revange to love - 6 books and stories free download online pdf in Gujarati

બદલાથી પ્રેમ સુધી - 6

બદલાથી પ્રેમ સુધી ભાગ છ

આપણે આગળ જોયું કે રોહિત ભાન માં હોતો નથી અને તે નશામાં તેના મમ્મી અને પપ્પા ના મર્ડર અને તેની નેની બહેન ના કિડનેપ વિશે સોનાક્ષી ને જણાવે છે.

સવારનો સમય રોહિત નું ઘર


રોહિત ઉભો થાય છે ત્યારે તે તેના બેડ પર સૂતો હોય છે અને તેને સખત માથું દુખતું હોય છે .તે આખો ખોલે છે ત્યારે તેને કોઈ આવતું દેખાય છે પણ બધું ઝાંખું ઝાંખું દેખાતું હોય છે .ધીરે ધીરે આ આકૃતિ તેને ક્લીયર દેખાવ લાગે છે.

આછોપિંગ કલરનો સલવાર સૂટ અને સાથે સિમ્પલ જવેલરી સાથે સોનાક્ષી તેની તરફ હાથ માં ચા ની પ્લેટ લઈ ને આવતી દેખાય છે . રોહિત સોનાક્ષી ને જોઈને મનમાં વિચારે છે કે આ અહીં શું કરે છે પણ એના માથા ના દુખાવાના લીધે તે માથું પકડી ને જ બેડ પર બેસી રહે છે .સોનાક્ષી રોહિત ની વધુ નજીક આવે છે પાસે પડેલા ટેબલ પર પ્લેટ મૂકે છે અને કહે છે .

સોનાક્ષી :(બારી ના પડદાઓ ખોલતા) ગુડ મોર્નીગ મેનેજર સાહેબ. કેવી છે તમારી તબિયત. બહુ માથું દુખતું હશે નઈ...

રોહિત :હમ્મ બહુ જ માથું દુખે છે.

સોનાક્ષી: (પ્લેટમાંથી ચા આપતાં)આ લો મેનેજર સાહેબ કડક ચા મેડ બાય મી .એકવખત પી લેશો એટલે માથું ઉતરી જશે

રોહિત :(ચા લેતા )thank you so much સોના .સોરી સોનાક્ષી તને કોઈ સોના કહે તો નહીં પસંદ ને...

સોનાક્ષી :હમ્મ સાચી વાત મને કોઈ સોના કહે એ નહિ પસંદ પણ તું તો સોના કહી જ શકે છે .તું મને સોના કહી ને બોલાવીશ ને તો પણ મને ખોટું નહિ લાગે .

રોહિત :(ચા પીતાં પીતા)ચા ખૂબ જ સરસ બની છે પણ કાલે રાત્રે શુ થયું હતું મને કંઈ યાદ નથી.સોના કાલે સાંજે આપણે પાર્ટી માં ગયા હતા ને.

સોનાક્ષી:હમ્મ ચલો એટલું તો યાદ છે કે આપણે પાર્ટી માં ગયા તા.

રોહિત:ત્યાં શુ થયું હતું મેં કંઈક પીધું તું અને પછી......કાંઈ યાદ નથી આવતું.

સોનાક્ષી :(થોડું હસતાં )તે એક ડ્રીંક કર્યું અને પછી તો ગ્લાસ પર ગ્લાસ તે કાલે બહુ પી લીધું તું હો .

રોહિત:ના હું ક્યારેય ડ્રીંક નથી કરતો કાલે પણ ભૂલ થી જ પીવાય ગયું હશે.

સોનાક્ષી:તે પેલી વખત પીધું તોય તે સારું મેનેજ કર્યું.

રોહિત:સોના નશામાં મેં તારી સાથે કોઈ ગેરવર્તન તો નથી કર્યું ને જો મારા થી એવું કંઈ થઈ ગયું હોય તો સોરી.

સોનાક્ષી :ના કોઈ ખોટું કામ તો નથી કર્યું પણ અડધી રાત્રે સડક પર તારેતો ડાન્સ કરવો તો ને .શું કહેતો તો તું ચાલ ને સોના ડાન્સ કરીએ એ પણ મ્યુઝિક વગર....

રોહિત :(યાદ કરવાનો પ્રયત્ન કરતા )મને કંઈ યાદ જ નથી આવતું .

સોનાક્ષી :રહેવા દે આમ પણ યાદ કરી ને શું કામ છે તારે .જલ્દી તૈયાર થઈ જા આપણે હોટેલ માં જવાનું છે ત્યાં ઘણું કામ છે . આ મેડિસિન લઈ લે જે એટલે તને સારું લાગશે .

રોહિત:thanks સોના જો તું ના હોત તો મારું આટલું ધ્યાન કોણ રાખત .

સોનાક્ષી ;હમ્મ ચાલ હવે હું નીકળું.

રોહિત :બાય મળીએ પછી.

સોનાક્ષી રોહિત ના ઘરેથી નીકળી જાય છે રોહિત વિતેલી રાત માં તેની સાથે શું થયું તે બધું યાદ કરવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે પણ તેને કાંઈ યાદ આવતું નથી ત્યાંજ તેના ફોન માં રિંગ આવે છે અને ફોન માં સામેથી કહેવામાં આવે છે કે હોટેલ માં અરજન્ટ કામ છે એટલે રોહિત જલ્દી તેના કામ પર જવાની હા પાડે છે.

થોડી વારમાં રોહિત તેના કામ પર જવા માટે તૈયાર થઈ જાય છે. રોહિત જેવો કામ પર પહોંચે છે ત્યાં તેને શહેરમાં જાણીતા પી.એસ.આઈ. મિસ્ટર સંદીપસિંહ વાઘેલા મળવા આવેલા હોય છે.

રોહિત :good મોર્નિંગ સર....

સંદીપસિંહ: good મોર્નિંગ તો તમે છો આ શાનદાર હોટેલના મેનેજર.

રોહિત:જી સર

સંદીપસિંહ: તમને ખબર છે ને કે હોટેલમાં રોકાવા કેટલી વી.આઈ. પી.વ્યક્તિ આવવાની છે .તો તેમની સુરક્ષા ની જવાબદારી મારા પર છે. હાલ તો હું તમારા સ્ટાફ ની બધી જ વ્યક્તિઓ ના ડોક્યુમેન્ટ લેવા આવ્યો છું.

રોહિત :જી સર હમણાં લાવું છું.

રોહિત તેની ઓફિસમાં જાય છે અને તેમાંથી એક ફાઇલ લઈને આવે છે અને ઇન્સપેક્ટર સંદીપસિંહ ને આપે છે .

સંદીપસિંહ :હાલ હું આ ડોક્યુમેન્ટ આગળ ચેક કરાવવા માટે મોકલી આપું છું અને બીજી સુરક્ષાની વ્યવસ્થા માટે બહાર મારા માણસો ઉભા રાખ્યા છે તો મિસ્ટર રોહિત જો તમારે કાંઈ પણ મદદ ની જરૂર હોય તો તેમને કહેજો . (ખિસ્સામાંથી કાર્ડ કાઢતા ) આ મારું કાર્ડ છે રોહિત તમે મને પણ કોન્ટેક્ટ કરી શકો છો.

રોહિત:(કાર્ડ લેતાં )જી સ્યોર સર . thank you so much સર .

સંદીપસિંહ: હાલ હું નીકળું છું આપણે પછી મળીએ.

રોહિત :જી જરૂર સર.સંદીપસિંહ ત્યાંથી તેમની જીપ માં ચાલ્યા જાય છે અને તેમના ગયા પછી રોહિત પણ હોટેલ ના બીજા કામોમાં લાગી જાય છે .રોહિત કામ કરી રહ્યો હોય છે ત્યાં જ સોનાક્ષી આવે છે. સોનાક્ષી ને આવતા જોઈને રોહિત કહે છે .

