DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 17 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 17

અને ચારે જણા હસતા હસતા ઊભા થાય છે અને રોમન એડી ને કહે છે કેવુ રહ્યું prince?.એટલે એડી ચાલતા ચાલતા જ તેના હાથના ઇશારાથી કહે છે ફેન્ટાસ્ટિક પાપા.
રોમન જાણે છે કે હવે વળીનેે પેલા ટેબલ પરના ગલાસ ની સામેે જોવાનો કોઈ જ અર્થ નથી.અને રોમન એ પણ જાણે છે કેેે હવે નેક્સ્ટ vibration ક્યાં થવાનું છે.

રોમન રેસ્ટોરન્ટની બહાર નીકળીને લસ્સીી અને તેના બાળકોો ને કહે છે તમે મેન ગેટ ની બહાર જ ઉભાા રહો હું કાર પાર્કિંગ માંથી બહાર કાઢી ને આવું છું.

કારણ કે રોમન નહોતો ઈચ્છતોો કે તેની વૉકસવેગન નેેેેે વાઇબ્રેટ થતી તેનું ફેમિલી જુવે.

રોમન પાર્કિંગ ઝોનમાં પહોંચે છે અને વિશાળ પાર્કિંગ
ઝોન માં દૂર દૂર સુધી રોમન સિવાય ત્યા બીજું કોઈ
ન હતું.અને રોમન તેના સેન્ટ્રલ લોક સિસ્ટમ ની સ્વીચ દબાવવા જાય એ પહેલાં જ તેની કાર કાંપવા લાગે છે આ જોઈને રોમન થોડોક ભય વાળું હાસ્ય કરીને બોલે છે strange.
છતાં પણ રોમન હિંમત કરીને તેનું ચાલવાનું ચાલુ રાખે છે અને પ્રોફેસર અલીકોચર ના વાક્યો ને યાદ કરેછે કે જો તેણે તને મારી જ નાખવો હોત તો ક્યારનોય મારી નાખ્યો હોત. but it is નાવ ઇનટેન્સડ. જોકે રોમન ને પણ લાગે જ છે કે મારી નાખનાર ક્યારેય આટલો બધો સ્ટંટ કરે જ નહીં.એ તો સીધેસીધું ટ્રીગર જ દબાવી દે.
રોમન એની કાર પાસે જઇને તેનો door open કરી ને કારની અંદર ઝાખે છે અને પછી કશુંક સુઘવાનો પ્રયત્ન કરે છે.અને રોમન તેની કારમાં બેસતા પહેલા જ કારમાં કાર ફ્રેશનર સ્પ્રે કરી દે છે અને પછી સાવધાનીપૂર્વક સેલ મારે છે.
રોમન તેની કારને રિવર્સ માંથી ફસ્ટ માં નાખે તેટલી સેકન્ડમાં જ રોમન નિર્ણય કરી લે છે કે હવે કાલે મિસ્ટર સીસા ને મારે મળવું જ પડશે.
રોમન તેના એક્સપ્રેશન ચેન્જ કરે છે અને મેન ગેટ પાસે આવે છે. roman તેની કારના સ્ટીયરીંગ ને પકડીને ટટ્ટાર થઈ જાય છે.અને તેની દૃષ્ટિને સ્થિર કરીને ઑબઝર્વ કરે છે કે બધુ બરાબર તો છે ને?
લસ્સિ રોમન ને હાથ મારીને હસી ને કહે છે કમોન રોમન નાવ.
રોમન કહે છે ઓહ યા.
બધા ખુશખુશાલ વાતો કરતાં કરતાં તેમના ઘરે પહોંચે છે અને રોમન તેનો night શુટ પહેરી ને તેના ડ્રોવર માંથી એક કિતાબ કાઢે છે અને લસસી ને કહે છે હું જાગું તો તને કોઈ વાંધો તો નથી ને?
લસસી રોમન ને હસીને કહે છે હું તો ઈચ્છું છું કે તું આખી રાત જાગે.
રોમન લસસી ને ટપલી મારીને કહે નોટી ગર્લ.
રોમન ખાલી ખાલી વાંચવાનો ડોળ કરે છે અને બાજુમાં સૂતેલી લસસી ના થોડી જ વારમાં નસકોરા બોલવા ના ચાલુ થઈ જાય છે.
રોમન લસ્સી નું નાક દબાવે છે અને હસી પડે છે.
આજે અમાવસ ની રાત્રી છે અને પ્રેત ની અમાપ શક્તિ નો પ્રભાવ રોમન ઉપર પડીને જ રહે છે.
રાત્રીના લગભગ ત્રણ વાગ્યાના સુમારે રોમન ના હાથમાંથી પેલું પુસ્તક સરી પડે છે અને રોમન ની તેના બેડ ઉપર બેઠેલી હાલતમાં જ આંખો બંધ થાય છે. રોમન પલ પ્રતિપલ ઘેરી નિદ્રા માં સરવા લાગે છે અને એ જેટલી ઘેરી નિદ્રામાં સરી રહ્યો છે તેટલા જ મોટા અવાજે ગરોળીના તૃટક અવાજો રોમનના બેડ માં સંભળાઈ રહ્યા છે. આ સાંભળીને રોમન ની તો આંખો નથી ખુલતી પરંતુ લસસી ની આંખો ખૂલી જાય છે અને લસસી ઉભી થઈને તેના બેડ નીચે આમતેમ જોવા લાગી .અને કહે છે ક્યા મરી ગઈ છીપકલીઓ.લસસી તેના આખા બેડરૂમમાં જોઈ વળે છે પરંતુ તને ક્યાંય પણ છીપકલી નું નામોનિશાન નથી દેખાતું. લસસી અકળાઈ ને તેના કાન બંને હાથો થી દાબી દે છે અને માથે બ્લેન્કેટ ઓઢી ને પાછી સુઈ જાય છે.