સમય વિતવા લાગે છે અને બંનેનો પ્રેમ નાનકડા બીજમાંથી છોડ અને છોડમાંથી વૃક્ષ થવાં લાગે છે અને સ્વાભાવિક પણ છે કે પ્રેમ સમય સાથે વધે છે જો બંને વ્યક્તિની એકબીજા માટેની સમજણ સારી હોય. અહીંયા તો સમજણ કાંઇક વધુ પડતી સારી હતી એક બીજાને કઈ કહે એ પહેલાં બીજું એના મનની વાત સમજી જાય તો સ્વાભાવિક છે કે પ્રેમ દિવસેને દિવસે વધવા જ લાગે.
જૈમિક રોજની જેમ જમીને છત પર બેઠો હોય છે અને વિચારે છે કે હું ખુબ આભાર માનું છું ભગવાનનો કે એમને મને નેત્રિ જેવી જીવનસાથી આપી છે. પણ હું ક્યાં સુધી અહીંયા એમ જ ફર્યાં કરીશ મારે એંજિનિયર બનવું જ નથી તો હું શા માટે અહીંયા જ મારા સમયનો બગાડ કરું.
એમ વિચાર કરતો હોય છે ને નેત્રિનો ફોન આવી જાય છે હેલ્લો મોટા માણસ.........! કહેતાં નઈ કે મને જ યાદ કરતાં હતાં કેમકે હું જાણું છું કે મને જ યાદ કરતાં હશો. જૈમિક કહે હા મૅડમ બોલો...........! ને હા આમ તો હું એક એક પળ તને જ યાદ કરતો હોઉં છું પણ અત્યારે હું કાંઈક બીજું વિચારી રહ્યો હતો.
નેત્રિ કહે ઓહ........! મારા સિવાય તમે બીજું કાંઈપણ વિચારો છો એમને વાહ.......! ચાલો જણાવો તો ખરાં કે વિચારતા શું હતા.........? જૈમિક કહે બસ એજ કે ક્યાં સુધી આમને આમ હું મારો સમય વ્યર્થ કરીશ. નેત્રિ કહે સમય વ્યર્થ......? કઈ સમજાયું નહીં મને.......! તો તે કહે જો હું અહીંયા આવ્યો છું ત્યારનો કૉલેજ ભણવા જતો નથી મારે એંજિનિયર બનવું નથી તો હું ક્યાં સુધી અહીંયા રહીશ તો હું વિચારી રહ્યો છું કે ઘરે જતો રહું અને ભવિષ્યમાં કાંઇક કરવાની તૈયારી કરું. હું આમને આમ ક્યાં સુધી સમય બગાડીશ.
નેત્રિ સ્તબ્ધ થઈ જાય છે આ સાંભળીને પણ એ સમજદાર છે માટે એટલું કહે છે હા તમે જે વિચારો છો એ ખોટું નથી પણ તમે આગળ કરશો શું એના વિશે કાંઈ વિચાર્યું છે ખરું......? જૈમિક જવાબ આપતાં જણાવે છે કે હા ઘરે જઈને એક્સ વિદ્યાર્થી તરીકે આર્ટસમાં ગ્રેજ્યુએશન કરીશ અને નોકરી પણ કરીશ. જેથી હું મારો પોતાનો ખર્ચ પણ ઉપાડી શકીશ અને ઘર પર બોઝ નઈ બનું અને આત્મગૌરવથી જીવી શકીશ.
નેત્રિ કહે વાહ જૈમિક તમે તો બધીજ રણનીતિ તૈયાર જ રાખી છે ને મને છોડીને જવાની. જૈમિક આટલું સાંભળી કહે આ રણનીતિ પહેલાં તૈયાર કરવાની હતી પણ કરી નહીં તારાથી દૂર ના રહી શકાય માટે. આમ તો હું જતો રહેતો ખુબ પહેલાં જ પણ ગયો નહીં. તો નેત્રિ કહે અચ્છા તો જણાવો અચાનક કેમ જવાનું યાદ આવ્યું.....? તો તે કહે કે મેં વિચાર્યું ક્યાં સુધી આમ જ બેસી રહીશ અને આજે નહિતો કાલે જાઉં જ પડશે તો આજે કેમ નઈ.......?
હા મને ઇચ્છા જરાય નથી તને મૂકીને જવાની પણ જો હમેશાં સાથે રહેવું છે તો મારે પણ કાંઈક કરવું પડશે આપણા સારા ભવિષ્ય માટે હું આમ જ બેજવાબદાર થઈને ના ફરી શકું મારે કાંઇક તો કરવું જ જોઈએ માટે જાઉં જ પડશે બસ. નેત્રિ કહે વાહ તમે તો ખુબ સમજદાર થઈ ગયાં છોને પણ મને નઈ ફાવે તમારા વિના એનું શું કરીશું.......?
જૈમિક કહે ફાવે તો મનેય નઈ છતાં પણ જાઉં તો પડશે. નેત્રિ હતાશ થઈને કહે ઠીક છે હું રોકીને પણ નઈ રોકી શકું કેમકે મને ખબર છે કે આ સારી બાબત છે કે તમે જવાબદાર થવા જઈ રહ્યાં છો એ ખુશીની વાત પણ છે.
થોડાક દિવસમાં જૈમિક સુરતને વિદાય આપીને પોતાના પરિવાર પાસે ગુજરાત રાજ્યના સૌથી મોટા અને ભારતના સાતમા ક્રમના સાબરમતી નદીના કિનારે વસેલ અમદાવાદ શહેરમાં આવી જાય છે. થોડાક દિવસ શોધ્યા પછી એને પ્રાઇવેટ નોકરી મળી જાય છે અને અમદાવાદમાંજ ગ્રેજ્યુએશન ચાલુ કરી દે છે.
ઘરનાં બધાં પણ ખુશ હતા એના આ નિર્ણયથી માટે જૈમિક ખુશ હતો પણ અમુક અંશે દુ:ખી હતો કારણ એક જ હતું નેત્રિ. નોકરીથી છૂટીને નેત્રિને ફોન કરે છે અને પહેલો જ શબ્દ કહે છે તારી ખુબજ યાદ આવે છે. તારા વિના કાંઇજ ગમતું નથી. મારી પાસે આવી જા યાર પ્લીઝ........! એક પળ માટે પણ તારી યાદ મનમાંથી જતી નથી શું કરું કાંઇ સમજાતું જ નથી.
આટલું સાંભળતાં જ નેત્રિ કાંઇ બોલતી નથી બસ રડવા લાગે છે. જૈમિક કહે રડવાની કાંઇજ જરૂર નથી નેત્રિ મેં આપણાં બંનેના ભાગનું ખુબ રડી લીધું છે. નેત્રિ કહે પણ જૈમિક મને તમારા વિના કઈ ગમતું જ નથી શું કરું હું. જ્યાં જાઉં ત્યાં બસ મારી નજર તમને જ શોધતી હોય છે ખબર છે કે તમે અહીંયા નથી છતાં પણ તમને જ શોધ્યા કરું છું.
જૈમિક વાતનો જવાબ આપતા જણાવે છે કે મને પણ એમ થાય કે બધું છોડીને પાછો આવી જાઉં તારી પાસે પછી વિચાર આવે કે આજે નહિતો કાલે મારે ત્યાથી બહાર તો નીકળવું જ પડતુંને એમ વિચારીને મનને મનાવી લઉં છું. માટે તું જરાય ચિંતા ના કરીશ ખરાબ સમય આવ્યો છે તો સારો પણ આવશે અને સારો સમય પણ એટલો કે આપણે થોડાક સમય માટે નઈ પણ હમેશાં માટે સાથે હોઈશું.
નેત્રિ કહે છે હા એ સમય પણ આવશે જ્યારે આપણે હમેશાં માટે એક સાથે હોઈશું પણ અત્યારે અહીંયા મારે એક એક દિવસ નીકાળવો ભારે થઈ ગયો છે. તમારાથી દૂર રહેવાની વેદના હું જ જાણું છું બસ. હું અહીંયા આવી ત્યારથી હમેશાં તમે મારી સાથે હતા તો ક્યારેય એવું લાગ્યું જ નઈ કે હું ઘર છોડીને આવી છું પણ હવે જ્યારે તમે અહીંયા નથી તો આ સમય મારી માટે ખુબ જ કપરો થઈ ગયો છે કાંઈ ગમતું જ નથી બસ એમ થાય ક્યારે અહીંયાથી નીકળીને તમારી પાસે આવી જાઉં.
જૈમિક કહે હા એ સમય દૂર નથી જલ્દી જ આવશે એ સમય. ને ગમતું તો મને પણ નથી જે વેદના તને થઈ રહી છે એજ વેદના મને પણ થઈ રહી છે ક્યારેય તારાથી દૂર રહેવું પડશે એવું મેં વિચાર્યું જ નહોતું. પણ આ ખરાબ સમય નીકળી જશે અને સારો સમય આવી જશે વિશ્વાસ રાખ.
નેત્રિ કહે હા જૈમિક સારો સમય આવી જ જશે મને ભરોસો છે. તો આજના તમારા સારા સમય વિશે તો જણાવો નોકરીનો પહેલો દિવસ કેવો રહ્યો......? જૈમિક કહે આજ સુધી રખડી જ લીધું હોય અને અચાનક આઠ કલાક નોકરી કરવી પડે એનો દિવસ કેવો હોય શકે........? નેત્રિ હસવા લાગે છે ને કહે છે સારું છે ચાલો સમયની કિંમત તો ખબર પડી તમને હા...... હા....... હા.........!
જૈમિક હા બિલકુલ સાચી વાત કહી સમયની કિંમત તો નોકરી કરીએ ત્યારે જ થાય એવું મેં પહેલાં દિવસે જ અનુભવી લીધું ને હસવા બદલ ખુબ આભાર તમારો મૅડમ હસતાં રહેવું ઉદાસ સારી નથી લાગતી તું જરા પણ. નેત્રિ પાછી હસવા લાગી ને કહે તમે સાથે હોવ ત્યારે તો હમેશાં હસતાં જ રહેવાની આદત પડી ગઈ છે ને..........! અને હા તમે થાકી ગયા હશો આજે તો હવે ઘરે જઈને ફ્રેશ થઈ જાઓ પછી જમીને વાત કરીશું અને ફોન રાખી દે છે.