bhoot ni adhuri ichchha books and stories free download online pdf in Gujarati

ભૂત ની અધૂરી ઈચ્છા

હજુ તો થોડા દિવસ પહેલા રોનક ના લગ્ન થયા હતા. ગામ માં ઘર નાનું હતું ને કોઈ કામ પણ મળતું ન હતું એટલે રોનક તેની પત્ની ને લઇ એક શહેર આવી ગયો. ત્યાં એક નાનું મકાન ભાડે તો મળી ગયું પણ તેને કામ મળતું ન હતું. બે દિવસ પછી એક ન્યૂઝ પેપરમાં એક જાહેરાત આવી તે જાહેરાત હતી એક ચોકીદાર ની નોકરી ની તે હતી એક પાર્ક માટે ની.

તે દિવસે રોનક તે પાર્ક ના માલિક ને મળ્યો ને ચોકીદાર ની નોકરી માટે ની વાત કરી. માલિકે પાર્ક ની ચોકીદારી કરવા માટે રોનક ને પરમિશન આપી ને કાલ થી જોઈન થવાનું કહ્યું. પાર્કમાં ચોકીદારની નોકરી મળતાં રોનક તો ખુશ ખુશ થઈ ગયો.

રોનક નો આજે પહેલો દિવસ હતો. સવારથી સાંજ સુધી શાળાના બાળકો, વૃદ્ધો અને પ્રેમાળ યુગલો પાર્કમાં આવતા હતા. પાર્ક માં આનંદકારક વાતાવરણથી રોનક આનંદિત થયો હતો અને ક્યારેક અંદર લટાર પણ મારવા જતો. તેની નોકરી સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી હતી, પહેલો દિવસ પૂરો કરી તે રાત્રે તેના ઘરે પહોંચ્યો ને તેની પત્ની ને આજ ની બધી વાતો કરી. તે તેની પત્ની સાથે ખુશી વ્યક્ત કરવા લાગ્યો, હું પણ કમાવવા લાગ્યો, તેથી તેની પત્ની પણ ખુશ થઈ તેને હગ કરવા લાગી.

બીજે દિવસે રોનક થોડો વહેલો જઈ પાર્ક ની બાજુમાં ચક્કર લગાવ્યું ત્યારે તેને પાર્ક ની બાજુ માં એક જૂનું સ્મશાન જોયું. જે ચારે બાજુ દિવાલ વાળું હતું છે. તે દિવસે તેણે લોકો પાસે થી તે સ્મશાન વિશે જુદી જુદી રીતે વાતો સાંભળી. પણ રોનક ની દિવસ પાળી હતી એટલે તે બિન્દાસ થી ચોકીદારી કરતો ને દિવસ પણ જલ્દી પસાર થઈ જતો.

એક મહિના પછી રોનક ની પાળી બદલાઈ ગઈ. હવે મહિનામાં તેને રાત્રે ચોકિદારી કરવાની હતી, જોકે પાર્ક માં એક રૂમ હતો તે સૂવાની વ્યવસ્થા માટે હતો. પણ રાત્રે પાર્ક માં કોઈ આવતું ન હતું. અને ત્યાં આમ કોઈ પાર્ક ને નુકસાન પણ કરતું ન હતું. તે સાંજે રોનક પાર્કમાં ગયો કે તરત જ નાઇટ ચોકીદારે તેને કહ્યું કે તમે નવા છો અને તમે રાત્રે પહેલીવાર ચોકીદારી કરી રહ્યા છો. જો કોઈ મહિલાનો અવાજ રાત્રે સંભળાય, તો તમારે ડરવું નહીં કે તે અવાજ પર ધ્યાન આપવું જોઈએ નહીં, પરંતુ આ અવાજ ફક્ત ક્યારેક ક્યારેક આવે છે, તે અવાજ અહીં નજીકના સ્મશાનથી આવે છે.

રોનક તે ચોકીદાર ને કહ્યું હું ભૂત પર વિશ્વાસ કરતો નથી કારણ કે મેં આજ સુધી ભૂત જોયું નથી. પરંતુ લોકો ના મુખ માંથી ભૂત ની જુદી જુદી વાતો સાંભળી છે. પણ હું બધી વાતો બકવાસ માનું છું. તે ચોકીદાર સમય થયો એટલે ત્યાં થી નીકળી ગયો.

ગેટ પાસે ખુરશી નાખી રોનક ચોકીદારી કરવા લાગ્યો. તે થોડો દુઃખી હતો આજે પહેલી વાર રાત્રે તે તેની પત્ની થી દુર હતો. વિચારતો વિચારતો રાત ના બાર થયા ત્યાં તો તેને ઊંઘ આવી ગઈ. રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસનો સમય થયો. કોઈ સ્ત્રીનો અવાજ સાંભળ્યો. રોનક જાગી ને ઉભો થયો અને બેઠો. તે સ્ત્રી નો અવાજ રડતો હોય તેવું લાગી રહ્યું હતું. થોડી વાર રોનક તે અવાજ સાંભળતો રહ્યો પણ તે અવાજ બંધ થવાનું નામ ન લેતો હતો. આખરે તેણે અવાજની દિશામાં એક પથ્થર માર્યો.

ત્યાં અવાજ અટકી ગયો. થોડી વાર સુધી કોઈ અવાજ આવ્યો નહિ એટલે રોનક ફરી પલંગ પર સૂવા લાગ્યો. ફરીથી તે જ મહિલાનો અવાજ આવવા લાગ્યો આ વખતે સાથે નાના બાળકનો રડવાનો અવાજ આવવા લાગ્યો. રોનક ડરી ગયો. તેને ચોકીદારની કહેલી વાતો યાદ આવવા લાગી.

રોનક તે અવાજ ને ગંભીતાપૂર્વક લીધો નહિ તે અવાજ તરફ ડર્યા વગર ગયો પણ કોઈ દેખાયું નહિ પણ અવાજ સતત આવી રહ્યો હતો. તે અવાજ તરફ આગળ વધતો ગયો ત્યાં તે સ્મશાન પાસે પહોંચી ગયો. સામે દિવાલ આવી ગઈ પણ કોઈ દેખાયું નહિ પણ અવાજ વધુ આવતો જતો હતો. દિવાલ પાસે થી અવાજ કર્યો કોણ છો આપ ને તમે કેમ રડી રહ્યા છો.?

ત્યાં અવાજ થોડો થંભી ગયો. એટલે ફરી રોનક બોલ્યો તમે જે હોય તે સામે આવો આમ ચૂપી રીતે રડવાથી કોઈ ફાયદો નથી તમે મને કહો તો હું તમારી મદદ કરી શકું.
આ સાંભળી ને દિવાલ પાસે એક તેજ પ્રકાશ થયો ને એક સફેદ સાડી માં એક મહિલા બાળક સાથે પ્રગટ થઈ. તેના લાંબા લાંબા વાળ પગ સુધી લહેરાતા હતા. કોઈ પરી હોય તેવું લાગી રહ્યું હતું. એક સાદી દેખાતી મહિલા જોઇને રોનક નો થોડો ડર પણ દૂર થઈ ગયો.

રોનક તેને ફરી કહે છે તારે મારી મદદ ની જરૂર હોય તો કહે મારે મારી ડયુટી કરવા જવું છે. તે મહિલા કઈ બોલી નહિ એટલે રોનક ચાલતો થયો. જેઓ રોનક ચાલતો થયો કે તરત તે મહિલા બોલી મારે તમારી મદદ ની જરૂર છે. તમે તે કામ કરી તો શકશો ને ?

રોનક પાછો ફર્યો ને કહ્યું બોલ મારા થી જે મદદ થશે તે કરવા હું તત્પરતા દર્શાવું છું. પેલા તમે જણાવો તો...

તે મહિલા માંડી ને વાત કરી.
હું અઢાર વર્ષની હતી ત્યારે હું હર્ષ નામના છોકરા ના પ્રેમ મા પડી. અમે આ પાર્ક માં રોજ વાતો કરવા આવતા અને રોમેન્ટિક પળો પણ માણતા. ધીરે ધીરે અમારો પ્રેમ એટલો મજબૂત થઈ ગયો કે અમે અમારી હદ વટાવી દીધી ને લગ્ન પહેલા હું માં બનવા જઈ રહી હતી. મે હર્ષ ને વાત કરી તો હર્ષ તો લગ્ન કરવા માની ગયો સાથે સાથે તેના માં બાપ પણ અમારા લગ્ન માટે રાજી થઈ ગયા.પણ...

જયારે આ વાત મારી ઘરે થઈ કે તરત મારા હર્ષ ને મારા પિતા એ મોત ને ઘાત ઉતારી દીધો. તે પણ આ પાર્ક માં જ્યારે મને ખબર પડી એટલે હું ત્યાં પાર્ક માં પહોચી જોયું તો મારો હર્ષ મૃત્યુ પામ્યો હતો. મારા હર્ષ ને હું મૃત અવસ્થા માં જોઈ શકી નહિ ને મે પણ ત્યાં તેની વિરહ માં દમ તોડી દીધો.

હું મારા પ્રેમ ને પામી શકી નહિ તે વાત નું દુઃખ હતું પણ અમે ભૂત બન્યા પછી સાથે રહવા લાગ્યા. મારા પિતાજી હંમેશા તાંત્રિક સાથે રહેતા એટલે આ વાત મારા પિતાજી ને ખબર પડતાં તેને ભૂત હર્ષ ને તાંત્રિક દ્વારા મંત્ર થી એક બોટલ માં પૂરી ને અહી દફનાવી દીધો છે. મને અફસોસ છે કે હું હર્ષ ને જીવતા પણ પામી શકી નહિ ને મરતા પણ નહિ. મારી એક મદદ કરો.

આ પ્રેમ ની સ્ટોરી સાંભળી ને રોનક ની આંખ માં આશું આવી ગયા ને કહ્યું. બોલો તમે જે કહેશો તે કરવા હું તૈયાર છું.

ત્યારે તે મહિલા બોલી કે અહી એક બોટલ ને દફનાવી દેવામાં આવી છે તેને બહાર કાઢી ને મારા હર્ષ ને મુક્ત કરી દો.

પણ મને કઈ થશે તો નહિ ને રોનક આશ્ચર્ય થી કહ્યું.

ના ના તમે ડરશો નહિ તમે એક સારું કામ કરવા જઈ રહ્યા છો હું તમારી સાથે જ છું.

રોનક તે મહિલા એ કહ્યું તે જગ્યાએ ખોદવાનું શરુ કર્યું ત્યાં જમીન માંથી એક બોટલ દેખાઈ તેને તેણે બહાર કાઢી અને તેનું ઢાકણ ખોલ્યું ત્યાં એક દિવ્ય પ્રકાશ તેમાંથી બહાર આવ્યો ને સામે ઉભેલી મહિલા પાસે જઈ બંને પ્રકાશ એક થઈ લુપ્ત થઈ ગયા. ત્યાં એક સુગંધ પ્રસરી ગઈ.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED