ભવ્યા મિલાપ (ભાગ 23) Bhavna Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ભવ્યા મિલાપ (ભાગ 23)

ભવ્યા મિલાપ (ભાગ 23)
(સોહામણી સાંજ)

તમે ગતાંક.માં જોયું કે.. ભવ્યા યુવરાજ જોડે સગાઈ તો કરી લે છે પણ એને હવે યુવરાજ નું વર્તન ને એના ઝગડા ને ટોર્ચર થી સગાઈ નો પછતાવો થાય છે.

અને એ દુઃખી થાય છે ને મિલાપ ને યાદ કરે છે ને પછી ફેસબુક માં અનબ્લોક કરીને hi મેસેજ કરીને રીપ્લાય ની રાહ જોવે છે

હવે જોઈએ આગળ...

આખરે બન્ને વચ્ચે વાતચીત થાય છે ..ને મિલાપ મળવાનું કહેછે..
ભવ્યાને પણ એમ કે સગાઈ થયી પછી ફરી મિલાપ મળે ન મળે એ છેલ્લી વાર એને મળી લઉં અને એ મિલન ના વિચારો કરતા સુઈ જાય છે.. સવારે પડે છે રોજનું કામ પતાવીને સાંજ પડવાની રાહ જુએ છે..આજે એને ઈંતજાર અઘરો લાગે છે.

ભવ્યા રેડી થયી રહી હતી સાંજના 5 વાગ્યા ની મિલાપ સાથે પહેલી મુલાકાત હતી એમના સબંધ ને પુરા પાંચ વર્ષ થવા આવ્યા હતા પણ મિલાપ અને ભવ્યા ના જોબ નું શિડયુલ એટલું બીઝી હતું કે ક્યારેય બન્ને ને આમને સામને મળવાનો મોકો જ નહતો મળ્યો

આજે પણ ભવ્યાને એ રાત યાદ છે .એને મેટ્રિમોનિયલ સાઇટ માં એક પ્રોફાઈલ ને અમસ્તા જ રિકવેસ્ટ કરેલી ને 2 દિવસ પછી એણે એક્સેપટ પણ કરેલી. એ હતો મિલાપ..જે પછી ભવ્યા નો નમ્બર લઈને એને hi..નો મેસેજ કરે છે ..પણ ભવ્યા એની પ્રોફાઈલ ફરી ચેક કરે તો કાસ્ટ અલગ હોવાથી બોવ ધ્યાન નથી આપતી ને મિલપે એના પ્રયત્નો ચાલું રાખેલા કોઈ વાર ગુડમોર્નિંગ કોઈ વાર ગુડનાઈટ, જોક્સ ને બધું આપ-લે થતી.

ભવ્યા ને એમ કે કાસ્ટ ને લીધે પ્રોબ્લમ થશે એટલે એને ધ્યાન નહોતું આપેલું પણ મિલાપ ના પ્રયત્ને એને ખુલાસો કર્યો કે કાસ્ટ અલગ છે એટલે નથી આપતી રીપલાય..મિલાપ પણ કહે કાઈ નય બન્ને એકજ શહેરમાં છીએ તો એટલીસ્ટ ફ્રેન્ડ તો બની જ શકીએ.?

ભવ્યા થોડી વાર વિચારીને હા પાડે છે લગભગ એપ્રિલ મહિના માં બન્ને ની ફ્રેન્ડશીપ થાય છે ને રોજ ગુડમોર્નિંગ થી લઈને જોક્સ ને મેસેજ રાતે પણ વાત થવા લાગે છે બન્નેને પોતાની હેકટિક જોબ ને લીધે એકબીજાની કમ્પની ગમતી લગભગ આ સિલસિલો 6-7 મહિના ચાલ્યો

થોડો સમય વીતે છે ને ફેબ્રુઆરી મહિનો આવેછે પ્રેમનો મહિનો ક્યાંથી અસર ના થાય બન્ને ની દોસ્તી માં પણ..
એ દિવસે વેલેન્ટાઈન હતો રાતે બન્ને રાબેતા મુજબ વાત કરે છે
જ્યારે વાતવાતમાં એને વેલેન્ટાઈન ની રાતે ભવ્યાને પ્રોપોઝ કરવા પેલું કરીના નું સોન્ગ મોકલેલું ...

સાંજના આઈ લવ યુ...
ભવ્યા એ પણ મજાક માં પૂછી લીધું કે આ સોન્ગ જ મૉકલ્યું કે પછી પ્રોપોઝલ??

એવુંજ સમજ એમ મિલાપે કહ્યું..

ભવ્યા બોલી ઓહ...લાગે વેલેન્ટાઈન ની અસર છે કે પથ્થર દિલ પીગળે છે...

મિલાપે હા કહ્યું ને બન્ને હસી પડ્યા

ને ભવ્યા ખુશ થયી ગયી બસ એ દિવસ ને પછી બીજો દિવસ બન્ને વચ્ચે મેરેજ નું ડિસ્કસ થતા મિલાપે ચોખ્ખું કહી દીધું કે કાસ્ટ અલગ છે એટલે મેરેજ નય થાય પણ મારી લાગણીઓ તને કહી .

મિસ યુ..
ભવ્યા આ મેસેજ જોતા જ જાણે પીગળી ગયી .બનને તરફ કામ ના બોજ ને વધતી ઉંમરે એકલતા ની કડીરૂપ એ સંબંધ ને મૌન મંજુરી જાણે મળી ગયી..

એ દિવસે બન્ને એ 3 વાગ્યા સુધી જાગીને વાત કરી બન્ને ને બોવ રોમાંચ હતો,ભવ્યા તો ખૂબ ખુશ હતી ,અને પછી રોજ રાતે વાત કરવાનો સિલસિલો ચાલુ થયો

બધુજ સરસ ચાલતું પણ ભવ્યા ને ક્યાંક ને ક્યાંક લગ્ન ન થવાની વાત ખૂંચતી કે આ કેવું રાત દિવસ વાત કરે હું જગડું તો પણ મનાવે બધું જ જાણે એને મારી બોવ કદર પણ ખાલી મેરેજ નય કરે એ વાત એને યાદ અવતા જ એ સમસમી જતી

ભવ્યા ગુસ્સા વાળી તો હતી જ એટલે તરત ગુસ્સો નીકળી જતો પણ મિલાપ પ્રેક્ટિકલ સાથે મનાવામાં પણ એક્સપર્ટ હતો ને પાછું પેચ-અપ થયી જતું .બધું એવુંજ પેલા જેવું

મિલાપ ની માસ્ટરી જ કામ કરતી..એટલું બધું બન્ને વચ્ચે એક અદ્રશ્ય બંધન હતું જે એમને આટલી સ્પષ્ટતા છતાં તૂટવા નહોતું દેતું કઈક પ્રબળ શક્તિ હતી એમના સંબંધ માં જે જોડી રાખતી પણ આટલો સમય વીત્યો પણ બન્ને ને મળવાનું થતું જ નહીં

આજ 5 વર્ષે એ પેલી વાર મળવના હતા એ પણ છેલ્લા12 મહિના ના અબોલા પછી તો આજ જરા ઔર ખુશી હતી જે ચહેરા પર દેખાતી હતી ધોમધખતા ઉનાળા માં પણ વસંતી વાયરા સમી ઠંડક જેવી આ સાંજ ની પહેલી મુલાકાત...

મિલાપ એક પ્રાઇવેટ બેન્ક માં બ્રાન્ચ મેંનેજર હતો ને ભવ્યા એક સ્કૂલ માં પ્રોજેકટ- કો- ઓર્ડીનેટર ની પોસ્ટ પર હતી .

ભવ્યાની જોબ માં રોજનું 4 કલાક અપડાઉન ને 6 કલાક ની જોબ સાંજે ઘેર આવતા 7-8 વાગી જતા થાકી જતી. જ્યારે મિલાપ પણ એક સાથે પુરા જિલ્લા ની દસેક જેવી બ્રાન્ચ સંભાળવાની હોવાથી એને ઘેર આવતા 10 -11 વાગતા

પછી ક્યાંથી સમયે બન્ને મળે?? બન્ને લોથપોથ થયી જતા ખુબજ થાક ને કામ નું ટેનશન ને બધું હેન્ડલ કરતા કરતા દિવસો વિતાવતા હા પણ રાતે ચોક્કસ બન્ને વાત કરતા મેસેજ માં ફેસબૂક ને કોઈ વાર કોલ પર પણ..5 વર્ષ માં તો કેટલીય વાર રિસામણાં થતા કોઈવાર મેસેજ લેટ થાય કોઈ વાર મિલાપ વેલો સુઈ જાય તો પણ ભવ્યાને માઠું લાગતું.

લાગેજ ને...!

આખા દિવસમાં ખાલી રાતે જ તો બન્ને મીઠી પ્રેમ- ગોષ્ટી કરી શકતા ને એ પણ ન થાય એટલે સહજ મીઠો ઝગડો થાય પણ મોટો ઝગડો તો માર્ચ માં જ થતો બન્ને ને માર્ચ માં કામ નું ભારણ અતિશય વધી જતું. ઓફીસ માં બોસ ની હેરાનગતિ પણ વધુ એવામાં એટલે એકબીજા પર પણ ગુસ્સો નીકળી જાય

પણ માર્ચ પૂરો થતાં પાછું સમુસૂતરું થયી જતુ.

બન્ને વચ્ચે એક ડીલ હતી કે કાસ્ટ અલગ હોવાથી મેરેજ શક્ય નથી એટલે બોવ લોડ ન લેવો મિલાપ એની વાત પર અડગ હતો પણ ભવ્યા એ સ્વીકારી નહોતી શકતી .

ક્યાંથી સ્વીકારે?? ભાઈ કોઈ પ્રોમિસ વગર ,મુલાકાત વગર, ફક્ત રોજના રાત 1-2 કલાક ની વાત માંજ બન્ને ખૂબ ખુશ હોતા ખબર જ ન પડી ક્યારે સમય વીતી ગયો આમ લડતા- મનાવતા

છેલ્લે તો 12 મહિના અબોલા રહેતા બન્ને ને ખબર નહોતી આજ અચાનક આમ મળવાનું ગોઠવાઈ જશે એકસાઈટમેન્ટ બોવ હતી ભવ્યા એ રેડી થવા લાગ્યું

કોઈ મેકઅપ ના થપેડા નહિ પણ હળવી લિપસ્ટિક ને કાજલ કરી હતી જિન્સ ટીશર્ટ માં સજ્જ ને દુપટ્ટો મો પર બાંધી નીકળી રસ્તા માં 2-3 કોલ આવેલા..

ઓહ શીટ...ઉતાવળ માં મોબાઈલ ચેક ન કર્યો એ રાહ જોતો હશે મારી ને કોલબેક કરે છે

હેલ્લો ..
કેટલી વાર ?ક્યાં છે..? નીકળી...? મિલાપે એકીશ્વાસે બોલી નાખ્યું

હા નીકળી ઓટો ની રાહ જોઉં છું..

બન્ને તરફથી સરખી જ રાહ જોવાતી હતી મિલન ની

મિલાપ કે' લેવા આવું?

ના.. કોઈ જોઈ જાય એટલે....

હું બસ 5 મિનિટ માં આવું છું

તે ઓટો માં જવા નીકળે છે ...કેવો લાગતો હશે મિલાપ? ફોટા માતો જોયો પણ રૂબરૂ જોવાની અલગ મજા હોય

મેડમ આવી ગયું તમારું સ્ટેશન..

ભવ્યા વિચારોને વિખરી ને ઓટો માંથી ઉતરી આમતેમ નજર કરે ત્યાં મિલાપ નો ફોન આવે એ એની ગ્રે કલર ની ગાડી માં બેસેલો છે ને અંદર આવ એમ ઈશારો કરે છે

ભવ્યા કાર માં બેસે છે મિલાપ ની પાસે ની સીટ માં...

ઓહ..આ સપનું તો નથિ ને?? ભવ્યાને વિશ્વાસ નથી આવતો

આ સોહામણી સાંજ ..ને મિલાપ નો સાથ...
એને નાચવાનું મન થયું

હાય ..!મિલાપે કહ્યું

હાય એને પણ હાથ મિલાવ્યો ને પછી કાર સ્ટાર્ટ કરી ને લોન્ગ ડ્રાઇવ પર બન્ને.

જાણે કોઈ મુવિનો સીન હોય એમ પહેલીવાર ભવ્યા એની બાજુમાં બેસેલી ને સાંજ પણ પરિપક્વ થયી હોય એમ સૂરજ ને ડુબાડીને રતાશ રંગ પકડે છે....અદભુત..નજારો

ત્યાંજ બન્ને વાત કરે છે મિલાપ ભવ્યાને સમજાવે છે ગુસ્સો ઉતરે માટે...

પણ એને ક્યાં ખબર હતી કે ભવ્યા તો મિલાપ ના એક hi સંબોધન થી પણ ખુશ થયી જતી.. આખરે 5 વર્ષ થવા આવેલા બંન્ને ના સંબંધ ના એમ કેમ ભૂલી જાય ને આજતો એની સાંજ હતી એની .." સોહામણી સાંજ .." ખુબજ ખુશ હતી

મિલાપે પ્રથમ વાર એનો હાથ પકડ્યો ..ને એને જાણે સ્વર્ગ માં વિહરી રહી હોય એમ લાગી રહ્યું હતું..

બસ આ હાથ ક્યારેય ન છોડતો મિલાપ..એનાથી મનોમન બોલાય ગયું પણ એ કહી ન શકી શબ્દો હૈયા સુધી જ સીમિત રહ્યા ..પણ આજ જે સાંજ મિલાપે આપી હતી. એ પણ કાઈ કમ હતી.??

બસ આ ' સુહાના સફર ' ને સુહાની સાંજ ક્યારેય ખતમ ન થાય

આગળનું આવતા અકમાં
.