રોહિત: good morning સોના...તને ખબર છે હમણાં પેલા ઇન્સપેક્ટર સંદીપસિંહ છે ને તે આવ્યા હતા.

સોનાક્ષી :કેમ આવ્યા તા તેઓ?

રોહિત:કાંઈ ખાસ કામ ન હતું. પેલો બોસ જે આપણા ત્યાં વિ. આઈ. પી. ગેસ્ટ આવી રહ્યો છે ને તેની સુરક્ષા માટે આવ્યા હતા.

સોનાક્ષી: હમ્મ એને તો સુરક્ષાની ઘણી જરૂર છે.

રોહિત: શું કહ્યું તે?

સોનાક્ષી: કાંઈ નહિ રોહિત મારો કહેવાનો મતલબ એમ હતો કે એ માણસ ના દુશ્મનો વધારે હશે એટલે જ એ એની સુરક્ષા પાછળ આટલું ધ્યાન આપે છે.

રોહિત: મને તો એ નથી સમજાતું કે આપણી હોટેલમાં તે માણસ ને શું જોખમ હોવાનું . આપણે ત્યાં તો કેટલાય રાજકારણીઓ અને મોટા મોટા બિઝનેસમેન પછી ક્રિકેટરો પણ કેટલીય વાર રહેલા પણ આ પહેલો માણસ હશે જેની પાછળ આટલી સુરક્ષા જોઈ છે મેં.

સોનાક્ષી: કદાચ એ માણસ ને એનો જીવ વધારે વ્હાલો હશે...

રોહિત:(થોડું હસતાં)હમ્મ એવું જ હશે....

સોનાક્ષી : આજે ઘરે થોડું કામ છે એટલે હું વહેલા ઘરે જઈ શકું મેનેજર સાહેબ...

રોહિત : ના સોના આજે ઘણું કામ છે અને આ બોસ આવે છે તો ખાસ એમની માટે બધું કામ વધારે છે ......તો તારે મારી મદદ કરવા રહેવું જોઈએ...

સોનાક્ષી:(મનમાં કહે છે હું પણ તો એ બોસ ના સ્વાગત ની તૈયારી માટે જ વહેલા જવાનું કહું છું) (મોટેથી) જો કામ હોય તો તું મને ફોન કરી ને બોલાવી લે જે પણ મારે નીકળવું જ જોઈએ સોરી બાય.

રોહિત : ઓકે પણ કાલે વહેલા આવી જજે .

સોનાક્ષી ત્યાંથી હા પાડી ને નીકળી જાય છે અને સીધી તેના ઘરે જાય છે ત્યાં જઈને તે તેનો બીજો ફોન કાઢે છે અને એક નમ્બર ડાયલ કરે છે આ નંબર મોટા ભા ના નામ થી સેવ કરેલો હતો અને સામેથી સોનાક્ષી ને ભારે ભરખમ પહાડી જેવો મોટા ભા નો અવાજ સંભળાય છે.

મોટા ભા :(ફોન પર જ વાત કરતાં) આજે ઘણા દિવસે યાદ આવી મારી કોઈ મુશ્કેલી માં તો નથી ને ....

સોનાક્ષી : જય હિંદ મોટા ભા.... કોઈ મુશ્કેલી નથી બસ હવે આપણો રાહ જોવાનો સમય પૂર્ણ થયો એ કહેવા જ ફોન કર્યો હતો....

મોટા ભા : મતલબ.....સાપ તેના દર માંથી બહાર નીકળ્યો ખરા ....એમ જ ને....


સોનાક્ષી : જી મોટાભા .....અને તેને મારવાની બધી તૈયારિઓ પણ થઈ ગઈ છે....

મોટાં ભા : હા દીકરા તારી એ બંદૂક, ચાકુ , છરી, બધું જ આપણા અડ્ડા પર મોકલાવી દઉં છું તું હમણાં જ જઈને લઈ આવ..... હવે સમય આવી ગયો છે કે તું બધા હથિયારો તારી પાસે રાખે..

