સવિતાની ટિફિન સેવા Rajeshwari Deladia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવિતાની ટિફિન સેવા

મગન પોતાના વતનથી દુર સુરત જેવા શહેરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે.ગામડે એની પાસે આવક મેળવવા માટેનું કોઈ સાધન ન હતું.ગામ આંખુ ખેતી પર નિર્ભળ હતું અને મગન પાસે કોઈ જમીન હતી નહી. એટલે મગને શહેરમાં આવી નોકરી કરવાનો વિચાર કર્યો હતો.પણ શહેરમાં આવીને મગનને કોઈ નોકરી ન મળી. કેમ કે એ એટલું ભણેલો ન હતો.છેવટે મગને પોતાના જીવનનો નિર્વાહ ચલાવવા માટે મજૂરી કરવી પડી.

મગન મજૂરી કરી ને જે પણ કઈ કમાતો એમાંથી અડધુ તે પોતાના ગામડે પોતાના પરિવાર માટે મોકલતો.

મગનનાં પરિવારમાં કુલ પાંચ સભ્યો હતાં.જેમાં બે નાના ભાઈ અને બેન,માતા પિતા અને મગન પોતે.
મગન વધું પૈસાદાર ન હતો.તેમ છતાં પણ તે પોતાનુ જીવન ખુશ રહીને જીવતો હતો.

સુરત શહેર એ મોજીલા લોકોનું શહેર ગણાતું.એટલે મગનને મજૂરીની જોડે જોડે બીજી આવક પણ થઈ જતી હતી.

મગન સુરતની કાપડ માર્કેટમાં સાડીઓનાં પોટલાં ઉચકવાનું કામ કરતો હતો અને ત્યાં જ નજીકમાં એક ખોલીમાં રહેતો હતો.જ્યારે તે મજૂરી કરતો ત્યારે કેટલાંક વેપારીઓ મગનને પોતાની મજૂરી ઉપરાંત પણ કેટલાંક રુપિયા બક્ષિસ તરીકે આપતાં હતાં.

મગનને આમ બક્ષિસ લેવી ન ગમતી. પણ એની આવક એટલી ન હોવાને કારણે મગન એ બક્ષિસ લઈ લેતો અને જે પણ કઈ બચત થતી એ ગામડે મોકલતો.

જ્યારે પણ મગનને બક્ષિસ રૂપે રૂપિયા મળતાં ત્યારે તે ખૂબ જ ખુશ થઈ જતો.

એક દિવસ સાંજે મગન બેઠો હોય છે. ત્યારે ગામડેથી એનાં માતા પિતાનો ફોન આવે છે.

હેલો મગન, હેલો મગન

હા, પપ્પા બોલો. કેમ છો તમે બધા?

અમે બધાં સારા છીએ બેટા. તુ કેમ છે?

હું તો સારો જ છું.

સારુ બેટા સાંભળ, અમે તારુ સગપણ નક્કી કર્યું છે
અને એક મહિના પછી તારા લગ્ન છે.

અરે પપ્પા પણ આટલી જલ્દી બધુ કઈ રીતે થશે.

તું ચિંતા નાં કર.આપણે લગ્નમાં એવો કોઈ વધું ખર્ચો નથી કરવાનું.

અરે પપ્પા પણ તમને તો ખબર જ છે અત્યારે મારી એવી પરિસ્થિતિ નથી જે હુ લગ્ન કરી શકું. માંડ અહિ ઘર ચલાવી રહ્યો છું ત્યાં તમે હવે લગ્નની વાત લઈ આવ્યાં.

બેટા આપણાં ગરીબ વર્ગની પરિસ્થિતિ કઈ આજની નથી. આ સમસ્યા તો વર્ષો જૂની છે.જ્યારે મે તારી મમ્મી જોડે લગ્ન કર્યા ત્યારે પણ અત્યારે જે તારી પરિસ્થિતિ છે એજ મારી પણ હતી.પણ આપણાં જેવા પરિવારે સંઘર્ષ કરીને જ પોતાનુ જીવન જીવવું પડે છે.એ આપણી હકિકત છે.

સારુ પપ્પા તમને જેમ ઠીક લાગે એમ કરો.

સારુ બેટા તો સાંભળ રવિવારે એ છોકરીને ત્યાં જોવા જવાનુ છે એટલે તારે ત્યાં આવવું પડશે. અમને તો બધું ગમી ગયું છે પણ તારી પસંદગી પણ જોવી પડે ને.

સારુ હું શનિવારે આવી જઈશ.

આવુ કહી મગને ફોન મુક્યો.ત્યાં મગન એ છોકરી વિશે વિચારવા લાગ્યો. કેવી હશે એ.વિચારતા વિચારતા એને ક્યારે ઉંઘ આવી ગઈ એની એને ખબર જ નાં પડી.

જોત જોતામાં શનિવાર આવી ગયો અને એ એનાં ગામડે પહોચી ગયો. બીજ દિવસે બધાં છોકરી જોવા ગયા.

મગનને તો એ છોકરી જોતાં જ પસંદ આવી ગઈ. ઘઉં વર્ણ એનો ચહેરો મગનને ખૂબ જ ગમી ગયો.નામ પણ એનું એટલું જ સુંદર હતું. સવિતા.

સવિતા પણ મગનની જેમ વધું ભણેલી ન હતી પણ બીજા બધા કામમાં ખૂબ જ હોશિયાર હતી.પોતાના ઘરમાં એ ખૂબ જ સમજદારી પૂર્વક બધુ કામ કરતી.

એક જ મહિનામાં બંનેનાં લગ્ન થઈ ગયા.ભલે મગન પાસે પૈસા ઓછાં હતાં પણ એ સવિતાને ખૂબ જ સાચવીને રાખતો હતો.લગ્ન પછી મગન પાછો શહેર તરફ કામ માટે જતો રહ્યો અને સવલી એટલે કે સવિતા બધા જોડે ગામડે જ રહેતી હતી.ગામમાં બધા સવિતાને સવિતની જગ્યાએ સવલી જ કહેતાં હતાં.

મગન શહેરમાં કામ કરતો હતો.પણ મગનને જોઈએ એવો પગાર મળતો ન હતો.એટલે સવલી એ જમીનદારને ત્યાં કામ કરવાનું ચાલુ કર્યું.જમીનદાર અને એનાં ઘરનાં લોકો ખુબ જ સારા હતાં.

સવિતાનું કામ જોઈને તેઓ સવિતાને કેટલીક વખત વધારાનાં રુપિયા આપીને એની મદદ કરતા. પણ સવિતા એટલી ખુમારીવાળી હતી કે ક્યારેય જમીનદારનાં વધારાના પૈસા ન લેતી.એ કહેતી કે હુ આવી રીતે મહેનત વગરનાં પૈસા ક્યારેય નાં લઉં.

એની ખુમારી જોઈને જમીનદાર અને એની પત્ની ખૂબ જ ખુશ થતા અને સવિતા પર ગર્વ અનુભવતા.

સવિતા રસોઈનાં કામમાં ખૂબ જ નિપુણ હતી. જમીનદારને ત્યાં જ્યારે પણ કોઈ પ્રસંગ હોય ત્યારે આખું રસોડું એ જ સંભાળતી હતી.

એની આ આવડત જમીનદારની પત્નીને ખૂબ જ ગમતી.એટલે એક દિવસ જ્યારે એ બેઠી હતી ત્યારે એને સવિતાને મદદ કરવાનો વિચાર આવ્યો. પણ યે જાણતી હતી કે સવિતા એટલી બધી ખુમારી વાળી હતી કે ક્યારેય આવી રીતે મદદ ન લેશે.એટલે એને એક વિચાર આવ્યો કે અમારું સર્કલ તો ખૂબ જ મોટુ છે.જો હું બધાને સવિતાની રસોઈ વિશેની વાત બધાને જાણવું તો સવિતાને પોતાનુ ઘર ચલાવવામાં મદદ મળી રહેશે અને એ ખુમારીથી એ કામ પણ કરશે.

સવિતા જ્યારે જમીનદારને ત્યાં આવે છે ત્યારે જમીનદારની પત્ની ફરી પાછી સવિતાને મદદ કરવાની વાત કરે છે.

અરે બેન તમને ખબર જ છે કે હુ એમ કોઈની મદદ નથી લેતી.જો તમારે મદદ જ કરવી હોય તો મને કઈક કામ અપાવો.હું કામ કરીશ. પણ આમ પૈસા લઈને પોતાની જાતને ક્યારેય પાંગળી ન બનાવું.

બસ સવિતા મને તારી આ જ વાત તો ખૂબ જ ગમે છે.અને એટલે જ આજે તને કઈક કામ અપાવવા માટેની જ મારે વાત કરવી છે.આપણી બાજુમાં આ મોટી કૉલેજ અને ગાડીની મોટી કંપની છે.એની અંદર કેટલા બધા લોકો એવા છે જે બહારગામથી આવીને અહિયા એકલા વસ્યા છે.તો એમને જમવાનાની ખૂબ જ તકલીફ પડે છે.મારી ઈચ્છા છે કે તુ એમની માટે રોજ ભોજન તૈયાર કરે તો.

હા એ તો છે. પણ...

અહિ મને કોણ મદદ કરશે.

એની ચિંતા તું ન કર.એ બધુ અમે તને કરી
આપીશું. બસ તારે ખાલી રોજ એમની માટે ટિફિન જ તૈયાર કરી આપવાનું.

આમ સવિતાએ બહારથી આવનાર વ્યક્તિઓ માટે ટિફિન સેવા ચાલુ કરી. દિવસે દિવસે એનો આ બિઝનેસ ખૂબ જ વધવા લાગ્યો એટલે હવે મગન પણ શહેર છોડીને ગામડે આવી ગયો અને સવિતા જોડે ટિફિન સેવાનું કામ કરવા લાગ્યો.

આમ મગન અને સવિતા ખુમારીથી ટિફિન સેવાનું કામ કરવા લાગ્યા.

રાજેશ્વરી