DESTINY (PART-7) books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-7)


નેત્રિ નામનાં બદલે "DESTINY" નામ રાખ્યાં પછી મનમાં જ વિચારે છે કે ખરેખર આ DESTINY(નિયતિ) જ કહી શકાય કે અમે દૂર દૂર સુધી કાંઈ લેવા દેવા ન હોવાવાળા બંને અજાણ વ્યક્તિ આજે એક બીજાને નજીક છીએ અને સારા મિત્ર છીએ. ઘણાં ઓછા સમયમાં સંબંધોના આટલા મોટા અંતરને ખૂબજ ઝડપથી કાપી લીધો હોય એવો અનુભવ થઈ રહ્યો છે અને મારી માટે આ ખુશીની વાત ગણી શકાય કે જે રીતનું જીવન હું આજસુધી જીવી રહ્યો હતો એ જીવનપ્રણાલી જોતા મારા મિત્ર કરતા દુશ્મન વધુ હોવાની શક્યતા રહેલી છે છતાં પણ જો નેત્રિ મારી મિત્ર બની છે તો હું એ મિત્રતાને ખરી રીતે નિભાવીશ.

આમ ધીરે ધીરે સમય વીતતો જાય છે અને નેત્રિ પેલા દીદીથી છુપાઈને જૈમિક સાથે વાત કરવા લાગે છે. એવું નહોતું કે નેત્રિ એ દીદીથી ડરતી હતી પણ એ સંબંધનું મહત્વ ખૂબજ સારી રીતે જાણતી હતી માટે એને હાલ પૂરતું આ વાત દીદીથી છુપાવવાનું વધારે યોગ્ય લાગ્યું તો એને એમ જ કર્યું. હા એને દીદીથી વાત છુપાવવાની નહોતી ગમતી પણ એ મજબૂર હતી કેમકે એનું માનવું હતું કે બંને વ્યક્તિ પોતપોતાની જગ્યા એ સાચા છે અને બંને એની માટે એક સાચા મિત્રની ખોટ પૂરી પાડે છે તો આ વાત સમય પર છોડીને એને જૈમિક સાથે વાત શરૂ રાખી.

આજે જૈમિક ફોન કરે એ પહેલાં જ સામેથી ફોન આવ્યો. ફોનની રિંગ વાગતા જ જૈમિક તો સાન ભાન ભૂલી જ જાય કેમકે એને મન તો એક જ ફોન બંધાયેલો હોય હવે તો... ! ફોન ઉઠાવતાં જ જૈમિક કહે કેમ છો મૅડમ.......??? તમારા વિશે જ વિચારી રહ્યો હતો ને ફોનની રિંગ વાગી તો એમ જ થયું કે તમારો જ ફોન હશે અને થયું પણ એવુ જ. હું રાહ જોઈ રહ્યો હતો કે તમને આરામથી ફોન કરું પણ આજે તમે એ લાભ ઉઠાવી લીધો....!

નેત્રિ કહે જૈમિક જરાક શ્વાસ તો લઈ લ્યો......! ખબર નઈ શું ખાઓ છો એવું તો કે બોલતા થાક પણ નથી લાગતો. ને આજે શું વાત છે મૅડમ, તમે, જેવા ખૂબ માન આપી રહ્યાં છો ને...??? જૈમિક કહે બોલવામાં તો હું ક્યારેય પાછો ના પડું જો તું સાંભળવા તૈયાર હોય તો અને વાત રહી માનની તો એવું નથી કે માન આપી રહ્યો છું કેમકે મારા મનથી માનની જરૂર પારકાને હોય પોતાના વ્યક્તિ માટે મનમાં માન હોય એજ સાચું માન છે બસ.

નેત્રિ કહે વાતો બનાવવી તો કોઈ તમારા પાસેથી શીખે હા. કહો શું કરી રહ્યાં છો.....??? જમી લીધું...??? જૈમિક કહે હા જમી લીધું અને બસ તને ફોન જ કરવાનું વિચારતો હતો ને તારો જ ફોન આવી ગયો. બોલ તું શું કરે છે...??? નેત્રિ કહે કઈ જ નઈ બસ બેઠી છું જમીને અને હા તમે મને તમારા પરિવાર વિશે તો કાંઇક કહો.

જૈમિક વાતનો જવાબ આપતા જણાવે છે કે મારા ઘરમાં મમ્મી,પપ્પા,મોટા બેન અને મોટો ભાઈ છે. પપ્પા સરકારી નોકરી કરે છે, મમ્મી ગૃહિણી છે, મોટા બેન સાસરે છે અને ભાઈ પણ નોકરી કરે છે અને હું ઘરનો કાનુડો સૌથી નાનો માટે લાડકવાયો એટલે મને છૂટછાટ વધુ મળે અને એ છૂટછાટનો હું પૂરેપૂરો ઉપયોગ કરું છું હા.... હા..... હા....

નેત્રિ કહે જે રીતે તમે જણાવો છો એ રીતે તો તમે કૉલેજમાં હોશિયાર વિદ્યાર્થીમાં હોવા જોઈએ તો કેમ આ ઊંધું થઈ રહ્યું છે...??? તો સામે જવાબ મળ્યો કે મે કહ્યું તો ખરું કે છૂટછાટનો હું પૂરેપૂરો ઉપયોગ કરું છું હા...હા... હા.... પણ હું કોશિશ કરીશ કે એ છૂટછાટનો ઉપયોગ હવે સારા કામમાં કરીશ.

પછી જૈમિક આગળ વાત કરતા કહે તારા પરિવાર વિશે તો જણાવ......??? તો નેત્રિ કહે છે ઘરમાં હું સૌથી નાની છું પછી મારી ત્રણ બહેન છે અને પપ્પા. જૈમિક કહે ભાઈ અને મમ્મીનું ના કહ્યું....??? નેત્રિ કહે મારે ભાઈ નથી અને મારા મમ્મી થોડાક સમય પહેલા જ ગુજરી ગયા છે. તો બસ હું પપ્પા અને ત્રણ બહેન જ છીએ એમાં પણ બે બહેન તો સાસરે છે હું અહીંયા અને ઘરે પપ્પા સાથે એક બહેન જ છે.

આટલું સાંભળી જૈમિકને તો પગ નીચેથી જમીન ખસી જાય છે એ કાંઈજ બોલી શકતો નથી કેમકે એને આજ સુધીના એના જીવનકાળમાં ક્યારેય એવા મિત્ર સાથે મિત્રતા થઈ જ નહોતી જેને મમ્મી ના હોય. એ એટલો ભાવુક થઈને નેત્રિને કહે છે મને માફ કરજે મને ખબર નહોતી બાકી હું પૂછતો જ નઈ. મે આજ સુધી ક્યારેય આ શબ્દો સાંભળ્યા જ નથી માટે મારી માટે આ વાત ખૂબજ આઘાતજનક છે તો તારી માટે આ હકીકત કેટલી આઘાતરૂપ હોઈ શકે એ હું સારી રીતે સમજી શકું છું.

નેત્રિ ભાવુક થઈને જૈમિકને કહે છે માફી ના માંગો એમાં તમારો કઈ વાંક નથી તમે મારા પરિવાર વિશે જાણવા માટે જ પૂછ્યું હતું એમાં તમારો કોઈજ બદઈરાદો નહોતો એ હું સારી રીતે જાણું છું. તમે કહો છો એ સાચી વાત કે મારી માટે આ ખુબજ આઘાતરૂપ છે હું તો એમ જ ઇચ્છું કે ભગવાન કોઈને આ દુ:ખનો ક્યારેય સામનો ના કરાવે. મમ્મી સાથે વિતાવેલ એક એક પળ મને ખૂબજ સારી રીતે યાદ છે એક સેકંડ માટે પણ હું મમ્મીને ભૂલી નથી શકતી એક બાળક માટે માનું મહત્વ એજ સમજી શકે જેને મા ગુમાવી છે એટલું બોલતા બોલતા નેત્રિ રડી પડે છે.

નેત્રિને રડતા જોઈ જૈમિક કહે છે રડી લે તારે રડવું હોય એટલું આજે મન ભરીને જેથી તારું મન હળવું થઈ જશે. અને હા હું તને તારી મમ્મી તો પાછી નઈ લાવી આપી શકું પણ આજ પછી તારી આંખમાં આંસુ નઈ આવવા દઉં એ મારી ફરજ છે જે ફરજ નિભાવવા માટે જો મારે મારા પ્રાણ પણ ત્યજી દેવા પડે તો એ પણ ઓછું છે.

નેત્રિ કહે છે તમારે પ્રાણ આપવાની જરૂર નથી હું પહેલાં જ ઘણું ખોઈ ચૂકી છું મારામાં હવે કઈ ખોવાની હિમ્મત નથી બસ તમે આમજ આજીવન મારા મિત્ર બનીને રહેજો બસ એટલું જ જોઈએ. જૈમિક કહે છે કહેવાનું ના હોય કે રહેજો હું રહીશ જ. જ્યારે તારે જરૂર હશે ત્યારે કોઈ હોય કે નઈ હોય પણ હું હમેશાં હોઈશ એ લોહીથી લખાવી લેવાની છૂટ છે. તો એ કહે છે ના નથી લખાવી લેવું લોહીથી કેમકે મને ભરોસો છે તમારી પર કે તમે રહેશો જ એમ કહી એ ફોન મૂકે છે.
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED