revange to love - 9 books and stories free download online pdf in Gujarati

બદલાથી પ્રેમ સુધી - 9

બદલાથી પ્રેમ સુધી ભાગ નવ

આપણે આગળ જોયું કે જાનકી(સોનાક્ષી)ના પપ્પા ની મિલકત માટે તેમના બીઝનેસ પાર્ટનર તેના કાકા ના લગ્નમાં બૉમ્બ વિસ્ફોટ કરે છે અને તેના પરિવાર ને અને લગ્નમાં આવેલા શહેર ના નિર્દોષ લોકોને પણ ખત્મ કરી દે છે .જાનકી તેની આંખો ની સામે જ તેના પપ્પા ને મરતા જોવે છે અને તે ખૂબ જ દુઃખી છે ત્યાં જ તેની મુલાકાત રાઘવ અંકલ જોડે થાય છે અને તેઓ તેને એક જગ્યાએ લઈ જાય છે અને એ જગ્યાએ જાનકી (સોનાક્ષી)તેમની પાછળ પાછળ જતી હોય છે ત્યાં જ .......


વર્તમાન માં. સોનાક્ષી ના કાંડા માં પહેરેલી ડિજિટલ વોચ માં એલાર્મ વાગે છે અને તે ભૂતકાળમાં થી બહાર આવે છે.તે સમય જોવે છે તો સવારના ચાર વાગ્યા હોય તે તેના વિચારોમાં એટલી ખોવાઈ ગઈ હોય છે કે તે આખી રાત તે અંધારા ઓરડામાં બંધ રહી તેનું ભાન પણ તેને પાછળ થી થાય છે.

સોનાક્ષી ભાન માં આવે છે કપડાં સરખા કરે છે અને રૂમની બહાર નીકળીને તેના ફ્લેટ તરફ જાય તેના ઘરે જઈને તેનો ફોન ચાલુ કરે છે અને સરસ મજાનો પર્પલ કલરનો સલવાર સૂટ પહેરેછે વાળ ખોલી દે છે અને આખો માં કાજલ લગાવે છે ત્યાં જ રોહિતનો ફોન આવે છે અને તે સોનાક્ષી ને બોલાવે છે.

સોનાક્ષી થોડીવારમાં હોટેલ પર પહોંચવાનું કહીને ફોન મૂકી દે છે અને ત્યાંથી તૈયાર થઈ ને નીકળી જાય છે . સોનાક્ષી જેવી લિફ્ટ થી નીચે પહોંચે છે કે ત્યાં રોહિત ઉભો જ હોય છે તેને જોઈને સોનાક્ષી કહે છે...

સોનાક્ષી:અરે મેનેજર સાહેબ તમે અહીંયા હું આવતી જ હતી ને કામ પર...

રોહિત:પરંતુ ત્યાં હમણાં તો કોઈ કામ હતું જ નહીં ને એટલે મને થયું તારી સાથે ક્યાંક બહાર ફરવા જઈએ...

સોનાક્ષી:ઓકે આપણે ફરીથી મોલ માં જઈએ....

રોહિત:ના સોના એક ખાસ જગ્યા છે જ્યાં તને લઈ જવી છે.....

સોનાક્ષી:તમારા સોરી તારા મમ્મી અને પપ્પાને મળવા તો નથી જવાનું ને....

રોહિત:આપણે ક્યાં જઈએ છીએ એતો સરપ્રાઈઝ છે તને મારા પર ભરોસો હોય તો ચાલ મારી સાથે...

સોનાક્ષી:ઠીક છે તો હું જાવ મારા ઘરે...

રોહિત:કેમ તું મારી સાથે નથી આવતી તને તો મારા પર વિશ્વાસ જ નથી.....

સોનાક્ષી (થોડું હસતા)ના એવું નથી મેનેજર સાહેબ હું આ કામ ન જે પેપર્સ છે તે ઘરે મૂકી ને આવું પછી આપણે જઈએ...

રોહિત:જલ્દી આવ ....આપણે મોડું થઈ જશે...


સોનાક્ષી તેના ઘરે જાય છે અને તેના પર્સમાં મુકેલી પિસ્તોલ ને તેના કપડાંની વચ્ચે મૂકી દે છે અને પછી રોહિત સાથે નીચે જાય છે રોહિત તેની બાઇક ચાલુ કરે છે સોનાક્ષી તેની પાછળ બેઠી હોય છે અને બંને જણ નીકળી પડે છે થોડું અંતર કાપ્યા બાદ એક પીઝાશોપ પર રોહિત બાઇક ઊભું રાખે છે અને શોપ માં જઈને પીઝા નો જે રેડી ઓર્ડર હોય છે તેના પૈસા આપે છે અને પીઝા ના પંદર જેટલા ખોખા સોનાક્ષી ને પકડાવે છે એટલે સોનાક્ષી કહે છે....

સોનાક્ષી:મેનેજર સાહેબ આપણે આટલા બધા પીઝા કેમ લીધા છે...

રોહિત: (બાઇક સ્ટાર્ટ કરતાં કરતાં)ખાવા માટે...

સોનાક્ષી:પણ આતો ઘણા બધા છે ને...

રોહિત હા તો આટલા તો ઓછા પડશે પણ બીજા આ લોકો પછી ત્યાં આપી જશે....

સોનાક્ષી:ત્યાં ક્યાં...

રોહિત:તું મારી પાછળ બેસ આપણે જઈએ છીએ તું જોઈ લે જે ને ....

સોનાક્ષી ઠીક છે કહીને બાઇક પર રોહિતની પાછળ બેસે છે અને બને જણ ફરી તેમની તેજરફતાર થી નીકળી પડે છે થોડી વારમાં રોહિત એક આશ્રમ ની બહાર બાઇક ઉભું રાખે છે સોનાક્ષી નામ વાંચે છે તો ઉપર લખ્યું હોય છે "યશોદા અનાથાલય"...

સોનાક્ષી:આપણે અનાથ બાળકોને મળશું...

રોહિત:હમ્મ આજે મારો બર્થડે છે અને મારો દરેક જન્મદિવસ હું આ આશ્રમ ના બાળકો સાથે જ ઉજવું છું તો આ વખતે થયું તને પણ સાથે લાવું....

સોનાક્ષી: happy birthday મેનેજર સાહેબ તમને જન્મ દિવસની ખૂંબ ખૂબ શુભેચ્છાઓ અને તમે સો વરસના થાઓ....

રોહિત:ના સોના મારે સો વરસનું નથી થવું...

સોનાક્ષી:સારું તો હું પચાસ વર્ષ કરી દવું..

રોહિત: (સોનાક્ષી નો હાથ પકડીને )મારે તો જેટલું જીવાય એટલું તારી સાથે જીવવું છે અને જો મોત આવે ને તો તારી પહેલા હું...

સોનાક્ષી રોહિતના મોં પર તેનો હાથ મૂકી દે છે બંને જણ એકબીજાની આખો માં આખો નાખી ને જોઈ રહ્યા હોય છે અને થોડી વારમાં બાળકો નો અવાજ આવે છે બધાય તાળીઓ પાડે છે અને એક જ વાત કહે છે ભાઈ આવી ગયા ,ભાઈ આવી ગયા....

સોનાક્ષી:આ બધા તને ભાઈ કહીને બોલાવે છે....

રોહિત:હું આ બધાનો મોટો ભાઈ છું ને એટલે ....

આશ્રમનો એક છોકરો :(રોહિતના કાનમાં કહે છે)ભાઈ આ કોણ છે......?

રોહિત: હળવેકથી જવાબ આપતા કહે છે તારી ભાભી છે...

પેલો છોકરો ઉત્સાહ માં આવી જાય છે અને જોર જોરથી કહે છે ભાઈ ભાભી લાવ્યા ભાઈ ભાભી લાવ્યા તેને બોલતા સાંભળી ને બીજા છોકરાઓ પણ તેવું જ બોલે છે સોનાક્ષી તેની આંખો રોહિત સામે જોઇને મોટી કરે છે અને હસે છે પછી બધા અંદર જાય છે રોહિત અને સોનાક્ષી બધા જ બાળકો ને પીઝા આપે છે અને પછી બધાજ બાળકો અને બંને જણ કેક કાપે છે....

રોહિત નો બર્થડે સેલિબ્રેટ કર્યા પછી સોનાક્ષી અને રોહિત થોડી વાર બાળકો સાથે રમે છે અને પછી બંને જણ ગાર્ડન માં બેઠા હોય છે...રોહિત સોનાક્ષી ના ખોળા માં માથું રાખીને સૂતો હોય છે અને સોનાક્ષી તેના માથા પર હાથ ફેરવતી હોય છે આજુ બાજુ છોકરાઓ તેમની મસ્તી માં મશગુલ હોય છે સોનાક્ષી રોહિત ને પૂછે છે...

સોનાક્ષી:તું આ જગ્યાએ ક્યારથી આવે છે.....

રોહિત:જ્યારથી માતા પિતાની કિંમત મને સમજાઈ ને ત્યારથી ...

સોનાક્ષી:એટલે....

રોહિત:સોના મેં તને કહ્યું હતું ને કે મારા માતા પિતા ની તો હત્યા કરવામાં આવી અને જો તે દિવસે સ્ટેશન પર મને તે કાકા એ ના અપનાવ્યો હોત તો હું પણ આજે આ બાળકો સાથે જ હોત ને અને મારી નાની બેન સ્નેહલ જેને પેલા ગુંડાઓ લઈ ગયા એ હાલ જીવિત છે જે કે નહિ મને નથી ખબર પરંતુ તેને શોધવાના નિષ્ફળ પ્રયાસો માં જ હું આ બાળકો ને મળ્યો...

સોનાક્ષી;આ બાળકો કેટલા માયાળુ છે તેમને તેમની લાઈફ સામે પણ કોઈ ફરિયાદ નથી અને અમુક લોકો તો એવા હોય છે જેઓ પાસે આખો પરિવાર હોય પરિવારનો પ્રેમ હોય તો પણ તેમને તેમના માં બાપ થી ઘણી ફરિયાદો હોય ...

રોહિત:સાચી વાત સોના અહીં રહેલા કોઈ પણ બાળકને પૂછીશ ને કે તમને માં બાપ મળે તો તમે શું કરશો તો તે એટલો જ જવાબ આપશે કે તેમને ભરપુર પ્રેમ આપશું...

સોનાક્ષી:આપણા જીવનમાં પરિવાર નું સ્થાન ખૂબ જ મહત્વનું છે તો ભૂલ થી પણ કયારેય ઘર છોડવાની ભૂલ ન કરાય...

બંને જણ વાતો જ કરી રહ્યા હોય છે ત્યાં જ રોહિત ની ઓફિસેથી ફોન આવે છે ફોન પરનો માણસ રોહિત ને કહે છે કે સ્કેનર આવી ગયા છે અને કઈ જગ્યાએ લગાડવાના છે તે જોવા માટે તેને જવું પડશે....રોહિત હમણાં આવું છું કહીને ફોન મૂકે છે...

રોહિત:સોના મારે સુરક્ષા ના કારણોસર ઓફીસ જવું પડશે સ્કેનર આવી ગયા છે ને એટલે..

સોનાક્ષી:સ્કેનર એટલે...

રોહિત :અરે પેલું મશીન જેમાંથી નિકળવાથી માણસ પાસે જો કોઈ ઘાતકી સામાન હોય તો પકડાઈ જાય...

સોનાક્ષી:આ પેલા બોસ ની સુરક્ષા માટે છે ને...

રોહિત:હમ્મ હવે આપણે નીકળીએ હું તને ઘરે મૂકીને પછી જ ઓફિસે જઈશ....

સોનાક્ષી અને રોહિત આશ્રમના બાળકો ને બાય બાય કહીને ત્યાંથી નીકળી જાય છે રોહિત સોનાક્ષી ને તેના ઘરે મૂકીને ઓફિસે જાય છે ત્યાં જ રોહિત પર ફોન આવે છે કે નાઘવેન્દ્ર સિંહ વાઘેલા સાંજે આવી રહ્યા છે રોહિત સુરક્ષા ના કામમાં ઝડપથી લાગી જાય છે તે સોનાક્ષી ને પણ ફોનમાં જણાવે છે કે તેમના મહેમાન સવારની જગ્યાએ સાંજે આવવાના છે...

સોનાક્ષી રોહિત ને કહે છે કે તે તેમના સ્વાગતની ફૂલ તૈયારીઓ કરી રાખશે....


સોનાક્ષી તેના ઘરે રહેલી બાલ્કની માં એકલી બેઠી હોય છે અને વળી પાછી તેના ભૂતકાળમાં ખોવાઈ જાય છે....


સોનાક્ષી નો ભૂતકાળ જોઈએ નવા ભાગ માં.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED