Shu shikhyo? books and stories free download online pdf in Gujarati

શું શીખ્યો ?

શું કહ્યું? કેમ કહ્યું? કેવી રીતે કહ્યું? શા માટે કહ્યું? ક્યારે કહ્યું? ક્યાં કહ્યું? એવું બધું પેહલા હું મૉટે થી કેહતો હતો, અને એમજ કેહતો કે મને ખબર નથી. કાંઈ કામ ના કરવું હોય તો મૉટે થી કહીયે એટલે સામે વાળી વ્યક્તિ માની જાય એવુ હું માનતો પણ હવે કેટલા બધાં દિવસ થી ઘરે છું એટલે ખબર પડી કે કેટલા વિશે સો થાય? બાકી તો બિસ્કિટ લાવવાના કહ્યા હોય અને આપણે ભૂલી ગયા હોય તો કહીયે ક્યારે કહ્યું હતું?

ટેકનોલોજી ના જમાનામાં હવે મેસેજ તો કરે છે પણ whatsapp પણ કરે છે, અને પાછો ફોન કરી ને યાદ પણ કરાવે છે. આ તો પેહલાની વાત થયી. આપણે અત્યાર ની વાત કરતા હતાં, કે શું શીખ્યા?

Lockdown માં પેહલા દિવસે સવારે મોડા ઉઠ્યા તો હાથ માં કુંડળી જેવું અને લગ્ન પત્રિકા જેવું લીસ્ટ હાથ માં આપવામાં આવયું તેમાં 15 દિવસ માં કરવા માટેના કામ ની યાદી હતી.

સવારે વેહલા 5.30 વાગ્યે ઉઠવાનું, સવારે પેહલા હાથ પગ ધોયીને માટલા વીછળવાના, તેમાં પાણી ભરવાનું, ફ્રિજ માં પાણી na બાટલા ભરવાના, પછી 12 ગ્લાસ પાણી ગરમ કરવાનું થોડું ઠંડુ પડે એટલે તેમાં લીંબુ અને મધ નાંખવાના અને પછી તેને ઘરની દરેક વ્યક્તિ ને ઉઠાડી ને 3 ગ્લાસ આપવાના. પાણી પી લે એટલે પછી નાહવા જવાનું (વાસણ સાફ કરવા નહિ ) નાહ્યા પછી પૂજાના કપડાં પેહરી ને પૂજારૂમ માં જયી ને પૂજા કરવાની.

ચાય નાસ્તો તમારી પત્ની જ કરશે તેની ચિંતા કરવિ નહીં, ચાય નાસ્તો ટેબલ પર 7.45 વાગ્યે આવિ જશે, ઘરની બાકીની 3 જણા ને ટેબલે પર લાવવાની જવાબદારી તમારી. Tv પર ધાર્મિક ગીતો મુક્વાની જવાબદારી તમારી રહશે. નાસ્તો પત્યા પછી પંખો તમારે બંધ કરવાનો, TV તમારે બંધ કરવાના.

હવે બધાં નાહી લે ત્યાં સુધી મોંઢે MASK બાંધી ને હાથ ને SANITISE કરી ને સોસાયટી ના મૈન ઝાંપા નું તાળું ખોલી ને દૂધ અને શાક લયી આવવું. કોઈની દવા લાવવાની હોય તો લેતા આવવું, સાથે બિસ્કિટ નું પેકેટ લેતા આવવું અને સોસાયટી માં રહેલા કુતરા ને ખવડાવી ને આવવું. પક્ષી ઓ ના કુંડ માં પાણી ભરાતા આવવું.

હવે બાલ્કની માં રહેલા કુંડાઓ માં પાણી નાખવું. મનીપ્લાન્ટ ને વ્યવસ્થિત દોરી બાંધવી, AC માંથી નીકળેલું પાણી કુંડા માં નાખવું પાણી બગાડવું નહી.

તમારા ઓફિસ નું કબાટ, બૂક્સ નું કબાટ, કપડાં નું કબાટ વ્યવસ્થિત ગોઠવો અને એક વરસ થી ના વાપર્યું હોય તેની યાદી બનાઓ, જેથી જે ફેંકવાનું હોય ke દાન માં આપવાનું હોય તો ખબર pade.

તમારા શેમ્પૂ, સાબુ, શેવિંગ kit વગેરે માં વધારાનો સમાન ફેંકી do.

તમારા પાકીટ ma વન vaprayela કાગળ દૂર કરો.

મોબાઈલ અને લેપટોપ સાફ કરો એટલે ખોટી વસ્તુ delete કરો. Online બધાં બિલ ભરી દો.

તમારા ચંપલ બુટ ને પોલિશ કરો એટલે ખબર પડે કે વધારે કેટલા છે?

બધાં સગાવહાલા ને phone કરી ને mobile નંબર અને પોસ્ટલ એડ્રેસ ની બુક બનાઓ, ભવિષ્ય માં લગન ઘરે આવે તો વાંધો નહિ.

ફાટેલી ચલણ ની note ભેગી કરો અને એક જગ્યાએ મુકો, ચાર દિવસે ગાડી અને સ્કૂટર બેટરી ચાર્જ karo.

દીકરા દીકરી ની ભણવાની ચોપડીઓ જુઓ અને વાંચો, તેમને શીખવાડો. દીકરા દીકરી સાથે બેસો.

ઘરમાં રહેલા બધાં remote માં સેલ બદલો. દરેક દીવાલ ઘડિયાળ ના સેલ બદલો.

દરવાજા અને બારીઓ ના mijagara માં તેલ નાંખો.

સોસાયટી ના દરેક member ને ફોન કરીને જ વાતો કરો. Excercise દરરોજ કરવાની છે.

હવે ઘરમાં રહેલી દીવાલો માં ભેજ ક્યાંથી આવે છે, કલર ક્યાંથી ઉખડી ગયો છે, furniture પોલિશ ક્યાંથી ઉખડી ગયી છે, plumbing નો નળ કયો ટપકે છે, આ બધું લીસ્ટ બનાઓ.

બજેટ આવતા 3 વરસ નું બનાઓ, વેબ પર જેટલાં કરશે છે તેનું લીસ્ટ બનાવી ને જોતા રહો, ઘર માં બધાને કેહતા રહો.

એકાઉન્ટ અને ગેસ્ટ ની ડિટેલ બરાબર કરો. બેન્કની બધી passbook update કરો, online pdf download કરો.

તમે જ્યારથી જન્મ્યા છો ત્યારથી અત્યાર સુધી ની સ્ટોરી લખો, તમે જયારે તકલીફ માં આવયા હતાં ત્યારે તેમાંથી બહાર કેવી રીતે niklya હતાં તે બધાં પોઇન્ટ નું લીસ્ટ બનાઓ, શું શીખ્યા?

સમજો આ લીસ્ટ માં સાફ સૂફાઈ તો હતી જ નહિ, રસોઈ તો હતી જ નહિ, શાક સમારવાનું તો હતું જ નહિ, કેટલા બધાં કામ બીજું કોઈ કરતુ હતું જે આપણે કરી શકતા hata.

શું શીખ્યા?

આશિષ શાહ

9825219458

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED