પ્રેમામ - 18 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમામ - 18

પોલીસ હેરાન થઈ ગયેલી. બે દિવસ તેમણે આસપાસના વિસ્તારમાં છાંનબીન કરેલી. પરંતુ, તેમના હાથે કંઈજ ચઢ્યું નહીં.


"એ મારો લેપટોપ પકડ. મૈં જરા ટોઈલેટ જાકે આતા હૈ હા." આલોકએ કહ્યું.

આલોક ટોઈલેટ ગયો. ટોઈલેટમાં જોયું તોહ, ઉપરનો બલ્બ જબજબ થઈ રહ્યો હતો. ચાલું..બંધ..ચાલું..બંધ..ચાલુ..બંધ. આલોક એ બલ્બ હાથમાં લીધો. તોહ ઉપરનો રૂફ ભાંગી અને નીચે પડ્યો. આલોક ચોંક્યો. તેણે નીચેની તરફ જોયું. તોહ, એક સીમકાર્ડ નીચે પડ્યો. 'સીમકાર્ડ! અને અહીંયા? કોનું હોઈ શકે?' આલોક મનમાં બબડ્યો.


"હેય ગાઈઝ જલ્દી અહીં આવો. જલ્દી!" આલોક ચિખ્યો.



અચાનક આલોકની ચીખ સાંભળતાજ બધા બાથરૂમ તરફ દોડી ગયા.



"શું થયું? આલોક?" અભીએ કહ્યું.



"ગાઈઝ! અહીં ઉપરની રુફમાંથી એક સીમકાર્ડ નીચે પડ્યો. અજીબ છે નહીં? અહીં સીમકાર્ડ કોણ છુપાવે?"



"એક મિનિટ આલોક એ સીમ લાવ તો અહીં." ઇન્સ્પેકટરએ કહ્યું.

આલોક એ સીમકાર્ડ ઇન્સ્પેકટરના હાથમાં સોંપ્યો.


"આઈ થીંક આ સિમ લીલીનું હોઈ શકે છે. નહીંતર સીમકાર્ડને કોઈ આ રીતે છુપાવે ખરું? પરંતુ, છુપાવ્યું જ શા માટે? લીલી આ સીમકાર્ડને તોડી પણ શકત. પરંતુ, શા માટે એણે એવું નહીં કર્યું હોય? વિવેક! આ સીમકાર્ડ કોના નામનું છે? એ વિશે જાણકારી મેળવ ઝડપથી. આઈ થીંક હવે આ હત્યારાની ગેમ અહીં જ પુરી થવાની છે."



********

"સર! આ સિમ કોઈ રાહુલ નામના વ્યક્તિની છે. રાહુલ તનેજા." વિવેકએ કહ્યું.



"એડ્રેસ લાવ્યો?" ઇન્સ્પેકટરએ કહ્યું.


"યપ સર!"



********

ઠક... ઠક...ઠક.... પોલીસ રાહુલ તનેજાના ઘરનું દરવાજો ખખડાવી રહી હતી. 'હા! આવું છું. આ બેલની સ્વીચ શોભા માટે રાખેલી છે?' અંદરથી અવાજ આવી.


"યસ! પોલીસ! પ..પ...પ...પોલીસ અમારા ઘરે? સર! કોઈ કામ પડ્યું?" એક પચાસેક ટપી ગયેલાં વ્યક્તિએ પ્રશ્ન કર્યો. (કદાચ તેઓ રાહુલના પિતા હતાં.)



"રાહુલ છે?" ઇન્સ્પેકટરએ પ્રશ્ન કર્યો.




"સર! રાહુલ તો છેલ્લાં સાહેઠ દિવસથી ઘેર આવ્યો જ નથી. એ તેના મિત્રો સાથે દેહરાદૂન ગયેલો છે."



"રાહુલની રૂમ જોઈ શકીએ ખરા?"




"સ્યોર સર!"




********

"સર! આ મોબાઈલ ફોન! આ તોહ લીલીનો છે." આલોકએ કહ્યું.



"લીલી? કોણ છે આ લીલી? અને તમે મારા છોકરાંને શા માટે શોધી રહ્યા છો?" રાહુલના પિતાએ કહ્યું.



"જુઓ! આ એક લાંબી સ્ટોરી છે. જેને શોર્ટમાં પતાવી દઉં છું." આલોકએ કહ્યું.



********

"નાહ! મારો દિકરો આવું કરી જ ન શકે. એક સીમકાર્ડ એના નામનો નીકળ્યો એનો મતલબ? એનો મતલબ એ તો નથી કે એ હત્યારો છે! તમને કોઈએ ખોટી જાણકારી આપી છે. મારો પુત્ર આવું કરે જ નહીં."



ત્યાં અચાનક જ વિવેક લીલીનું ફોન લઈને ઇન્સ્પેકટર પાસે આવે છે. અને કાનમાં કંઈક ફુસરફુસર કરે છે.



"તમને લાગે છે કે તમારો પુત્ર સીધોસાદો વ્યક્તિ છે? તોહ આ લો જુઓ તમારા પુત્રના કારનામા. આ ડોક્ટર લીલી અને તમારો પુત્ર. એડલ્ટ વીડિયો છે તમારા પુત્રનો. અને આવા એક નહીં કેટલાંક વીડિયોઝ છે. એનો અર્થ એવો છે કે, રાહુલ અને ડોક્ટર લીલીનો સંબંધ હતો. અને હવે એ ખબર મેળવવાની છે કે એણે આ હત્યાઓ શા માટે કરી? અને અમે એને છોડવાના તોહ નથી જ. પરંતુ, અમને જરાય ભનક થઈ કે તમેં એની મદદ કરી રહ્યા છો! તોહ, સાથે તમને પણ જેલ ભેગો કરી મુકીશ. તમારી પર નજર નાખવા આ બે કોન્સ્ટેબલ અહીં લગાડી જાઉં છું."



********



દેહરાદૂનમાં ગલીએ-ગલીએ રાહુલના પોસ્ટર લાગ્યા હતાં. લાપતા! રાહુલ તનેજા લાપતા. ન્યુઝ ચેનલોમાં રાહુલનો ચેહરો વિકી કૌશલથી વધારે વખત દેખવવા લાગ્યો હતો. પોલીસ છેલ્લાં કેટલાંક દિવસોથી તેની શોધમાં હતી. પરંતુ, આ પૈસાદાર બાપનો બગળેલો છોકરો ક્યાંક સંતાઈને બેઠો હતો. પરંતુ, એનો ખેલ ખતમ થઈ ચૂક્યો હતો. હવે બિલાડી સંતાઈ-સંતાઈને પણ ક્યાં સંતાવવાની? આખરે ક્યારેક તોહ એની ખબર મળશે જ ને? અને એવું જ થયું. રાહુલ તનેજા દેહરાદૂનનાં વૃક્ષીય વિસ્તરમાં દેખાયો હતો. અને પોલીસને એ વિશે જાણકારી મળતાં જ એક્શનમાં આવી ગઈ હતી. બસ અબ ક્યાં થા? રાહુલ તનેજા કે હાથમેં આ જાને કે બાદ, યહ ખેલ ખતમ હોને વાલા હૈ. આ કેસનો અંત હવે અહીં જ થવાનો હતો. કારણ કે, રાહુલ તનેજાને પોલીસ કેટલાંક દિવસોથી શોધી રહી હતી. પોલીસએ દિવસ રાત્રી એક કર્યા હતા. એ હત્યારો તેના પિતાના પૈસે ક્યાંક છુપાઈ બેઠો હતો. પરંતુ, હવે ખેલ ખતમ.

ક્રમશઃ


રેટ કરો અને રિવ્યુ આપો

Heena Suchak

Heena Suchak 3 વર્ષ પહેલા

Hariendra Prajapati

Hariendra Prajapati 3 વર્ષ પહેલા

SMIT PATEL

SMIT PATEL 3 વર્ષ પહેલા

Kajal Kalpesh

Kajal Kalpesh 3 વર્ષ પહેલા

Khandubhai  Patel

Khandubhai Patel 3 વર્ષ પહેલા