મિત્રો Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્રો

મિત્રોના પ્રકારો હોય છે.
કેટલાક કૉફી ફ્રેન્ડ્ઝ જેમની સાથે કોફી ટેબલથી આગળ વધવાનું મન જ ન થાય. કેટલાક એવા જેમની સાથે રાતના અંધારામાં ખુલ્લી સડક પર દુનિયાની પરવા કર્યા વગર હાથમાં હાથ પકડીને ચાલી શકાય. કેટલાક એવા જેમના ખભા પર માથું મૂકીને રડી શકાય.

અમૂક ફોર્મલ મિત્રો જેમની સાથે કોરોના પોઝીટીવ પેશન્ટ્સની સંખ્યા, પોલીટીકલ ચર્ચાઓ, વેબસીરીઝ અને વરસાદ કે હવામાનથી વધારે કશું જ ડિસ્કસ ન કરી શકાય. તો કેટલાક એવા જેમની સાથે નોન-વેજ જોક્સ શેર કરી શકાય, જેમની સાથે ઈમ્પલ્ઝીવ થઈ શકાય, જ્યાં ફિલ્ટર યુઝ ન કરવા પડે. ન તો ભાષામાં, ન તો વિચારોમાં. જીભ સુધી આવી ગયેલી ગાળ ગળી જવાને બદલે, જેની સામે એફર્ટલેસલી બોલી શકાય એવા મિત્રો. એવા મિત્રો જેમની સામે ગાળ ન બોલીએ, તો એને લાગે કે આપણે રીસાઈ ગયા છીએ. જેના વોલેટ કરતા ખિસ્સા પહોળા હોય અને ખિસ્સા કરતા છાતી.

જેની હાજરીમાં પહેરેલા દરેક માસ્ક ઉતરી જાય, એવા ઓક્સીજન જેવા મિત્રો. જેની સામે સોશિયલ ડિસ્ટન્સીંગનો છડે-ચોક ભંગ થઈ જાય એવા મિત્રો. દૂર રહેવાને બદલે 'રિફલેક્સલી' ગળે મળી જવાય એવા મિત્રો.

કેટલાક એવા જેમની સાથે આપણી અસલામતીઓ અને ડર વહેંચી શકાય. 'યાર, મારી ફાટે છે' એવું બિન્દાસ્ત બોલી શકાય. બહુ ઓછા પણ એવા મિત્રો જેમની સાથે આપણી નિષ્ફળતાઓ શેર કરી શકાય. જેને કોન્ફીડન્સથી કહી શકાય કે 'યાર, Couldn't make it' અને એ પણ જ્જ થવાના ડર વિના.

કેટલાક એવા જેમને પ્રેમીની જેમ પ્રેમ કરી શકાય. ડાર્લિંગ મિત્રો.

કોઈ વહેતી નદી જેવા મિત્રો જે હાથતાળી આપીને પોતાની દુનિયામાં વહેવા લાગે, તો કોઈ ઘૂઘવતા સમુદ્ર જેવા મિત્રો જે આપણને એમની અંદર સમાવી લે. કેટલાક એવા જેમની સામે શબ્દો કપડાની જેમ સિલેક્ટ કરવા પડે, કેટલાક એવા જેમની સામે બેઆબરૂ બની શકાય.

કોઈ એવા જેમની સાથે નિરાશાઓ વહેંચવી ગમે, કોઈ એવા જેમની પાસેથી આશાઓ ઉધાર માંગવી ગમે. કેટલાક એવા જેમનાથી ઘણું બધું સંતાડવું પડે જેથી એમને ખરાબ ન લાગે. તો કોઈ એવા જેમની સાથે આપણી નબળાઈઓ શેર કરી શકાય.

કેટલાક એવા કે બે દિવસ ઓનલાઈન ન થઈએ તો ફોન કરીને પૂછે કે 'કોવીડમાં ગુજરી તો નથી ગયો ને ?' તો કેટલાક એવા જેમને વર્ષો સુધી ન મળીએ તો પણ રોજ મળતા હોવાનો અહેસાસ થાય. ન મળીએ તો ખખડાવે એવા મિત્રો, તો કોઈ એવા જેમની સાથેની મિત્રતા એમને મળ્યા વગર વધારે ગાઢ થતી જાય.

*પ્રોબ્લેમ એ છે કે ક્યારેક આપણે એક જ વ્યક્તિમાં આ બધા ગુણધર્મો શોધતા હોઈએ છીએ. ક્યારેક ભૂલી જઈએ છીએ કે સામેવાળો માણસ ફક્ત મિત્ર છે, ગુણધર્મો અને આપણી અપેક્ષાઓનું સુપરમાર્કેટ નહીં જ્યાં જીવન જરૂરી બધું જ મળતું હોય. બહુ નસીબદાર હોય છે એ લોકો જેમને એક જ વ્યક્તિમાં પોતાનું આખું સુપરમાર્કેટ મળી જાય.*

મિત્રો પાસે ની અપેક્ષા આપણી વધી જાય છે એટલે પછી આપણે તેના પર હક કરતા જઈએ છીએ, અને એક વાર જયારે આપણે બહુજ ખરેખર તકલીફ માં હોઈએ ત્યારે ખબર પડે આ મિત્ર તો timepass કરવા માટે આપણી પાસે આવ્યો હતો.
વાર્તા યાદ આવે છે ને એક હતો વાંદરો અને એક હતો મગર, નદી કિનારે એક જાંબુ નું ઝાડ હતું, વાંદરો દરરોજ જામ્બુ ખાય અને અલમસ્ત થાય, જાંબુ ના ઝાડ પર ચડે તો નદી માં જાંબુ પડે તે મગર પણ ખાય, બન્ને એક બીજા ની સામે જૂએ, નામ પૂછ્યું મિત્રતા થયી મગરભાઈ એ કહ્યું તને નદી માં સફર કરાયુ, મને જાંબુ વધારે ખવડાવ, બસ ચાલ્યું આ દરરોજ એક મહિના સુધી, મગરભાઈ જાડા થયી ગયા, મગરભાભી એ મગરભાઈ ને કહ્યું વાંદરાભાઇ ને આપણા ઘરે દાવત માટે બોલાવો તેનું હૃદય ની મિજબાની કરીયે, મગરભાઈ કેવી રીતે ભાભી ને ના પાડે?
મગરભાઈએ પટાવ્યા વાંદરાને, ઘરે લાવવા પીઠ પર બેસાડી ને લાવવા માંડ્યા, નદી વચ્ચે રહેવાયું નહીં અને સાચી વાત કહી દીધી, વાંદરાભાઇ ને પરદાદા ની વાત યાદ આવિ ગયી, વાંદરાભાઇ એ કહ્યું કે મારાં હૃદય પર તો byepass surgery થયી છે તો ઘરે પાછા ચાલો વાંદરીભાભી ને લયી awiye, મગર પાછો કિનારે આવિ ગયો, વાંદરા એ છલાંગ મારી અને કહ્યું bye bye....
મિત્રો ઓળખવા અને મિત્રતા જાળવવી અઘરું કામ છે, યાદ છે ને સુદામા - ક્રિષ્ના.
આશિષ શાહ
Prism Knowledge Inc.
માસ્ટર બ્લાસ્ટર business coach