DESTINY. - 4 books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-4)


જૈમિક પોતાના રૂમ પર પહોંચી જાય છે અને કોઇપણ કારણ વિના બસ ગાંડાની જેમ મનમાં જ હસ્યા કરે છે જાણે સાન ભાન ભુલી ગયો હોય એમજ વર્તાય છે. આમ તો કૉલેજ રોજ જતો જ હતો ખાલી કામ વગરની વાતો કરવા પણ હવે એ છોકરીને જોવાના બહાને રોજ કૉલેજમાં જવાનું વધી ગયું. ક્યારેક એ છોકરી દેખાય તો ક્યારેક ના પણ દેખાય એટલે ક્યારેક અપરંપાર ખુશી તો ક્યારેક હતાશાના કાળા ઘેરા વાદળ એવું થયા કરે.


આમને આમ જ અમુક દિવસ હરવા ફરવામાં વીતી ગયા અને એક દિવસ સાંજે જ્યારે જમીને જૈમિક છત પર બેઠો હતો ને ત્યારે ફોનની રિંગ વાગી. ફોનમાં નજર કરે છે તો ફોન નવી નવી બનાવેલી બહેનનો હતો. ફોન ઉઠાવીને જૈમિક કહે છે હેલ્લો મોટા માણસ! કેમ છો...??? ક્યાથી નવરાશ મળી ભાઈ માટે! તો સામેથી બહેન કહે ભાઈ મે તો યાદ પણ કર્યાં તમે તો બહેન બનાવીને ગયા એ ગયા પછી ના તો બહેનને કોઈ ફોન કે ના મેસેજ આવું થોડી ચાલે કઈ....???


જૈમિક કહે અરે ના બહેન એવું નથી પણ મને એમ કે તું ભણવામાં વ્યસ્ત હોય માટે ખોટો તારો સમય બગાડવા શું કામ ફોન કરવો. તો બહેન કહે ના એવું કાંઈ નઈ ભાઈ તમે ફોન કરો તો મને ગમે કે મારો ભાઈ મને યાદ પણ કરે છે. નામ ખાતર બહેન નથી બનાવી એવું મહેસૂસ થાય માટે ફોન તો કરવાનો જ. આ સાંભળી જૈમિક કહે ભલે બહેન આજથી રોજ ફોન કરીશ જ્યાં સુધી તું કંટાળીને એમ ના કહે કે ભાઈ હવે ફોન ના કરો હા....હા.....હા.....બહેન કહે ભાઈ એવું બને જ નહીં કે બહેન ભાઈથી કંટાળી જાય. હા એવું શક્ય છે કે ભાઈ બહેનથી કંટાળી જાય. જૈમિક કહે ના ના મારે પણ નાની બહેનની જરૂર હતી તો એ મળી ગઈ છે તો હું નઈ કંટાળી જાઉં તું ચિંતા ના કરીશ. આમ એક પછી એક વાતો કરતા જ જાય છે અને આજ રીતે રોજ ફોન પર ભાઈ બહેનની વાતો શરૂ થઈ જાય છે. થોડાક દિવસ બહેન સાથે વાત કર્યાં પછી ભાઈને એવો આભાસ થયો કે બહેન ખૂબજ સાફ દિલની છે એની સાથે કાંઈપણ વાત ખુલ્લા મનથી કહી શકાય છે અને એટલું જ તો જૈમિક ભાઈને જોઈતું હતું.
આમ જ રોજ વાત કરતાં કરતાં એક વાર કહે કે તારા રૂમમાં કેટલી છોકરીઓ રહો છો તમે...??? તો એ કહે ત્રણ. પછી જૈમિક કહે એ બધાના નામ તો જણાવ. તો બહેન કહે ભાઈ તમારે કામ કોનું છે સીધે સીધું એ કહો ને તો હું જેનું કામ હોય એનું જ નામ કહી દઉં એમ કહી બહેન પણ ભાઈની મજાક કરવાની ચાલુ કરે છે. પણ જૈમિક તો સી.આઈ.ડી વાળોને પાછો તો કહે અરે ના એવું નઈ પણ ક્યારેક મારે તારું કઈ કામ પડે અને તું ના મળે તો તારી રૂમમાં રહેતી છોકરીને તારા વિશે પૂછી શકુને બહેન એટલા માટે પૂછ્યું બસ બાકી મારે કોઈના નામથી શું મતલબ...!આટલું મોટું બહાનું સાંભળી બહેન કહે ભાઈ હું પણ તમારી જ બહેન છું. આટલા દિવસ વાત કર્યાં પછી એટલી ખબર તો મને પણ પડે છે કે ભાઈ કેમ પૂછતાં હશે અને કેમ નઈ સમજ્યાં...! માટે આ ગોળ-ગોળ બહાના કાઢયા વિના સીધી વાત કરો તો તમારી બહેનને પણ કાંઈક મદદ કરવાની હોય તો ખબર પડે. આટલું સાંભળીને જૈમિકને તો જાણે ખુશીઓનો સમુદ્ર હાથમાં આવી ગયો હોય એમ લાગે અને ધીમેથી કહે એ દિવસે કેન્ટિનમાં તારી સાથે હતું એ કોણ હતું...??? એનું શું નામ...???બહેન પણ ભાઈને વહેંચીને ચણા ખાય એવી હતી તો કહે કઈ છોકરી ભાઈ...??? એ દિવસે તો બે છોકરી હતી. તમે કઈ છોકરીની વાત કરો છો...??? જૈમિક કહે અરે જેને તે બેસવાનું કહ્યું હતું ને એ જતી રહી હતીને લેક્ચરમાં એ છોકરીની વાત કરું છું. બહેન કહે અચ્છા એ...!!! પણ ભાઈ તમારે શું કામ છે એનું...??? એનું ગમે તે નામ હોય, તમારે એના નામનું શું કામ ભાઈ...??? તમે તમારા કામથી કામ રાખો ને એમ કહીને હસવા લાગે છે.જૈમિક કહે અરે આજ તો મારું કામ છે જે કરું છું. એના વિશે જાણીશ તો ક્યારેક તારું કઈ કામ હોય તો એને કહી શકાય ને માટે. બહેન કહે ભાઈ મને મૂર્ખ બનાવવાનું કામ મુકી દો હવે હું મોટી થઈ ગઈ છું અને સમજદાર પણ છું માટે સીધે સીધું કહો શું કામ છે...??? જૈમિક કહે હા ઠીક છે સીધું કહું બે-ત્રણ દિવસ પહેલા જ્યારે ધોધમાર વરસાદ આવતો હતો ત્યારે મે એને પહેલીવાર જોયેલી ત્યારથી લઈને આજ દિન સુધી બસ એના જ વિચાર આવે છે કે કોણ છે...??? શું નામ હશે...??? કયાની છે...??? વગેરે વગેરે.........


મે મારી એક ફ્રેન્ડને ફોન કર્યો હતો એના વિશે પૂછવા માટે તો એને તો મને કિલોના ભાવે ભાષણ આપ્યું અને કહ્યું એનાથી દૂર રહેજે. પણ ખબર નઈ કેમ મારાથી દૂર રહેવાય એવું લાગતું જ નથી અને સાચું કહું તો ખરેખર મારે એનાથી દૂર રહેવાનો પ્રયાસ પણ નથી કરવો..! એનાથી દૂર જવાનું કોઈ કારણ જ નથી મારી પાસે પણ હા એની પાસે આવવાના એક નઈ હજારો કારણ છે મારી પાસે.


આટલું સાંભળી બહેન કહે ભાઈ ક્યારની હું તમને એજ તો કહેતી હતી કે ગોળ-ગોળ નઈ પણ સીધી વાત કરો તો મને કાંઈક મદદ કરવાની પણ ખબર પડે એમ કહી આગળ વાત કરતા જણાવે છે કે ભાઈ હું જાણું છું જે તમે પેલા દીદીવાળુ કહ્યું એ. કેમકે એ દીદી અમારા રૂમની સામેના રૂમમાં જ રહે છે અને એમને તમારા વિશે અમારા રૂમમાં આવીને ઘણું બધું કહ્યું હતું ને એમ પણ કહ્યું હતું કે તમારાથી દૂર રહેવાનું. આ સાંભળીને જૈમિક કહે ઓહ.......!!! બાપ રે........આ તો બહુજ ભારે કરીને. મને હતું જ કે મારી ફ્રેન્ડએ મારા ખૂબજ વખાણ ત્યાં કર્યા જ હશે એટલે જ તારી ફ્રેન્ડ જાણી જોઈને અજાણ બનતી હતી મારાથી કે હું એને જોઈ રહ્યો હતો એ દિવસે.પછી બહેનને કહે ઠીક છે ચલો આટલા વખાણ થઈ ગયા છે મારા તો તારે પણ મારાથી દૂર રહેવું જોઈએ ને બહેન. કેમ મારી સાથે વાત કરે છે...??? બહેન કહે ભાઈ દીદીની વાતો સાંભળીને તો એવું નક્કી જ કર્યું હતું કે દૂર જ રહીશ હું. પણ એ દિવસે કેન્ટીનમાં તમે મળ્યા પછી ખબર પડી કે તમારા વિશે જેને જેવું કહ્યું એ સાચું માનીને તમને ખરાબ માનવા શું જરૂરી છે...??? કેમકે જ્યાં સુધી ભાઈ મે નિરીક્ષણ કર્યું મને તો એવું કાંઈ લાગ્યું નઈ કે તમે ખરાબ પણ છો અને જો હશો તો પણ બીજા માટે હશો પણ મારી માટે તો મારા ભાઈ છો એટલે મારી માટે તો સારા જ છો બસ.આટલું સાંભળતાં જ જૈમિક કહે જેને મને સમજ્યો છે હું એનો નજીકનો મિત્ર થયો છું અને જે મને નથી સમજી શક્યા એમનાથી મને કોઈ દુશ્મની પણ નથી કેમકે એમની સમજણ શક્તિ ઓછી છે તો એમાં હું શું કરી શકું હા...હા...હા. ચાલ એ બધું ઠીક છે મને હવે તારી ફ્રેન્ડનું નામ તો જણાવી દે મારી બહેન. બહેન કહે નામ શું તમને બધું જ કહી દઉં પણ એને પૂછ્યા વિના કઈ કહેવું એ મને યોગ્ય નથી લાગતું માટે હું એને પૂછીને કહીશ. જૈમિક કહે ભલે મને કાંઈજ વાંધો નથી તું એને પૂછીને બધું જણાવે એમાં તારી પણ મિત્રતાનો વિશ્વાસ જળવાઈ રહે એવું હું ભલીભાતી જાણું છું તો તું એમજ કરજે હું રાહ જોઈશ એમ કહી ફોન મૂકે છે.(આવશે આવશે નામ પણ આવશે અને સ્ટોરીમાં મજા તો આવે છે ને જણાવતા રહેજો)
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED