DESTINY (PART-9) books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-9)


રાત્રે જમીને જૈમિક છત પર બેઠા બેઠા વિચાર કરે છે કે ખરેખર નસીબ પણ ખરાં છે હા.......! હું આજ સુધી એવું જ માનતો હતો કે કોઈ માણસ એટલું પણ સારું ના હોય કે આપણે વારંવાર બસ એને જ યાદ કર્યાં કરીએ પણ નેત્રિને મળ્યાં પછી એ માનવું રહ્યું કે માણસ ફક્ત સારું નઈ પણ ખૂબજ સારું હોઈ શકે છે.

એને મળ્યાં પછી જાણે એકલા બેસી રહીને ફક્ત એને યાદ કરવાની પણ મજા કાંઇક અલગ છે. કોઈપણ કારણ વિના એને યાદ કરીને મનમાં જ મલકાતા રહેવું એ પણ એક માણવા જેવો લ્હાવો છે. "નેત્રિ" નામ સાંભળતા જ બસ એનો અવાજ ના જાણે કેમ કાનને આપોઆપ સંભળાવા લાગે છે જાણે એ બાજુમાં જ છે પછી ભલે તે દૂર હોય પણ મન તો એમ જ માને જાણે એ બાજુમાં જ છે.

આજ સુધી મે ક્યારેય કોઈ એવા વ્યક્તિ સાથે સંબંધ નથી બાંધ્યા કે એ મારી માટે જરૂરી હોય પણ નેત્રિને મળ્યાં પછી એમ થાય છે કે બસ આ સમય અહીંયા જ થોભી જાય અને હું આજીવન એની સાથે આમ જ મારું જીવન વ્યતીત કરું. નાનકડી ઢીંગલી જેવી એ આમ અચાનક જ મારા જીવનમાં આવી ગઈ અને સૂના પડેલા મારા આ જીવનમાં જાણે ખુશીઓના રંગ ભરવા આવી હોય એવું મહેસૂસ થાય છે.

એની આંખોમાં જોઉં તો ખરેખર એટલી સચ્ચાઈ છે એની આંખોમાં કે હું પોતાની જાતને એની સાથે તોલવા બેસુ તો હું એની સામે શેષ માત્ર પણ નથી છતાં એને મને એક મિત્રનો દરજ્જો આપ્યો છે જે બીજું કોઈ લગભગ આપી પણ ના શકે કદાચ........! એનો ચહેરો જોઉં તો બસ એમ થાય કે બસ જોયા જ કરુ. જ્યારે પણ જોઉં મોઢા પર એક મીઠી મુસ્કાન જ હોય જાણે ખુશીઓનો સાગર લઈને આવી હોય જીવનમાં એવું જ કાંઈક.....!

એના વાળને જોતાં તો એવું લાગે જાણે પૃથ્વી પર અપ્સરા અવતરી આવી હોય એવું જ લાગે .......! એના સૌંદર્યના જો વખાણ કરવાં બેસી જાઉં તો કદાચ શબ્દો ઓછા પડી જાય પણ એટલું કહેવું રહ્યું કે એ સામાન્ય વ્યક્તિ તો નથી જ એ એક અદ્ભુત વ્યક્તિત્વનું ઉ.દા., છે જેને ભગવાને મારી માટે આ ધરતી પર મોકલી હશે કદાચ.......! ને મનમાં જ એક કડી વિચારે છે........

"પ્રેમથી ભરેલાં જીવનના અણમોલ આ રસ્તામાં વિઘ્ન ઘણાં
આવ્યાં,

કાંઇક અલગ કરવાનાં સ્વપ્નમાં અમે મેળવેલું પણ ગુમાવી
આવ્યાં,

હશે શું લખેલ આ જીવનમાં એ સમજવામાં મળેલી સમજણ
પણ ખોઈ આવ્યાં,

નીકળ્યા હતાં થોડાક સુખની શોધમાં પણ શોધ શોધમાં સુખનો
સમુદ્ર શોધી આવ્યાં."


આખી કૉલેજમાં મારું નામ ખરાબ છે જાણે છે છતાં પણ એને મારી સાથે મિત્રતા કરી છે અને એક વિશ્વાસ રાખ્યો છે કે હું ખરાબ ના હોઇ શકું તો એના એ વિશ્વાસને હકીકતમાં બદલવો એ મારી ફરજ છે. માટે હું આજથી પોતાની જાતને એક નવી દિશા આપીશ. મારા આજ સુધી ચાલી આવતાં જેવા તેવા જીવનને સાચા માર્ગે દોરીશ. આજથી મારું કોઈજ ખરાબ કામમાં નામ નઈ હોય એવું પોતાને વચન આપું છું અને બસ નેત્રિના વિશ્વાસને હકીકતમાં બદલીને જ રહીશ.

(અહીંયા આ આટલું વિચારે છે તો બીજી બાજુ પણ કાંઈક તો હશે ને ચલો જાણી લઈએ)

નેત્રિ પણ જમીને એની રૂમમાં બેઠી હોય છે અને જૈમિકની બનાવેલી બહેન અને એની પાક્કી બહેનપણીને કહે છે સાંભળને તારો ભાઈ ખરાબ નથી હાં જેવું લોકો અને પેલા દીદી કહે છે ને એવો તો બિલકુલ નઈ ......! તો જવાબ મળે છે સામેથી કે હું તો જાણું જ છું કે ભાઈ ખરાબ નથી અને જેમને ખરાબ લાગતા હોય હોઈ શકે કે ભાઈ માટે એ પણ ખરાબ હોય અને રહી વાત દીદીની તો એમની તો તું વાત જ ના કરીશ કારણકે એ દીદી મિત્રતાના નામ પર કલંક કહી શકાય એવા છે.

કેમકે ભાઈ તને અને મને મળ્યાં ત્યારથી આજ સુધી આપણને ખરાબ લાગ્યાં જ નથી અને જો દીદી ભાઈના સાચા અને સારા મિત્ર હોત તો દીદી ક્યારેય એમના વિશે ખરાબ ના કહેતા. ઉપરથી હું ભાઈને સારા કહીશ કેમકે તે જાણે છે કે આ દીદી તને અને મને એમના વિશે ખરાબ કહે છે છતાં પણ ભાઈ એમને મિત્ર કહે છે અને એમને પૂછતાં પણ નથી કે હું તો તારો સારો મિત્ર છું ભલે બીજા માટે ખરાબ હોઈ શકું પણ તારી માટે તો ખરાબ નથી જ તો તું તો મને સારો કહી શકે છે ને તો ખરાબ કેમ કહે છે .....? પણ ભાઈનો સ્વભાવ જ કાંઇક ખાસ છે એટલે જ તો એ મારા ભાઈ છે......!

હા તમારા ભાઈ બસ........! પણ મારી માટે તો જૈમિક કાંઇક ખાસ છે જે હું સમજી નથી શકતી કે નઈ કોઇને સમજાવી શકીશ એવો જ કાંઇક ખાસ સંબંધ........! હું જાણું છું કે લોકો એમને ખરાબ કહે છે અને હું એ પણ જાણું છું કે જૈમિક એ ખરાબ માણસના શબ્દને વધુ સમય ટકવા નહીં દે.....! કેમકે મેં એમના પર મારા કરતાં પણ વધુ વિશ્વાસ મૂક્યો છે જે જૈમિક ક્યારેય નહીં તોડે એ હું ખુબજ સારી રીતે જાણું છું.....!

જૈમિક એક પહેલી જેવો છે જે એને સમજે છે એ બસ એનું જ થઈને રહી જાય છે. બહારથી ગુસ્સાવાળો પણ મનથી શાંત. આમ બેદરકાર પોતાની બાબતમાં પણ જિમ્મેદારીમાં અવ્વલ......! પોતાનું કામ મુકી દે પણ બીજાને ખુશી આપવા હમેશાં તૈયાર......! મને તો ઘણીવાર એવું થાય કે લોકો એને ખરાબ કહેતા જ કેમ હશે પછી થાય જે એના વ્યક્તિત્વથી અજાણ હોય એ લોકો બીજું કરી પણ શું શકે. એ ખરાબ નથી બસ એને સારું અને ખરાબ વચ્ચેનો તફાવત સમજાવે એવું કોઈ મળ્યું નથી આજ સુધી.....!

બહેનપણી કહે બાપ રે...... નેત્રિ......! આટલું તો હું પણ ભાઇને નથી સમજી શકી જેટલું તું સમજે છે. શું વાત છે હા......! પ્રેમની શરૂઆત તો નથી ને......? નેત્રિ કહે છે ખબર નઈ યાર......! પ્રેમ છે કે શું પણ બસ જૈમિક મને ગમે છે એની બેમતલબી વાતો ગમે છે, એની સાથે આખું જીવન વિતાવવાની વાત આવે ને તો પણ હું બે ઘડી ના વિચારું અને એની સાથે નીકળી પડું બસ.....! અને કહે છે


"હાથમાં એમનો હાથ અને જીવનભરનો સાથ,
બસ એથી વિશેષ શું હોય મારી આશ......!"


વાતો કરતાં કરતાં અચાનક ઘડિયાળ સામે જોવે છે તો સમય નવને પંદર થઈ ગયો હતો કહે ઓ...... તારી.......! જૈમિકની વાતોમાં એને જ ફોન કરવાનું ભૂલી જવાયું......! ચાલ હું એને ફોન કરી લઉં અને કહું કે કાલે આપણે ઘરે જવાના છીએ કેમકે હજુ સુધી મેં એમને કહ્યું જ નથી કે હું ઘરે જવાની છું......! બહેનપણી કહે ભલે કરી લે ફોન અને ભાઈને મારી યાદ આપજે અને કહેજે કે બહેન હજુ જીવે છે હા ને......!

નેત્રિ કહે હા કહી દઈશ અને જૈમિકને ફોન કરે છે. રિંગ વાગતા જ જૈમિક ફોન ઉપાડી લે છે અને કહે છે આજે તો ઘણી રાહ જોવડાવીને મૅડમ.....! હું તો ક્યારનો ફોન હાથમાં લઈને બેઠો હતો કે અમણા ફોન આવશે પણ આજે તો તમે સમય કઈ રીતે પસાર થાય તમારા વિના મૅડમ એ ડેમો કરાવતાં લાગો છો.....!

નેત્રિ કહે ના ના એવું કાંઈ નથી બસ તમારી બહેન સાથે વાતો કરતી હતી અને એ તમને યાદ કરતી હતી કહેતી હતી ભાઈને કહેજે બહેન જીવે છે. આ સાંભળી જૈમિક કહે હા ખબર છે એ જીવે છે અને એને કઈ થાય એમ પણ નથી મારી બહેન છે એને થોડું કઈ થાય.....! ઠીક બોલ હવે તું શું કરે છે......?

નેત્રિ કહે છે મારે તમને એક વાત કહેવાની રહી ગઈ હતી કે હું અને તમારી બહેન કાલે ઘરે જવાના છીએ. થોડાક દિવસ હું ઘરે જ રહીશ અને કૉલેજમાં પણ થોડાક દિવસ રજા છે તો જઈ આવું. જૈમિક કહે કેમ અચાનક ઘરે......? મને તો ખબર પણ હવે પડી. નેત્રિ કહે હા હું ભુલી ગઈ હતી કહ્યું ને.......!

જૈમિક કહે ઠીક છે ચલ અત્યારે કહ્યું એ માટે આભાર.......! તો કેટલા વાગ્યે છે બસ......? નેત્રિ કહે સવારે છ વાગ્યે છે બસ પણ બસ સ્ટોપ પર પાંચ-સાડા પાંચે પહોંચી જાઉં પડશે. જૈમિક કહે ઓહ આટલા વહેલા......! ઠીક છે.....! અને હા હું કહેતો હતો કે જ્યારથી આપણે વાત કરીએ છીએ ત્યારથી બસ આપણે હાય હેલ્લો રીતે જ મળ્યાં છીએ શું એવું ના થાય શાંતિથી મળીયે.......?

નેત્રિએ જવાબ આપ્યો થાય ને એવું કેમ ના થાય.....? આવી જાઓ સવારે પાંચ વાગે ઘરે જતાં પહેલાં મળીને જાઉં એમ મજાકમાં કહે છે......! જૈમિક કહે ભલે સવારે મળીયે. નેત્રિ કહે અરે હું મજાક કરું છું પછી શાંતિથી મળીશું. જૈમિક ફરી કહે છે હું જાણું છું તું મજાક કરે છે પણ હું નઈ.....! કેમકે એટલા વહેલા તમે એકલા બસ સ્ટોપ કઈ રીતે જાઓ એથી સારું હું પણ આવીશ તો હું બસ સ્ટોપ સુધી સાથે આવીશ પછી તું નીકળે એટલે આવી જઈશ એમ કહી સવારે મળવાનું નક્કી થાય છે અને નેત્રિ પણ વાત માની લે છે અને બંને ફોન મૂકી દે છે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED