DESTINY (PART-15) મુખર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DESTINY (PART-15)


ચાર-પાંચ દિવસમાં જૈમિક પણ સુરત પાછો આવી જાય છે. નેત્રિ અને જૈમિક સુરતના ડુમસ દરિયાકિનારે જઈને બેસે છે. નેત્રિ જૈમિકનો હાથ હાથમાં લઈને કહે થેન્ક યુ........! જૈમિક કહે કેમ થેન્ક યુ.......? નેત્રિ કહે મારા જીવનમાં આવવા માટે.........! મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે મારા જીવનમાં તમારા જેટલો પ્રેમ કરવાવાળુ વ્યક્તિ આવશે હું ખુબ નસીબદાર છું કે તમે મને મળ્યાં છો.

જૈમિક નેત્રિને કહે નસીબદાર તું નઈ હું છું કે તું મને મળી છે. અને હા તું લગ્નમાંથી આવી પછી મને ઘરે બધા પૂછતાં હતાં તારા વિશે તો જેને કહેવા જેવું હતું એમને કહી દીધું છે મેં અને જેમને નથી કહેવા જેવું એમને સમય આવે એટલે કહીશ. નેત્રિ કહે શું મમ્મી પપ્પાને ખબર છે......?

તો જવાબ આપતાં જૈમિક કહે પપ્પાને કહેવાની તો વાત દૂર રહી એમનું તો નામ સાંભળતા જ ડર લાગે છે અને મમ્મીને કાંઈ કહું એ પહેલાં તો મમ્મી મને ચેતવણી આપીને ગયા છે કે ખાલી ફ્રેન્ડ સુધી ઠીક છે એથી વધુ કઈ હશે તો ઘરના દરવાજા બંદ થતાં સમય નઈ લાગે. હું જાણું છું કે આજે નહિતો કાલે મમ્મી પપ્પાને પણ કહેવું પડશે તો સમય આવે હું એ પણ કહી દઈશ.

નેત્રિ કહે હા ઘરે કહી દેવું આસાન નથી આમ તો ને કાલે જ મારા મોટા બહેનનો ફોન આવ્યો હતો કે મને છોકરો જોવા આવવાનો છે તો મારે ઘરે આવવાનું છે. જૈમિક હતાશ થઈને પૂછે છે તો તું છોકરો જોવા જઈશ એમ.......? નેત્રિ કહે સવાલ જ નથી આવતો છોકરો જોવાનો માટે મેં મોટા બહેનને આપણા વિશે કહી દીધું છે અને એ પણ કહી દીધું છે કે લગ્ન પણ જૈમિક સાથે જ કરીશ.

જૈમિક કહે તો શું મોટા બહેન માની ગયાં.........? નેત્રિ કહે ના જે વાતનો ડર તમને હતો એજ વાત અહીંયા આવીને ઊભી રહી છે અને એ છે અલગ જ્ઞાતિ. મોટા બહેને એક કલાક સુધી મને ભાષણ આપ્યું અને સમજાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો કે હું અન્ય જ્ઞાતિમાં નઈ પણ પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરું.

જૈમિક આટલું સાંભળીને બસ એટલું કહે છે તો શું વિચાર છે તારો.......? નેત્રિ કહે વિચાર કરવાનો જ ક્યાં હોય આમાં આપણે બંને આ વિષય પર પહેલાં વિચાર કરી ચુક્યા છીએ માટે મેં મોટા બહેનને સ્પષ્ટ કહી દીધું છે કે લગ્ન કરીશ તો જૈમિક સાથે જ બાકી ક્યાંય નહીં કરું.

આટલું સાંભળીને મોટા બહેન તો ગુસ્સે થઈ ગયાં અને મને કેટલીય હદ સુધી બોલવા લાગ્યા અને કહેતા હતા કે તું ગમે તે કર પણ ત્યાં તો નઈ જ કરવા દઈએ લગ્ન. તો મેં કહ્યું કે હું જાણું છું તમે મારા સારા માટે જ કહેતાં હશો પણ તમે સમજવાનો પ્રયાસ કરો કેમકે જૈમિક વિના મારું જીવન હવે અશક્ય છે. જો એ નઈ હોય મારા જીવનમાં તો મારું જીવન આખું નિરસ થઈ જશે જે હું ક્યારેય નથી ઇચ્છતી અને તમે પણ નઈ ઇચ્છતા હોવ.

જૈમિક કહે નેત્રિ તે કહી દીધું એ સારું કર્યું કેમકે આજે તે કહ્યું છે કાલે મારે પણ કહેવું જ પડશે ને હું તૈયાર છું એની માટે હું ગમે તે કરીશ પણ લગ્ન તો તારી સાથે જ કરીશ. મને એક વાત જણાવ કે મોટા બહેન ના કહે છે એ ઠીક છે પણ તારા પપ્પા વિશે વાત કરીએ તો એમનો જવાબ શું હશે.......?

નેત્રિ કહે તમે એમની ચિંતા ના કરો કેમકે મેં પહેલાં પણ કહ્યું હતું એમને મારી ખુશી જોઈએ બસ હું ખુશ હોય એમાં એ પણ ખુશ જ હોય. કોઈ માને ના માને મારા પપ્પા માની જશે એ મને વિશ્વાસ છે. મારી નાનામાં નાની જીદ પુરી કરનાર મારા પપ્પા મારા જીવનની ખુશી માટે ક્યારેય ના નહીં કહે હું જાણું છું.

જૈમિક કહે નેત્રિ ભલે આકાશ પાતાળ એક થઈ જાય પણ આપણે અલગ નઈ થઈએ. અને તું એતો જણાવ મને કે લગ્ન પછી આપણી જિંદગી કેવી હોવી જોઈએ........? નેત્રિ કહે લગ્ન પછી એક ઘર જેમાં મેં ખુબ નાની ઉમરમાં મારા મમ્મીને ખોઈ દીધા છે એના રૂપમાં તમારા મમ્મી , ભાઈ પણ નથી તો ભાઈના રૂપમાં તમારા ભાઈ, ભાભી અને પપ્પા એમ કરીને આપણો આખો પરિવાર એક સાથે જોઈએ મને.

વેકેશનમાં તમારા મોટા બહેન અને એમના ટેણીયાં પણ આપણા ઘરે જોઈએ. ટૂંકમાં કહું તો મને એકલા તમારાથી મતલબ નથી રાખવો મારે તમારી સાથે તમારો આખો પરિવાર જોઈએ છે જે ફક્ત તમારો નઈ મારો પણ હોય એ આપણો પરિવાર હોય જેને જોઈ મનમાં હમેશાં એક ખુશીનો અનુભવ થયાં કરે કે મારો પરિવાર મારા સુખ દુઃખનો સાથી મારી સાથે હમેશાં ઉભો છે.

આટલું સાંભળીને જૈમિકની આંખ ભરાઈ આવે છે અને કહે છે હું તો ખાલી જીવનસાથી મેળવવા માંગતો હતો પણ ભગવાને મને એથી કાંઇક વિશેષ આપ્યું છે. તું ફક્ત મારી નઈ પણ મારા પરિવારની પણ આટલી કદર કરે છે એ જાણીને મને મારા નિર્ણય પર ખુબજ આનંદની અનુભૂતિ થાય છે. હું હમેશાં વિચારતો હતો કે હું એવી જીવનસાથી લાવીશ જે મારા પરિવારથી જોડાઈ રહે પણ તું તો એવી નીકળી જેનાથી મારો પરિવાર જોડાઈ રહેશે.

આગળ વાત કરતા કહે ચાલ એતો માની લીધું કે તું સંપૂર્ણ પરિવાર સાથે રહેવા માંગે છે પણ તારા સપનાં વિશે તો જણાવ. નેત્રિ કહે સપનું મારું નહીં પણ આપણું હોય જૈમિક. હવેથી કોઈપણ સપનાં મારા કે તમારા નઈ પણ આપણાં હશે. હું, તમે અને આપણો પરિવાર.

હું રોજ તમારી અને મારી માટે ટિફિન બનાવીશ જોડે જોડે નોકરી જઈશું સાંજે આવીને પરિવાર સાથે જમ્યા પછી બહાર આંટો મારવાં જઈશું. રવિવારે ફરવા જઈશું અને સામાન્ય જિંદગી જીવીશું બસ એથી વિશેષ કાંઇ નઈ.

જૈમિક કહે અરે વાહ...............! આપણાં વિચારો તો કાંઇક વધારે મળવા લાગ્યાં છે ને........! મને પણ એક સામાન્ય જીવન જોઈએ છે બસ જેમાં હું, તું આપણો પરિવાર, નોકરી અને રજાના દિવસમાં ફરવાનું. થોડાક સમય પછી એક બે બાળકો હશે જે આપણા પ્રેમમાં વધારો કરશે આપણા પ્રેમનું પ્રતીક અને ધીમે ધીમે જીવન હસતાં હસતાં મસ્ત રીતે પતી જશે પછી બીજું શું જોઈએ છે.

નેત્રિ કહે હા આપણો પ્રેમ જ એટલો બધો છે ને કે આપણાં વિચાર પણ મળી જાય છે. અને આ દરિયા કિનારે બેસવાની મજા છે ને તમારી સાથે આજીવન મળતી રહે બસ એથી વધુ સુખ બીજે ક્યાં.......?
બંને એકબીજા સાથે ત્યાં દરિયા કિનારે બેસીને પ્રેમ ભરી વાતો કરે છે અને એકબીજાની આંખોમાં આંખ નાંખીને બસ એકબીજાને જોયાં કરે છે અને એક બીજાને ગળે ભેટીને એક વાયદો કરે છે કે ગમે તે થઈ જાય પણ સાથ નહીં છૂટે..........! અને દરિયાકિનારેથી વિદાય લે છે.