હમસફરનાં સાથી Rajeshwari Deladia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમસફરનાં સાથી

હાય સ્વાતિ.

હેલો જૈમિની.

સાંભળ સ્વાતિ આજે રાતે જુનિયર માટે સિનિયર તરફથી વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ છે.
તુ આવીશ કે નહિ. કાલે તો તારી તબિયત સારી ન હતી એટલે તુ નતી આવી.પણ મને લાગે છે આજે તો તારી તબિયત ખૂબ જ સારી છે તો તારે આવવાનું છે પાર્ટી માં. સમજી.

અરે પણ જૈમિની તને તો ખબર જ છે કે આ પાર્ટી એવું મને નથી ગમતુ.પછી તુ શુ કામ મને ફોર્સ કરે છે.

મને ખબર છે તને નથી ગમતુ પણ હુ કહુ છું એટલે તારે આવવાનું છે બસ.

સારુ માતાજી,તમારી આજ્ઞા સર આંખો પર.બસ,ખુશ હવે.

હા ખુશ.અરે હા બીજી એક વાત પાર્ટીમાં આપણા ગ્રુપએ એક થિમ રાખી છે.બ્લેક કલરનું ગાઉન પહેરવાનું.

ઓકે સારુ જૈમિની.

આમ બંને સખીઓ વાતો કરી ફોન કટ કરે છે.એટલાંમાં જ સ્વાતિનાં ઘરની ડોરબેલ વાગે છે.એટલે એનાં મમ્મી દરવાજો ખોલવા માટે ઉભા થાય છે.

હવે વળી આ સવાર સવારમાં કોણ આવ્યુ હશે.બાપા કોઈ સખી સહેલી ના હોવી જોઈએ નહી તો બધુ કામ કરવાનું મોડુ થઈ જશે.

આવુ બોલતાં બોલતાં ઉભા થાય છે અને દરવાજો ખોલે છે.

અરે રે તુ? ક્યારે આવ્યો દુબઈ થી? તારા ઘરે બધા કેમ છે.બધુ સારુ તો છે ને?

અરે અરે આન્ટી એક સાથે આટલા બધા પ્રશ્નો.મને અંદર આવવા દેશો કે પછી બહારથી જ ....

અરે ના ના બેટા, આવ અંદર આવ.

ક્યાં છે સ્વાતિ.

એની તબિયત થોડી સારી નથી એટલે એ સૂતી છે.

ઉભો રે એને સાદ આપુ.

નાં આન્ટી એને કઈ નાં કહો હુ જ એની રૂમમાં જઈને મળી આવુ છું.

સ્વાતિ પડખું ફરીને સૂતી હોય છે.

એ રૂમમાં જાય છે અને અચાનક મોટેથી બોલી ઉઠે છે

સ્વાતિ સ્વાતિ ઊઠ જલ્દી ભેંસ.

સ્વાતિ વિચારમાં પડી જાય મને ભેંસ કહી ને ચીડવવાવાળો તો એક જ વ્યક્તિ છે અને તે અહિયા નથી તો આ કોણ છે જે મને ભેંસ કહે છે.

સ્વાતિ પડખું ફેરવે છે અને જોઈને એનાં મોઢા પર હાસ્ય આવી જાય છે.

અરે તુ આવ્યો અને મને જણાવ્યું પણ નહીં. અરે જા હુ તારી જોડે હવે નહીં બોલું.

અરે સાંભળ મારે તને સરપ્રાઈઝ આપવી હતી અને જો હુ તને કહી દેત તો તારા મોઢા પરનો આ ભાવ હુ જોઈ શક્યો હોત.

સારુ સારુ બોલ હવે.આમ અચાનક દુબઈથી આવવાનું કોઈ કારણ.

બસ સ્વાતિ હવે અહિ જ રહેવાનુ છે.એટલે મારે કૉલેજમાં એડમિશન પણ લેવાનું છે.

પણ અચાનક.ઘરે બધુ ઠીક તો છે ને.

અરે હા.બધુ ઠીક છે.તુ ટેન્શન નાં લે એ માટે.

સારુ સારુ તો વિચાર્યું છે કઈ કૉલેજમાં એડમિશન લેવાનું છે.

હા વિચાર્યું તો છે જ પણ ખબર નહી ત્યાં હવે એડમિશન મળશે કે નહી.

એક કામ કરને તુ મારી કૉલેજમાં જ એડમિશન લઈ લે ને.મજા આવશે જોડે સ્ટડી કરવાની.

એ હા.એ વાત તારી સાચી.ચાલ એવું જ કરૂ.

સાંભળ આજે સાંજે અમારી કૉલેજમાં પાર્ટી છે તો તુ પણ ત્યાં અવ ને.

ઓક.ડન.

સ્વાતિ પાર્ટી માટે રેડી થઈ જાય છે.

સાહિલ તૈયાર થઈને સ્વાતિના ઘરે આવે છે.સાહિલ આજે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હોય છે.એટલે સ્વાતિ એની થોડી ટીખળ કરે છે.

ઓહ માય માય ,સાહિલ આજે તો તુ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.મને લાગે છે આજે તને કોઈ પસંદ જ કરી લેશે.

હેય સ્વાતિ એ તો હુ છુ જ હો.દુબઈમાં પણ હજારો મારી પાછળ હતી.પણ હુ તો કોઈને ભાવ જ નતો આપતો.

ઓહ હો એવુ છે.

હા સ્વાતિ એવુ જ છે.એવુ કેમ છે એનુ કારણ હુ તને પછી જણાવીશ. અત્યારે તુ ચાલ.મોડું નથી થતુ તને.

અરે હા જઈએ.પણ ઓલી હરખ પદુડીને આવવા દેને પછી જઈએ.

ઓહ, કોણ! જૈમિનીની વાત કરે છે.

હા એની જ તો વાત કરૂ છુ. એને જ મને તૈયાર કરી છે જવા માટે.નહી તો હુ તો જવાની જ નતી.

જો આવી લાગે છે.

ઓહ, માય ગોડ.સાહિલ તુ.

લે તે મને કઈ રીતે ઓળખ્યો.

અરે બાબા તને તો ઓળખું જ ને.આખો દિવસ તારા નામનું જ રટણ સાંભળતી હોઉ તો.

ઓહ એવું છે.આ મારી વાતો પણ કરે છે એમ.બાકી તો હંમેશા મારી જોડે ડાકણની જેમ લડતી રહે છે.

સાચુ ને ડાકણ.

ઓય તે આ શુ લગાવ્યું છે ભેંસ,ડાકણ....હુ સ્વાતિ છું સ્વાતિ. સમજ્યો ને.મારુ નામ બગાડયા કરે છે તે.

આમ મજાક મસ્તી કરતા ત્રણેય કૉલેજ પહોચે છે.
કોલેજની વેલકમ પાર્ટીમાં ત્રણેય ખૂબ જ મજા કરે છે.
ત્યાં એક પૈસાદાર બાપનો નબીરો આવીને સ્વાતિને હેરાન કરે છે.જે સાહિલથી જેઈ નથી શકાતું.એટલે સાહિલ એની ધુલાઈ કરે છે.સાહિલનું આવું રૂપ સ્વાતિએ પહેલી વાર જોયું હતુ.આવું રૂપ જોઈને સ્વાતિ ડરી ગઈ હતી.

ઓહ સાહિલ તારો આટલો ગુસ્સો મે પહેલી વાર જોયો.આ લોકોની ગણતરી કૉલેજનાં ગુંડાઓમાં થાય છે.એટલે આવા લોકોને બહુ મોઢું ન આપવાનું.

એટલે એમ કે આવા લોકોથી શુ ડરી ડરીને જીવવાનુ
?

અરે અરે શાંત. આટલુ બધુ ગુસ્સે નાં થવાનું.

અરે મારી સામે કોઈપણ છોકરીઓની છેડતી કરે યે હુ જોઈ નાં શકુ અને એ પણ હુ હોઉં અને કોઈ તારી છેડતી કરે તો કઈ રીતે જોઈ શકુ.

સારુ ચાલ હવે પાર્ટી એન્જોય કર. જવા દે બધુ.

સારુ બસ.તુ કહે અને હુ નાં માનુ એવું બને કદી.

સ્વાતિ મારે તને એક વાત કહેવી છે.

હા બોલને સાહિલ.

સ્વાતિ હુ તમને પ્રેમ કરવા લાગ્યો છુ અને તારી જોડે જીવનભર રહેવા માંગુ છું.શુ તુ મારી જોડે લગ્ન કરીશ?
મારુ અનેક છોકરીઓને ના કહેવાનું કારણ પણ તુ જ છે.હુ તને પ્રેમ કરુ છુ પછી હુ કોઇના પ્રેમનો સ્વીકાર કઈ રીતે કારી શકુ?

હા આ અહેસાસ જ્યારે હુ દુબઈ ગયો હતો ત્યારે થયો હતો.જ્યારે તારાથી દુર ગયો ત્યારે મને અહેસાસ થયો કે હુ તને પ્રેમ કરૂ છું.

સાચું કહુ સાહિલ હુ પણ તને પ્રેમ કરુ છુ.પણ મને એમ કે હુ મારા બેસ્ટ ફ્રેન્ડને ગુમાવી ન દઉ એટલે આજ દિન સુધી કહ્યુ ન હતુ.

ઓ પ્રેમી પંખીડા હુ અહિયા છુ. તમારા બંનેની પ્રેમલીલામાં મને નાં ભૂલી જતા.

ત્રણેય જોરથી હસવા લાગે છે.

બંનેનાં ઘરનાં લોકો બંનેની સગાઈ કરાવી દે છે.પણ લગ્ન અભ્યાસ પછી કરવાનું નક્કી કરે છે.જયાં સુધી સાહિલ અને સ્વાતિ ભણીને પગભર નાં થઈ જાય ત્યાં સુધી લગ્ન નાં કરવાનું વિચાર્યું હતુ.

આમ કૉલેજનાં ત્રણ વર્ષ ક્યાં નીકળી જાય છે એની ખબર જ નતી રહેતી.એ સમય દરમિયાન સાહિલ એનાં પપ્પાનો બિઝનેસ સંભાળી લે છે.પપ્પાનાં બિઝનેસમાં પૂરેપૂરો સંભાળી લે છે.એટલે બંનેનાં મમ્મી પપ્પા બંનેનાં લગ્ન નક્કી કરી દે છે.

પૈસે ટકે બંનેનું પરિવાર ખૂબ સધ્ધર હતુ એટલે ખૂબ જ જાહો જલાલીથી લગ્ન કરવાનું નક્કી કર્યું.

બંને ઘરે લગ્નની જોરશોરથી તૈયારી શરૂ થઈ ગઈ.સ્વાતિનાં લગ્ન માટે જેટલા પણ ઓરતા હતાં એ બધા પૂરા કરી રહ્યાં હતાં.

પપ્પા મારી એન્ટ્રી મંડપમાં રથમાં થશે. અને વિદાઈ ડોલીમાં થશે.

હા બેટા હા તારી દરેક ઈચ્છાઓ પુરી થશે બેટા. બસ તુ ખુશ રે.તારી ખુશીમાં જ અમારાં બધાની ખુશી છે.બસ

લગ્નનાં બે દિવસ બાકી છે પછી તો મારી દિકરી સાત સમંદર પાર જતી રહેશે.

સ્વાતિનાં પપ્પા આવુ કહેતાં હોય છે ત્યાં જ f.m પર ગીત વાગે છે.

बाबा में तेरे मन का, टुकड़ा हु तेरे दिल का,
एकबार फिर से दहलीज पार करा दे।
मूड के ना देखो दिलबरों,दिलबरों,
मूड के ना देखो दिलबरों।

આ ગીત સાંભળતા જ ઘરમાં બધાની આંખ નમ થઈ જાય છે.

સ્વાતિ એનાં પપ્પાને વળગી પડે છે.

હાય સ્વાતિ થઈ ગઈ બધી તૈયારી.

જૈમિની મારે તારી જોડે વાત જ નથી. મારી જિંદગીનાં આટલા મહત્વના દિવસમાં તુ મારી સાથે નથી. એટલે હુ તારી સાથે નથી બોલવાની.સમજી.

અરે સ્વાતિ મને સમજવાની કોશિશ કર.હુ આવી શકુ એમ નથી. નહીં તો તારે બોલવાનું રહે જ નહી.

જેવી મને રજા મળે એવી હુ તરત જ તને અને સાહિલને મળવા આવીશ.

સારુ હવે.પણ મને તારી બહુ યાદ આવશે ડીયર.

હુ જાણુ છુ. ચાલ હવે શાંતિથી સુઈ જા નહી તો આંખો પાસે ડાર્ક સર્કલ થઈ જશે ઉજાગરાને કારણે.

જૈમિની જોડે વાત કરીને નેટ બંધ કરીને સ્વાતિ સુવાની તૈયારી કરે છે.

સ્વાતિ સવારે પાંચ વાગ્યે ઉઠે છે.કોઈ દિવસ સ્વાતિ આટલી જલ્દી નથી ઉઠતી પણ આજે અચાનક જ એની આંખ ખુલી જાય છે.આંખ ખોલતાની સાથે જ
એ સાહિલનો મેસેજ વાંચે છે.

સ્વાતિ મને માફ કરી દે.હુ તારી જોડે લગ્ન ના કરી શકુ.કારણ શુ છે એ હુ નથી જણાવી શકતો.પણ હુ તારી જોડે જિંદગી ના વિતાવી શકુ.હુ માફી માંગવાને લાયક પણ નથી.તેમ છતા પણ બાની શકે તો મને માફ કરી દે અને હા તારી જિંદગી હંમેશા ખુશીથી જીવજે.

વાંચીને સ્વાતિ સૂનમૂન થઈ ગઈ. શુ કરવું એનું એને કંઈ ખબર જ ન હતી.એને રડવું હતુ પણ એ રડી નથી શક્તી.એનું મન ભારે થઈ ગયુ હોય છે.એ એક જીવતી લાશ બનીને પોતાના રૂમમાં બેઠી હોય છે.

આજ મેસેજ સાહિલે સ્વાતિનાં મમ્મી પપ્પા અને એનાં મમ્મી પપ્પા ને પણ કર્યો હતો.

6 વાગ્યે સ્વાતિના પપ્પા ઊઠીને ફોન જોય છે ત્યારે સહિલનો મેસેજ જૌઈને અવાક રહી જાય છે.તેઓ સીધા દોડીને સ્વાતિ પાસે જાય છે.

સ્વાતિ બેટા ઓ સ્વાતિ બેટા. કઈક તો બોલ બેટા. ક્યાં સુધી આમ જીવતી લાશ બનીને રહીશ.

એટલીજ વારમાં સાહિલનાં પપ્પાનો ફોન આવે છે.તેઓની હાલત પણ સ્વાતિનાં પપ્પા જેવી જ હોય છે.

દરેકનાં મનમાં એક જ પ્રશ્ન હતો કે એવું તો શુ થયુ જે સાહિલે આ પગલુ ભર્યું.કોઈ ની પાસે આ પ્રશ્નનો ઉત્તર ન હતો.

જેવો મેસેજ રીડ કરે છે એવો જ સાહિલનાં માતા પિતાને ધ્રાસકો લાગે છે.બંને એકબીજા જોડે વાતો કરે છે કે એવું તો શુ થયુ જેને કારણે સાહિલે આવુ કર્યું.

આ પ્રશ્નનો ઉત્તર સાહિલ સિવાય બીજા કોઈ પાસે ન હતો.

જૈમિની બેટા સ્વાતિ જોડે ખૂબ જ ખરાબ બન્યુ છે.

કેમ આન્ટી શુ થયુ છે.રાતે તો એને મારી જોડે વાત કરી. ત્યારે તો એ ખૂબ જ ખુશ હતી.એટલી વારમાં શુ થઈ ગયુ.

બેટા સાહિલ બધુ છોડીને ક્યાંક જતો રહ્યો.બેટા એ ક્યાં ગયો એ કોઈને નથી ખબર.આ સાંભળીને સ્વાતિ સુનમુન બની ગઈ છે.નથી કઈ બોલતી,નથી કોઈ પ્રતિક્રિયા આપતી.બેટા એક કામ કરને તુ જ એની જોડે વાત કરને.

આન્ટી આ તમે શુ કહી રહ્યાં છો?સાહિલ આવુ કરી જ
કઈ રીતે શકે.સાહિલ તો પોતાનાથી પણ વધુ સ્વાતિને પ્રેમ કરતો હતો પછી એને આવુ કેમ કર્યું.

સ્વાતિ આ પ્રશ્ન તને મને અને બધાને છે.પણ આ પ્રશ્નનો ઉત્તર માત્ર સાહિલ પાસે જ છે.

સારુ આન્ટી હુ સ્વાતિ જોડે વાત કરુ.

હા સારુ બેટા.

હલો સ્વાતિ.

જૈમિની મારુ...મારુ સર્વસ્વ લૂંટાઈ ગયુ. હુ એકલી અટુલી થઈ ગઈ જૈમિની.જેને મારુ સર્વસ્વ માન્યું એને જ મને એકલી છોડી દીધી.મારા સાહિલે મને છોડી દીધી જૈમિની મને છોડી દીધી.

સ્વાતિ હિંમત રાખ.મને આન્ટી એ કહ્યુ બધુ.પણ સાહિલ આવુ કઈ રીતે કરી શકે.

જૈમિની મને લાગે છે ચોક્કસ સાહિલ જોડે કઈક એવું થયુ છે જે એ મને કહેવા નથી માંગતો.બાકી મારો સાહિલ આવુ કરે જ નહીં.

તુ ચિંતા નાં કર.આપણે બધા એ ક્યાં છે એની શોધ કરીશુ.

આજે મારી પાસે મિત્ર પણ નથી અને પ્રેમ પણ નથી. હુ શુ કરુ મને કઈ સમજાતું નથી.

બધા સાહિલની ખૂબ શોધખોળ કરે છે.પણ સાહિલની કોઈ ભાળ મળતી નથી. આમને આમ દિવસો પસાર થઈ રહ્યાં હતાં.

સ્વાતિએ બધાની સામે ખુશ રહેવાનું તો શીખી લીધુ હતુ.પણ મનથી આજે પણ એને એક આસ હતી કે સાહિલ પાછો આવશે.

થોડા મહિના પછી એક દિવસ જૈમિની દુરથી એક વ્યક્તિને જોય છે.જોતાં જ એને ધ્રાસકો પડે છે.

જેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો.શરીર એનું ફિક્કું પડી ગયુ હતુ.

જા

ઓહ સાહિલ અહિયા?ક્યાં હતો તુ?હોસ્પિટલમાં?આટલા મહિનાઓ પછી.

હા જૈમિની.હુ અહિ વારે વારે આવુ છુ.

કેમ અહિ વારે વારે આવવુ પડે છે તને.

બહુ લાંબી કહાની છે.પણ શુ કરૂ જીવનમાં સામે આવેલી મુસીબતનો સામનો કરી રહ્યો છું.

એટલે હુ કાઈ સમજી નહીં.

જૈમિની શુ કહુ તને. મને જિંદગીએ એવા મોડ પર લાવીને મુકી દીધો જેને કારણે મને મારી જિંદગી જ છોડવી પડી.

જૈમિની તમારા બધાનાં મનમાં બસ એક જ પ્રશ્ન છે કે સાહિલે આવુ કેમ કર્યું.

લગ્નના બે દિવસ ત્રણ દિવસ પહેલા મને ખબર પડી કે મને ટ્યુંમર છે.જેની સારા થવાની શક્યતા ખૂબ ઓછી છે.જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે મારી સામે ઘણાં પ્રશ્નો હતાં કે મારે હવે શુ કરવું.લગ્નનાં ત્રણ દિવસ બાકી છે.વિચારોનું મંથન મારી સામે ઘોડાપુરની જેમ ચાલી રહ્યુ હતુ.

એજ સમયે મનની ભીતરથી અવાજ આવ્યો. શુ કરીશ તુ.તારા સ્વાર્થ માટે તુ એક જિંદગી કઈ રીતે બગાડી શકે.હુ સ્વાતિને દુઃખી કરવા ન તો માંગતો.પણ હુ એને
મારા સ્વાર્થ માટે હેરાન કરવા ન તો માંગતો.મારે કારણે એ એની આખી જિંદગીમાં સહન કરે એ હુ કઈ રીતે ચલાવી લઉ. એટલે ક મે નક્કી કર્યું કે હુ સ્વાતિથી દુર જતો રહુ. જેને કારણે એને જિંદગીભર દુઃખી ન થવું પડે.

તને ખબર પણ છે સાહિલ સ્વાતિ એક જીવતી લાશ બની ગઈ છે.એ જીવી રહી છે પણ એ જીવતી નથી. એ હસી રહી છે પણ એની હસી ગાયબ છે.એની માટે એનું સર્વસ્વ તુ જ છે.આજે પણ એને આસ છે કે તુ આવશે.

હુ જાણુ છું આ હોસ્પિટલમાં ઘણાનાં ટ્યુંમર સારા થઈ ગયા છે તુ ચિંતા ન કર.તારુ પણ બધુ સારુ જ થશે.મારી તો એક જ ઈચ્છા છે તમે બંને ફરી મળો.

સારુ જૈમિની હુ ડૉક્ટરને મળીને આવુ.

આવો મી.સાહિલ.તમારા રિપોર્ટ આવી ગયા છે અને તમારી માટે એક ખૂબ જ સારા સમાચાર છે.તમારુ ટ્યુંમર સારુ થઈ ગયુ છે.તમને હવે કોઈ તકલીફ નથી. તમે હવે પહેલાની જેમ જ નોર્મલ જીવન જીવી શકશો.

આ સાંભળી સાહિલ ખુબ જ ખુશ થઈ ગયો.ડૉક્ટર જોડે વાત કરીને તે સીધો જૌમિની પાસે ગયો અને આ વાત એને જૈમિનીને જણાવી.

જૈમિની પણ ખૂબ જ ખુશ થઈ ગઈ.

જૈમિની મને મારી સ્વાતિ પાછી મળી જશે.હવે હુ એને પાછો મળી શકીશ.

હા સાહિલ હા.

હુ હમણાંજ સ્વાતિને ફોન કરુ છું.

ના સાહિલ તુ ફોન નાં કરીશ.તુ જાતે જઈને એને સરપ્રાઈઝ આપ.

પણ શુ યે મને ફરી અપનાવશે.

તુ જાતો ખરો.

મમ્મી આજે ખબર નહીં કેમ પણ મારુ મન એમ કહે છે કે કઈક સારુ થવાનું છે.

માં દિકરી વાતો કરતા હોય છે ત્યાં જ દરવાજા પર કોઇએ ડોરબેલ વગાડ્યો.સ્વાતિ ક્યારેય દરવાજો ખોલવા ઊભી નથી થતી.પણ આજે એ દરવાજો ખોલવા ઉભી થાય છે.

સ્વાતિ દરવાજો ખોલે છે.

ક્યાં હતો તુ આટલા દિવસથી.કેમ મને આમ છોડીને જતો રહ્યો હતો.તને ખબર પણ છે.તારા વગર મારુ શુ થશે એ.

હા સ્વાતિ હુ દરેક વસ્તુ જાણુ છું.સ્વાતિ હુ તારો ગુનેગાર છુ.તુ જે સજા આપશે એ મને મંજુર છે.પણ એકવાર મારી વાત તો સાંભળી લે.

મારે કઈ નથી સાંભળવું.

હુ તને તારા દરેક પ્રશ્નોનાં જવાબ આપવા માટે જ આવ્યો છુ અહિ.

સાહિલ સ્વાતિને બધી વાત જણાવે છે.

સાહિલ આટલી મોટી મુસીબતમાં તારે આમ મારો સાથ છોડી દેવાનો.આપણે તો સુખ દુઃખમાં એકબીજાને સાથ આપવાનું વચન આપ્યું હતુ. પછી આવુ કેમ કર્યું.

હુ તારી જિંદગી બરબાદ કરવા ન તો માંગતો.બોલ સ્વાતિ એક નવી શરૂઆત કરીશ મારી જોડે.

સાહિલ આ સ્વાતિ તો તારી થઈ જ ગઈ છે.તારા સિવાય એ બીજા કોઈ માટે વિચારી શકે એમ છે જ નહી.

I Love you swati.

I Love you sahil.

બંને ફરી એકબીજાને સાથે જીવન જીવવાનું વચન આપે છે.

બંનેનાં પરિવાર ભેગા મળી બંનેનાં લગ્ન ખૂબ જ ધામધૂમથી કરી આપે છે.

રાજેશ્વરી