પ્રેમામ - 8 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમામ - 8

*વિધિનો હર્ષને પત્ર*

હર્ષ! મેં સાંભળ્યું તે હમણાં મારા કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મુર્ખ છે તું? હું તને પ્રેમ નથી કરતી તોહ, શું થયું? તને મારાથી પણ સારી છોકરી મળી જશે. તારી ઉંમર જ શું છે? આ ઉંમરમાં મારા ખ્યાલથી કોઈ પણ બાળકને સાચો પ્રેમ થતો નથી. મારી માટે તું એક બાળક જેવો જ છે. હવે, આ ગાંડાઓની જેમ રડ્યા કરવાથી કંઈજ થવાનું નથી. નોર્મલ થઈ જા. અને આ ડોક્ટરની વાત કેમ માનતો નથી? તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તારી મને ચિંતા છે. પરંતુ, તારા આવા વ્યવહારના કારણે હું તને ફરી ક્યારેય મળવા માંગતી નથી. પોતામાં કેટલાંક બદલાવ લાવ. જો તું આ કરવામાં સફળ થઈ ગયો તોહ, હું તને સામેથી આવીને મળીશ. પરંતુ, હાલ હું તને મળી શકું એ શક્ય નથી. મોજમાં ફર તું તોહ, પાર્ટીની જાન છે બંટાઈ. અને હા મને શોધવા માટે ફરી અહીં પાછો આવતો નહિં. હું ત્યાં ક્યારેય મળવાની નથી. ડોક્ટરને મારા પ્રણામ કહે જે બાય.

આ પત્ર વાંચતાની સાથે જ હર્ષની આંખોમાંથી ટપ ટપ આંસુ સરી પડ્યા. હર્ષ આખો દિવસ તેના રૂમમાં જ પડ્યો રહ્યો. ના ત્યાંથી ખસ્યો કે ના ત્યાંથી ખસવાનો કોઈ પણ પ્રયત્ન કર્યો. હર્ષએ આ પત્ર વાંચ્યાના બે દિવસ સુંધી ના ખાધું ના પીધું. બસ ત્યાં બેઠો-બેઠો રડ્યા કરતો. હર્ષની આ હાલત હતી તોહ, વિચારો કે, વિધિનું શું થયું હશે? વિધિ જ્યારે આ પત્ર લખી રહી હતી ત્યારે મનમાં માત્ર હર્ષના જ વિચારો આવી રહ્યા હતાં. આંખોમાં ભીનાશ હતી. હર્ષ વિના જીવવું એની માટે અશક્ય થઈ પડ્યું હતું. તેણે કેટલીકવાર તોહ, આત્મહત્યા કરવાના વિચારો કરી નાખ્યા. પરંતુ, હર્ષનું શું થશે? એણે મારી જરૂરત પડશે તોહ? હર્ષ માટે જીવવું જરૂરી થઈ પડ્યું હતું. વિધિ હર્ષને સારી રીતે જાણતી હતી. એને મનોમન ક્યાંક એ વાતની જાણ તોહ હતી જ કે, હર્ષ એને આજેય એટલો જ પ્રેમ કરે છે. વિધિએ શહેર છોડી ત્યાંથી દુર કોઈ અન્ય સ્થળે વસવાનું નિર્ણય કર્યું.



આ તરફ હર્ષ ખુદ પરનો કાબુ ખોઈ બેઠો હતો. અઢળક દારૂની બોટલો પી જવી. પણે-પણે સિગારેટના કશ મારી લેવાં એના માટે આદત બની ગઈ હતી. ત્યાં બેડ પર પડેલાં વિધિના ફોટાને જોઈને હસ્યાં કરવું એજ એની રોજિંદી ક્રિયા બની ગઈ હતી. હવે આ વર્ણન પરથી તમે એને ગાંડો સમજો તોહ, ગાંડો! અને દીવાનગીની હદ પાર કરી ચુક્યો આશિક કહો તોહ, પણ ખોટું નથી.


"હે! અભી પ્લીઝ એક પેટી લઈ આય ને. એય અભી પ્લીઝ." હર્ષએ કહ્યું.


"અરે કેટલું પીવાનું છે હર્ષ? કાલે જ તને એક પેટી મોકલેલી. આટલી શરાબ શા માટે ઢચી રહ્યો છે? મરને કા પ્લાન હૈ ક્યાં?" અભી એ કહ્યું.



"એય યાર ભાષણ ના દે. એક પેટી મોકલ નહિંતર હું જાઉં છું બહાર લેવા માટે."



"એ તું ભૂલથી પણ બહાર ન નીકળતો. છેલ્લી વખત મેનેજરના માથામાં બોટલ ફોડીને આવ્યો હતો. આ વખતે ફરી તું દંગા કરીશ. હું હોટેલના મેનેજરને કહું છું. હમણાં કલાકમાં જ મોકલાવી દેશે. અને થોડું પીવાનું ઓછું કર બે! તારી ઉંમર શું છે હજું.-"


અભી આ લેક્ચર આગળ વધારે એ પહેલાં હર્ષએ ફોન કાપી નાખ્યો. થોડી જ વારમાં એક વ્યક્તિ શરાબની પેટી મૂકી ગયો. હર્ષએ સમય બગાડ્યા વગર પીવાનું ચાલું કર્યું. હર્ષ એના હોંશમાં નહોતો. ડોક્ટર લીલી પણ હર્ષના આ બીહેવીયર સામે હારી ચુક્યા હતાં. તેઓ હર્ષને કંઈ પણ કહેતા તોહ, હર્ષ ત્યાં આસપાસ પડેલી ચિઝો તેમના પર ફેંકતો. ડોક્ટર લીલી રડતાં. પરંતુ, હર્ષ પોતામાં જ મશગુલ રહેતો. અને જેવી હર્ષની શરાબની બોટલ પતી! એવામાં જ તેણે ઘરમાં પડેલી કાંચની ચીઝ વસ્તુઓ તોડવાની શરૂઆત કરી. રસોઈમાં રહેલી કાંચની પ્લેટોને તેણે હાથના એક પ્રહાર વડે જ તોડી ભાંગી. હર્ષના વ્યવહારમાં કોઈ જ પ્રકારનો બદલાવ આવ્યો નહોતો. તે પોતાની જાતને તબાહ કરવા બેઠો હતો. અને બેકાબુ હાલતમાં તેણે ડાયરી લખવાનો નિર્ણય કર્યો.

એક વધુ દિવસ તારા વિના વીતી ગયો. હું એ વાતથી વાકેફ છું કે, તું મને પ્રેમ નથી કરતી. પરંતુ, તારા વિના આ જીવન કઈ રીતે પસાર થવાનું છે? હું તારી માટે જીવવા માંગુ છું. તારી માટે જીવવા માંગુ છું હું! તારી સાથે જીવવા માંગુ છું. પ્રેમમાં લોકો જીવ આપી દેવાની વાતો કરતાં હોય છે. પરંતુ, હું મારું સંપૂર્ણ જીવન તને સમર્પિત કરવા માગું છું. આ ચાહતને અનહદ દીવાનગી કહો કે, પાગલપણું પરંતુ તારે એ વાત માનવાની જ છે કે તું મારી છે. મારા સિવાય તું અન્ય કોઈ વ્યક્તિની કઈ રીતે થઈ શકે? હું તારી માટે પાગલ છું. વિધિ! પ્લીઝ તું આવી જા. તું આવીશ તોહ, હું એટલીસ્ટ બદલવાનું પ્રયત્ન તોહ કરીશ. પરંતુ, આમ મારાથી દુર રહેવાનો એક જ પરિણામ આવવાનો છે. મારી તબાહી.

ક્રમશઃ