DESTINY (PART-2) books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-2)


અંતે આપણે જોયું હતું કે જૈમિક એની ફ્રેન્ડને ફોન કરે છે રીંગ વાગે જ જાય છે પણ કોઇ ફોન ઉઠાવી નથી રહ્યું. જૈમિક એકદમ બેચેન થઇ જાય છે એને કાંઇ સમજાતું નથી કે શું કરું. છતાં જૈમિક ફોન પર ફોન કર્યાં જ કરે છે આખરે ફોન ઉઠાવ્યો એની ફ્રેન્ડએ ફોન ઉઠાવીને હેલ્લો બોલે એની પહેલા જ જૈમિક ફોન પર જ જલ્દી બહાર આવ..... જલ્દી બહાર આવ કરવાં લાગ્યો. સામેથી જવાબ આવ્યો કઈ સંભળાતું નથી શું કહે છે...??? જરાક જોરથી બોલ તો કાંઇક સંભળાય.


જૈમિક ઊંચા અવાજે બોલે છે કે બહાર આવ કામ છે. તો સામેથી પાછો જવાબ આવ્યો મરી જાઉં છે કે શું તો આવા ધોધમાર વરસાદમાં બહાર આવું. જૈમિક પાછો કહે અરે!!! મારી મા!!! હૉસ્ટેલની બાલ્કનીમાં આવવાનું કહું છું પાકિસ્તાનની બૉર્ડર પર આવવાનું નથી કહેતો. તો પાછી એ કહે પણ કામ શું છે...??? આવા વરસાદમાં ફોનમાં જ કહી દેને જે કહેવું હોય એ એમાં મારે બાલ્કનીમાં આવવાની ક્યાં જરૂર જ છે હે!!!


જૈમિક પાછો કહે જરૂરી કામ છે આવને બહાર પ્લીઝ(છોકરીઓને પ્લીઝ સાંભળવું વધુ ગમે હા). તો પ્લીઝ સાંભળીને ભાવ ખાવાનું છોડીને આખરે જૈમિકની ફ્રેન્ડ બાલ્કનીમાં આવી જેવી આવી એવી કહે બોલ હવે શું કામ હતું...? કેમ ફોન કર્યો...??? આવા વરસાદમાં બહાર કેમ બોલાવી છે...??? કોઇ મરી જતું હતું કઈ અત્યારે ને અત્યારે તો મને બહાર બોલાવી...??? જૈમિકને મનમાં થાય આ કારગીલના યુધ્ધ જેવું કેમ કરે છે પણ જૈમિક હતો સમજદાર બોલે નઈ કઈ પણ કેમ...??? કેમ કે ખાસ કામથી ફોન કર્યો હતો ને!


એની ફ્રેન્ડએ બોલવાનો જરાક વિરામ લીધો ત્યાં જૈમિક કહે બાલ્કનીમાં આવી ગઇ હોય હવે તો હોસ્ટેલ તરફ આવવાવાળા રસ્તા તરફ નજર કરતો. તો પાછી સામેથી ઉંધી વાત આવી કે તે મને આ રસ્તો બતાવવા માટે બહાર બોલાવી? પાછો જૈમિક કહે અરે ના ના તું જો તો ખરી તને રસ્તેથી હૉસ્ટેલ તરફ કોઈ પીળા અને લાલ રંગનાં કપડામાં છોકરી આવતી દેખાય છે...???


બસ આટલું પૂછતાની સાથે જ સામેથી ગોળીઓનો વરસાદ શરૂ થઇ ગયો જાણે કારગિલનું યુધ્ધ અહીંયા જ છે. જૈમિકની ફ્રેન્ડએ બોલવાનું શરૂ કર્યું તારે શું કામ છે...??? એ ગમે તે હોય? તારે એની શું પંચાત...??? તારે એનાથી દૂર રહેવાનું. એના વિશે કાંઈજ કહેવાનું નઈ. એને હેરાન નઈ કરવાની. એ ખુબજ સીધી છોકરી છે. એટલું બધું કહી દીધું સામેથી કે ના પૂછો વાત જાણે છોકરીનું નઈ દાઉદનું એડ્રેસ પૂછી લીધું હોય.(જો કે જૈમિક માટે આ જવાબ સ્વાભાવિક હતો કેમકે એની છાપ પાછી ખૂબજ સારી હતી ને! હા... હા... હા....)


એનો વિરામ પડતાં જૈમિક કહે પણ મે ક્યાં એને હેરાન કરી. મે એને કાંઇ કહ્યું પણ નથી. હું બસ તને એનું નામ પૂછવા માંગતો હતો એના વિશે થોડુક જાણવા માંગતો હતો. મને એમકે તું મારી ફ્રેન્ડ છે તો તું મને જણાવીશ કે એ કોણ છે... ??? એનું નામ શું છે...??? એ ક્યાંની છે...??? વગેરે વગેરે...!!! ઉપરથી તું તો મારું શૂટઆઉટ કરી દે એવું કરે છે. ફ્રેન્ડ છે કે ગયા જન્મની દુશ્મન.


ત્યાં પાછો સામેથી જવાબ આવ્યો જો એવું નથી કે તું મારો ફ્રેન્ડ નથી આપણે સારા મિત્ર છીએ એ વાત ખરી પણ એ છોકરી ખૂબજ સીધી છે તો તું એનો પીછો ના કરીશ તું તારું કામ કર અને એને એનું કામ કરવા દે. આટલું બધું સાંભળીને મોટા ભાગના માણસ મન બદલી દે કે જવા દો ભાઈ આપણે આપણું કામ કરીએ. પણ આ તો જૈમિક ભાઈ જે નક્કી કરે એતો કરવું જ. એમાય ફ્રેન્ડ ના મોઢેથી છોકરીના આટલા વખાણ સાંભળ્યા પછી તો પગ પાછા કઈ રીતે કરી શકાય.


જૈમિક ફ્રેન્ડને કહે ઠીક છે તું કહે એમ બીજું શું. હું એને કાંઇ નઈ કહું બસ. ના એને હેરાન કરીશ. પણ એનું નામ તો જણાવ ખાલી જાણ ખાતર. તો સામેથી જવાબ આવ્યો જાણ બહાર રહે એ વધારે સારું જ છે એમ કહી નામ પણ ના જણાવ્યું. પછી ફોન મુકતા પહેલા જૈમિક કહે ઠીક છે છોડ એ બધી વાત તું કેમ છે...??? કેમ દેખાતી નથી આજકાલ...??? તો એને કહ્યું હા ઘરે ગઇ હતી અને આજે પણ ઘરે જવાની જ છું અને આ તે જેનું પૂછ્યું ને એ પણ મારી સાથે મારા ઘરે જ આવવાની છે મારી સાથે.(સારી રીતે વાત કરી અને વાત કઢાવવાની કળાને પણ નિન્જા ટેક્નિક કહી શકાય હા પાછી!)


આ સાંભળતાં જ જૈમિકને મનમાં તો જાણે કેડબરીના લડ્ડુ ફૂટે. પાછું પૂછે અરે વાહ ઘરે જવાની છે. સરસ! સરસ! ઘરના બધાની યાદ આવતી હશે ને! તો સામેથી જવાબ આવ્યો હા હૉસ્ટેલમાં રહેવાની મજા આવે પણ ઘરના બધાની ખૂબ યાદ આવે માટે જાઉં છું ઘરે. જૈમિક પાછો પૂછે બસમાં જવાની કે ટ્રેનમાં...??? એ કહે ટ્રેનમાં જ. પાછું પૂછ્યું જૈમિક એ અરે વાહ...!!! ટ્રેન સારી બસ કરતાં તો. તો કેટલા વાગ્યાની છે ટ્રેન...??? એને કહ્યું પાંચ વાગ્યાની છે પણ ચાર વાગે નીકળી જાઉં પડશે બસ આ વરસાદ બંદ થાય તો કાંઇક ખબર પડે કે જવાય છે કે નહી. જૈમિક કહે ઠીક છે તો વરસાદ બંદ થાય તો જઇ આવ ઘરે રાખું છું હવે ફોન. ફ્રેન્ડ કહે ભલે પણ તું યાદ રાખજે મેં આજે તને જે બધું કહ્યું છે એ ભૂલ ના થાય. જૈમિક કહે હા.. હા.. યાદ જ છે કહી ફોન રાખી દીધો.ફોન રાખ્યા પછી તો શું હતું જૈમિક અને જૈમિકનું મન. બસ મનમાં એનાજ વિચાર ચાલુ. હવે પાર્કિંગમાં બેસી રહેવાનું એક કારણ બીજું પણ મળ્યું કે પાંચ વાગ્યાની ટ્રેન માટે ચાર વાગ્યે અહીંયાથી નીકળશે. એની ફ્રેન્ડને ઘરે જવાની આતુરતા હશે એ માટે એ વરસાદ બંદ થવાની આશા રાખતી હશે પણ અહીંયા તો વરસાદ બંદ થવાની આશાઓનો પહાડ સર્જાયો હતો. પાર્કિંગમાં બેઠા બેઠા કલાકના કલાકો નીકળવા લાગ્યા. જાણે ઘડિયાળનો કાંટો એક એક સેકંડ હૃદયમાં જ ટીક... ટીક... ટીક... ટીક...થતો હોય એવો અનુભવ.


એક એક પળ જાણે વર્ષો જેવા લાગે. બસ મનમાં એક જ વાત વરસાદ બંદ થાય અને એ બહાર આવે. પણ આજે ભગવાન જાણે જૈમિકના સાથે જ હતા એવું કાંઈક લાગ્યું જોતજોતામાં વરસાદ ચાર વાગવામાં પાંચ મિનિટની વાર હતી અને બંદ થઇ ગયો. જૈમિકની ખુશીનો પાર ના રહ્યો. પણ વાત હજુ પાંચ મિનિટની હતી!!! આ પાંચ મિનિટ જાણે એને પાંચ વર્ષ હોય એમ લાગવા લાગ્યું. સમય જાય જ નઈ બસ એક જ વાત ક્યારે આવશે??? ક્યારે આવશે??? રાહ જોતા જોતા સમય ચારથી વધીને ચાર પંદરનો થયો ત્યાં જૈમિકને મન સાથે મનમાં જ લડાઈ શરૂ કે કેમ ના આવી??? શું થયું હશે??? આવશે કે નહીં???


રાહ જોતા જોતા વિચાર કરે કે ફ્રેન્ડને ફોન કરીને પૂછી લઉં. પાછું વિચારે ના ના ફોન કરીશ તો પાછી એ ભાષણ આપશે. સમય વીતતો ગયો અને દૂર હૉસ્ટેલના રસ્તેથી એને બે છોકરીઓ આવતી દેખાઇ અને જૈમિક તો જાણે અવોર્ડ જીત્યો હોય એટલો ખુશ. ધીમે ધીમે નજીક આવી છોકરીઓ તો ખબર પડી બીજું કોઇ છે તો હતાશાના વાદળ છવાયા એની ચારે કોર. પાછું મન ચકડોળે ચડયું કેમ નથી આવ્યા હજુ???


રાહ કઈ રીતે જોવાય એ અનુભવ એને આ પહેલીવાર થયેલો. એ અનુભવ ચાલતો જ હતો કે એને ફરીથી હૉસ્ટેલ તરફથી ચાર પાંચ છોકરીઓનું ટોળું આવતું દેખાયું પણ આ વખતે મનમાં ના ખુશી કે ના હતાશા મન એકદમ સ્તબ્ધ બસ ભગવાનને મનમાં પ્રાર્થના કે એજ હોય બસ બીજું કાંઈજ નઈ. જેમ જેમ ટોળું નજીક આવ્યું એમ એમ એને મનમાં હજારો ભાવનાઓનો ત્યાં ઊભા ઊભા જ અનુભવ કરી લીધો. નજીક આવતા દેખાઇ સીધી એ જેની આટલી આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. એણે જોઈ જાણે બસ ક્યાય ખુશી છે તો અહીંયા જ છે એવો જ કાંઇક આભાશ.


ધીરે ધીરે એ ટોળું પાર્કિંગ આગળ થઈને નીકળ્યું. જૈમિકની નજર તો બસ એક એની જ પર ફર્યા કરે. જૈમિકની ફ્રેન્ડ એને હાથ કરીને હાય... હેલ્લો... કરે પણ અહીંયા હાય... હેલ્લો... માં ધ્યાન કોનું હતું એને મન તો બસ હું, એ અને અમારી ના કહેલી અસંખ્ય વાતો. કોલેજમાંથી બહાર જતા જ જૈમિક મિત્રનું બાઇક લઇને એમની ટોળાંની પાછળ પાછળ બહાર નીકળ્યો. રોડ પર જઈને ફ્રેન્ડ પાસે બ્રેક કરી. ત્યાં જઈને એનું ધ્યાન તો એની પર જ બસ. ફ્રેન્ડ કહે કેમ આવ્યો...??? તો તેણે જવાબ આપ્યો તને મૂકી જાઉં રેલવે સ્ટેશન માટે આવ્યો. ફ્રેન્ડ કહે ના ના નથી જરૂર નજીક જ છે અમે જતાં રહીશું આમ પણ અમે પાંચ છીએ બાઇક પર નઈ આવી શકીએ. જૈમિકને મનમાં થાય પાંચને લઇ જવાનું કોણ કહે જ છે તો પાંચ બાઇક પર નઈ આવી શકો!! એને તો બસ એકની જ જરૂર હતી હા.. હા..!પછી ફ્રેન્ડ કહે ઠીક મળીયે પછી, અમે જઈએ. પણ જૈમિકની વ્યથા તો જૈમિક જ જાણે એવું હતું કેમ! કેમકે... જેને જોવા આવ્યો હતો એ આગળ આગળ ચાલતી હતી અને એ આ વાતથી બિલકુલ અજાણ હતી કે અજાણ બનવાનો ઢોંગ કરતી હતી એતો એજ જાણે કે કોઈ એને જોવા આવ્યું છે કે પાછળ કોઈ આવી પણ રહ્યું છે. પછી જૈમિક પણ બાઇક એ ટોળાં આગળથી લઈને ફરીથી બસ એને જોતા જોતા કૉલેજ માં પરત ફરી જાય છે. હજુ તો પાછા આવી બેઠો જ હતોને ફરીથી મનમાં એને શું થયું કે પાછો રોડના એક બે ચક્કર મારે છે બસ એને જોવા માટે જ. એને જોઇને જ એ એટલો ખુશ થયો જેવો એ એના જીવનમાં ક્યારેય થયો હશે કે શું ખબર નઈ. પણ એની ખુશી તો હજુ એને જાણવામાં હતી. મનમાં હજારો સવાલ છે અને જવાબ બસ એક જ સમયની રાહ.
(ભાગ - 2 માં નામ જાણવા આવેલા મિત્રો રાહ જોજો નામ પણ આવશે
જૈમિક ને પણ ખબર નથી હજુ નામ તો તમે પણ રાહ જોજો થોડીક.)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED