તમે ગતાંકમાં જોયુ કે..
ભવ્યા હવે મિલાપ ના દર્દને ભૂલવા યુવરાજ સાથે લગ્ન ન પ્રસ્તાવ ને ફેમિલી દ્વારા "હા" કહેછે.
ભવ્યા ના ફેમિલી માં બધા ખૂબ ખુશ હોયછે.મને ભવ્યા ને યુવરાજનો ફોનમાં વાતચીતનો સિલસિલો શરૂ થાયછે..
હવે ભવ્યા એડજસ્ટ થવા પ્રયત્ન કરેછે ને મિલાપ ને ભૂલવા પણ નિયતિ ને કાઈ ઓર જ મંજુર હતું..
ભવ્યાને યુવરાજ વધારે પડતું ટોર્ચર કરવા લાગયો ને વહેમ કરવા લાગ્યો આખરે એને ગેરસમજણ માં મોટો ઝગડો કર્યો ને 10 દિવસ સુધી ભવ્યા જોડે વાત ન કરી
કંટાળી અને થાકીને ભવ્યા એ મિલાપ ને મેસેજ કર્યો ને એનું મન હળવું થયું વાતવાતમાં મિલાપે મળવા કહ્યું ભવ્યા પણ છેલ્લી મુલાકત સમજીને મળવા ગયી બન્ને સરસ રોમેન્ટિક લોન્ગ દ્રાઈવ કરીને મિલાપે ભવ્યા ની નારાજગી દૂર કરી ભવ્યા તો મિલાપની મુલાકાતથી જ ખુશ હતી એની નારાજગી તો ક્યારની દૂર થઈ હતી.. મિલાપ ને મનોમન હમેશ માટે હાથ થામી લેવા કહેછે..
બોવજ કપરી સ્થિતિ માંથી મિલાપે એક પ્રેમ ની કૂંપળ ખીલવી.. એ મુલાકાત યાદગાર રહી..બન્ને ખુબજ ખુશ હતા અને હવે ભવ્યા ને ઘેર જવાનું હતું એ અણગમતી સ્થિતિ માં પરત ફરવાનું હતું કેમેય કરીને મન મનાવી ને બન્ને છુટા પડ્યા
હવે આગળ જોઈએ...
ભવ્યા એ પોતાનું દુઃખ ફેમિલી મેમ્બર થી છુપાવ્યું અને એકલી જ યુવરાજ નો ઈમોશનલ અત્યાચાર સહન કરતી રહી અને ગૂંગણામન થવા લાગ્યું એટલે હવે એને પણ વારંવાર યુવરાજ ને પોતાની ભૂલ ન હોવા છતાં મનાવવાનું છોડી દીધું ..
આખરે એક દિવસ યુવરાજ એ મેન્ટલી ટોર્ચર ની હદ કરી નાખી ભવ્યા ને હવે એના માટે કોઈ ફીલિંગ્સ નથી રહી એ બરાબર જાણી ગયો કારણકે.. એને જ સાચવતા નહોતું અવડ્યું ભવ્યાની લાગણી ને વારંવાર ઠેસ પહોંચડી હતી
એટલે હવે ભવ્યા એ પણ મૌન રહેવું મુનાસીમ માન્યું પણ યુવરાજે ઊલટું બધો આરોપ ભવ્યા પર નાખ્યો કે તમારી છોકરી હવે મારા કહ્યા માં નથી..ના તો એ મારી કોઈ વાત માને એટલે સુધી કે એ એના મન નું જ કરે કપડાં પણ એની પસંદ ન જ પહેરે છે..
હવેતો હદ છે એને સમજાવો કે થનાર પતિ ને કેમ સાચવવો.. એને કહો સોરી કહે મને નહીતો હું સગાઈ તોડી નાખીશ..
ભવ્યા ના ઘરમાં અને સામે પક્ષે પણ ભુકમ્પ સર્જાયો આ વાત ને લઈને બન્ને બાજુ સમજાવટ ના સુર શરૂ થયા.. ભવ્યાનું સબર નું બાણ હવે તૂટી ચૂક્યું હતું.. હવે કોઈ કાળે એની ભૂલ વગર માફી નહિ જ માંગે
ઉલટાનું એને કરેલી ઘણીય ભૂલો ને ભવ્યા એ વગર કીધે માફ કરેલી ને ઝગડા ને આરોપ થી હવે બરાબરની કંટાલી હતી. એણે પણ હવે જાણે અજાણી શક્તિ મદદ કરી રહી હોય.
એમ એણે યુવરાજ સામે મૌન યુદ્ધ છેડયું ઍને ખબર હતી એ ગમે તે કરશે પણ પરિવાર વાળા ઈજ્જત ખાતર એને સમજાવીને ત્યાંજ લગ્ન કરાવશે એટલે ભવ્યા એ મૌનને જ વ્યાજબી ગણ્યું..
આ અરસામાં ભવ્યાએ મિલાપ સાથે પ્રોબ્લેમ શેર કરીને મદદ ની આશા રાખી પણ એ પણ ઠગારી નીવડી..
મિલાપે એ સમયે તારા ફેમિલી કહે એમ કર અને આપડે લગ્ન શક્ય નથી.. પ્લીઝ સમજ..
ભવ્યા એ છેલ્લું હથિયાર છોડયું ..એને મિલાપને લિવ ઇન..માટે પણ સમજાવ્યો.. એને કહ્યું એની સાથે લગ્ન થશે તો જિંદગી બરબાદ થશે એટલે પ્લીઝ મિલાપ મને સમજ અપડે લગ્ન ન થાય તો કે નહીં હું લિવ ઇન માટે પણ તૈયાર છું પણ મિલાપે કોઈ રીપ્લાય ન આપ્યો અને છેવટે હાથ અધ્ધર કરી દીધા
આખરે ભવ્યા છોકરી થયીને કેટલું જતું કરે..? એને મિલાપ ના આ વર્તન થી આઘાત લાગ્યો અને ચૂપ રહી..
એણે પ્રભુ ને રોજ આજીજી કરવા નિરંતર યુવરાજ ના ચુંગાલમાંથી છૂટવા પ્રાર્થના કરવા માંડી..
હવે એના સિવાય કોઈ એનું હતું નહીં..
અંતે જાણે ભગવાને એના સાફ દિલની અરજી સાંભળી હોય એમ એક દિવસ પપ્પા એ વેવાઈ ને ફોન કરીને પ્રશ્ન નો શુ નિરાકરણ લાવવો એ માટે મિટિંગ કરવા કહ્યું..
પણ સામે છેડે વધારે પડતી દિલીલ કરવામાં આવી પપ્પા ને સમજાય ગયું કે હવે આવા કુટુંબ માં મારી દીકરી નાખવી યોગ્ય નથી..
દીકરી નું ભવિષ્ય અંધકારમાં જતા બચાવી લેવી પડશે
આખરે. ભવ્યા ની અરજી પ્રભુએ ગ્રાહ્ય રાખી ને એક દિવસ સામે પક્ષેથી સગડ આવ્યા કે આ સગપણ ફોક કરો છોકરા માનતા નથી એટલે.. અને ભવ્યા ને એ દિવસે શાંતિ મળી જે ભવ્યા યુવરાજ ના નામ થી ને કૉલ મેસેજથી ફફડતી હતી.. એ ખરાબ દિવસો હવે એને સહન કરવા નહીં પડે અને આખરે એ સગાઈ તૂટી એ આનંદ એને દુનિયાના કોઈપણ આનંદ કરતા પણ વિશેષ લાગ્યો.
વધુ આવતા અંકે..
આવજો
હવે આવતા એપિસોડ માં ભવ્યા મિલાપ ની લવ કમ ટ્રેજડી સ્ટોરીનો અંત આવશે..
માફી ચાહું છું દોસ્તો અંત દરેક લવ સ્ટોરીના સુખમય નથી હોતા.
કોઈને અંત ના ગમે તો તમારા માટે એક સ્કીમ લાવી છું.. તમે તમારી રીતે એક નાનકડો અંત લખી શકો છો અને લિંક મને ફોરવડ કરી શકો છો જેના અંત સારા હશે એમનું નામ સાથે અંત પ્રકાશિત કરીશ..
બાય આવજો ..ગુડનાઈટ