7 C of Wonderful Life Making books and stories free download online pdf in Gujarati

7 C of Wonderful Life Making

જીવન ઘડતરના અદભૂત સાત સોપાન
Wonderful Life Making 7 "C"
પ્રિય પરિવારજનો,
જીવનમાં સાત નું મહત્વ અદભૂત, અજોડ અને અલોકિક છે.
(૧) સપ્તાહ ના સાત દિવસ
(૨) પૃથ્વી ના સાત ખંડ
(૩) દુનિયાની સાત અજાયબી
(૪) સપ્તપદી ના સાત ફેરા
(૫) મેઘધનુષના સાત રંગ
(૬) અવની ના સાત મહાસાગર
(૭) સપ્તર્ષિ ના સાત મહા ઋષિ
મિત્રો, જીવન ઘડતર ના પણ સાત સોપાન છે. જેનો જીવનમાં અમલ કરવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા નો માર્ગ ખૂલે છે.
૧. Confidence.આત્મવિશ્વાસ
પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા, ભણતર, બુદ્ધિ ચાતુર્ય, અનુભવ અને સહન શક્તિ આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવાનું પંચામૃત છે.
૨.Concentration.એકાગ્રતા
લક્ષ્ય પ્રાપ્તિ માટે એકાગ્રતા જરૂરી છે. ધ્યાનસ્થ થઈને મનની સ્થિરતા લક્ષ્ય ઉપર હોવી જોઈએ.
૩.Continuity - નિરંતરતા
સફળતા ના મળે ત્યાં સુધી કાર્ય પ્રત્યે નિષ્ઠાપૂર્વક નું સાતત્ય હોવું જોઈએ. અથાક પ્રયત્નમાં કમી ના હોવી જોઈએ.
૪.Coordination - સંકલન
સંકલન થી સાથીદારો નો સહયોગ મળે છે. કાર્યમાં સક્રિયતા અને જીવંતતા આવે છે.
Teamwork થી સફળતા મેળવવાનું સરળ બને છે.
૫. Courage - સાહસ
સાહસ વિના સિદ્ધિ નથી. આપણી લડાઇ આપણેજ લડવાની છે. સાહસિકતા થી આત્મવિશ્વાસ પ્રસ્થાપિત થાય છે. હિંમત ભર્યા સાહસ થી ઊર્જાનો સંચાર થાય છે.
૬.Character - ચારિત્ર્ય
જીવનમાં શુદ્ધતા અને પ્રમાણિકતા આવશ્યક છે. જેનું ચારિત્ર્ય અણીશુદ્ધ હોય તેનું જીવન સફળ છે તેની ગેરંટી છે. ચારિત્ર્ય મનુષ્યના મસ્તકનું મોરપિચ્છ કે મુકુટ મણી છે.
૭.Committment - પ્રતિબદ્ધતા
જીવનમાં કાર્ય પ્રત્યે સંકલ્પબદ્ધતા અને કટિબદ્ધતાની જરૂર છે. પ્રતિબદ્ધતા માટે તન અને મનની ફિટનેસ ફરજિયાત છે.
મિત્રો, ઉપરોક્ત SEVEN - " C "
અપનાવવા થી આપના જીવન નું ઘડતર સર્વોત્તમ થશે. સફળતા તમારા કદમ ચૂમશે. વાલી અને વિદ્યાર્થી મિત્રો તથા સૌ કોઈને મદદરૂપ થશે.
આવો, અમૂલ્ય જીવન યાત્રા ને અદભૂત બનાવવા માટે સપ્તરંગી સદગુણોને વિકસિત કરીને અસાધારણ વ્યક્તિત્વ ના માલિક બનીએ.

*"નિયતિ"*

એક મહત્વપૂર્ણ યુદ્ધ દરમિયાન, એક જાપાની સેનાપતિએ તેના સેનાની સંખ્યા ઓછી હોવા છતાં હુમલો કરવાનો નિર્ણય કર્યો. *તેમને વિશ્વાસ હતો કે તેઓ જીતી જશે, પરંતુ તેના માણસોમાં હારી જવાની શંકા હતી.*

યુદ્ધના માર્ગમાં, તેઓ એક ધાર્મિક સંસ્થાનમાં દર્શન કરવા રોકાયા.

પ્રાર્થના કર્યા પછી, *જનરલે એક સિક્કો બહાર કાઢયો અને કહ્યું, "હવે હું આ સિક્કો હું હવામા ઉછાડીસ. જો રાજા આવશે તો આપણે જીતી જઈશું. અને કાટો આવશે તો આપણે હારી જઈશું."*

"નિયતિ હવે રસ્તો બતાડશે."

તેણે સિક્કો હવામાં ઉછાળ્યો અને એ જયારે પડ્યો તે ત્યારે *સૌએ ધ્યાનપૂર્વક નિહાળ્યુ તો રાજાની છાપ હતી. સૈનિકો વધારે પ્રોત્સાહિત થઇ અને આત્મવિશ્વાસથી દુશ્મનો ઉપર હુમલો કર્યો અને વિજયી થયા.*

યુદ્ધ પછી એક લેફ્ટનન્ટે જનરલને ટિપ્પણી કરી .. *સારુ થયું .. નિયતિએ આપણને મદદ કરી...*

*"ના, જનરલે કહ્યું... મેં આનો ઉપયોગ મારા લોકોમાં વિશ્વાસ વધારવા માટે કર્યો હતો અને સિક્કો બતાવ્યો હતો જેમાં બંને બાજુ રાજાની છાપ હતી.*

*આ પ્રકારની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી અન્યમાં આત્મવિશ્વાસ વધારો and Make Your Mark A, Ace every Where.

*સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ*

થોડાં વર્ષો પહેલા સિંગાપોરમાં એક વિશાળ બિલબોર્ડ જોયું હતું જે હું ક્યારેય ભૂલી શકતો નથી. તે યાહુ કોર્પોરેશનની માલિકીનું હતુ અને તેના પર મોટા કાળા અક્ષરોવાળું એક લખાણ હતું જે દર થોડા દિવસે બદલાતું હતું . *એક દિવસ મેં તે શબ્દો વાંચ્યા તેના ઉપર મેં લખ્યું હતું...*

*"તમે આજે ખૂબ સરસ દેખાવ છો."*

હવે, મને આનું કારણ યાદ આવે છે કે, કોઈક રીતે, બિલબોર્ડે મારા ચહેરા પર સ્મિત લાવવામાં સફળ રહ્યું હતું.

*ભલે કોર્પોરેટ રમતમાં કે ચતુરાઈમાં મારે સ્વીકારવું પડશે કે આ સંદેશથી મને 'સારું' લાગ્યું.*

આ નિશાનીથી મને એ પણ સમજાયું કે આપણો માનવ અહંકાર કેટલો નાજુક છે અને આપણને કેટલી માન્યતા અને પ્રશંસા જોઈએ છે. *કદાચ આ એટલા માટે છે કારણ કે આપણે ખરેખર કોણ છીએ તે પ્રશંસા કરવા માટે આપણી પાસે પોતાના માટે સમય નથી.*

જો આપણે આપણી જાતને થોડા વધારે ધ્યાનથી જોઈએ તો, *આપણે સ્વયં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે અને જેને આપણે મળવા માટે સમય કાઢવો જોઈએ.*

*દરરોજ તમારી જાતને મળો and Make Your Mark
ASHISH SHAH
PRISM KNOWLEDGE INC.
MAASTER BLAASTER
9825219458

..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED