ જ ખુશ હતા....


હું મારા જીવનમાં એ કાળા દિવસ ને ક્યારેય નહીં ભૂલી શકું સોના એ ખૂબ જ કાળો દિવસ હતો..... (રોહિત ની આંખો માં આંસુ આવી જાય છે )

હું એ દિવસે શાળા માંથી વહેલા આવી ગયો અને મને તે દિવસે કંઈક અલગ લાગ્યું હતું મારા ઘરનું વાતાવરણ . મેં જેવો જ મારા ઘર નો દરવાજો ખોલ્યો ત્યાં મેં જોયું કે ... મારા પપ્પાની ગરદન પર કોઈક ગુંડાએ ચાકુ રાખ્યો હતો અને મારી મમ્મી ના કપાળ પર બંદૂક મુકવામાં આવેલી , સ્નેહલ તો બેભાન અવસ્થામાં હતી અને એ પણ પેલા અજાણ્યા શખ્સો ના કબ્જામાં હતી.

હું કંઈ પણ સમજુ કે આ લોકો કોણ છે અને હું કોઈ ને પણ કંઈ પૂછું કે તે લોકો કોણ છે તેની પહેલા જ એક શખ્સ બોલ્યો...

" એય છોકરા અમારી પાછળ પોલીસ છે અને એટલે અમે લોકો અહીં છુપાવવા આવ્યા છીએ.... અને જો તે કંઈ પણ કરવાની કોશિષ કરી છે તો આ તારા બે સગલાંઓ નો ખેલ હું અહી જ ખત્મ કરી નાખીશ..."

પણ તમે લોકો છો કોણ અને અમારા ઘરમાજ કેમ છુપાયા છો ?.....મેં તેમને પૂછ્યું ત્યારે તેમનામાંના એક માણસે કહ્યું ...


" અમે લોકો આતંકવાદી છીએ અને અમારી પાસે બૉમ્બ પણ છે અને આ વાત ની પોલીસને જાણ થઈ ગઈ છે એટલે જ અમે અહીં છુપાયા છીએ "


એ લોકો હજુ કાઈ પણ કહે તેની પહેલાં જ ઘર ની બહાર પોલીસ ની ગાડી નો સાયરન સંભળાયો અને પોલીસ ના એક હવાલદારે માઇક માં કહ્યું કે " અમને એ વાત ની માહતી પાક્કી રીતે મળી છે કે તમે આતંકવાદીઓ આ જ ઘરમાં છો અને જો તમે લોકો તમારી રીતે બહાર નહિ આવો તો અમારે નાછૂટકે અંદર આવવું પડશે અને તમારું એન્કાઉન્ટર કરવું પડશે અને જો તમે બહાર આવી જશો તો તમને બહુ ઓછી સજા થશે એટલે બહાર આવી જાઓ"

પોલીસ ની સુચના સાંભળીને પેલા આતંકવાદીઓ પણ ડરી ગયા પણ એમને સરેન્ડર ના કર્યું મારી આંખો ની સામે જ એ લોકો એ મારા પપ્પાની ગરદન પર ચાકુ માર્યું અને મમ્મી ને માથા માં ગોળી મારી ને તેમની હત્યા કરી નાખી અને તેઓ મારી સાથે કંઈ કરે તે પહેલાં જ ત્યાં પોલીસ આવી ગઈ અને તે લોકો ભાગી ગયા. તે લોકો તેમની સાથે મારી નાનકડી વ્હાલી બેન સ્નેહલ ને પણ લઈ ગયા અને હું કંઈ ના કરી શક્યો.

પોલીસે એટલી જ માહિતી આપી કે તે આતંકવાદીઓ કોઈક નેતા નું કામ કરવા આવ્યા હતા અને તેઓ તેમને ના પકડી શક્યા તેનું દુઃખ વ્યક્ત કર્યું.


હું મારા પરિવાર થી જુદા પડવાથી ખૂબ દુઃખી હતો અને મેં પણ રેલવે ના પાટે જઈ ને મરી જવાનું નક્કી કર્યું હું મરવા જ જતો હતો ત્યાં મેં એક ગરીબ માણસ ને દારૂ ના નશા માં ધૂત જોયો. મને થયું કે હું ભલે મરી જાવ પણ મરતા મરતા આમને તો બચાવી લઉં.


હું એ વ્યક્તિ ની નજીક ગયો મેં તેમનો હાથ પકડ્યો અને તેમને મને તેમનો દિકરો માની લીધો અને મને તેમના ઘરે લઈ ગયા અને પછી મેં ખૂબ મહેનત કરી અને આગળ નામ બનાવ્યું આમ તેઓ મારા પાલક પિતા બન્યા અને તેમની પત્ની એ પણ મને તેમના પુત્ર તરીકે સ્વીકારી લીધો.

" હું ક્યારેય એ ભયાનક દિવસ મારી લાઈફ માંથી નહિ ભૂલી શકું સોના તું મને છોડીને તો નહીં જાય ને એમની જેમ "


હું જેટલો પ્રેમ મારા પરિવાર ને કરતો હતો ને એટલો જ પ્રેમ હવે તારાથી થઈ ગયો છે તારામાં મને મારો પરિવાર દેખાય છે સોના હું એકવખત તો અનાથ થઈ ગયો પણ હવે બીજી વખત નહિ થઈ શકું .

"સોના તું મને પ્રોમિસ કર કે તું મને છોડી ને ક્યાંય નહીં જાય આપ વચન "

સોનાક્ષી : (રડતાં રડતાં ) હું તને વચન આપું છું કે હું તને છોડી ને ક્યાંય નહીં જાવ.......
લાગણીઓ માં વહી જઈ ને સોનાક્ષી એ વચન તો આપી દીધું પણ શું તે આ વચન ને નિભાવી શકશે?


જ્યારે રોહિત નશામાંથી બહાર આવશે ત્યારે તેને સોનાક્ષી ને કહેલી વાતો યાદ હશે??????


જાણવા માટે વાંચતા રહોબદલાથી પ્રેમ સુધી


❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED