પ્રેમામ - 6 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમામ - 6

*વર્તમાન સમય*

"બે, ઘર ની આણે શું હાલત કરી છે. આ સુધરવાનો નથી ક્યારેય. ચારેય તરફ દારૂ ની બોટલો ઉલળે છે. આ કાંચ ની વસ્તુઓ પણ તોડી નાખી. હાથમાં મરહમ-પટ્ટી કરી છે. અર્થાત, હાથ વડે આ વસ્તુઓ તોડી છે. પાગલ થઈ ગયો છે આ? હેય, લીલી આ ગાલ પર નિશાન શાનો છે? હર્ષ એ તારી પર હાથ ઉપાડ્યો? લો, હવે આ ભાઈસાબ હાથ ઉપાડતા પણ શીખી ગયા." અભી એ કહ્યું.


"ના એવું કંઈ નથી. વાંક મારો જ છે. હું જ થોડી ઓવરડ્રામેટિક થઈ ગયેલી." લીલી એ કહ્યું.


"લીલી! ખોટું શા માટે બોલે છે? ક્યાં ઈસ બંદે કો હમ જાનતે નહીં? એ કેવો છે? એની જાણ અમને છે. એમાંય આ વિધિ પાછળ ગાંડો થયો છે. વાંક વિધિ નું નથી. વાંક આ બેશર્મ નો છે. એક તરફો પ્રેમ હતો. પરંતુ, એમાં એ છોકરી શું કરે? અને આ આત્મહત્યા ને આ બધું શા માટે કર્યું? બે એ પ્રેમ નથી કરતી તો, નથી કરતી! પરાણે પ્રેમ ના થાય. અને આ લીલી! મોટી ડોકટર છે. પરંતુ, આ ભાઈ ને વિધિ જ જોઈએ. બે! થાકી ગયા છીએ આનાથી." સિડ એ કહ્યું."આ શું બોલે છે તું? સિડ, એક વાત યાદ રાખજે. જ્યારે કોઈ નહોતું ને ત્યારે આ ભાઈ આપણી સાથે હતો. કેટલાય કિસ્સાઓમાં તને આ વ્યક્તિએ જ મદદ કરી છે. તારા કિસ્સાઓ કાઢવા બેસીસ તો, સાંજ થઈ જશે. હવે, બોલતો નહીં. તારું મોઢું બંધ રાખજે." તરુણ એ કહ્યું."લીલી એવું કાંઈ હોય તો, તું જતી રે. આને અમે, સંભાળી લઈશું. આજે, હાથ ઉપડ્યો છે. કાલે કંઈ પણ કરી લેશે. આ ભાઈ હોંશમાં નથી. પરિસ્થિતિ સમજ અને ઘેર જતી રે." વિવેક એ કહ્યું.


"નહીં વિવેક. હું અહીં જ રહેવાની છું. તમે જઈ શકો છો."


"પણ લીલી-"


"મેં કહ્યું ને, તમે જઈ શકો છો."

*એક વર્ષ પહેલાં*

"અબે, આ ગાંડો જ છે હો. વિધિ માટે પ્રોફેસર સામે લડવા તૈયાર થઈ ગયો. ઓલો, ખતરનાક વ્યક્તિ છે. પહોંચ ઊંચી છે. આ ભાઈ ને ધીબવા ગુંડાઓ મુકેલા. આ ભાઈએ માર પણ ખાધી અને માર્યું પણ. પરંતુ, ગુસ્સો આવતા જે, કાંચ પર મુક્કાઓ ધીબ્યા છે. હાથ લોહીલુહાણ થઈ ગયેલો. બે, અક્કલ જ નથી આનામાં." વિકાશ એ કહ્યું."બે, અક્કલ તો ગામ થી પણ વધારે છે. પરંતુ, પ્રેમમાં પ્રેમીઓ ને ગાંડા થતા જોયા જ છે. આ ભાઈ પણ એમાંનો એક મેમ્બર બની ગયો છે." તરુણ એ કહ્યું.


"બે, તું તો રહેવા જ દે જે. બોલે કોણ છે? એ જુઓ. આ ભાઈ નું એવું છે કે, આતી તો હૈ. પરંતુ, ચલી જલ્દી જાતી હૈ. પહેલાં તારું સાચવતા સીખ." અભી એ કહ્યું.

********

"શું જરૂરત હતી મારી માટે આ બધું કરવાની? મેં તને ના પાડી હતી ને? હવે, જો વાગ્યું ને? મારી માટે તું ઈમ્પોર્ટન્ટ છે. બાકી આ બધું શા માટે કરે છે તું? ચલ છોડ. વધારે વાગ્યું છે? ફૂંક મારી ને ડોક્ટર હું પણ બની શકું છું." વિધિ એ કહ્યું.

વિધિ ના આ શબ્દો બાદ, બંને ગાંડા ની જેમ હસવા લાગ્યા.

"આજકાલ ના મોર્ડન જમાના માં, ડોક્ટરો પણ મોર્ડન જોવા મળે છે. ફૂંક મારી અને ઈલાજ કરવા વાળા." હર્ષ એ કહ્યું.

ત્યાં બેઠેલા મિત્રો વિકાશ, તરુણ, સિડ, અભી, આલોક વરચે ચર્ચા થવા લાગી.


"ભાઈ કહેવું પડશે હો. મેરે બાબુ ને થાના ભલે હી ના થાયા હો. પરંતુ, બાબુ એ ડોક્ટર વાળી ટ્રીક જરૂર કરી." તરુણ એ કહ્યું.

ચારેય તરફ હાસ્ય છવાઈ ગયું.


"જોક સારો હતો. પરંતુ, આ તું રોજ કરે છે. પ્રેમમાં લોકો ગાંડા તો, થઈ જાય છે. પરંતુ, તું તોતલો પણ બની જાય છે." અભી એ કહ્યું.


"હા... હા.. હા... લાયા બાપુ લાયા. તોતલો. હા... હા...હા..." વિવેક એ કહ્યું.


"બે, હવે શાંતી રાખો નહીંતર સાંભળશો મારા મોની." તરુણ એ કહ્યું.


"તારા મોની તારી બાબુ સાંભળશે અમે, શા માટે સાંભળીએ? હા.... હા... હા.. હા.." વિકાશ એ કહ્યું.

********

"હર્ષ આ રાહુલ છે. રાહુલ આ હર્ષ છે. મારો બેસ્ટ ફ્રેન્ડ છે." વિધિ એ કહ્યું.

"હાય, હર્ષ નાઈશ ટુ મીટ યુ."

"સેમ હીઅર."

"ચલ, બાય હર્ષ. મેં તને કહ્યું હતું ને? કે હું કોઈ સાથે ફિલ્મ જોવા જઈ રહી છું. આની સાથે જ જઉં છું. ચલ પછી મળીશું બાય. "


"પણ, વિધિ મેં તને કોફી પર બોલાવેલી. આપણે લંચ પર જવાના હતા. આજ આખો દિવસ બહાર ફરવાના હતાં. તેજ, કહ્યું હતું ને? પછી આ બધું? શું છે આ બધું?"


"હર્ષ, મેં કહ્યું હતું એ વાત હું પણ માનું છું. પરંતુ, સોરી મને રાહુલ સાથે બહાર જવું હતું. અને મારા પરીવાર વાળા રાહુલ સાથે જવાની પરવાનગી ન આપત. માટે, તારી સાથે જઉં છું, એવું બહાનું બનાવવું પડ્યું. સોરી હર્ષ. ચલ, રાહુલ લેટ થાય છે. બાય હર્ષ. એન્ડ સોરી."


ક્રમશઃ


રેટ કરો અને રિવ્યુ આપો

Heena Suchak

Heena Suchak 3 વર્ષ પહેલા

Hari Ayar

Hari Ayar 3 વર્ષ પહેલા

Ahir Ashwin

Ahir Ashwin 3 વર્ષ પહેલા

SMIT PATEL

SMIT PATEL 3 વર્ષ પહેલા

Hariendra Prajapati

Hariendra Prajapati 3 વર્ષ પહેલા