ભૂત સાથે યુદ્ધ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂત સાથે યુદ્ધ

ગામની બહાર એક મોટું વૃક્ષ હતું. તે વૃક્ષ પર એક ભૂત રહેતું હતું. ગામ લોકો ને તે ભૂત વિશે ખબર હતી એટલે ત્યાં જવાનું બધા લોકો ટાળતા હતા. ભૂતે ગામ માં પ્રવેશવાની ઘણી કોશિશ કરી પણ ગામ લોકો એ એક સાધુ પાસે થી એક હવન કરાવ્યો હતો ને તે હવન દ્વારા એક ત્રિશૂળ ઉતપન્ન કરાવ્યું હતું . તે ત્રિશૂળ થી તે ભૂત ગામ માં પ્રવેશી શકતું ન હતું.

એક દિવસ તે ગામ પર લૂંટારાઓ હુમલો કરી દીધો. ગામ લોકોએ પણ તેમનો સામનો કરવા સામે જંગે ચડ્યા. એક ઘમાસાણ યુધ્ધ થયું જેમાં ગામના અને લૂંટારા ઓ ઘણા માર્યા ગયા. યુધ્ધ સમયે જ્યારે લૂંટારાઓ ભાગી રહ્યા હતા ત્યારે તેમને એક ત્રિશૂળ જોયું ને તે ત્રિશૂળ લઈ નાચી છૂટ્યા. બીજે દિવસે થી તે ભૂત ગામ લોકો ને હેરાન કરવા લાગ્યો.

પેલા સાધુ તો તે પછી ક્યાંય દેખાયા ન હતા એટલે તેની શોધખોળ શરૂ કરી, પણ ક્યાંય મળ્યા નહિ. હવે દિવસે ને દિવસે તે ભૂત વધારે ગામ લોકો ને હેરાન કરવા લાગ્યો. અમુક ગામ લોકો બહાર ગામ જતા રહ્યા તો અમુક લોકો કામ સિવાય બહાર પણ નીકળતા ન હતા.

તે સમયે એક યોગી તપસ્યા કરવા તે ગામ માં પહોંચ્યા, અને તે આ ગામમાં સારી જગ્યાની શોધમાં હતા જેથી તે ત્યાં બેસીને શાંતિથી તપસ્યા કરી શકે. આ યોગી જગ્યા શોધતા શોધતા તેને ગામ ની બહાર એક વૃક્ષ જોયું. યોગીને આ સ્થળ ગમ્યું જ્યાં જુનું વૃક્ષ હતું અને તે વૃક્ષ પર યોગીએ આ વૃક્ષ નીચે બેસીને તેમની તપશ્ચર્યા કરવાનું શરૂ કર્યું, પરંતુ એવા કોઈ ગામ લોકો ને સમાચાર મળ્યા નથી કે યોગી આ વૃક્ષ નીચે તપસ્યા કરી રહ્યા છે, અને નહિ કે આ યોગી ને ખબર પડી કે આ વૃક્ષ પર ખતરનાક ભૂત રહે છે.

યોગી તો તે વૃક્ષ નીચે તપસ્યા કરવા લાગ્યા. ભૂત આ જોઈ શક્યો નહિ એટલે તેણે યોગી ને મારવાની કોશિશ કરે છે કારણ કે ભૂત ઇચ્છતો નહતો કે કોઈ માણસ કે યોગી આ ઝાડ નીચે બેસીને અહીં રહે કે તપસ્યા કરે.

ભૂતે યોગીને મારી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ યોગીની આજુબાજુ રક્ષણ રેખા રચાઈ, તે ભૂત યોગીને સ્પર્શ પણ કરી શક્યો નહીં. ત્યારે ભૂત ને ગુસ્સો આવ્યો તેણે જોયું કે તેની બધી શક્તિઓ આ યોગી આગળ નકામી થઈ જાય છે, તેનું કારણ હતું કે જ્યાં સુધી યોગી તપસ્યા કરે ત્યાં સુધી હું તેને કઈ પણ નહિ કરી શકુ.

જ્યારે તે યોગી તપસ્યા માંથી બહાર આવે છે, ત્યારે તે યોગી ને બહુ ભૂખ લાગે છે તે ખોરાક માટે કોઈ ફળની શોધ કરવા નીકળે છે, થોડે દૂર યોગી ચાલ્યા પછી, આ ભૂત તે યોગીની સામે ઉભો રહે છે અને મોટેથી હસવા લાગે છે. ભૂત યોગીને કહે છે, હવે હું જલ્દી જ તારો જીવ લઈશ હવે તું ભાગી ને ક્યાં જઈશ. જો તારે અહી થી જતું રહેવું હોય તો તને નહિ મારું, નહિ તો હું મારી નાખીશ.

યોગી હસવા લાગ્યા અને યોગીએ તે ભૂત ને કહ્યું કે જો મારું મૃત્યુ તારા હાથમાં લખાયું છે, તો કોઈ તેને મિટાવી શકશે નહીં, અને જો તે તારા હાથ થી લખાયું નહિ હોય તો તું મને સ્પર્શ પણ નહીં કરી શકે. આ સાંભળીને ભૂત ખૂબ ગુસ્સે થઈ જાય છે અને તે ભૂત યોગીને મારવા આગળ વધે છે ભૂત આગળ વધતાં જ યોગી ભગવાનનું નામ લઈ સીધા તે વૃક્ષ નીચે સમાધિમાં બેસી જાય છે.

ભૂત યોગીને મારવા માટે ઘણા પ્રયત્નો કરે છે, તે મહદ અંશે સફળ પણ થઈ જાય છે. તેનું કારણ હતું તે સંપૂર્ણ સમાધિ માં આવ્યા ન હતા. યોગીનું જીવન હવે જોખમમાં હતું કારણ કે યોગી કેટલા સમયથી તરસ્યા ભૂખે તરસ્યા માં બેઠા હતા.

યોગીએ ભગવાન ને પ્રાથના કરી કે જો મારું મૃત્યુ આ ખતરનાક ભૂત દ્વારા લખાયેલું છે, તો હું સંમત છું પણ જો તમે લખ્યું નથી, તો મારું જીવન સુરક્ષિત છે. મારું જીવન મરણ તમારા હાથ માં છે.

આ યોગી ઘણા વર્ષોથી ભગવાન માટે તપસ્યા કરતો હતો, તેથી ભગવાનને પણ આ યોગી પર ગર્વ હતો. ભગવાને યોગીના જીવ બચાવવા માટે એક શક્તિશાળી જીન મોકલ્યો જે તે ભૂત કરતા વધારે શક્તિશાળી હતો. યોગી ઘણા કલાકો સુધી સમાધિમાં ભૂત ને સહન કરી શક્યા ન નહિ, મજબૂરીમાં યોગીને સમાધિ તોડવી પડી, ત્યારે તેણે જોયું કે ભૂત હજી પણ તેની સામે ઉભો છે અને તે હસતો હતો.

યોગી સમજી ગયા કે મારા મૃત્યુનો સમય આવી ગયો છે અને હું જલ્દી જ મરી જઈશ. તે જ સમયે ભયાનક ભૂતે તલવાર લીધી. યોગી આ જોઈને ભગવાનનું નામ લેવા લાગ્યા, ભૂતે યોગીના ગળા પાસે તલવાર રાખી ને યોગી ને મારવાનો પ્રયાસ કર્યો ત્યાં ભગવાન દ્વારા મોકલેલો જીન પ્રગટ થયો.

જીને ભૂત પાસે થી તલવાર છીનવી લીધી ને યોગી નો જીવ બચાવી લીધો. પછી આ બંને વચ્ચે એક ભયંકર યુદ્ધ શરૂ થાય છે. આ બંને વચ્ચે યુદ્ધ કલાકો સુધી ચાલે છે. આ સમયે ગામ લોકો આ અવાજ સાંભળી ને ત્યાં વૃક્ષ પાસે આવી આ ભયંકર યુધ્ધ જોવા લાગે છે. બધા લોકો આ યુધ્ધ જોઈ ડરી રહ્યા હતા પણ તેની પાસે યોગી ને જોઈને તેમનો ડર પણ જતો રહ્યો હતો. આ ભયંકર યુધ્ધ માં સત્યનો વિજય થાય છે ને ખતરનાક ભૂત માર્યો જાય છે.

ત્યારે જીન પણ યોગી ને નમસ્કાર કરી ગાયબ થઈ જાય છે. બધા ગામ લોકો ને ખબર પડે યોગી દ્વારા આપણે આ ભયાનક ભૂત ના પ્રકોપ થી ફરી મુક્ત થયા છીએ એટલે બધા યોગી માં પગ માં પડી ગયા. ને યોગી બધા ને આશીર્વાદ આપી ચાલતા થયા.

જીત ગજ્જર