પ્રેમામ - 4 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમામ - 4

*વર્તમાન સમય*

હર્ષ ને શું થયું છે? કેમ મારી માટે આ બધું કરી રહ્યો છે? મારું એના જીવનમાં આટલું મહત્વ છે? પરંતુ, શા માટે? અમે, મળ્યા એને માત્ર એક વર્ષ તો થયું છે. આટલી લાગણીઓ? આ લાગણીઓ આવી કઈ રીતે? વિધિ હર્ષ ના આ વર્તાવ પાછળ નું કારણ જાણવા માંગતી હતી. માટે જ એ તેમના મિત્રો પાસે પહોંચી ગઈ.

"હર્ષ! હર્ષ એ આ બધું શા માટે કર્યું? મને વાત કરવી છે એની સાથે. પરંતુ, હવે તો લેટ થઈ ગયું. કદાચ, હું પહેલા જ સમજી ગઈ હોત. એ સિડ મને કે, એ મારી માટે આ બધું શા માટે કરતો? બોલ. આટલી લાગણીઓ શા માટે? મને જવાબ જોઈએ છે." વિધિ એ કહ્યું.

"શાંત વિધિ!શાંત. આટલું રડે છે શા માટે? તને તો એક વર્ષ માં પણ જાણ ન થઈ કે એ તને કેટલું પ્રેમ કરે છે? તો, હવે રડી ને પણ શું ફાયદો થવાનો છે? ચીલ કર." અભી એ કહ્યું.



"એય! તમે કેવા મિત્ર છો? મિત્ર એ આત્મહત્યા કરી અને તમે? ચીલ કરું એવું કહી રહ્યા છો." વિધિ એ કહ્યું.

"ઓહ, તને સંપૂર્ણ વાત ની જાણ નથી એમ ને? અરે, આ આનંદ પણ વરચે ઓવર ડ્રામેટિક થઈ ગયેલો. હા, હર્ષ એ આત્મહત્યા નું પ્રયત્ન કર્યું હતું. અને કોઈ કારણોસર બચી પણ ગયો. એટલું કંઈ વાગ્યું પણ નથી. અત્યારે ઘરે જ છે. અને જ્યાં સુંધી વાત એક તરફા પ્રેમીઓ માટે ઉદાહરણ બની ગયો! એ વાક્ય ની છે. તોહ, આ વાક્યા માટે આનંદ જવાબદાર છે. માટે, આનંદ એ દર્શકો ની માફી માંગવી જોઈએ." આલોક એ કહ્યું.


"બે! હસો નહીં. હા વરચે ક્યારેક હું ઓવર ડ્રામેટિક થઈ જાઉં પરંતુ, પાગલપંતી ભી જરૂરી હૈ." આનંદ એ કહ્યું.


"હર્ષ! ઘરે જ છે ને? મારે એને મળવું છે. પ્લીઝ મળવું છે મારે." વિધિ એ કહ્યું.



"મળવું છે? એની માટે તારે દેહરાદુન જવું પડશે. કારણ કે, હર્ષ હવે ત્યાં જ રહેવા નો છે. અને તારી સાથે એ વાત શું કરશે? તારી શકલ પણ જોવા માંગતો નથી. આત્મહત્યા ના પ્રયત્ન બાદ, કોઈએ સારી રીતે એને સમજાવ્યું છે જીવન નું મહત્વ. તોહ, તમને હર્ષ ની તબિયત વિષે જાણકારી મળી જ ગઈ હશે? શો અબ જાઈએ આપ યહાં સે." સિડ એ કહ્યું.


"હેય! પ્લીઝ મારે એને મળવું છે. પ્લીઝ. એક વાર મળવા દો.પ્લીઝ."


"અરે, અમે ના નથી કહેતા મળવાની. હર્ષ એજ ના પાડી છે. હવે, એ તારી શકલ જોવામાં પણ ઇંટ્રસ્ટેડ નથી. શો સોરી એન્ડ નીકળો અહીં થી."


"પ્લીઝ. આવું ન કહો. પ્લીઝ. મારે એને મળવું છે. પ્લીઝ. એક વાર. હર્ષ! મને મળવું છે."



"ઝીદ નહીં કર. એ તારી શકલ પણ જોવા નથી માંગતો. હવે, તારે જે કરવું હોય એ કર. તારું અને એનું જે કંઈ પણ હતું એ ખતમ. જા હવે અહીં થી."


આ ઘટના બાદ, વિધિ પણ ભૂતકાળમાં ફરી રહી હતી.

*એક વર્ષ પહેલાં*

હર્ષ... હર્ષ...હર્ષ..... કોલેજ ના ક્લાસમાં ચારેય તરફ આજ નામ ગુંજી રહ્યું હતું.

"હર્ષ! તુમ? અડે બાવા તુમ તો, પઢાઈ પસંદ નહીં કડતા થા ના? તો, અબ કે કડ ને આયા હૈ ઈધડ?" પ્રોફેસર એ કહ્યું.

"અડે સડ! કભી કભી પઢાઈ ભી કડ લેની ચહીએ બાવા." હર્ષ એ કહ્યું.

"ઠીક હૈ બાવા. અબ, હોની કો કોન ટાલ શકે હૈ."

હર્ષ એ સીટ તરફ વધવા લાગ્યો જ્યાં વિધિ બેઠી હતી. તેની પાસે ની જગ્યા ખાલી હતી. હર્ષ ત્યાં જઈ અને બેસી ગયો.


"ઔર મિસ્ટર હેન્ડસમ હંક. આજ અહીંયા? શું વાત છે?" વિધિ એ કહ્યું.


"તારા માં જ કંઈક ખાસ છે. માટે જ હર્ષ તેરે પાસ હૈ."


"ઓહ! મસ્તી કરવાની આદત જશે નહીં તારી નહીં?"


"મસ્તી તોહ, નહીં પણ ક્યારેક મસ્તી-મસ્તીમાં હું ગંભીર વાતો બોલી દઉં છું."


"ઓહ, ઐસા ક્યાં? ચલો લેક્ચર ખતમ હમ તોહ, ચલે કેન્ટીન."


"ચલીએ હમ ભી ચલ તે હૈ હુજુર."


"આપકી દોસ્ત નહીં દિખાઈ દે રહી શ્રુતિ જી."


"ઉનકો ક્યાં ઘાસ ડાલેંગે? જો હૈ યહી હૈ."


"ઓહ, મને લાગ્યું તમારું જન્મો જન્મ નું સાથ છે."

"ના એની સાથે નહીં પરંતુ, તમારી મંજૂરી મળે તોહ, જરૂર આપીશ."


"પ્રયત્ન નિષ્ફળ જવાનું છે. પ્રયત્ન ત્યાં કરો જ્યાં, ભાવ મળે."


"હા, એટલે જ કરી રહ્યો છું. પ્રયત્ન."


"કરતે રહો. કલ મિલતે હૈ. બાય."



*વર્તમાન સમય*

એ મુલાકાતો. એની મસ્તીઓ. એ જ હતો. ચારેય તરફ માત્ર એજ હતો. મેં તોહ, ક્યારેય નોટીશ પણ નથી કર્યું. કે, મારા એક વર્ષમાં એ કેટલો મહત્વપૂર્ણ બની ગયેલો. પરંતુ, હવે શું ફાયદો? એ હવે પરત આવવાનો જ નથી.

પોતાની જાત સાથે વાત કરી રહેલી વિધિ ને કદાચ, હર્ષ નું પ્રેમ સમજાયું. પરંતુ, કદાચ હર્ષ ને પણ એના પ્રત્યે આવું હશે? આગળ શું થવાનું છે?

ક્રમશઃ


રેટ કરો અને રિવ્યુ આપો

Heena Suchak

Heena Suchak 3 વર્ષ પહેલા

Hari Ayar

Hari Ayar 3 વર્ષ પહેલા

Ahir Ashwin

Ahir Ashwin 3 વર્ષ પહેલા

SMIT PATEL

SMIT PATEL 3 વર્ષ પહેલા

Hariendra Prajapati

Hariendra Prajapati 3 વર્ષ પહેલા