સોનાક્ષી : જી મોટા ભા.... હવે તમને એ માણસ ના મોત ના સમાચાર જ આ ફોન માંથી મળશે
જય હિંદ .....

મોટાં ભા : જય હિંદ દીકરા.....


સોનાક્ષી ફોન મૂકે છે અને તેના ખુલ્લા વાળ ને એક રબર લઈ ને ફિટ પોની માં બાંધે છે તેનો એકદમ સાદો સલવાર સૂટ કાઢી ને બ્લેક કલર નું ટાઈટ જીન્સ અને ટાઈટ ટીશર્ટ પહેરે છે અને ઘર ના પાછળ ના ભાગ માં છુપાવેલી તેની બાઈક કાઢે છે અને બાઈક ને ફુલ સ્પીડ માં દોડાવી મૂકે છે થોડી વાર બાઈક ચલાવ્યા પછી સોનાક્ષી બાઈક સાથે એક સુમસામ જગ્યા એ પહોંચે છે.

આ સુમસામ જગ્યા ઘણી બધી નાની નાની ગલીઓ ની અંદર આવેલી છે. સોનાક્ષી ગલીઓ ની ઘણી અંદર જાય છે અને એક અંધારી ગલી ના છેવાડે આવેલી એક અંધારી ઓરડી માં પ્રવેશ કરે છે .... આ ઓરડી માં એક ખુરશી , ટેબલ અને આજુબાજુ એકલા ચાર્ટ લગાવેલા હોય છે અને એ પણ અંધારા ના કારણે દેખતા નથી.

સોનાક્ષી ટેબલ ની અંદર રહેલું ખાનું ખોલે છે તે ખાના માંથી બંદૂક કાઢે છે અને તેમાં ગોળીઓ ભરે છે અને પછી ખૂબ જ ગુસ્સા સાથે તેની સામે જે ફોટો હતો તેની પર ધડ ધડ ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દે છે. ધીરે ધીરે એ બંદૂકની છ એ છ ગોળીઓ તેની સામે રહેલા ફોટા પર વાગેલી હોય છે.


સોનાક્ષી ખૂબ જ ગુસ્સામાં છે અને તે એટલું જ કહે છે .....
"આજે તો આ ગોળીઓ તારા ફોટા ને મારી છે કાળોતરા ........ પણ બહુ જલ્દી જયારે તું મારી સામે આવીશ ત્યારે તને મારાથી કોણ બચાવશે........તારે બચવા માટે જેટલી સુરક્ષા કરાવવી હોય તે કરાવ પણ મારાથી તો તને કોઈ નહિ બચાવી શકે...."

હું ક્યારેય નહીં ભૂલું મારો બદલો બહુ મહેનત કરી છે મેં અહીં આવવા માટે તારી પાસે હવે ફક્ત અડતાલીસ કલાક છે જીવવું હોય તેટલું જીવી લે પછી તો હું જ તારો ફેંસલો કરીશ .


સોનાક્ષી આ બધું તેની સામે રહેલા ફોટા ને જોઈ ને જ કહે છે તેની સાથે અંધારા સિવાય બીજું કોઈ ત્યાં હોતું નથી તે ગુસ્સા સાથે સાથે રડવા પણ લાગે છે અને કહે છે .


શું ભુલ હતી મારી તો પણ મારા પરિવાર ને ખત્મ કરી દેવામાં આવ્યો...

શું હશે સોનાક્ષી નો ભૂતકાળ...........જાણવા માટે બહુ જલ્દી મળીએ...........


નવા પાર્ટ માં.................

જો મારાથી કાઈ ખોટું લખાય જાય તો મને મારી ભુલો પણ જણાવજો અને અત્યાર સુધી ના પણ કોઈ ભાગ માં જો તમને સમજ ના પડી હોય તો પણ મને જણાવજો.....
આભાર.........

email id : nidhithakkar369@gmai.com
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED