જવાબદારી હર્ષદ અને ઊર્મિની Rajeshwari Deladia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જવાબદારી હર્ષદ અને ઊર્મિની

ઓહ આ કોરોના એ તો ભારે કરી. બધુ જ લોકડાઉન કરી નાખ્યું. શુ કરવું એની કાંઈ સમજણ નથી પડી રહી.

ઊર્મિ શાક સમારતા સમારતા બોલી રહી હતી.

ઊર્મિ શુ બોલી રહી છે તુ અને શેની ચિંતા કરે છે તું?
ચિંતા નાં કર થોડા દિવસમાં બધુ ખુલી જશે.પછી પાછું બધું પહેલા જેવું રાબેતા મુજબ થઈ જશે.બસ થોડા જ દિવસ છે લોકડાઉન ખુલવાને હો.ચિંતા નાં કર.

હર્ષદ ઊર્મિને સમજાવતા બોલી રહ્યો હતો.

ઊર્મિ સાંભળ ઓફિસમાંથી ઇ મેઇલ આવ્યો છે.લોકડાઉન ખુલવાનાં બીજા દિવસથી જ ઓફિસ ખુલી જશે. બીજી એક વાત કે અત્યારે ત્રણ મહિના સેલેરી અડધી જ આવશે.પણ તુ ચિંતા ન કરતી.બધું મેનેજ થઈ જશે.

ઊર્મિ વિચારમાં પડી ગઈ કઈ રીતે બધુ મેનેજ થઈ જશે.બાળકોની સ્કુલની ફી, આ મહિનો જ છે જેમાં મેડિકલેમ ભરવાનો, ઘરનો ખર્ચો. ઉપરથી પાછો ઉનાળો ચાલે છે અને વળી પાછા બધા ઘરમાં એટલે વીજળીનું બિલ પણ વધુ આવશે.ભલે હર્ષદ મને કઈ
નાં કહે પણ હુ હર્ષદને જાણુ છું કે એને કેટલી ચિંતા થતી હશે.પણ ચિંતા સામે ન આવવા દેવી એ તો હર્ષદનો પહેલાથી જ સ્વભાવ રહ્યો છે.

પાંચ દિવસ પછી લોકડાઉન ખુલવાની જાહેરાત કરવામાં આવી.હર્ષદની જોબ ચાલુ થઈ ગઈ અને હર્ષદ જોબ પર જવા લાગ્યો.

ઊર્મિ એ જ દિવસે કબાટ સાફ કરવા બેઠી. જ્યાંથી તેને એક પર્સ મળ્યું.જેની અંદર તે પોતાની કીટીનાં જમા થયેલા પૈસા મુક્યા હતાં.

ઊર્મિને થયુ ઘણાં દિવસથી આ પર્સ તરફ તો ધ્યાન આપ્યું જ નથી. લાવ આજે જરા એને જોઈ લઉ.

પર્સની અંદર જોઈને ઊર્મિની ખુશીનો પાર ન રહ્યો.પર્સની અંદર પંદર હજાર રૂપિયા પડ્યા હતાં.
ત્યારપછી ઊર્મિની નજર એક ગલ્લા ઉપર પડી.જેની અંદર તે રોજ થોડા થોડા પૈસા ભેગા કરતી હતી.એ ખોલીને જોયું તો એની અંદરથી પણ એને દસ હજાર રૂપિયા મળ્યા.

ઊર્મિ આ જોઈને પણ ખુશ થઈ ગઈ. પછી એને પાછું યાદ આવ્યું કે એ દર મહિને હર્ષદને કહ્યા વગર એક હજાર મહિલા મંડળમાં ભરતી હતી.જેમાં એ ઉપાડવાનો આ વખત એનો નંબર હતો. જેની અંદર બે વર્ષ થયાં હતાં એટલે એમાંથી પણ એને ચોવીસ હજાર મળે એમ હતાં. બીજા ઊર્મિએ આમતેમ મુકેલા રુપિયા મળીને ઊર્મિ પાસે કુલ પંચાવન હજાર જેવી રકમ પડી હતી.

બીજા દિવસે એ સીધી મહિલા મંડળ પાસે ગઈ અને અને એની ચોવીસ હજારની રકમ લઈ આવી.

ઊર્મિ વિચારવા લાગી બહુ મોટી તો નહીં પણ થોડી મદદ તો હુ હર્ષદને કરી જ શકીશ આ રકમથી.

