Taras premni - 51 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૫૧



મેહા રડતા રડતા જ બોલે છે "રજત પ્લીઝ કંઈ તો બોલ. તારે જે સંભળાવવું હોય તે સંભળાવ. તારે મારી સાથે જે કરવું હોય તે કર પણ પ્લીઝ કંઈ તો બોલ. રજત તારા વગર હું નહીં રહી શકું."

રજતે શર્ટ પહેર્યું. રજતે મેહા તરફ જોયું તો મેહા નીચી નજર કરી બેઠી હતી. મેહાને જોતાં રજતને લાગ્યું કે મેહા મનથી ભાંગી પડી છે.

રજત મેહાની નજીક બેઠો.

રજત:- "રડી લીધું હોય તો હવે નીચે જઈએ."

રજત મેહાનો હાથ પકડી લે છે રજત અને મેહા નીચે બેઠક રૂમમા આવે છે.

સાવિત્રીબહેન અને રતિલાલભાઈ ચા નાસ્તો કરી રહ્યા હતા.

સાવિત્રીબહેન રજત અને મેહાને નાસ્તો કરવા બેસાડે છે.

નાસ્તો કરી મેહા ઘરે જવા નીકળે છે.

સાવિત્રીબહેન કહે એ પહેલાં જ રજતે કહ્યુ "હું તને મૂકવા આવું છું."

રજત અને મેહા ઘરની બહાર નીકળે છે.

મેહા થોડી ઉદાસ હતી. મેહા માંડ માંડ બોલી "નહીં રજત હું જતી રહીશ."

રજત:- "શું કરવા છૂપાવે છે? મનમાં તો ખૂબ ઈચ્છા થતી હશે કે રજત મને મૂકવા આવે તો સારું તો આ ના પાડવાનું નાટક કેમ કરે છે? ચલ હવે બેસી જા."

મેહા રજતની બાઈક પર બેસે છે. મેહા ચૂપચાપ બેસી ગઈ. મેહા દર વખતે રજતના ખભા પર હાથ રાખી બેસી જતી અથવા રજતને વળગી પીઠ પર માથું રાખી દેતી. પણ આજે મેહા રજતથી એકદમ દૂર બેસી ગઈ હતી.

રજતે સ્હેજ પાછળ જોયું.

રજત:- "એકદમ પાછળથી કેમ બેઠી છે? નજીક આવ..."

મેહા નું મન ભરાઈ આવ્યું હતું. મેહાથી બોલાતું પણ નહોતું.

રજતે થોડું નરમાશથી કહ્યું "મેહા થોડું નજીકથી આવી જા."

મેહા માંડ માંડ બોલી "ચાલશે..."

રજતે બાઈક હંકારી મૂકી. રજતના રૂમમાં જે થયું તેનાથી મેહા ડરી ગઈ હતી. મેહા ખૂબ ઈન્સિક્યોર ફીલ કરતી હતી. રજતે જે રીતે મેહાને ઈગ્નોર કરી હતી તેનાથી મેહા ભીતરથી ખળભળી ગઈ હતી.
રજતથી દૂર રહેવાની કલ્પના કરતાં જ મેહા ધ્રૂજી ઉઠી. "રજતે મને કેવી રીતના ઈગ્નોર કરી. એ તો સારું થયું કે રજત બોલ્યો તો ખરો. નહીં બોલતે તો ખબર નહીં મારું શું થતે?" મેહા ભીતરથી સહેમી ગઈ હતી.

રજત વિચારવા લાગ્યો કે "મેહાને મેં કંઈક વધારે જ ઈન્સિક્યોર ફીલ કરાવી. મેહા કંઈક વધારે જ ડરી ગઈ છે. રજતે કાચના અરીસામાંથી જોયું. મેહાથી ડૂસકું લેવાઈ ગયું. મેહાનું ધ્યાન ગયું કે રજત પોતાને કાચમાંથી જોઈ રહ્યો છે. મેહા રજતની નજરોથી બચવાનો નિષ્ફળ પ્રયત્ન કરવા લાગી.

મેહાના ઘર પાસે રજતે બાઈક ઉભી રખાડી. મેહા બાઈક પરથી નીચે ઉતરી કે સામેથી મમતાબહેન આવતા હતા. મેહાએ પોતાનો ચહેરો રૂમાલથી સાફ કર્યો. 'પોતે રડી છે એ મમ્મીને બિલકુલ ખ્યાલ ન આવવો જોઈએ' એમ વિચારી મેહા પોતાના ચહેરા પર સ્માઈલ લાવવાની કોશિશ કરવા લાગી. રજત મેહાને આ બધું કરતા જોઈ રહ્યો.

મમતાબહેન:- "રજત બેટા અંદર આવો. હું ચા બનાવું છું."

રજત:- "ના આંટી મારે ઑફિસે જવામાં મોડું થાય છે."

મમતાબહેન:- "બસ પાંચ મીનિટ... ચા પીધા વગર હું તને નહીં જવા દઉં."

રજત મમતાબહેનની વાત માની જાય છે. ત્રણેય ઘરમાં જાય છે.

મેહા બેઠક રૂમમાં સોફા પર બેઠી. મેહા રજતથી નજર નહોતી મેળવવાં માંગતી. મમતાબહેન ચા બનાવવા રસોડામાં ગયા. રજત મેહાના ચહેરાના ભાવોને વાંચવા મથતો મથતો મેહાની નજીક બેઠો. રજત બસ મેહાને જોઈ રહ્યો. રજતે ધીરે રહીને મેહાનો હાથ પોતાના હાથમાં લીધો. રજતના હાથનો સ્પર્શ થતા મેહા થોડી ચમકી. ચમકીને રજત તરફ નજર કરી. એટલામાં જ મમતાબહેન ચા લઈને આવ્યા. રજતે મેહાનો હાથ છોડી દીધો.

રજત ચા પીતાં પીતાં પણ મેહાને જોઈ રહ્યો.

"મમ્મી હું મારા રૂમમાં જાઉં છું." એમ કહી મેહા ઝડપથી પોતાના રૂમમાં જવા દાદરા ચઢવા લાગી.

મમતાબહેન:- "રજત આવ્યો છે ત્યાં સુધી તો રજત સાથે બેસ."

મેહા અટકી ગઈ.

રજત:- "It's ok આંટી. મારે પણ જલ્દી ઑફિસ પહોંચવાનું છે."

રજતની વાત સાંભળી મેહા ઝડપથી ઉપર પોતાના રૂમમાં જતી રહી.

રજત ઑફિસ જવા નીકળ્યો. રજત ઑફિસે તો ગયો પણ એનું મન મેહા પાસે જ રહ્યું. ઑફિસમાં રજતનુ મન નહોતું લાગતું. રજતની નજર સામે મેહાનો ઉદાસ ચહેરો તરવરી આવતો.

મેહા જમીને થોડીવાર સૂઈ ગઈ. રજતે બપોરે મેહાને ફોન કર્યો. ફોનની રિંગ વાગતા મેહા કાચી ઊંઘમાંથી જાગી ગઈ. મોબાઈલ સ્ક્રીન પર જોયું તો રજત નું નામ વંચાયું. મેહા મનોમન જ બોલે છે "રજતે કદાચ મને હેરાન કરવાના ઈરાદે જ ફોન કર્યો હશે. મને શાંતિથી સૂવા પણ નથી દેતો. લગ્ન પછી ખબર નહીં મારી સાથે શું કરશે? મેહા આ બધું પછી વિચારજે. પહેલાં ફોન તો રિસીવ કર. નહીં તો રજત ફરી નારાજ ના થઈ જાય."

મેહાએ ફોન રિસીવ કર્યો.

રજત:- "હેલો"

મેહા નરમાશથી જ કહ્યું "હેલો રજત."

રજતે પણ સહજતાથી જ વાત કરી "શું કરે છે?"

મેહા:- "કંઈ નહીં."

રજત:- "લંચ કર્યું?"

મેહા:- "હા ક્યારનું."

રજત:- "ઑફિસ આવીશ?"

મેહા:- "ઑકે."

મેહાએ ફોન કટ કર્યો. રજત ફરી મેહા વિશે વિચારવા લાગ્યો. મેહાએ ફોન પર ટૂંકમાં જ જવાબ આપ્યો. મેહા અંદરથી કંઈક વધારે જ સહેમી ગઈ છે. મેહા વિશે વિચારતા વિચારતાં રજતનો ટાઈમ ક્યાં જતો રહ્યો એનો ખ્યાલ જ ન આવ્યો. મેહાએ રજતની કેબિનનો દરવાજો ખોલ્યો ત્યારે જ રજત મેહાના વિચારોમાંથી બહાર આવ્યો.

રજત ઉભો થયો અને મેહાને પોતાની બાહુપાશમાં જકડી લીધી.

રજત:- "Thank God કે તું આવી ગઈ. ચલ મારી સાથે લંચ કર."

મેહાએ મોબાઈલમાં જોયું તો ૩:૦૦ વાગ્યા હતા.

મેહા કંઈ બોલી નહીં.

રજત:- "લંચ કરી આપણે કશે ફરવા જઈશું."

મેહા ત્યારે પણ કંઈ ન બોલી.

રજત:- "મેહા કંઈ તો બોલ...હવે તું મને ડરાવે છે."

રજતે મેહાને પકડી હલાવી પણ મેહાને કોઈ અસર ન થઈ.

રજત:- "પ્લીઝ મેહા કંઈ તો બોલ."

મેહા:- "ખબર પડી ને કે આપણે જે વ્યક્તિને પ્રેમ કરતા હોઈએ અને એ વ્યક્તિ ન બોલે તો કેવું ફીલ થાય છે તે."

રજત:- "ઑહ I see...મતલબ કે તું મને તડપાવવા માંગે છે."

મેહા:- "મારો ઈરાદો એવો નહોતો. પણ તને પણ ફીલ થવું જોઈએ કે તડપાવવાથી કેવું ફીલ થાય છે તે. હું કેટલું કરગરી તારી સામે પણ તને તો કોઈ અસર જ નથી."

રજત:- "મેહા મને તું આ રીતે ન તડપાવી શકે."

મેહા:- "કેમ તડપાવવાનો અધિકાર ફક્ત તારી જ પાસે છે. ને તું બધું મનમાં કેમ ભરી રાખે છે. આટલો બધો ઈગો રાખવાની શું જરૂર છે?"

રજત:- "મેહા વિચારી લેજે. લગ્ન પછી આના કરતાં વધું તરસાવીશ."

મેહા:- "હા જે કરવું હોય તે કરી લેજે. હવે લંચ કરી લઈએ."

રજત:- "મેહા તું હજી પણ એવી જ છે. તું હજી પણ મને પ્રેમ કરે છે. એટલે તને મારી ચિંતા થઈ કારણ કે મેં હજી સુધી લંચ નથી લીધું. મેહા તું આવી છે ને એટલે જ બધાં તારો ફાયદો ઉઠાવી જાય છે. ખબર છે ને લોકો એને શું કહે છે ઈમોશનલ ફુલ..."

મેહા:- "મેં તો સાડા અગિયાર વાગે લંચ કર્યું હતું. છતાં પણ મને ભૂખ લાગી છે. તને નથી લાગી?"

મેહા પણ રજતની સાથે થોડું જમી.

મેહા:- "હવે કન્ટીન્યુ કરીએ..."

રજત:- "શું?"

મેહા:- "અરે આપણી વાત અધુરી રહી ગઈ હતી ને? શું કહ્યું હતું તે...! ઈમોશનલ ફુલ... હું તો ઈમોશનલ ફુલ છું...પણ તને ખબર છે તું શું છે તે?"

રજત:- "હા મને ખબર છે હું જાનવર છું...Monster છું..."

મેહા:- "જાનવર અને Monster પણ થોડા દિવસમાં પ્રેમની ભાષા સમજી જાય છે પણ તારે તો મારી સાથે બદલો લેવો છે ને? તું શું છે એ તને કહીશ ને તારો ઈગો હર્ટ થશે મિસ્ટર રઘુવંશી."

રજત:- "Come on મેહા કહી દે ને કે તું હજી પણ મારાથી ડરે છે. જે કહેવું હોય તે કહી દે."

મેહા:- "તારો જે મેન ઈગો છે તે હર્ટ થશે. Are you sure ને?"

રજત:- "Come on મેહા એમાં ડરવાની શું જરૂર છે?"

"ઑકે તો સાંભળ જે પુરુષ સ્ત્રીને હર્ટ કરે... એનું સ્વમાન ન જાળવે...તેને શું કહેવાય ખબર છે?
સાચો મર્દ એ છે કે જે સ્ત્રીનું સ્વમાન જાળવે...હવે તો તું સમજી ગયો હોઈશ..." એમ કહી મેહા ઉભી થઈ.

મેહા રજત તરફ જોઈ રહી. મેહાની વાત સાંભળી રજત ખૂબ ગુસ્સે થઈ ગયો. રજત‌ ઉભો થયો.
રજત ખૂબ ગુસ્સામાં અને ઊંચા સ્વરમાં બોલ્યો "મેહા" એમ કહી મેહા પર હાથ ઉપાડવા જતો હતો કે રજત અટકી ગયો. રજતનો ગુસ્સો જોઈ મેહાની આંખો મીંચાઈ ગઈ અને મેહાએ ચહેરો સાઈડ પર કરી લીધો. મેહાને એમ કે રજતની જોરદાર થપ્પડ ગાલ પર પડશે પણ એવું કંઈ થયું નહીં. રજત મેહાની એકદમ નજીક જઈ મેહાના વાળ પકડે છે.

મેહા રજતની આંખોમાં જોઈ કહે છે "કહ્યું હતું ને કે તારો ઈગો હર્ટ થશે."

મેહાના વાળ પર રજતની પકડ વધુ મજબૂત કરી મેહાને પોતાની નજીક લાવતા કહે છે "મારી મર્દાનગી પર સવાલ ઉઠાવ્યો. મર્દાનગી શું છે એ હું તને બતાવીશ. Just wait and watch..."

રજત મેહાના વાળ છોડી દે છે. રજત સડસડાટ પોતાની કાર ઘર તરફ હાંકી મૂકે છે. મેહા પણ રજતની પાછળ પાછળ જાય છે. મેહા પોતાની વ્હીકલ લઈને ઘરે જાય છે.

રજતને વારંવાર મેહાના શબ્દો જ યાદ આવતા હતા. મેહાના શબ્દો રજતના દિલ પર ચાબુકની જેમ વિંઝાયા હતા. મેહાએ ફરી રજતને હર્ટ કર્યો હતો.
આ વખતે તો મેહાએ હદ વટાવી દીધી. રજતના પુરુષત્વનું અપમાન કર્યું હતું.

મેહા પોતાના રૂમમાં બેઠાં બેઠાં વિચારે છે કે પોતે ગુસ્સામાં કંઈક વધારે બોલી ગઈ. "રજત નું આટલું અપમાન કરી દીધું. ખબર નહીં રજત શું કરશે? મેહા તું પોતાના ગુસ્સાને કંટ્રોલમાં નથી કરી શકતી? રજત આ અપમાનનો બદલો તો લઈને જ રહેશે. અને મને ખબર છે કે અપમાનનો બદલો કેવી રીતના લેશે. ઑફ કોર્સ રજત મને પથારી સુધી તો લઈ જ જશે.
પણ રજત તને ચાહે છે. રજત ધારતે તો કૉલેજમાં મારી સાથે physical relationship બાંધી શક્યો હોત પણ એણે એવું કર્યું નથી. ઑહ God આ રજત તો મારી સમજની બહાર છે.

થોડું વિચારતા મેહા સ્વગત જ બોલે છે "ઑહ હા Physical relationship માટે રજત મારી સાથે લગ્ન કરે છે. એણે કહ્યું હતું કે રજત મારી સાથે કંઈક એવું કરશે કે હું એને ના નહીં પાડી શકું. એવી કઈ પત્ની હશે કે જે પોતાના પતિને નજીક આવતા રોકી શકે. મતલબ કે રજત મારી સાથે લગ્ન કરી Physical relationship બાંધશે. રજત મને બરબાદ કરી મારી સાથે બદલો લેવા માંગે છે. મતલબ કે લગ્ન કરી પછી મને ડિવોર્સ આપી દેશે. શું ખબર રજત એક જ રાત માટે મારી સાથે લગ્ન કરશે. એક જ રાત...અને બીજે દિવસે...ના રજત મારી સાથે આવું નહીં કરે. રજતે મને પ્રોમિસ કર્યું હતું કે મારા મમ્મી પપ્પાની સમાજમાં ઈજ્જત જાય એવું કશું નહીં કરે. પણ રજત કહે છે શું અને કરે છે શું... કૉલેજમાં જ મારો વિશ્વાસ તૂટી ગયો છે હવે એના પર હું શું વિશ્વાસ કરવાની?

આખરે બધું વિચારતા વિચારતા મેહા સૂઈ જાય છે. બીજા દિવસે સવારે મેહા નાહી ધોઈ ચા પીએ છે. મેહા વિચારોમાં અટવાયેલી હતી. "ખબર નહીં રજતના મગજમાં અત્યારે શું ચાલતું હશે...ઑહ God મેહા તું રજતના વિચાર કરી કરીને પાગલ થઈ જઈશ... તું રજતને છોડી કેમ નથી દેતી? રજત તને હર્ટ કરતો રહેશે અને તું રજતને હર્ટ કરતી રહીશ...આ બધા ઝંઝટમાંથી મુક્ત થઈ જાઉં તો જ સારું છે. રજત સાથે એકવાર તો વાત કરવી જ પડશે."

મેહાએ ફોન હાથમાં લીધો અને વિચારવા લાગી "રજતને ફોન કરું કે ન કરું? ગઈ કાલે અપમાન કર્યું છે...એ અપમાન પણ જેવું તેવું નહીં...એનાથી રજતનુ સ્વમાન‌ ઘવાયું છે...મેહા તે એવી જગ્યા પર વાર કર્યો છે કે રજત આ ઘાવને ક્યારેય નહીં ભૂલી શકે..."

મેહાએ ફફડતા મને રજતને ફોન કર્યો. મેહા ડરી ગઈ પછી તરત જ ફોન ડિસકનેક્ટ કરી દીધો. રજતે ફોનમાં જોયું તો મેહાનો મિસ્ડ કૉલ હતો.

રજતે ઠંડા મગજે ખૂબ વિચાર્યું...મેહાએ અપમાન કર્યું હતું ત્યારબાદ રજતે રાતે પણ ખૂબ વિચાર્યું....અને આખો દિવસ બસ વિચાર્યા જ કર્યું...
સાંજે રજતે મેહાને ફોન કર્યો.

મેહાએ ધડકતા દિલે ફોન રિસીવ કર્યો. મેહાને એમ કે ખબર નહીં રજત શું કહેશે?

રજત:- "હેલો મેહા...સવારે ફોન કર્યો હતો?"

મેહા:- "તું મળી શકીશ મને? મારે થોડી વાત કરવી છે."

રજત:- "ક્યાં અને ક્યારે મળવાનું છે?"

મેહા:- "અત્યારે જ આવ...મારા ઘરની નજીક ગાર્ડન છે ત્યાં..."

રજત:- "ઑકે આવું છું..."

મેહા ગાર્ડનમાં બેઠાં બેઠાં રજતની રાહ જોય છે. થોડી જ વારમાં બાઈક પર રજત આવતો દેખાયો.
મેહા રજતને જોઈ જ રહી "Wow! રજત કેટલો હેન્ડસમ છે. રફ એન્ડ ટફ...ખબર નહીં રજત માં એવું શું છે જે બીજા યુવકોમાં નથી... હું વારંવાર એના તરફ કેમ ખેંચાતી જાઉં છું...મેહા તું પણ શું વિચારવા બેસી ગઈ? રજતને હું મળવા માટે તો આવી પણ ખબર નહીં મારી સાથે કેવી રીતના વર્તન કરશે..." મેહાને થોડો થોડો ડર પણ લાગતો હતો.

રજતે મેહાના ચહેરાના હાવભાવ વાંચી લીધા...

મેહા:- "રજત સૉરી...મારાથી ગુસ્સામાં ખબર નહીં શું બોલાઈ ગયું."

રજત:- "સૉરી બોલવાની જરૂર નથી?"

મેહા:- "મતલબ તે મને માફ કરી દીધી."

રજત:- "મારો મતલબ કે તારી તો જૂની આદત છે ને પહેલાં ભૂલ કરવી અને પછી સૉરી બોલવું...તને શું લાગે છે સૉરી બોલવાથી બધું ઠીક થઈ જશે?"

મેહા:- "ઑકે મને ખબર છે કે સૉરી બોલવાથી બધું ઠીક નહીં થાય. મને ખબર છે કે તું મને માફ પણ નથી કરવાનો. પણ રજત તને એવું નથી લાગતું કે હવે આપણે એકબીજાથી આઝાદ થઈ જવું જોઈએ. આપણે બંન્ને એકબીજાને ટોર્ચર કરીએ છીએ...હવે એકબીજાને ટોર્ચર કરવાની ટેવથી હું કંટાળી ગઈ છું.
આ બધાથી આઝાદ થઈ જવા માગું છું. મને શાંતિ જોઈએ છે રજત."

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED