Taras premni - 50 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૫૦


નિખિલ જાગી ગયો હતો. નિખિલે ક્રીનાના માથા પર કિસ કરી. ક્રીના નિખિલની છાતી પર માથું મૂકી સૂઈ રહી હતી. ક્રીનાની આંખ ઉઘડી. ક્રીના જાગી ગઈ છે એવો ખ્યાલ આવતાં જ નિખિલે જાણી જોઈને આંખો બંધ કરી દીધી. ક્રીનાએ નિખિલ સામે જોયું. ક્રીનાએ નિખિલને ગાલ પર કિસ કરી.

ક્રીના વોશરૂમ જવાનો વિચાર કરતી હતી. ક્રીના ચાદર ઓઢી રહી હતી કે નિખિલ ચાદર પકડી રહ્યો.

ક્રીના:- "ઑહ તો જનાબ ઊંઘવાનું નાટક કરી રહ્યા હતા."

નિખિલ:- "Good morning."

ક્રીના:- "Very good morning...Nik મારે વોશરૂમ જવું છે."

નિખિલ:- "તો જા ને! કોણે રોકી છે તને."

ક્રીના:- "ચાદર છોડીશ તો હું જઈશ ને?"

નિખિલ:- "ક્રીના આમાં ચાદરની શું જરૂર છે?"

ક્રીના:- "Nik મેં કપડાં નથી પહેર્યાં."

નિખિલ:- "તો?"

ક્રીના:- "નિખિલ વધારે સ્માર્ટ બનવાની કોશિશ ન કર. મને જવા દે કાં તો મારા કપડાં આપ."

નિખિલ:- "તારા કપડાં મારી પાસે થોડા હશે!"

ક્રીના:- "કાલે તે જ તો...."

ક્રીના શરમાઈ ગઈ.

ક્રીના:- "જો ત્યાં તારી સાઈડ બેડની નીચે મારા કપડાં પડ્યા છે."

નિખિલ:- "સારું તું ચાદર ઓઢીને જ જા."

ક્રીના:- "કેમ શું થયું?"

નિખિલ:- "હું કેવી રીતના લેવા જાઉં? મારા હાથ નથી પહોંચતા."

ક્રીના:- "બેડ પરથી ઉતરીને લઈ આવ."

નિખિલ:- "મારે પણ ચાદર ઓઢીને જ જવું પડશે."

ક્રીના:- "કેમ?"

નિખિલ:- "મેં પણ કપડાં નથી પહેર્યાં."

ક્રીનાથી હસાઈ ગયું.

નિખિલ ક્રીનાને પકડવા જતો હતો એ પહેલાં જ ક્રીના ચાદર ઓઢીને વોશરૂમ તરફ હસતા હસતા જતી રહી.

ક્રીના બહાર આવી એટલામાં નિખિલે કપડાં પહેરી લીધા હતા.

"બહું હસુ આવતું હતું હવે શું કરીશ?" એમ કહી નિખિલ ક્રીનાને પકડી લે છે."

ક્રીના:- "છોડ મને. મારે ન્હાવા જવું છે. તૈયાર થઈ નીચે પણ જવાનું છે. જો હું જલ્દી નીચે ન ગઈ તો
મમ્મી આવી રહેશે."

નિખિલ:- "હું પણ તારી સાથે ન્હાવા આવું છું."

નિખિલ અને ક્રીના બંન્ને ન્હાવા ગયા. ક્રીના ફટાફટ તૈયાર થઈ

ક્રીનાએ નાસ્તાની સાથે સાથે બધા માટે શીરો પણ બનાવ્યો. ક્રીનાએ બાનાવેલ શીરો બધા વખાણતા વખાણતા ખાવા લાગ્યા.

ક્રીના:- "મમ્મી મેહા ક્યાં છે?"

મમતાબહેન:- "એનું સખત માથું દુખતું હતું એટલે સૂઈ ગઈ છે."

થોડીવારમાં જ રજત,સાવિત્રીબહેન,રતિલાલભાઈ અને થોડાં સગાવ્હાલા ક્રીનાને લેવા આવ્યા.

મમતાબહેન,પરેશભાઈ અને નિખિલએ બધાનું સ્વાગત કર્યું. ઘરના નોકર ચાકર નાસ્તાની વ્યવસ્થા કરવામાં લાગેલા હતા. સુનીતા બધાને નાસ્તાની સાથે ચા- પાણી સર્વ કરતી હતી.

રજત કોઈક બહાનું બનાવી મેહાના રૂમમાં ગયો.
રજત મેહાને હેરાન કરવાના હેતુથી મેહાના રૂમમાં ગયો હતો. મેહાને ઉઠાડવા જ જતો હતો કે રજતને ગઈ કાલે મેહા કેવી રીતના રડી રહી હતી તે યાદ આવી ગયું. મેહા ભરઊંઘમાં હતી. મેહા સૂતી વખતે ખૂબ નિર્દોષ લાગી રહી હતી. રજતની નજર મેહાના ગરદનની પાછળ જાય છે. રજતને યાદ આવ્યું કે પોતાના નખથી ચામડી છોલાઈ ગઈ હતી.

રજત મેહાને જોઈ જતો રહ્યો. રજતના રૂમમાંથી ગયા બાદ મેહા જાગી ગઈ. મેહાએ ઘડિયાળમાં જોયું તો ૧૨ વાગી ગયા હતા.

મેહા રજત વિશે જ વિચારી રહી હતી. ગઈકાલે રજતે મને કેવી હેરાન કરી મૂકી હતી. જો હું રજત સાથે લગ્ન કરી લઈશ પછી રોજ મને હેરાન કરશે.

મેહા બાલ્કની પાસે આવીને ઉભી રહી. મેહાએ પોતાના ઘરના પાર્કિગમાંથી પાંચ છ કાર નીકળતા જોઈ.

મેહા મનોમન જ બોલે છે "ઑહ આજે તો ભાભીને લેવા આવ્યા હશે. રજત પણ આવ્યો હશે." મેહાની નજર નીચે જાય છે. તો રજત નિખિલભાઈ સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે જ રજતની નજર બાલ્કની માં ઉભેલી મેહા પર પડે છે. રજત બધાને Bye કહી નીકળી જાય છે. જતાં જતાં મેહા તરફ એક નજર કરી લે છે.

મેહા બ્રશ કરી નાહી ધોઈને નીચે આવે છે.

મેહા:- "મમ્મી ચા નથી બનાવી?"

મમતાબહેન:- "પોણા એક થવાનો. હવે શું ચા પીવાની? અને આ તો જમવાનો સમય છે ને?"

મેહા જમી લે છે. જમીને મેહા રૂમમાં જાય છે.
મેહા વિચારતી હોય છે કે "લગ્ન પછી ખબર નહીં રજત મારી સાથે શું કરશે? અત્યારથી જ મને કેવી રીતના ટ્રીટ કરે છે. મારા પર કેવો હક્ક જતાવે છે. તો લગ્ન પછી તો એને પૂરેપૂરી છૂટ મળી જશે મને ટોર્ચર કરવાની. ગરદનમાં હજી પણ ચચરે છે. જાનવરની જેમ મને નખ માર્યાં. તો લગ્ન પછી બંધ રૂમમાં હું અને રજત એકલાં હોઈશું ત્યારે ખબર નહીં રજત મને કેટલું હર્ટ કરશે." વિચારતા વિચારતા મેહાની આંખમાંથી આંસુ આવી જાય છે. "એ જાનવર સાથે હું આખી જીંદગી કેવી રીતના કાઢીશ? એ monster સાથે તો લગ્ન કરવા જેવા જ નથી."

મેહા સાંજે ચા પીને ચાલવા ગઈ. ગાર્ડનમાં બેસી નાના બાળકોને રમતાં જોઈ રહી. ત્યાં જ એની બાજુમાં આવીને કોઈ બેસી ગયું. મેહાએ નજર કરી તો રજત હતો. રજતે મેહાના વાળ હટાવી ગરદન પર અંગૂઠો ફેરવતા કહ્યું "હજી પણ દર્દ થાય છે?"

મેહા કંઈ બોલતી નથી.

રજતની પકડ ગરદન પર મજબૂત થઈ.

રજત:- "કેમ બોલવાનું જોર આવે છે?"

મેહા:- "રજત પ્લીઝ છોડ. મને દર્દ થાય છે."

રજત હાથ હટાવી લે છે.

મેહા:- "કેવા સવાલો પૂછે છે? હું કંઈ પથ્થરની બનેલી છું કે મને દર્દ ન થાય."

રજત:- "માથું દુઃખતું હતું તે સારું થયું?"

મેહા:- "હા..."

રજત:- "લગ્ન પછી રોજ રાત્રે જગાડીશ."

મેહા કંઈ બોલતી નથી.

રજત:- "ઑકે બધું સારું જ છે તો તને હવે વધું દર્દ આપી શકું."

મેહા:- "રજત તું મને વધારે દર્દ નહીં આપી શકે સમજ્યો? તું અત્યારે જ મારી સાથે આવું કરે છે તો ખબર નહીં લગ્ન પછી તું મારી સાથે શું કરશે? મને નથી લાગતું કે હું તારી સાથે લગ્ન કરી શકીશ."

રજત:- "સારું જ છે કે તું મારી સાથે લગ્ન નથી કરવાની."

રજત મેહાના દિલ પર હાથ રાખી કહે છે "બહું પેઈન થાય છે ને દિલમાં! જો તું મારી સાથે લગ્ન કરી લેતે તો અહીં જ...આ જગ્યાએ જ તને લવ બાઈટ આપતે. મારા નખના નિશાનને તો તું સહન ન કરી શકી તો દાંતના નિશાનને કેવી રીતના સહન કરી શકીશ?"

જેવો રજતે મેહાના દિલ પર હાથ મૂક્યો કે મેહા નું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. મેહાની શ્વાસ લેવાની પ્રક્રિયા ઝડપી થઈ ગઈ.

મેહાને રજતની વાતથી હર્ટ થતું હતું.

મેહા:- "રજત તું પહેલાં તો આવો નહોતો. શું થઈ ગયું છે તને? તું એકદમ જાનવર બની ગયો છે. Monster છે તું."

રજત:- "જાનવર અને Monster...ગમ્યું મને આ નામ...અને મને સૂટ પણ થાય છે. તારા માટે તો હું જાનવર જ છું. અને મને જાનવર કોણે બનાવ્યો? તે બનાવ્યો છે."

મેહા રજતનો હાથ હટાવતા બોલે છે "આટલી સહજતાથી મને ટચ કરવાની તારી હિમંત જ કેમ થઈ? તને ખબર પણ છે કે ક્યાં હાથ મૂક્યો છે તે?"

રજત:- "હાથ હટાવવાનું અત્યારે યાદ આવ્યું? તરત ન હટાવી દેવાય... કે પછી મેં ત્યાં તને સ્પર્શ કર્યું એટલે ગમ્યું?"

મેહાને રજતની વાત સાંભળી ખૂબ ગુસ્સો આવ્યો. રજતના ગાલ પર મેહાએ થપ્પડ મારી.

મેહા ચૂપચાપ ઘર તરફ ચાલવા લાગી. રજત પણ ઘર તરફ જવા લાગ્યો. જતાં જતાં રજત ઉભો રહી ગયો. ફરીને મેહા તરફ જોયું અને કહ્યું "મેહા એક મીનીટ."

મેહા ત્યાં જ ઉભી રહી ગઈ.

રજત મેહાની નજીક આવ્યો.

મેહા રજત તરફ ફરી પણ નહીં.

રજત:- "આ વખતે હું તારી પાછળ નહીં આવું તો સારી રીતે ઠંડા મગજે વિચારી લેજે. છેલ્લી વખત પૂછું છું. લગ્ન કરવાની છે કે નથી?"

મેહા કંઈ બોલતી નથી અને ઘર તરફ ચાલવા લાગે છે. મેહા સીધી પોતાના રૂમમાં જતી રહે છે. મેહા રજતને લીધે એટલી‌ ડિસ્ટર્બ હતી કે મેહા સીધી બાથરૂમમાં ભરાઈ ગઈ અને શાવર ચાલું કરી દીધો. મેહાને વારંવાર રજત અને રજતની વાતો યાદ આવતી.

નિખિલ ક્રીનાને લેવા ગયો હતો. થોડી જ વારમાં નિખિલ અને ક્રીના આવી રહે છે. નિખિલ અને ક્રીના ફ્રેશ થવા રૂમમાં જાય છે. ક્રીના મમતાબહેનને રસોડામાં થોડી મદદ કરે છે.

મમતાબહેન:- "ક્રીનાબેટા હવે રસોઈ બની ગઈ છે. તું થોડીવાર આરામ કરી લે."

ક્રીના:- "જી મમ્મી. હું મેહાને પણ સરખી રીતના મળી નથી. તો હું એની સાથે થોડી વાતો કરી લઉં."

મમતાબહેન:- "સારું."

મેહા‌ ખાસ્સીવાર સુધી શાવર નીચે ઉભી રહી.

ક્રીના મેહાના રૂમમાં આવે છે. ક્રીનાએ રૂમમાં જોયું તો મેહા નહોતી. બાથરૂમમાંથી શાવરનો અવાજ આવતો હતો એટલે ક્રીનાને ખ્યાલ આવી ગયો કે અંદર મેહા શાવર લઈ રહી છે.

ક્રીનાએ બાથરૂમનો દરવાજો ખટખટાવ્યો. મેહા નું ધ્યાન અવાજ તરફ ગયું. મેહાને ત્યારે જ ખ્યાલ આવ્યો કે પોતે કપડાં અને ટૉવેલ તો લાવી નથી.
મેહાએ શાવર બંધ કર્યું અને બાથરૂમનો થોડો દરવાજો ઉઘાડ્યો.

મેહા:- "ક્રીનાભાભી પ્લીઝ જરા ટૉવેલ અને કપડાં આપી દેજો."

ક્રીનાએ ટૉવેલ અને કપડાં મેહાને આપ્યા.

મેહા થોડી જ મીનીટોમાં ચેન્જ કરી બહાર આવી.

મેહા:- "ભાભી સવારે તમને મળાયું નહોતું. સારું થયું તમે મારા રૂમમાં આવી ગયા. હું બસ આવવાની જ હતી."

મેહાની વાત પરથી, આંખો પરથી, ચહેરા પરથી ક્રીનાને ખ્યાલ આવી ગયો હતો કે મેહા થોડી ઉદાસ છે.

ક્રીના:- "રજત સાથે ઝઘડો થયો?"

રજત નું નામ સાંભળી મેહા વધુ ઉદાસ થઈ ગઈ.
પણ મેહાએ પોતાની જાતને સંભાળી લીધી.

મેહા:- "ના ભાભી એવું કંઈ જ નથી."

ક્રીના:- "I know કે રજત થોડો ગુસ્સાવાળો છે. કોઈક વાર તો હું પણ એને સમજી શકતી નથી.
ઘરમાં તો એવી રીતના બિહેવ કરે છે કે હું એની નાની બહેન છું. શોર્ટ ડ્રેસ પહેરું તો મને ના પાડે છે અને ધમકાવતો રહે છે."

મેહા:- "હા કદાચ સાવિત્રીઆંટી પર ગયો હશે."

ક્રીના:- "મમ્મી પર? નહીં તો?"

મેહા:- "સાવિત્રીઆંટી પણ ગુસ્સો કરે છે ને?
I mean કે સાવિત્રીઆંટી થોડા કડક છે ને?"

ક્રીના:- "એક મીનીટ મેહા...તને આ વાત કોણે કહી?"

મેહા:- "રજતે..."

ક્રીના:- "રજતે તો મજાકમાં જ કહ્યું હશે. મમ્મી તો બિલકુલ પણ કડક નથી."

મેહા મનોમન જ બોલે છે "હજી એક જૂઠાણું... કેટલું જૂઠું બોલીશ રજત."

મેહા અને ક્રીના થોડીવાર વાત કરે છે. થોડીવાર પછી ક્રીના પોતાના રૂમમાં જતી રહે છે.

મેહા જમીને સૂઈ જાય છે. આંખ બંધ કરે છે કે આંખમાંથી આંસુ વહે છે. મેહાએ મોબાઈલ ચેક કર્યો. પણ રજતનો એક પણ મેસેજ નહોતો. મેહાને એમ કે રજતનો ફોન આવશે. રજતનો ફોન પણ ન આવ્યો.

બીજા દિવસે સવારે મેહા ઉઠી. ઉઠીને તરત જ મોબાઈલમાં જોયું પણ રજતનો ન તો કોઈ મેસેજ હતો ન તો કોઈ ફોન. ગઈકાલે થપ્પડ મારી હતી એટલે કદાચ...પણ રજતને ક્યાં થપ્પડની અસર થાય છે. એ પહેલાં પણ થપ્પડ મારી હતી. ત્યારે લાગ્યું હતું કે રજત હવે મારી પાછળ નહીં આવે.
એનો મેસેજ નહોતો આવ્યો તો હું બેચેન બની ગઈ હતી. પણ મને શું ખબર કે રજત ઑફિસમાં બિઝી હશે. અને સાંજે મને મળવા પણ આવ્યો હતો.

આજે પણ કંઈક એવું જ થશે. ઑહ તો રજત આવું કરીને મને તરસાવવા માંગે છે. મેહાના ચહેરા પર સ્માઈલ આવી ગઈ.

મેહા સાંજ પડવાની રાહ જોવા લાગી. મેહાનો ટાઈમ જલ્દી નહોતો જતો.

સાંજે મેહા ચાલવા ગઈ. ગાર્ડન સુધી પહોંચી ગઈ પણ રજત ક્યાંય નજરે ન પડ્યો. મેહા બાંકડા પર જઈને બેસી. મેહા મનોમન કહે છે "હમણાં મારી નજીક આવીને બેસી જશે." મેહા થોડી થોડી મિનીટે આસપાસ નજર કરતી કે હમણાં રજત આવશે.

રજતની હરકતોને યાદ કરતા કરતા મેહાના ચહેરા પર સ્માઈલ આવી જતી. ખાસ્સા સમય સુધી મેહા રજતની હરકતોને યાદ કરતી રહી.

સાડા સાત થવા આવ્યા હતા પણ હજી સુધી રજત નહોતો આવ્યો. મેહા હવે અકળાઈ ગઈ. રજત પર ગુસ્સો આવ્યો. મેહા ગાર્ડનમાંથી બહાર નીકળી. મેહા ચાલવા લાગી. સામેથી આવતા દરેક લોકોમાં મેહા રજતને શોધી રહી હતી.

મેહાના કદમ આપોઆપ જ રજતના ઘર તરફ આગળ વધે છે. ઘર આવતાં જ મેહા ડોરબેલ વગાડે છે. દરવાજો ઉઘડે છે.

સાવિત્રીબહેન:- "બેટા તું અહીં? અંદર આવ."

મેહાને ખ્યાલ આવ્યો કે પોતે રજતના ઘરે આવી ચઢી છે.

મેહા:- "આંટી રજત ક્યાં છે? મારે રજતનુ થોડું કામ હતું."

સાવિત્રીબહેન:- "એના દોસ્તારો સાથે ગયો છે. થોડીવારમાં આવી જશે."

મેહા લગભગ કલાક જેવી બેઠી પણ રજત ન આવ્યો.

મેહા:- "આંટી હું હવે જાઉં છું."

સાવિત્રીબહેન:- "હું ડ્રાઈવરને કહું છું...તને મૂકી આવશે."

મેહા:- "આંટી હું જતી રહીશ."

સાવિત્રીબહેન:- "બેટા હું તને એકલીને નહીં જવા દઉં. ડ્રાઈવર તને મૂકી આવશે."

મેહા કારમાં બેસી જાય છે. મેહા ઘરે પહોંચે છે.

મેહાએ જમીને રજતને ફોન કર્યો. રજતનો ફોન જ ન લાગ્યો. મેહાએ મેસેજ કર્યો. મેહા સ્વગત જ બોલે છે "ફરી રજતે મને બ્લોક કરી દીધી."

મેહાએ ડિપ્રેશનની દવા લીધી.

મેહા રજત માટે ઝૂરતી રહી પણ રજતનો કોઈ મેસેજ ન આવ્યો ન તો કોઈ ફોન.

સવારે રજત ઉઠ્યો. રજતે આંખો ઉઘાડી તો સામે મેહા બેઠી હતી. રજત વોશરૂમ ગયો. બ્રશ કરીને નાહીધોઈ કમર પર ટોવેલ વીંટાળી રૂમમાં આવ્યો.

મેહા રજત તરફ જોઈ રહી પણ રજતે નજર સુધ્ધાં ન કરી. રજતે જીન્સ પહેરી રહ્યો હતો. થોડીવાર સુધી બંન્ને ચૂપ રહ્યા. રજત ટોવેલથી ભીના વાળને લૂછી રહ્યો હતો.

મેહા ધીરેથી બોલી "રજત..."

રજત કંઈ બોલ્યો નહીં. મેહા રજતની નજીક ગઈ.

મેહા:- "રજત..."

રજતે એવી રીતના બિહેવ કર્યું કે જાણે મેહાની વાત જ ન સાંભળતો હોય. મેહાએ ધીરેથી રજતનો હાથ પકડી લેતા કહ્યું "રજત કંઈ તો બોલ."

રજતે પોતાનો હાથ છોડાવી દીધો. રજતના આ વર્તનથી મેહાની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા.
મેહા રજતને વળગી પડી. મેહાએ રજતની છાતી પર માથું ટેકવ્યું. વળગી પડતા જ મેહાની આંખોમાંથી આંસુ સરી પડ્યા.

રજત એમજ ઉભો રહ્યો. મેહાને એમ કે રજત મને પોતાની બાહુપાશમાં જકડી લેશે. પણ રજત એમ જ ઉભો રહ્યો.

મેહા:- "રજત પ્લીઝ મને તારી બાહોમાં લઈ લે. મને ઈન્સિક્યોર ફીલ થાય છે."

પણ રજતને કોઈ અસર ન થઈ.

રજતે મેહાને પોતાનાથી અળગી કરી.

મેહા રજતથી અળગી જ થવા નહોતી માંગતી. મેહા ચૂપચાપ રડી રહી હતી. મેહા રડતાં રડતાં નીચે બેસી પડી. રજતના ઘુંટણ પકડી લીધાં. મેહાએ રજત તરફ જોયું પણ રજતને કોઈ ફરક ન પડ્યો.

મેહા રડતા રડતા જ બોલે છે "રજત પ્લીઝ કંઈ તો બોલ. તારે જે સંભળાવવું હોય તે સંભળાવ. તારે મારી સાથે જે કરવું હોય તે કર પણ પ્લીઝ કંઈ તો બોલ. રજત તારા વગર હું નહીં રહી શકું."

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED