DESTINY (PART-1) મુખર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DESTINY (PART-1)

(મારા ધારાવાહિકના નામ પ્રમાણે જ આ આખી વાત રજુ થશે જેમાં આખી જ વાત કાલ્પનિક છે. કોઇપણ જાતિ,જ્ઞાતિ કે સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઇજ ઇરાદો નથી. મારા ધારાવાહિકમાં આપ સુખ,દુ:ખ,મેળાપ,વિરહ,અચંબો જેવા દરેક મનોભાવનો અનુભવ કરશો અને રસપ્રદ વાત એ છે કે એક વાર વાંચવાની ચાલુ કર્યા પછી તમે વાંચવાની મુકી નઇ શકો એટલા વળાંક આવશે. આશા છે કે આપ સૌને મારી ધારાવાહિક "DESTINY" ગમશે. એના નામ પ્રમાણે જ આખી ધારાવાહિક રજુ કરવાનો આ પ્રયાસ સફળ રહેશે એવી આશા સાથે આ પ્રથમ ભાગની શરૂઆત કરું છું.)

પાત્ર: 1) જૈમિક
2) નેત્રિ

જૈમિક વિશે થોડુક જાણી લઇએ તો જૈમિક એક મધ્યમ વર્ગના પરિવારથી છે અને સ્કૂલ ટાઇમથી ભણવાનો આળસુ(મોટા ભાગના હોય જ છે) એ ધોરણ 10 પછી પપ્પાના નિર્ણયથી જાય છે એન્જિનિયર બનવા દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી માત્ર ૧૪ કિલોમીટરના અંતરે આવેલ શહેર સુરત(સૂર્યનું શહેર) પણ જૈમિકને મનમાં તો કાંઇક બીજું જ ચાલે. સુરતની કૉલેજમાં જતા જ એ ભુલી ગયો કે એ અહીંયા એન્જિનિયર બનવા આવ્યો છે. ઘરથી દુર આવ્યા પછી એને તો આઝાદી મળી ગઇ પોતાના મનનું જીવન જીવવાની. પહેલા વર્ષમાં તો એને ક્લાસરૂમ પણ જોયેલો બીજા વર્ષથી તો એને કૅન્ટીન,પાર્કિંગ,કૉલેજ કૅમ્પસ અને વળી રહી જતું હતું તો ચાની કીટલી જ જોઇ. મોટા ભાગના સમય તો એવું જ હોય કે એને મળવું હોય તો ક્યાંય શોધવા ન જવું પડે બસ ચાની કીટલીએ પહોંચી જવાનું એ ત્યાં હાજર જ હોય. સંગત સારા મિત્રો સાથે સાથે ખરાબની પણ થઇ બનવા આવેલ એન્જિનિયર પણ રખડેલ,લાપરવાહ અને અમુક અંશે વ્યસની બનીને રહી ગયો. સારી છાપથી એને કઇજ મતલબ ન હતો એ બસ એની મસ્તીમાં મસ્ત હતો, મિત્રોની સાથે સમય વિતાવવો અને વાતોના વડા કરવા સિવાય કાંઈજ કામ ધંધો નઇ.

નેત્રિ વિશે જાણીએ તો મધ્યમ વર્ગના પરિવારની એ છોકરી જૈમિકના પાત્રથી તદ્દન અલગ જેમ સિક્કાની બે બાજુ હોય ને એજ રીતનું કાંઇક.નેત્રિ બાળપણથી જ ભણવામાં હોશિયાર, પરિવારની સૌથી નાની દીકરી એટલે ઘરમાં સૌની લાડકવાઇ. એનું તો નક્કી જ હતું કે જીવનમાં એંજિનિયર જ બનવું અને એ માટે એ પણ આવી સોનાની મૂરત એવા સુરતની એજ કૉલેજમાં એના સપના કરવા સાકાર.એ જૈમિકથી તદ્દન અલગ જ જરાં પણ બેપરવાહ નઇ એ જે કરવા આવી હતી એની પર જ એનું ધ્યાન, એના પરિવારને કાંઇક કરી બતાવવાનો જુસ્સો અપરંપાર. માટે એના કૉલેજમાં આવ્યાં પછી એના જીવનમાં બસ ક્લાસરૂમ, હૉસ્ટેલ અને એની બહેનપણી સિવાય બીજું કાંઈ સુજે નઇ.

રોજના સમયની જેમ જૈમિક કૉલેજમાં ભણવા તો ન જતો પણ કૉલેજ કૅમ્પસમાં ફરવા જરુર જતો. આજની વાત કરીએ તો જૈમિક કૉલેજમાં એના મિત્રો સાથે ઉભો હતો અને ચોમાસાની ઋતુ હતી તો અચાનક શરૂ થયેલ વાયરો, ચારે તરફ ધૂળ જ ધૂળ સાથે શરૂ થયેલ ધોધમાર વરસાદના લીધે બધાજ મિત્રો દોડીને પાર્કિંગમાં પહોંચી ગયા.

જૈમિક પાર્કિંગમાં જ ઉભો હતો ને એને આવા ધોધમાર વરસાદમાં લાલ અને પીળા રંગનાં કપડાંવાળી કોઈ છોકરી આવતી દેખાઇ. એને જોઇ ખબર નઇ પણ જૈમિકને શું થયું કે એ ત્યાં હાજર હોવા છતાં ત્યાં હાજર ન રહી શકયો બસ એને જોતા જ એ જાણે ભાન ભુલી ગયો હોય એવો જ કાંઇક અનુભવ. એણે એના આજ સુધીના જીવનમાં ક્યારેય આટલી સુંદર,નાની નાની ઢીંગલી જેવી છોકરી જોઇ જ ન હતી એને જોઈને એ મંત્રમુગ્ધ થઇ ગયો અને સ્તબ્ધ થઇ ગયો કે શું ખરેખર આ કોઇ છોકરી છે કે હું સપનું જોઇ રહ્યો છું.

ધોધમાર વરસાદમાં પલળતી જતી એ છોકરીને જોઇ જાણે સ્વર્ગની અપ્સરા એને પૃથ્વી પર જોઇ લીધી હોય એમ એના મુખ પરથી વર્તાય રહ્યું હતું. કૉલેજ કૅમ્પસમાં પાર્કિંગના એ રસ્તેથી ગર્લ્સ હૉસ્ટેલ તરફ જતી એ છોકરીને જોઇ મંત્રમુગ્ધ થયેલ જૈમિક કઈ સમજી જ ના શક્યો કે એને આ શું થઇ રહ્યું છે એને ક્યારેય આવી લાગણીનો અનુભવ જ કર્યો ન હતો.

એને જોઇ જૈમિકને મનમાં બસ એટલું જ ફર્યાં કરે કે કોણ છે આ... ??? ક્યાંથી આવી હશે... ?? ? એનું નામ શું હશે... ?? ? એનો સ્વભાવ કેવો હશે...?? ? આવા હજારો પ્રશ્ન એને ત્યાં ને ત્યાં જ મનમાં ઉદ્ભવવા લાગ્યાં.જોતજોતામાં એ છોકરી ગર્લ્સ હૉસ્ટેલ પહોંચે એ પહેલાં એ સજાક થયો અને એના મુખ પર કાંઇક અલગ જ પ્રકારની ખુશી વર્તાય રહી હતી જે વ્યક્ત કરી શકાય એવી હતી નહીં એને બસ મહેસૂસ કરી શકાય એવી હતી.

ગર્લ્સ હૉસ્ટેલમાં પહોંચે એ પહેલાં જ જૈમિક ગર્લ્સ હૉસ્ટેલમાં રહેતી એની ફ્રેન્ડને ફોન કરે છે. રીંગ વાગે છે ટ્રિન-ટ્રિન.....
ટ્રિન-ટ્રિન...... ટ્રિન-ટ્રિન રીંગ વાગે છે ને વાગે જ જાય છે પણ ફોન કોઇ ઉપાડી નથી રહ્યું. અહીંયા જૈમિકના હૃદયના ધબકારા રીંગ સાથે સાથે ધક... ધક.... ધક... ધક... ધક.... ધક.... થઈ રહ્યા છે. એને કાંઇજ સમજાતું નથી બસ ફોન પર ફોન કર્યાં કરે છે.

(હા હું જાણું છું કે તમે વિચારો છો કે આ છોકરી નેત્રિ છે કે બીજું કોઇ..?? ?પણ જરાક રાહ તો જુઓ થોડાં જ સમયમાં ખબર પડી જશે કે એજ છે કે બીજું કોઇ...?? ? ફોન ઉઠાવે છે કે નઇ જૈમિકની ફ્રેન્ડ અને ઉઠાવે છે તો શું વાત થાય છે એ બધું આપણે આગળના ભાગમાં જાણીશું)