revange to love - 8 books and stories free download online pdf in Gujarati

બદલાથી પ્રેમ સુધી - 8

બદલાતથી પ્રેમ સુધી ભાગ આઠ

આપણે આગળ જોયું કે જાનકી ના કાકા ના લગ્નમાં તેના પપ્પા ના બિઝનેસ પાર્ટનર તેમની મિલકત અને પૈસા માટે બોમ્બ વિસ્ફોટ કરાવે છે જાનકી આ બધું જોઈ ને ખૂબ જ ડરી જાય છે અને એક કન્ટ્રકસન સાઈટ પર પહોંચી જાય છે અને હવે આગળ.....

કન્ટ્રકસન સાઈટ પર જઈને તે જોવે છે કે તેના પપ્પાને એક ખુરશી પર બેસાડેલા છે તેમના માથામાંથી લોહી નીકળતું હોય છે અને તેમના હાથ બાંધેલા હોય છે તેમના મો પર પટ્ટી મારેલી હોય છે જેથી તેઓ કાંઈ બોલિ ના શકે.

જાનકી તેના પપ્પાની આ હાલત જોઈ ને તેને બહુ આઘાત લાગે છે તે થોડી વાર ત્યાં ઉભી રહે છે અને તેને કોઈ વ્યક્તિ ના સીડીઓ ચડવાનો અવાજ આવે છે એટલે જાનકી એક દીવાલ પાછળ છુપાઈ જાય છે.જાનકી જોવે છે કે તે માણસ બીજું કોઈ નહિ પણ નાઘવેન્દ્રસિંહ વાઘેલા જ છે.

નાઘવેન્દ્રસિંહ વાઘેલા જાનકી ના પપ્પા પાસે આવે છે અને તેમના હાથમાં રહેલી ફાઇલ જાનકી ના પપ્પા ના ખોળા માં મૂકે છે અને કહે છે

"આ ફાઈલો પર સહી કરી દે મુકેશ બદલામાં હું તને અહીં થી જીવતો જવા દઈશ...

મુકેશભાઈ:નાઘવેન્દ્ર તે મારા પરિવાર ને ખત્મ કરી નાખ્યો. અરે મારવો જ હતો તો મને પેલા મારી નાખવો હતો મારા પરિવાર નો અને અમારી ખુશીઓ માં સામેલ થયેલા શહેરના કેટલાય નિર્દોષ લોકો નો તે શું કામ ભોગ લીધો?...


નાઘવેન્દ્ર:એમાં એવું છે ને કે મારે તો પૈસા થી જ મતલબ છે અને જો તે મને ડીલ ના 50 ટકા ભાગ આપી દીધો હોત તો હું થોડી આવું કરત અને આમ પણ બે ત્રણ બોમ્બ ખરીદવામાં વધારે પૈસા વપરાઈ ગયા તો થયું હવે ખર્ચો કર્યો જ છે તો તારો પરિવાર જ શું કામ બધાય નો ભોગ કેમ ના લઉં.......,(અટ્ટહાસ્ય કરે છે)


મુકેશ:તે જ્યારે મારા પરિવાર ને ખત્મ કર્યો ને ત્યારે જ મારું અસ્તિત્વ ત્યાં જ ખત્મ થઈ ગયેલું હવે તારાથી થાય તે હું સહી નહિ કરું અને બચી જઈશ ને તો પોલીસ માં તારી કંમ્પ્લેઇન કરીશ...

નાઘવેન્દ્ર:અરે ચાલ મારા દોસ્ત હાલ જ પોલીસ પાસે તને લઈ જાવ અરે આમાં પોલીસ શું કરી શકે મેં જે કર્યું એ તો આતંકવાદી હુમલામાં આવે ને......

મુકેશ:(તેમના ખોળા માં રહેલી ફાઈલ ને પગથી જ ઠેલું મારી ને ફગાવતા)તારા જેવા કપટી ના મોઢે દોસ્ત શબ્દ ના શોભે .અબી હાલ જ નિકળ મારી ઝીંદગી માંથી....

નાઘવેન્દ્ર:નીકળવું જ છે મારે પણ તું આ પ્રોપર્ટી મારા નામ પર કરીદે પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે...

મુકેશ:તારાથી થાય તે કરી લે હું સહી નહિ જ કરું....

નાઘવેન્દ્રસિંહ વાઘેલા હવે તેમની ધીરજ ગુમાવે છે અને તેમને પહેરેલા કોટ ના ખિસ્સા માંથી રિવોલ્વર કાઢે છે અને છ એ છ ગોળી ઓ મુકેશભાઈ ની છાતી માં મારી દે છે......

મરતા માણસ ના મો માંથી નીકળે તેવી જ કારમી ચીસ જાનકી ના પપ્પા ના મોં માંથી પણ નીકળે છે અને તેઓ એટલું જ કહે છે કે........

"મારી અને મારા પરિવાર ની મોત નો બદલો કોઈ તો લેશે જ"

આટલું કહ્યા પછી મુકેશભાઈ તેમની લાડલી દીકરી સોના એમ જોરથી બોલે છે અને અંતિમ શ્વાસ લઈ છે...

નાઘવેન્દ્ર: સાવ પાગલ માણસ હતો સહી કર્યા વગર જ નીકળી ગયો પણ તોય હવે એના બિઝનેસ પાર્ટનર હોવાના કારણે પરિવારનું તો કોઈ બચ્યું જ નથી તો મિલકત તો મારી જ થઈ ને......(ફરીથી ખૂબ જ જોર જોર થી અટ્ટહાસ્ય કરે છે અને આકાશ તરફ જોવે છે )

મિલકત ને મેળવ્યા પછી નાઘવેન્દ્ર ત્યાં થી નીકળી જાય છે અને તેના અને તેના માણસો ના ગયા પછી ત્યાં જાનકી આવે છે...

જાનકી તેના પપ્પાને ખુરશી પર મૃત હાલત માં જોવે છે તે તેના પપ્પાનો હાથ પકડે છે અને ઘૂંટણિયે પડી ને જોર જોર થી રડે છે તે રડતા રડતા પણ એક જ વાત કહે છે .......

"પપ્પા ઉઠો ને,ઉભા થાઓ,પપ્પા પ્લીઝ જાગો ને, ઉઠો હવે....પપ્પા...."

જાનકી થોડી વાર ત્યાં જ બેઠી બેઠી રડતી હોય છે ત્યાં જ જાનકી ના ખભા પર કોઈ અજાણ્યો હાથ આવે છે....

જાનકી પાછળ ફરીને જોવે છે તો તેને મજબુત બાંધા નો ખડતલ માણસ દેખાય છે અને જાનકી તેમને ઓળખી જાય છે તેમને જોઈ ને ખૂબ જ રડે છે તેઓ જાનકી ના પપ્પા ની કંપનીના મેનેજર હોય છે અને જાનકી ની સાથે સાથે આખા પરિવાર ના સભ્ય જેવા જ હોય છે.

તેમનું નામ રાઘવેંન્દ્ર હોય છે પરંતુ બધાય પ્રેમ થી તેમને રાઘવ કહી ને બોલાવતા હોય છે.


જાનકી:અંકલ પપ્પાને તેઓ એ મારી આંખ સામે જ મારી નાખ્યા અને હું કંઈ ના કરી શકી

રાઘવ:(સોનાક્ષી ના માથા પર હાથ મૂકીને તેને શાંત કરવાનો પ્રયત્ન કરતા)શાંત થઈ જા બેટા હવે રડવાથી કંઈ નહીં વળે તું ચાલ મારી સાથે મારે તને એક જગ્યા બતાવવી છે.....જાનકી ને મળેલા રાઘવ અંકલ તેના હમદર્દ બનીને આવ્યા હશે કે નાઘવેન્દ્ર ના સાથી???

તેઓ જાનકી ને ક્યાં લઈ જશે???


જાણવા માટે બહુ જ જલ્દી મળીએ નવા ભાગ સાથે....


ત્યાં સુધી જોડાયેલા રહો ......

બદલાથી પ્રેમ સુધી ની સફરમાં.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED