baath ma bhoot books and stories free download online pdf in Gujarati

બાથ માં ભૂત

ઉનાળા ના દિવસો હજુ શરૂ જ થતાં હતા. હજુ સવાર માં થોડી ઠંડી પણ રહેતી હતી. પણ આખો દિવસ વાતાવરણ ખુશનુમા રહેતું હતું. નિરવ અને રાજેશ અમદાવાદ થી કચ્છ બાજુ કોઈ કામસર જવાનું થયું. સવાર માં બંને બસ દ્વારા નીકળી ગયા ને સાંજ પહેલા તે ગાંધીધામ માં પહોચી ગયા. ગાંધીધામ ની બહાર તેમણે પોતાનું કામ પતાવ્યું પછી ત્યાં થી નીકળી જવાનું નક્કી કર્યું પણ ત્યાં થી અમદાવાદ જવા માટે ની કોઈ બસ હતી નહિ એટલે અહી હોટલ કે ગેસ્ટ હાઉસમાં રાત રહેવાનું નક્કી કર્યું.

તે સિટી તરફ જવા માટે એક સ્ટોપ પર વાહન ની રાહ જોઈ રહ્યા ઘણો સમય થયો પણ કોઈ વાહન મળ્યું નહિ. આખરે એક વાહન ચાલક ને ઊભો રાખી બંને એ કહ્યું અહી કોઈ હોટલ કે ગેસ્ટ હાઉસ છે? તે માણસે કહ્યું સારી હોટલો અને ગેસ્ટ હાઉસ તો સિટી માં છે પણ અહી થી તમને કોઈ વાહન મળશે નહિ તમે એક કામ કરો અહી થી થોડે દૂર એક ગેસ્ટ હાઉસ છે ત્યાં તમે રાત રોકાઈ શકો છો. હા પણ એ ગેસ્ટ હાઉસ થોડું જૂનું બાંધકામ વાળું છે એટલે થોડી તકલીફ રહેશે. પણ તમારે તો એક રાત જ રોકાવાનું છે ને.?

નિરવ તે માણસ ને હા પાડી. હા એક રાત પૂરતું છે. અમદાવાદ જવા માટે કોઈ વાહન મળ્યું નહિ એટલે અહી રોકાવાનું થયું. બસ અમારે તો રાત કાઢવી છે સવારે તો બસ છે તેમાં અમે નીકળી જવાના છીએ.

તે માણસે ગેસ્ટ હાઉસ નો રસ્તો બતાવ્યો એટલે બંને તે બાજુ ચાલતા થયા. ગેસ્ટ હાઉસ પાસે પહોંચી ગયા. જોયું તો ગેસ્ટ હાઉસ બહુ નાનું લાગી રહ્યું હતું. લાગ્યું કે તેમાં ફક્ત ત્રણ રૂમ હશે. કાઉન્ટર પાસે જઈ રાજેશે અવાજ કર્યો છે કોઈ છે અહી...?

અવાજ સાંભળી ને એક માણસ બહાર આવ્યો. બોલો....
નિરવ બોલ્યો અમારે એક રૂમ જોઈએ છે ?

સારું મળી જશે પણ એક રાત્રીના ચારસો રૂપિયા છે. રૂમ માં એસી નથી ખાલી ફેન થી કામ ચલાવવું પડશે. પણ એક સારી સગવડ એ છે કે બાથરૂમ નવું છે તેમાં બાથ પણ છે. તે બધા રૂમ માં છે.

રાજેશે હા કહી અમને મંજુર છે. અમે ચલાવી લઈશું.

તે ગેસ્ટ હાઉસ ના માણસે બંનેને રૂમ ખોલી ને બતાવ્યો બંને એ રૂમ માં સામાન મૂકી ફ્રેશ થયા. પછી જમવા માટે ફરી તે માણસ પાસે આવ્યા.

પેલા માણસ ને કહ્યું જમવા માટે અહી સુવિધા ઉપલબ્ધ છે.?

પેલા માણસ કહ્યું તમે ઓર્ડર કરશો તો હું બનાવી આપુ. હું ઓર્ડર વગર બનાવતો નથી તેનું કારણ અહી લોકો બહુ ઓછાં આવે છે એટલે. આપ થોડી રાહ જુઓ હું થોડી વારમાં બનાવી આપુ.

બંને બહાર બેસી ને રાહ જોવા લાગ્યા. બધું ધીરે ધીરે સૂનસાન થઈ રહ્યું હતું. અવર જવર પણ ના બરાબર થઈ રહી હતી.

થોડી વાર પછી તે માણસે બંને ને જમવા બોલાવ્યા ને બધા સાથે મળીને જમ્યા. હજુ તો સાંજ ના નવ વાગ્યા હસે તેઓને અત્યારે તો સુવા ની ટેવ હતી નહિ એટલે બંને રોડ પર લટાર મારવા નીકળ્યા. પણ રોડ પર તો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. બંને એ થોડી વાતો કરી અને તેમના રૂમ માં જતાં રહ્યા.

બંને રૂમ બંધ કરીને સૂઈ ગયા. પેલો ગેસ્ટ હાઉસ નો માણસ ક્યાં ચાલ્યો ગયો તે ખબર ન પડી.

રાત ના બાર થયા બંને એટલા થાક્યા હતા કે ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. ત્યાં પાણી નો જોરદાર અવાજ આવ્યો ને બંને ની ઊંઘ ઉડી ગઈ. બંને ને લાગ્યું કે છે તો પાણી નો જ અવાજ એટલે રાજેશ ઊભો થઈ બાથરૂમ માં જઈને જુએ છે તો બાથરૂમ ખાલી હોય છે ને બધા નળ પણ બંધ હોય છે. રાજેશે નિરવ ને કહ્યું કઈ છે નહિ બસ એમ જ અવાજ આવ્યો છે. અવાજ ન નજરઅંદાજ કરી બંને સૂઈ ગયા.

થોડી વાર થઈ એટલે ફરી પાણી પડવાનો અવાજ આવ્યો આ વખતે પહેલા કરતા વધારે અવાજ આવી રહ્યો હતો. બંને ફરી જાગી ગયા. ફરી બાથરૂમ માં જોયું તો કઈ દેખાયું નહિ પણ અવાજ સતત આવી રહ્યો હતો. બંને એ તે અવાજ તરફ ધ્યાન દોર્યું તો તે અવાજ બાજુના રૂમ માંથી આવી રહ્યો હતો . તેઓ બાજુના રૂમ માં ગયા જોયું તો દરવાજા પર તાળું હતું ને અવાજ રૂમ ની અંદર થી જ આવી રહ્યો હતો.

રાજેશ પેલા ગેસ્ટ હાઉસ ના માણસ ને શોધવા ગયો પણ તે ક્યાંય દેખાયો નહિ. એટલે કાઉન્ટર પર ની દિવાલ પર તે રૂમ ની ચાવી લઇ તે રૂમ ખોલ્યો ને લાઈટ કરી જોયું તો રૂમ એકદમ ખાલી હતો લાગ્યું એવું કે ઘણા સમય થી બંધ હશે. તે બંને બાથરૂમ તરફ ગયા. દરવાજો ખોલ્યો તો ચોંકી ગયા. બાથ એકદમ ભરેલો હતો નળ પણ ચાલુ હતો પણ પાણી બહાર જતું ન હતું. બંને ને થોડો ડર લાગ્યો. સતત નળ માં આવી રહેલું પાણી ક્યાં જતું હશે તે વિચારવા લાગ્યા. બાથ માં પાણી નો અવાજ સતત આવી રહ્યો હતો ને પાણી સતત આમ તેમ હિલોળા મારી રહ્યું હતું. લાગે એવું કે કોઈ અંદર ન્હાઈ રહ્યું હોય.

રાજેશે હિંમત કરી બાથ નો નળ બંધ કર્યો. ત્યાં જોરદાર એક અવાજ આવ્યો. અવાજ એટલો ભયાનક હતો કે બંને જમીન પર પડી ગયા ને માંડ માંડ ઉભા થઇ તેના રૂમ માં જઈ રૂમ બંધ કરી દીધો. બંને ધ્રુજતા હતા. બંને એક બીજાને પકડી ને સૂઈ ગયા પણ ડર ના માર્યા ઊંઘ આવતી ન હતી.

પાણી નો અવાજ તો બંધ થઈ ગયો. એટલે બંને એ થોડો રાહત નો શ્વાસ લીધો. પણ તેમને ક્યાં ખબર હતી કે આગળ શું થવાનું છે. તે તો ભગવાન નું નામ લેતા લેતા સૂવાની ટ્રાય કરી રહ્યા.

થોડો સમય થયો એટલે તેના રૂમ નો દરવાજો કોઈએ ખખડાવ્યો.

પહેલા તો હિંમત ન ચાલી દરવાજો ખોલવાની પણ પછી યાદ આવ્યું કે ગેસ્ટ હાઉસ નો માણસ હસે. એટલે દરવાજો ખોલ્યો જોયું તો કોઈ હતું નહિ ને બાજુના રૂમ માંથી અવાજ આવ્યો પ્લીઝ મને બચાવો.....મારી મદદ કરો...

ત્યાં જવાની બંને ની હિંમત ચાલતી ન હતી. તે બંને જેવા તેના રૂમ માં ગયા એટલે ફરી અવાજ આવ્યો પ્લીઝ મને બચાવો ....મને બચાવો...હું તમને કોઈ હાની નહિ પહોંચાડું.

આ સાંભળી ને નિરવ ને થોડી દયા આવી. તેણે રાજેશ ને કહ્યું ચાલ ને આપણે તેની મદદ કરીએ. રાજેશ માની ગયો ને તે બંને તે રૂમ માં ગયા. પણ બાથ માં પાણી શાંત હતું. કોઈ દેખાયું નહિ એટલે રાજેશે અવાજ કર્યો કોણ છો આપ અને કેમ અમારી મદદ માંગી રહ્યા છો.?

ત્યાં બાથ માંથી અવાજ આવ્યો મારે તમારી મદદ જોઈએ છે. મને અહી બાથ માં મારી નાખી હતી. એટલે હું ભૂત બની બધાને ડરાવી રહી છું.

અમે તમારી શું મદદ કરી શકીએ બોલો. એમ બંનેએ એક સાથે કહ્યું.

ત્યારે તે ભૂત પાણી માંથી બહાર આવી. તેનું રૂપ એકદમ નાનું હતું. તેના શરીર માંથી સતત પ્રકાશ આવી રહ્યો હતો. તે કેવી દેખાઈ રહી હતી તે આ બંને ને ખબર પડી નહિ. પણ થોડા ડર્યા એટલે તે ભૂતે કહ્યું ડરશો નહિ હું તમને નુકસાન નહિ પહોંચાડું બસ તમે મારું એક કામ કરી આપો.

કયું કામ અને કેવું કામ .?

બસ તમારે સામે દિવાલ પર બાંધેલું તાવીજ ને તોડી નાખવાનું છે. એટલે હું પાણી માંથી મુક્ત થઈ જઈશ.

રાજેશ ને આશ્ચર્ય થયું ને તે ભૂત ને કહ્યું અમે તાવીજ તો તોડી નાખીશું પણ તમારી હાલત કેવી રીતે થઇ તે જણાવશો.

ત્યારે તે ભૂત બોલી હું જીવિત હતું ત્યારે બહુ ખૂબસૂરત હતી. એક દિવસ હું કામ થી અહી થી નીકળી મારે મોડું થઈ ગયું હતું. તમારી જેમ હું પણ અહી અટવાઈ ગઈ હતી. આ ગેસ્ટ હાઉસ માં રાત વિતાવ્યા સિવાય કોઈ છૂટકો ન હતો. એટલે હું આ ગેસ્ટ હાઉસ માં એક રૂમ લીધો ને રાત્રે જમીને હું બાથરૂમ માં ન્હાવા ગઈ.

અચાનક મારા રૂમ માં કોઈ આવ્યું ને તે માણસ હું ન્હાઈ રહી હતી ત્યાં પાસે આવી ગયો ને મારી સાથે રેપ કરવાનું કોશિશ કરવા લાગ્યો. આખરે તે કામયાબ થયો નહિ એટલે તેણે મને બાથ માં ડુબાડી ને મને મારી નાખી. હું કમોતે મરી એટલે ભૂત બની ને તે માણસ ને હેરાન કરવા લાગી તે માણસ આ ગેસ્ટ હાઉસ નો માલિક હતો. પછી મે તેનું જીવવાનું હરામ કરી દીધું. આ ગેસ્ટ હાઉસ પર કોઈને હું ટકવા દેતી ન હતી.

આખરે તેણે એક સાધુ ને ગેસ્ટ હાઉસમાં બોલાવ્યો ને એક વિધિ થી મારી બધી તાકાત ને તાવીજ માં કેદ કરી દીધી. તે પછી હું લાચાર થઈ ગઈ છું. થોડા દિવસ પછી તે ગેસ્ટ હાઉસ ના માલિક નું મૃત્યુ પામ્યું ને હું આજીવન આ તાવીજ માં કેદ થઈ ગઈ.

આ તાવીજ માં મારી બધી શક્તિ છે. તે શક્તિ મુક્ત થાસે એટલે હું પણ અહી થી મુક્ત થઈ જઈશ. ગેસ્ટ હાઉસ નો માલિક મરી ગયો એટલે મારી ઈચ્છા પણ મરી ગઈ.

આ સાંભળી ને રાજેશે હિંમત કરી પેલા તાવીજ ને હાથ માં લીધો ને તેને તોડી નાખ્યો. જેવો તાવીજ તૂટ્યો કે તરત તેને એક ઝટકો લાગ્યો. ને એક દિવ્ય સફેદ પ્રકાશ થયો. તે પ્રકાશ આકાશ તરફ જવા લાગ્યો. બંને ને લાગ્યું ભૂત ને મોક્ષ મળી ગયું. તે ભૂત જતી જતી એટલી કહેતી ગઈ. તમે મારી મદદ કરી છે હું એક દિવસ તમારી મદદ કરીશ. બધું શાંત થઈ ગયું. બંને પોતાના રૂમ માં જઈ સૂઈ ગયા.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED