પ્રેમામ - 17 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમામ - 17

આ મિત્રોનું ગ્રુપ પોલીસ દળ સાથે દેહરાદુન તરફ આગળ વધી ગયું હતું. જોતજોતામાં દેહરાદુન આવી ગયેલું. જે ઘરમાં ડોક્ટર લીલી હર્ષ સાથે વસવાટ કરી રહ્યા હતાં. એ ઘરની પોલીસએ તપાસ કરી જોયેલી. કેટલીક શોધખોળ બાદ કેટલાંક પત્રો હાથે ચઢ્યા. અને એમાંનો એક પત્ર એક અઠવાડિયા પહેલાં લખાયેલો હતો. પત્રમાં કોઈ નામ કે અન્ય વિગતો નહોતી. પરંતુ, એટલું જ લખેલું હતું કે બે દિવસમાં કામ કરવું પડશે. આ બાબત પરથી એક વાત સ્પષ્ટ હતી કે, આ હત્યા કર્યાના બે દિવસ પહેલાંનો સંદેશા વ્યવહાર હતો. અર્થાત પ્લાનીંગ સાથે આ મર્ડર કરવામાં આવ્યો હતો. પરંતુ, સામેની વ્યક્તિ કોણ હતી? અને આ સ્માર્ટફોનના જમાનામાં તેઓ આ પત્રવ્યવહાર દ્વારા વાતચીત શા માટે કરી રહ્યા હતા?


"સર! આ સોશ્યિલ મીડિયાના જમાનામાં આ પત્ર વ્યવહાર? આની પાછળનું કારણ શું હોઈ શકે?" આલોક એ પ્રશ્ન કર્યો.



"લુક મને લાગે છે કે, તેઓ સેફ ગેમ રમી રહ્યા હતાં. આ જમાનામાં ફોન રેકોર્ડીંગ લીક થવી, સોશ્યિલ મિડિયા પર કરેલી વાતચીત લીક થવી આ બધી આમ બાબત છે. તેમને કદાચ, ડર હશે કે તેમણે કરેલી મર્ડર પ્લાનિંગ બધાની સામે આવી શકે છે. અથવા મર્ડર કર્યા બાદ પોલીસના હાથે આ બધું લાગી જ જવાનું છે. માટે તેમણે આ પત્રવ્યવહારનો માર્ગ અપનાવ્યો. તેઓ મુર્ખ નથી. ડોક્ટર લીલી સાથે આ મર્ડરમાં હજું એક વ્યક્તિ સામેલ હોઈ શકે છે. હવે એ કોણ છે? એ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. પરંતુ, ડોક્ટર લીલીનું આમ પાધરા પડી જવું? કંઈ સમજાયું નહીં. એ પોતાનું જીવ દઈને પણ સામે વાળી વ્યક્તિને શા માટે બચાવી રહી હશે? " ઇન્સ્પેકટરએ કહ્યું.



આ કેસમાં હવે દેહરાદુન પોલીસ પણ સામેલ થઈ. બંને પોલીસ દળ એકીસાથે કામ કરી રહી હતી.

*****

"અરે અભી! મારી એક ફાઈલ તારી બેગમાં પડી છે. જરાક ચેક કર." આલોક એ કહ્યું.


આલોકના આદેશ પર અભી બેગમાં હાથ નાખે છે. અને એક પરબિડીયું નીચે પડે છે.


"અબે આ શું પડ્યું નીચે?" આલોક એ પ્રશ્ન કર્યો.


"પરબિડીયું છે." અભી એ ઉત્તર આપ્યો.


"ખોલીને જો જરાક. પણ આ બેગમાં કઈ રીતે આવ્યું? આ બેગ તારી સાથે જ હતી ને? તોહ ત્યારે તેં તપાસ ન કરી?"




"આ બેગ અહીં જ હતી. મારી પાસે કોઈ બીજી બેગ હતી."


અભી પરબિડીયું ખોલે છે. ફોલ્ડ કરેલા પત્ર ઉપર કંઈક લખેલું હતું. 'મુસ્કુરાઈએ આપ દેહરાદુન મેં હૈ.'



"શું? પત્રની ઉપર આ બધું કોણે? અને શા માટે લખ્યું છે? જરાક ઓપન કરીને વાંચ શું લખ્યું છે અંદર."



પ્રિય, ચમચાઓ

હું ડોક્ટર લીલી તમારી માટે લાવી રહી છું પ્રેમની રમત. જેમાં બે પ્રેમીઓ છે. અને એ બે પ્રેમીઓની સામે હજું બે પ્રેમીઓ છે. સમજ રહે હો? સમજ રહે હો ના? તો વાત એમ છે કે, આ એક બદલો હતો. મેં અને મારા પ્રેમીએ મળીને આ બંને પાગલોને જુદા કર્યા છે. અમારું જીવન બરબાદ કર્યું હતું સાલાઓએ. બસ બીજું શું? બદલો લેવાનો હતો. અને એ બદલો અમે લીધો. હું તોહ પ્રેમમાં બલીદાન આપતી ગઈ. પરંતુ, મારી સાથે બીજી વ્યક્તિ કોણ હતી? જાન શકતે હો તો જાન લો. અને હું કોઈ પ્રેમ પત્ર તો લખવા નથી બેઠી કે વધારે કંઈક લખું. આ પત્ર તમારી ઔકાત દર્શાવવા માટે હતું. અને એ પણ દર્શાવવું હતું કે, હું કેટલી સારી એક્ટર છું. ડોક્ટર ના હોત તો કદાચ એક્ટિંગ લાઈનમાં જ જવાની હતી. અને હા ઈમ્પોર્ટન્ટ વાત એ છે કે, હર્ષને વિધિના નામે મેજ પત્ર લખ્યા હતાં. અને હર્ષનું શુન્ય થઈ જવું! નાહ..નાહ. હર્ષ તોહ દુઃખમાં હતો બીચારો. ત્યારેજ તક જોઈ મેં તેના જ્યુસમાં ઝહેર મિલાવી દીધેલો. બસ ફિર ક્યાં થા? મૈં તોહ ડોક્ટર ઠહરી. જુઠી રિપોર્ટ બના ડાલી. ચલો દફા હોવ અભી હર્ષ કે ચમચો.



આ પરથી એક વાત સાફ થઈ ગયેલી કે, ડોક્ટર લીલી સાથે એક અન્ય વ્યક્તિ પણ આ હત્યામાં સામેલ છે. અને એ વ્યક્તિ એનો પ્રેમી હતો. ડોક્ટર લીલી અને એના પ્રેમીનું હર્ષ અને વિધિ સાથે શું સંબંધ હતું? અને તેમણે આ બંનેની હત્યા શા માટે કરી? મહત્વની વાત એ હતી કે, ડોક્ટર લીલી સાથે બીજી વ્યક્તિ કોણ હતી?

ક્રમશઃ