વિશ્વ પર્યાવરણ દિવસ - 5 જૂન
પ્રિય પરિવારજનો,
સંયુક્ત રાષ્ટ્ર સંઘ સન 1972 થી 5 જૂન ને વિશ્વ પર્યાવરણ દિન ઘોષિત કર્યો છે અને પર્યાવરણ ની જાળવણી, સંવર્ધન, જાગૃતિ અને ચેતના ની વાતો નો કાર્યક્રમ ના માધ્યમથી પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે. પ્રાકૃતિક સંપદા અને પ્રકૃતિ માનવ જાતિ માટે પરમ પોષક અને જીવન દાત્રી છે. કુદરતી સંસાધનો નો બેફામ ઉપયોગ પૃથ્વીવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વાયુ, જલ, જમીન, અવાજ માનવ દ્વારા અતિ પ્રદૂષિત થયા છે. માનવ જીવન ખતરામાં આવી ગયું છે. સાથોસાથ દિવસ - રાત પળે પળે પલટાતા કુદરતના અજાયબી ભર્યા ખેલ નું ચક્ર સતત ફરતું જ રહે છે. નિત્ય નવીન લાગે છે.
આ પરિસ્થિતિમાં આપણે સૌએ
પર્યાવરણ મિત્ર બનવા સંકલ્પબદ્ધ થવું પડશે નહિ તો આવનારી પેઢી માફ નહિ કરે. પાણી નો બચાવ, અન્ન નો બગાડ, જંગલ નું છેદન સામે સમજણ ની સાચી લડાઇ લડવી પડશે. બેફામ પ્લાસ્ટિક ના ઉપયોગને મર્યાદિત કરીને બંધ કરવો પડશે. પ્રદૂષણ ને નાથવા આપણે સૌ એ ઇકો - ફ્રેન્ડલી બનવું પડશે. પર્યાવરણ મિત્ર બનવા આપણે શું કરી શકીએ....
01. સિંગલ પ્લાસ્ટિક નો ઉપયોગ ક્રમશઃ ઘટાડી ને બંધ કરવો.
02. સાયકલિંગ, પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરે અને કાર પૂલ ને અપનાવવું.
03. કાગળ નો ઉપયોગ પૂરો કરો અને તેને વેસ્ટ ના કરો.
04. ઓફિસમાં પેપર - પ્લાસ્ટિક ના કપ નો ઉપયોગ બંધ કરો.
05. વૃક્ષ વાવો..તેની ઝુંબેશમાં ભાગ લો.
06. જુની ચોપડી, કપડાં અને રમકડાં ફેંકી ના દો. ચેરિટી માં આપો.
07. ખરીદી કરવા જાવ ત્યારે કપડાંની બેગ - થેલી લઈને જાવ.
08. બને ત્યાં સુધી ફરીથી વાપરી શકાય તેવી વસ્તુ વાપરો.
09. વીજળીક સાધનો જરૂર ના હોય ત્યારે બંધ રાખો.
10. પાણીનો બચાવ કરતા શીખો. બગાડ નહીં. પાણી નો સંગ્રહ કરતા પણ શીખીયે.
યાદ રાખો........
સવારનું ખૂલતું અને ખીલતું પુષ્પ કરમાઈ જાય તે પેહલા સુવાસ અને સ્મિત પ્રદાન કરે છે.
સવારના પહોરમાં ઊગતો સુર્ય સમસ્ત જગતને પ્રકાશ રેલાવીને જગતને ઉપકૃત કરે છે.
હિમાલયમાં થી પ્રગટતી ગંગોત્રી સાગરમાં વિલીન થાય તે પેહલા તૃષાતુર ની પ્યાસ છીપાવવા નું મંગળ કાર્ય કરે છે.
મિત્રો, આપણે આમાંથી બોધપાઠ લઈને પર્યાવરણ મિત્ર ના બની શકીએ. વિશ્વમાં વિશ્વ કુટુંબની ભાવના વિકસિત કરીને તથા પર્યાવરણ ની જાળવણી, સંરક્ષણ અને સંવર્ધન કરીને વિશ્વ પર્યાવરણ ને સમૃદ્ધ બનાવીએ.
આવો..એક ભારત, નેક ભારત, સ્વસ્થ ભારત અને શ્રેષ્ઠ ભારત નું નિર્માણ કરવામાં સહભાગી બનીને યશભાગી બનીએ.
એક વૃક્ષ ek વરસ માં 100 કિલો oxygen બનાવે છે, માનવ ને એક વરસમાં 640 કિલો oxygen ની જરૂર પડે છે, બોલો આપણે કેટલા વૃક્ષ વાવ્યા? આપણે બસ કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યા રાખીયે છીએ.
આપણે નક્કી કરીયે કે કોઈ પણ ની ઘર માં birthday હોય કે પછી મૃત્યુતિથિ હોય તો આપણે એ દિવસે એક વૃક્ષ માટે છોડ વાવવો અને દીકરા ની જેમ એને ઉછેરવો, દેશ માં દર વર્ષે આશરે 130 કરોડ વૃક્ષો ઉગે, આપણે ટ્રેન માં મુસાફરી કરતા હોઈએ ત્યારે ઠળિયા લયી
જઈએ સાથે અને બારી માં થી દૂર જંગલ માં
અથવા જે કેડી ઓ આવતી હોય ત્યાં ફેંકીયે, વરસાદઃ આવશે એટલે બી અંકુરિત થશે અને તેમાંથી વૃક્ષ થશે, ભલે ને આપણે તેનો લાભ ના લયી શકીયે પણ વાતાવરણ માં તો oxygen પેદા થશે, પાણી નો સંગ્રહ થશે, આપણે કુદરત પાસે થી oxygen free માં લઇએ છીએ તો કુદરત ને થોડું પાછું આપવું પણ પડે ને, આમ તો આ રીત માં પૈસા ખર્ચવાના નથી તો શામાટે ના કરાય, બાવળ ના જંગલ ઓછા થાય અને ફ્રૂઇટ વાળા વૃક્ષ વધે, પર્યાવરણ પણ બેલેન્સ કરવામાં ભાગ લઇએ, ભાગ લો, ભાગ ના નહીં હૈ, તો ચાલો આપણે જોડાયીયે, પાણી નો ઉપયોગ ઓછો કરીયે, આ બધું આપણાંને ખબર છે તો અમલ માં ક્યારે લાવશું? પર્યાવરણ દિવસ તો દરરોજ ઉજવવો જોઈએ.
આશિષ શાહ, Prism Knowledge Inc.
Maaster Blaaster
9825219458, Soft Skill Trainer,
Business Coach, Transformation Coach