Premam - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમામ - 5

*વર્તમાન સમય*

"બે, તમે વિધિ ને ખોટું શા માટે બોલ્યા? એ ભાઈ તો, હજુય વિધિ પાછળ ગાંડો છે. મળાવી દો બંને ને." વિવેક એ કહ્યું.


"બે, ગાંડો થઈ ગયો છે શું? ભાઈ ની હાલત જોતો નથી? એ ચાલી પણ નથી શકતો. હા, મોત ના મોં માંથી પરત ફર્યો છે. અને વિધિ માટે જ આ બધું કર્યું હતું ને? ફરી વિધિ ત્યાં જઈને તેને હર્ટ કરશે તો? આ ભાઈ નું તો, ચસ્કી ગયેલું છે. એને કોઈ પણ કારણ જોઈએ છે, મરવા માટે નો. અત્યારે ખુશ છે. લીલી એ એની લાઈફમાં ખુશીઓ ભરી નાખી છે. દેહરાદુન માં જ સેટલ થઈ જવા દે એને. અને આ અંગે એની સાથે કોઈ વાત પણ ન કરતા. બસ આ ચેપ્ટર હવે અહીં જ ફેરવી નાખો." તરુણ એ કહ્યું.

"પણ, ભાઈ ને ખબર પડી તોહ?"

"બે, કેવી વાત કરે છે? કોણ કહેશે એને આ બધું? તું? હું? કે અહીં બેઠેલા બધા? કોઈ જ નહીં કહે. ભૂલ થી પણ તેને આ અંગે જાણ ન થવી જોઈએ."

*એક વર્ષ પહેલાં*

"બે, ટોપા! ક્યાં છે? અહીં તારું બૈરુ તને શોધે છે." તરુણ એ કહ્યું.


"હા બે, ઘરે જ છું. અને આ શું બૈરું.. બૈરુ... માંડ્યું છે? એ મારી મિત્ર છે. બસ, બીજું કંઈજ નહીં." હર્ષ એ કહ્યું.


"હા બે, જલ્દી આવ ફરી પ્લોટ..-"

"હા હવે, શાંતી રાખ ને શાંતીલાલ."

કોલજ માં હર્ષ ની રાહ જોવાઈ રહી હતી. એનું કારણ હતું કે, વિધિ નું કોઈ સાથે પંગો થયેલો.

"શું થયું વિધિ? આમ, અર્જેન્ટ કેમ બોલાવ્યો?" હર્ષ એ કહ્યું.


"હર્ષ! હર્ષ... ઓલો થર્ડ યર વાળો રાકેશ મને હેરાન કર્યા કરે છે. એને....-" વિધિ ની આંખ માંથી આંશુ સરી પડ્યા.



"એય, તારી આંખોમાં આંશુ? તારી આંખોમાં આંશુ આવે ને તોહ, હર્ષ ને હર્ટ થાય. તું રડ નહીં. હું છું ને." હર્ષ એ કહ્યું.

"એટલે જ તને અહીં બોલાવ્યો છે હર્ષ. પ્લીઝ હેલ્પ મી." વિધિ એ કહ્યું.


"બે, તમારા કોલેજમાં હોવા છતાં વિધિ સાથે કોઈ આવું કેમ કરી જાય? સેન્સ છે કે નહીં? ડાયરેક્ટર ધબીઆવો સાલા ને."


આમ, હર્ષ તેના મિત્રો સાથે રાકેશ પાસે જઈ પહોંચે છે.

"હેય હર્ષ તું? આફ્ટર લોન્ગ ટાઈમ હા-" રાકેશ આગળ કંઈ બોલે એ પહેલાં જ હર્ષ એ તેના ગાલ પર ચાંટો માર્યો.



"એય, શાણે આ તારી દાદાગીરી બીજે દેખાડજે. વિધિ ની મશ્કરી કરે છે સાલા. આજ પછી એની આસપાસ પણ દેખાયો તો, કોલેજમાં દેખાઈશ નહીં ક્યારેય સમજ્યો?" હર્ષ એ કહ્યું.



"ભાઈ, માફ કરી દે મને. મને ખબર નહોતી કે, એ તારી..-"

"બે, એ શું કોઈ પણ છોકરી ની આસપાસ પણ ન દેખાતો. નહીંતર ટાંટિયાં ભંગાવવા ના તારા."

*વર્તમાન સમય*


મારી માટે કોલેજમાં લડતો. એક વખત તો, સસ્પેન્ડ પણ થયો હતો. કોજ ઓફ મી. હર્ષ તું મારી માટે આ બધું કરતો. તે શું નથી કર્યું મારી માટે? અને મેં શું કર્યું? તને જ છોડી દીધો. સોરી હર્ષ. પણ તું અહીં છે જ નહીં. કદાચ, એક દિવસ એવો પણ આવશે જ્યારે આપણે બંને મળીશું.

********

"હર્ષ ક્યાં જાય છે? અને આખો દિવસ આ ચેન લઈ ને શા માટે બેઠો હોય છે? દેખ હમારી લાઈફ મેં ઐસા ટાઈમ ભી આતા હૈ જબ, હમ કિસી સે કુછ કહેના ચાહેં ફિર ભી નહીં કેહ શકતે. બટ, એટલીસ્ટ મારી સાથે તું આ બધું શેર કરી જ શકે ને? જીવન આખું આમ જ, કાઢવાનું વિચાર છે કે? અને આ હાલત શું બનાવી છે તે? ભૂત લાગે છે. ચલ, આપણા સ્ટાઈલીશ પાસે જઈ અને તને સેટ કરું." લીલી એ કહ્યું.


"એય, એક બારી મેં સમજ નહીં આતા તેરે કો? તું ક્યારેય વિધિ નું સ્થાન નહીં લઈ શકે. એન્ડ મારા મિત્રો એ જ કહ્યું હતું કે, તું એક સારી ડોકટર છે. એન્ડ અમારી પાડોશી પણ છે. બટ, યે સબ ક્યાં લગા કે રખા હૈ? પગલી કો પ્યાર હો ગયા નહિં? એક બાત બતા મૈને બોલાથા તું આ મેરે સાથ દેહરાદુન? મેં દુસરે ડોક્ટર સે કોન્ટેક્ટ કર લુંગા તું જા યહાં શે." આ શબ્દો કહીં હર્ષ જેવો આગળ ચાલવા જાય છે. ત્યાં જ તે, ટેબલ પર ઢળી પડે છે.

"હર્ષ! ઈસી લીએ મેં યહાં હું. દુસરા ડોક્ટર તેરા ઈતના ખ્યાલ નહીં રખેગા. એન્ડ હાં તું કુછ ભી બોલ લે. પર, મૈં યહાં સે નહીં જાને વાલી." આમ, લીલી હર્ષ ની હેલ્પ કરે છે.


********

હવે, એ વાત ની જાણ તો થઈ જ ગઈ છે. કે, હર્ષ હજું તેની વિધિ માટે પાગલ છે. અને વિધિ પણ હર્ષ માટે જીવવા માંગે છે. વરચે ડોકટર લીલી ની એન્ટ્રી થઈ ચુકી છે. જોકે, હર્ષ ને નથી ગમતું કે, લીલી એની માટે અહીં રહે છે. બટ, હવે લીલી સિવાય કોઈ આનું ખ્યાલ રાખી નહીં જ શકે! એ વાત પણ હર્ષ અંદર ખાને જાણે જ છે. આ ત્રિકોણમાં કોઈ બદલાવ આવવનો છે? કે, પછી અણધાર્યું કંઈ બીજું જ થવાનું છે?

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED