revange to love - 1 books and stories free download online pdf in Gujarati

બદલાથી પ્રેમ સુધી - 1

ના..........તું............કરી..........શકીશ............તારે.....કરવું જ પડશે.......

સોનાક્ષી મનમાં વિચારી રહી હતી કે એને અહીં શુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી હતી કેટલું સહન કર્યું હતું.અનેં બસ હવે તે થોડીક જ દૂર હતી તેના ધ્યેય થી............ સોનાક્ષી ઊંડા વિચારો માં ખોવાયેલી હતી અને ત્યાંજ દરવાજા પર કોઈએ અવાજ કર્યો................


.................. ટક ટક.............. ટક............... ટક..............

હું અંદર આવી શકું મેડમ...........? દરવાજા પર રોહિત હતો.સોનાક્ષીએ રોહિત ને જોયો અને અચાનક તેના વિચારો માંથી બહાર આવી અને તેને રોહિત ને અંદર આવવા માટે આવકાર આપ્યો.

"આવોને રોહિત એમાં પૂછવાનું થોડી હોય આ હોટલ ના મેનેજર ને ………… તમારી જ તો હોટલ કેવાયને...........!"

રોહિત: ના....... ના..... હો એવું જરાય નહિ પણ મેં મારી મહેનતથી હોટલ મેનેજમેન્ટ નો કોર્સ કર્યો છે અને મારી કાબીલયત થી જ હું અહીં શુધી પહોચી શક્યો છું.

સોનાક્ષી: હા તમે બહુ જ મહેનત કરી કેવાય બોલો અહીં કેમ આવવાનું થયું કાઈ કામ હતું......

રોહિત: હા.....સોના એક મહત્વનું કામ તો છે પણ તું આ તમે કેવાનું છોડી દે ને પ્લીશ ..........મને વડીલ જેવી લાગણી થાય છે........અને આમ પણ તારા કરતા 2 વર્ષ જ મોટો છું હું તો તું તમે કેમ કે છે છેલ્લા 1 મહિના થી આપણે સાથે કામ કરી રહ્યા છીએ ને તો હવે આપણે ફ્રેંડસ તો બની જ શકીએ ને!!!.................

સોનાક્ષી:સાચી વાત તમારી સોરી તારી હવેથી તમે નહિ કહું બસ ..........

રોહિત:ઓકે.......ઓકે.....બાબા..તું પેલા મને એમ કે કે તું હું અંદર આવ્યો ત્યારે તું શું વિચારતી હતી સોના......

સોનાક્ષી: રોહિત પ્લીઝ મેં તને કેટલી વાર કીધું કે મને સોના નહિ કેવાનું મને નફરત છે સોના નામ થી અને મારું નામ પણ સોનાક્ષી છે સોના નહિ..........(સોનાક્ષી એ થોડા ગુસ્સામાં કહ્યું)

રોહિત:ઓકે....... બાબા.....સોરી પણ હું તો તને સોના જ કહીશ જા થાય તે કરી લે......(રોહિત સોનાક્ષી ને ચીડવવા ની કોશિશ કરે છે....)

સોનાક્ષી રોહિત ની વાત પર ધ્યાન ના આપતા અલગ જ વિચારો માં ખોવાયેલી હોય છે......................

રોહિત ચપટી વગાડી ને તેને તેના વિચારો માંથી બહાર લાવે છે.અને પૂછે છે કે ફરી પાછી ક્યાં વિચારો માં ખોવાઈ ગઈ સોના......

સોનાક્ષી: કાંઈ નહિ રોહિત બસ એ જ વિચારતી હતી કે આપણા પેલા બોસ છે ને તે 7 દિવસ પછી આવશે અને ખાલી 2 જ દિવસ રોકાશે ..................અને પછી ક્યાં જશે.....?

રોહિત: જો સોના આપણે સારા મિત્રો છીએ પણ હું તને મારા કામ થી સંબંધિત કોઈ પણ માહિતી નહિ આપી શકું એમની સુરક્ષા મારી જવાબદારી છે.......

સોનાક્ષી:ઓકે.......ઓકે......આઈ એમ રીઅલી વેરી સોરી પણ હું તો ખાલી એમજ પૂછતી હતી કે હોટલ ના મલિક થઈ ને ખાલી 2 જ દિવસ રોકાશે.....અને પછી ક્યાં જશે તને પણ નહીં ખબર..............

રોહિત: એવું નહિ સોના પણ હું તને એટલું જરૂર જણાવી શકું કે એ બૅગ્લોર થી આવવાના છે અને પછી દુબઈ જશે.............

સોનાક્ષી:ઓહઃહઃ તને તો બધી જ ખબર છે ને કાઈ.............!


રોહિત :હા પણ આ વાત તું કોઈ ને કે તી નહિ ........

સોનાક્ષી:નહિ કહું હું કોને કેવાની હતી વળી..........તું બોલ અહીં શુ કામ આવ્યો તો?........

રોહિત: કાંઈ ખાસ કામ નતું પણ આજે રવિવાર છે ને તો થયું કે આજનો દિવસ તારી સાથે પસાર કરું..................તને તો ખબર છે ને કે રવિવાર એટલે રજાનો દિવસ એટલે આજે કોઈ જ કામ નહીં તો ચાલ આપણે ફરવા જઈએ અને મસ્તી કરીએ.........

( સોનાક્ષી ને આ રજા વાળી વાત થોડી અલગ લાગી કેમ કે એના જીવનમાં એને અત્યાર શુધી એક પણ રજા જોઈ ન હતી માટે તે થોડા આશ્ચર્ય સાથે રોહિત સામે જોઈ રહે છે)
વાર્તા ના અમુક રહસ્યો

હું જાણું છું કે મારા વાંચકો ના મનમાં આટલું વાંચ્યા પછી ઘણા સવાલો હશે જેમ કે.........
1) કોણ છે સોનાક્ષી અને રોહિત
2)સોનાક્ષી નું મિશન સુ હશે
3)સોનાક્ષી એ તેના જીવનમાં કેમ રજા નહિ જોઈ હોય એવું તો શું રહસ્ય છે એના જીવનનું....4)શુ હશે સોનાક્ષી નો બદલો
5)બોસ કોણ છે............મારી આ કાલ્પનિક વાર્તા છે જેમ આગળ વધતી જશે તેમ તમને તમારા બધા જ સવાલો ના જવાબ મળતા રહેશે અને મને વિશ્વાસ છે કે તમને મારી આ વાર્તા ગમશે જ આપ સૌ વાંચકમિત્રો ના પ્રતિભાવો મારી આ વાર્તા માટે ખુબજ અમુલ્ય રહેશે!!!!!!!! આભાર


❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED