khubsuratini chhelchha books and stories free download online pdf in Gujarati

ખૂબસૂરતીની ઘેલછા

ઉફ નૈના આ દિલ્લીનું પ્રદુષણ.આ પ્રદુષણથી તો મારા ચહેરાની વાત લાગી જાય છે.

અરે સ્વાતિ જસ્ટ ચીલ બેબી.શુ એવ્રી ટાઈમ ચહેરો ચહેરો કર્યા કરે.

ઓય નૈના એ તને નાં ખબર પડે યાર.આ ચહેરો જ તો છે જેની પાછળ આ પુરી દુનિયા દીવાની છે અને મને તો હંમેશા આ ચહેરાને ખૂબસુરત રાખવુ ગમે છે.

સાચું કહુ નૈના જો આ પુરી દુનિયામાં મારી સૌથી પ્રિય કોઈ ચીજ હોય તો એ છે મારી ખૂબસૂરતી.એની માટે તો હું ભગવાનનો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે.

સારુ સ્વાતિ એક વાત બોલ તને તારી લાઈફમાં કેવો છોકરો ગમે?

લે નૈના. એ પણ કઈ પૂછવાનું હોય.

તુ તો જાણે જ છે કે મને ખૂબસૂરતી કેટલી પસંદ છે.એટલે મને ખુબસુરત છોકરો જ ગમે. ટોલ, ડાર્ક,હેન્ડસમ,રિચ,ગુડ લુકિંગ,એજ્યુકેટેડતમામ ગુણ જેની અંદર હશે એ છોકરો મારા મનનો માણીગર બનશે.

ઓહ સ્વાતિ આજના સમયમાં આ બધા ગુણો તો કોઈ ની પણ અંદર જોવા નથી મળતા. ભગવાને કોઈને પણ સર ગુણ સંપન્ન નથી બનાવ્યાં. દરેકમાં કોઈ એક ખામી તો હોય જ છે.

બીજી વાત સ્વાતિ કે તુ જે આ રૂપનો હંમેશા મોહ રાખે છે ને ડીયરકાઈ કાયમ નથી રહેવાનું. ઢળતી ઉંમર જોડે રૂપ ઓછું જ થાય છે. એટલે તુ જે આ રૂપ પ્રત્યે આટલી ઘેલછા રાખે છે એ સારુ નથી.

જે પણ હોય નૈના.પણ હુ ખુબસુરત છું એટલે હું એવા જ છોકરા જોડે લગ્ન કરીશ જેની અંદરતમામ ગુણો હોય.

આવી વાતો કરતા કરતા બંને ક્લાસમાં પ્રવેશે છે.ત્યાં સૌમિલ સ્વાતિને જોઈને સ્માઈલ આપે છે.પણ સ્વાતિ એની સામું મોઢું બગાડે છે.

સૌમિલ ક્લાસનો ખૂબ હોશિયાર છોકરો છે.પણ દેખાવે એ સામાન્ય છે.રંગ એનો સાવલો.સૌમિલ સ્વાતિને પસંદ કરે છે.પણ સ્વાતિ સૌમિલની હંમેશા અવગણના કરે છે. કૉલેજનાં છેલ્લાં વર્ષમાં સૌમિલે સ્વાતિને પ્રપોઝ કર્યું હતું. પણ સ્વાતિએ સૌમિલનું અપમાન કર્યું હતું.

સૌમિલ તારી હિંમત કઈ રીતે થઈ મને પ્રપોઝ કરવાની. ક્યાં હુ અને ક્યાં તું. થોડો વિચાર તો કર.

સ્વાતિ પ્રેમ ક્યારેય રૂપ જોઈને નથી થતો.બસ એ તો થઈ જાય છે.જે મને તારી જોડે થયો છે.સ્વાતિ એક દિવસ એવો આવશે કે જ્યારે તું મારા પ્રેમને યાદ કરીશ.

આવું કહી સૌમિલ ત્યાંથી જતો રહે છે.સ્વાતિ એની ઉપર હસી રહી હોય છે.

કૉલેજનાં ત્રણ વર્ષ પુર્ણ થઈ ગયા.એટલે સ્વાતિનાં ઘરવાળા સ્વાતિનાં લગ્ન માટે ઘણાં બધાં છોકરાંઓ જોય છે.પણ સ્વાતિ પોતાના રૂપનાં અભિમાનને કારણે બધાને રિજેક્ટ કરી નાંખે છે.એમ ને એમ જ વર્ષો વીતતા જાય છે.પણ સ્વાતિની ઘેલછા ઓછી નથી થતી.હજી પણ એનાં મનમાં એક જ ઘેલછા હતી કે જે છોકરો સર્વ ગુણ સંપન્ન હશે એની જોડે જ લગ્ન કરીશ.

સ્વાતિની ઉંમર હવે વધું થઈ ગઈ હતી.એટલે એનું રૂપ પણ ઝાંખું થઈ રહ્યુ હતું. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.પહેલા સ્વાતિ બધાને નાં પાડતી હતી.હવે સ્વાતિને બધા છોકરાઓ ના પાડતા હતાં.

સ્વાતિ આજે એનાં કૉલેજ સમયનાં ફોટા કાઢીને જોતી હોય છે ત્યારે જ એને નૈનાની કહેલી વાત યાદ આવી જાય છે અને તેની આંખો ભીની થઈ જાય છે.સાથે સાથે જ એને સૌમિલ પણ યાદ આવી જાય છે.

કાશ મે સૌમિલ અને નૈનાની વાત સાંભળી હોત. તો આજે હું આ પરિસ્થિતિમાં નાં હોત.

સ્વાતિ નૈનાને ફોન કરે છે.પોતાના મનની વાત કરે છે.

નૈના કૉલેજની બધી જૂની વાતો સ્વાતિ જોડે મળીને યાદ કરે છે.ત્યાં જ નૈના સ્વાતિ જોડે સૌમિલની વાત કરે છે.

સ્વાતિ સૌમિલ બોમ્બેમાં એક ખૂબ જ મોટો સર્જન બની ગયો છે.

સ્વાતિ એક કામ કર ને ચાલને કાલે આપણે આપણી કૉલેજ પર જ મળીએ.

ઓકે નૈના કાલે આપણે કૉલેજ પર મળીએ.

બંને બીજા દિવસે કૉલેજ પર મળે છે.ત્યારે નૈના વિચારે છે કે આ એજ સ્વાતિ છે જેને પોતાના રૂપનો કેટલો ઘમંડ હતો.આજે એ રૂપની આવી હાલત.

યોગનુંયોગ એ જ સમયે સૌમિલ પણ કઈક કામ માટે કૉલેજમાં આવ્યો હોય છે.

ત્રણેયની મુલાકાત કૉલેજમાં થાય છે.

નૈનાને ઘરેથી ફોન આવે છે એટલે એ ત્યાંથી જતી રહે છે.એટલે સૌમિલ અને સ્વાતિ બંને એકબીજા જોડે વાતો કરવા લાગે છે.

સૌમિલ મારે તને એક વાત કહેવી છે.મે એ સમયે જે કર્યું હતુ એ માંફી ને લાયક તો નથી જ તો પણ હુ તારી પાસે માંફી માંગુ છું.સૌમિલ મને એ વાત માટે માફ કરીશ.મે તારુ અપમાન કર્યું હતુ.કેમ કે મને મારા રૂપનું ખૂબ જ ઘમંડ હતું. એ અભિમાન ,એ ઘેલછાની સજા આજે મને મળી રહી છે.

સૌમિલ હુ એકલતાનો અનુભવ કરી છે.હુ જાણી ગઈ છું કે જીવનમાં ખોટી રાખેલી ઘેલછા જીવનને બરબાદ કરી નાંખે છે.

સ્વાતિ આ સૌમિલે જીવનમાં એક જ સ્ત્રીને પ્રેમ કર્યો છે અને એ છે તું.

સૌમિલ ઘૂંટણીયે બેસીને સ્વાતિને કૉલેજમાં જ ફરી પાછું પ્રપોઝ કરે છે.

સ્વાતિ વીલ યુ મેરી મી?

સ્વાતિની આંખોમાંથી આસું સરવા લાગે છે અને એ સૌમિલને ગળે લગાવી દે છે.

રાજેશ્વરી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED