વિધવા હીરલી -9 ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિધવા હીરલી -9

પ્રીતના ત્યાગને ભાગ્ય ગણીને પોતાની જિંદગીમાં ફરી વ્યસ્ત થવાની કૌશિશ કરી રહ્યા હતા. કાપેલા પ્રીતના થડમાં ફરી કુંપણ ન ફૂટે તેવા ડરથી ભાણભાએ પોતાનો મુકામ શહેર તરફ આગળ ધપાવ્યો.એમ પણ ગામમાં રોજગારી મેળવવી કે ખેતીથી ઘર નભાવવું કપરું હતું. શહેરમાં એક કારખાનામાં કામ મળી રહે તે માટે પેહલેથી જ પિતરાઈ ભાઈ સાથે ગોઠવી રાખ્યું હતું.

કાંટાઓની જેમ ચુભતી યાદોની પીડાને હરવી કરવા માટે ભરત ગૂંથણમાં પોતાની યાતાનાને ગૂંથે છે.ઘર અને ખેતીના કામમાં પોતાની જાતને પરોવી દે છે.આ તો જિંદગીના સંઘર્ષોથી ઠોકર ખાધેલી હતી એટલે કારજું કઠણ બની જ જાય. સ્ત્રી એકલી હોઈ, કોઈ પણ પાસે સહારાની આશ ન હોઈ તે સ્ત્રીમાં પુરુષો કરતાં વધુ બળ, શક્તિ સાહસ અને હિંમત આવી જતી હોય છે, એટલે જ તો સ્ત્રીને શક્તિ સ્વરૂપે માનવામાં આવે છે. એ શક્તિને મા અંબા કે ભવાની સ્વરૂપે પૂજા અર્ચના કરે પણ સ્ત્રીના માટે આ દૃષ્ટિનો અભાવ જ રહે છે. બસ, આ જ અનુભવ હીરલીને થઈ રહ્યો હતો.

રાતના અંધકારમાં દીવાના પ્રકાશ ઘરમાં અજવાળું પાથરી રહ્યું હતું. હીરલી પોતાના ભરત કામમાં વ્યસ્ત હતી અને કાનુડો સૂઈ રહ્યો હતો.એટલા એક નરાધમ ઘરમાં વાવાઝોડાના માફક ધસી આવે છે.

"કોણ સે તુ? શમ આવ્યો સે?" હીરલી પોતાના મિજાજમાં બોલે છે.

" શમ ડરે સે તુ? હું તો તારી એકલતા દૂર કરવા આવ્યો સુ." દીવાને હોલવીને હીરલી તરફ આગળ વધ્યો.

" મૂળજી તુ સે. તારી હિંમત શમ થઈ અહી આવાની."

મૂળજી હીરલીનો હાથ પકડે છે અને બરજબરી કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ હીરલી કમજોર ન્હોતી, એ તો વાઘણ જેવી હતી, અને એ પણ છંછેડાયેલી હતી એટલે વધુ ઘાતક જેવી હતી. મૂળજી અને હીરલીની વચ્ચે ઝપાઝપી થાય છે. આ ઝપાઝપીમાં કાનુડો જાગી જાય છે.તે રાતના અંધકારમા આ દૃશ્ય જોઈને ડરી જાય છે અને રડવા લાગે છે. હીરલીના હાથમાં દાતરડું આવી જાય છે અને મૂળજીના હાથ પર મારી દે છે. મૂળજીને હાથે ઘા થવાના લીધે ત્યાંથી ભાગી નીકળે છે.

"ઉભો'રે તારું કાસળ કાઢી દવ." કહીને જોરથી દાતરડું છૂટું મારે છે.
દીવો પ્રગટાવીને કાનુડાને બાથમાં ભરી લે છે.
" મા, કુણ હતું? " ડરતા અવાજે કાનુડો બોલ્યો.

" કોઈ સોર આવ્યો'તો સોરી કરવા. તું રોવાનું બંધ કર , મારો બહાદુર છોરો છે ને તુ." કહીને કાનુડાને શાંત કરાવે છે.

" શેટલુ અભાગ્યું જીવન સ આ વિધવાનું. એકલી સ્ત્રી રહે તો નરાધમો ખૂન ચુસવા આવી જાય અન સમાજ બીજા લગન કરવામાં મર્યાદાની રેખા ખીસી દે સ. કર તો કર સુ અબળા. શેટલાક આદમીઓ ખરાબ નજર નાખતા હોઈ સ તો શેટલાક અપશબ્દો બોલતા હોય સ અન આના જેવા નરાધમો બળજબરી કરતા હોઈ સ. મુખીનો છોરો હોવા છતાં આવા હલ્કા કામ કર સ." હીરલી પોતાના જેવી વિધવાની વ્યથા મનમાં વાગોળતી હોઈ છે.

વાસ્તવમાં સ્ત્રીઓની સ્થિતિ આવી જ હોઈ છે. કેટલાક આર્થિક, સામાજીક કે રાજકીય રીતે બળવાન પુરુષો કેટલીય સ્ત્રીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને શિકાર કરતા હોઈ છે.

કાનુડા પર એ ઘટનાની અસર ખૂબ જ આઘાત સમાન પડી.અસહ્ય તાવથી પીડાવા લાગ્યો. હીરલીએ ઘરઘથ્થુ બધા જ નુસખા કર્યા. માથા પર મીઠાના પાણીના પોતા મૂક્યા, કાંસાના વાસણ વડે હાથ અને પગમાં ઘસ્યું, છતાં પણ તાવ ઉતરવાનું નામ જ ન લઈ રહ્યો હતો.હવે, છેવટે એક જ રસ્તો વધ્યો હતો, વૈદ્ય મહારાજ. તેઓ ગામના વૈદ્ય હતા અને મંદિરના પૂજારી પણ.

હીરલી કાનુડાને તેડીને વૈદ્ય મહરાજની પાસે જવા નીકળે છે. મંદિરમાં અખાત્રીજનું હવન શરૂ હતું. આ હવન મેઘરાજાને પ્રસન્ન કરવા માટે દર વર્ષે અખાત્રીજના દિવસે કરવામાં આવતું હતું. જેથી ખેતી માટે સારું વર્ષ નીવડે. હીરલી હવન જોઈને પોતાના પગને થોભાવી દે છે કારણ કે ગામની ધાર્મિક ક્રિયા કે ઉત્સવમાં વિધવાના પગ પડે તો અપશુકન ગણવામાં આવતુ.જ્યારે પોતાના દીકરા પર આચ આવે છે ત્યારે મા બધાજ સંજોગો સામે લડવા માટે તૈયાર થઈ જાય છે. હીરલી કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના મંદિરમાં પ્રવેશ કરે છે અને વૈદ્ય મહરાજને ઈલાજ કરવા આજીજી કરે છે. હવનમાં બેઠેલા ગામના મુખીની લાવાથી ધગધગતી આંખે હીરલીને જોઈ રહ્યા. ગામના કેટલાક માણસો ત્યાં હયાત હતા એ પણ ઉપહાસ કરતા જુવે છે.પણ, હવન શરૂ હતુ એટલે બાધા ન ઉદભવે એ હેતુથી ચૂપ જ રહી જાય છે. હીરલી કાનુડાનો ઈલાજ કરીને ઘરે તો જાય છે પણ અંજામ બહુ જ ખરાબ આવનારો છે એની ભીતિથી વાકેફ હતી.જેના માથે સમય જ ખરાબ બનીને મંડરાઇ રહ્યો હોઈ તે સારું કામ કરવા જાય તો પણ એનો દાવ ઉલ્ટો જ પડે છે,એવું જ ભાગ્ય હીરલીનુ હતુ.

ખોળામાં સૂતેલા કાનુડાના માથા પર વ્હાલથી હાથ ફેરવતી હિરલી, યાદોના સથવારે ભૂતકાળમાં ખોવાઈ ગઈ હતી. એટલામાં જ બારણું ખખડાવતા , " હીરલી, બારણું ખોલ, મુખી આવ્યા સે." ભૂતકાળની યાદો માંથી પાછી આવે છે અને તે સ્મરણોને મારિયે ચડાવી દે છે.


ક્રમશ:..........