બે દિવસ પછી ઊર્મિ અને હર્ષદની લગ્ન તિથિ હતી.એજ દિવસે ઊર્મિએ હર્ષદને આ રકમ આપવાનું વિચાર્યું હતુ.

એ દિવસે ઊર્મિ સવારે ખૂબસરસ તૈયાર થઈ ગઈ હતી.કોરોનાને કારણે ક્યાંય બહાર તો જઈ શકાય એમ હતુ નહી પણ ઊર્મિ જોડે એ દીવસને યાદગાર બનવવા માટે હર્ષદે રજા લીધી હતી.

ઊર્મિ એ એની માટે ઘરે જ કેક બનાવ્યું અને હર્ષદને ગમતું જમવાનું બનાવ્યું.કેક કાપ્યું અને બધાં જમીને ફ્રી થયાં ત્યારે ઊર્મિ એ હર્ષદનાં હાથમાં એક કવર આપ્યું.

એ જ સમયે હર્ષદે પણ ઊર્મિનાં હાથમાં એક કવર આપ્યું.

બંને એ જોડે જ એકબીજાને પ્રશ્ર્ન પૂછ્યો શુ છે આ?

હર્ષદે કવર ખોલીને જોયું તો અંદર પંચાવન હજાર રુપિયા હતાં.જ્યારે ઊર્મિ એ કવર ખોલીને જોયું તો અંદર ચાલીસ હજાર રુપિયા હતાં.

ઊર્મિ આ રુપિયા તારી પાસે કઈ રીતે આવ્યાં.

ઊર્મિ એ હર્ષદને બધી વાત કહી.

હર્ષદ ઊર્મિને જોઈને પ્રેમથી એને બાથમાં ભરી લીધી.

એટલે જ તો ઊર્મિ હુ ગર્વથી કહુ છુ મારી ઊર્મિ મારા ઘરની હોમ મિનીસ્ટર છે.

હા હો હર્ષદ એ તો હુ છું જ.પણ તુ મને એ કહે કે તારી પાસે આ પૈસા ક્યાંથી આવ્યાં અને બે દિવસ થી જોઉ છું તારી ઘડિયાળ ક્યાં છે.

કેમ મેડમ શુ બચત તમે લોકો જ કરી શકો.અમે નહીં?
તારી જેમ હુ પણ દર મહિને જે ઇન્સેન્ટિવ મળે એમાંથી થોડા પૈસા સાઈડ પર મુકી દેતો.જે માત્ર કોઈ મુસીબત આવી જાય તો જ વાપરવા એવું વિચારીને.હા આજના મોબાઈલનાં જમાનામાં આ ઘડિયાળનું શુ કામ? એટલે ઘડિયાળ મેં વેચી નાખી.એમ પણ તને તો ખબર જ છે મને ઘડિયાળનો કેટલો શોખ છે એ.થોડો સમય જવા દે આનાથી પણ સરસ ઘડિયાળ હું પાછી લઈ લઈશ.

ચાલ હવે બોલ સાંજે શુ બનવવાનુ છે. આજે હુ તારા માટે કૂક બનીશ.

એ તો તાન્યા અને તન્મયને પૂછો.એ પસંદગી એ બંનેની રહશે.

તાન્યા અને તન્મય બંને જોડે બોલી ઉઠ્યા ગ્રીલ સેન્ડવિચ.

અરે હા ઊર્મી સાંભળ.કોઈનો પણ પગાર કાપવાની વાત ન કરતી.ભલે કામવાળા બેન નથી આવતાં. પણ એમને પુરેપુરો પગાર આપી દેજે.એક રૂપિયો પણ નાં ઓછો ન આપતી.કેમ કે ઊર્મિ તું તો જાણે જ છે કે આપણા પગાર ઉપર જ એમનું ઘર ચાલતું હોય છે.

હા હર્ષદ હું જાણુ છું.એટલે મે એ બેનને કાલે બોલાવ્યા જ છે અને એમની માટે આ થોડો સામાન પણ પેકિંગ કરીને રાખ્યો છે.હું જાણુ છું અત્યારે એમની હાલત ખૂબ જ કફોડી હશે એ.

ઊર્મિ પોતાના પરિવારને ખુશ જોઈને ગાવા લાગી,

"ये तेरा घर, ये मेरा घर,
किसीको देखना हो अगर,
तो पहले आके मांगले,
मेरी नजर, तेरी नजर
ये तेरा घर ये मेरा घर,
ये घर बहोत हसीन है।"

બધા આ સાંભળી ભાવ વિભોર થઈ જાય છે અને એકબીજાને ભેટી પડે છે.

રાજેશ્વરી