Premam - 10 books and stories free download online pdf in Gujarati

પ્રેમામ - 10

"સો જવું છે વિધિ પાસે?" લીલી એ કહ્યું.


"પ્લીઝ લીલી! તું મારી હેલ્પ કરી શકે તોહ, મારી માટે ઘણી મોટી બાબત કહેવાશે. પ્લીઝ મને વિધિ પાસે લઈ જા. પ્લીઝ!" હર્ષએ કહ્યું.


"હું તને વિધિ પાસે લઈ જઉં એમા મારુ શું ફાયદો છે? આઈ મીન તું વિધિનો થઈ ગયો તોહ, મારો કોણ થવાનો? હું પણ આખી જીંદગી તારી માટે ભટકતી રહું? તારી જેમ પાગલપન કરું? તારી જેમ શરાબનું સેવન કરું? તારી જેમ ડાયરીઓ લખું? તારી જેમ એક ખુણામાં બેસી અને આંસુઓ વ્હાવ્યા કરું? તને લાગે છે કે, હું એ ઓપ્શન પસંદ કરું ખરી? હર્ષ એક લાસ્ટ વખત કહું છું મને અપનાવી લે. અને ઓલી વિધિને ભૂલી જા. તને એનાથી પણ વધારે પ્રેમ કરું છું. પ્લીઝ માની જા."



"મને ખબર હતી. મને ખબર જ હતી! તું આવું કંઈક કહીશ એની મને ખબર જ હતી. તારાથી જે થવાનું હોય એ કરી લે. પરંતુ, વિધિને જીવનભર હું પ્રેમ કરતો જ રહીશ. અને તારા માટે મારા હૃદયમાં જગ્યા મૃત્યુ બાદના જન્મોમાં પણ થવાની નથી. હું ડાયરીઓ લખું, શરાબનું સેવન કરું , આખો દિવસ એક જ ખુણામાં પડ્યો રહું આ બધા મારા રસ્તાઓ છે પ્રેમ દર્શાવવાના. તું વચ્ચે નહિં પડ તોજ સારું છે. અને હા હમણાં જ કોલ કરું છું અભીને. તારો ખેલ ખત્મ હવે. ઉપાડી લઈ જજે તારા પૈસા. આજ સુધીમાં જેટલી સેવા કરી એ બદલ આભાર. હવે હું તને વધારે જેલવા નથી માંગતો."



"ઓહ રિયલી? તને લાગે છે કે હું અહીંથી જવાની છું? મારી પર હાથ ઉપાડ્યો હતો ને તે? તારી પર તોહ, હવે પોલીસ કેસ થશે. અને તારે જો જેલ ન જવું હોય તોહ, તારી પાસે એક જ ઓપ્શન છે. તારે મારી સાથે રહી અને ઓલી વિધિને ભૂલવું પડશે. બોલ છે તૈયાર?"




"હું જેલ જવા તૈયાર છું. પરંતુ, મારું જીવન તારી સાથે? તારી સાથે રહું? આ બાબત અશક્ય છે. હું વિધિ માટે જીવતો હતો, જીવું છું અને જીવતો રહીશ. જેલ તોહ એક મામુલી ચીઝ કહેવાય. વિધિ માટે જીવ હાજર છે. અબ બોલ."



"મિસ્ટર મજનું એક બાત આપ ભૂલ રહે હૈ. જેલમાં રહીને તમે વિધિને ક્યારેય નહિં મેળવી શકો. જેલની બહાર કદાચ, તક વધારે છે. જેલમાં તું સડતો રહીશ અને કોઈને ખબર પણ નહિં હોય. હું તોહ અહીંથી દુર ગાયબ થઈ જઈશ. મારી પાસે વિદેશની નાગરિકતા લઈ લેવાનો પણ એક વિકલ્પ છે. પરંતુ, તારું શું થશે? તારા પ્રેમનું શું થશે? અને હજું એક ઈમ્પોર્ટન્ટ વાત મેજ વિધિ અને તને દુર કર્યા છે. એનો તોહ, કોલ આવ્યો હતો. તારી સાથે વાત કરવા માટે તડફડી રહી હતી. પરંતુ, મેજ એણે તારાથી દુર કર્યો. હવે એ ક્યારેય તારી પાસે નથી આવવાની. એ તોહ, મરી જવાની વાત કરી રહી હતી. અત્યાર સુધીમાં તોહ ટપકી પણ ગઈ હશે. સ્ટીલ તારી સાથે હું છું ને? તું જેલ નથી જવાનો હર્ષ. તું મારો બની અને અહીં જ રહેવાનો છે."



"લીલી! તું? ડોક્ટર થઈને આ બધું? શા માટે? શા માટે મને મારા પ્રેમથી અલગ કરી રહી છે? મેં તારું શું બગાડ્યું છે?"




"તે મારું શું બગાડ્યું છે? તે મારું અસ્તિત્વ છીનવી લીધું હતું હર્ષ. પરંતુ, આ બધી બાબતોની જાણ તને સમય આવતા થઈ જશે. અત્યારે તોહ, તારે મારી સાથે જ રહેવાનું છે. તું વિધિને ભૂલી જા."


આટલું કહી ડોક્ટર લીલી ત્યાંથી જતાં રહે છે. અને આ તરફ હર્ષ અંદર ખાને ઘૂંટાઈ રહ્યો હતો. તેના મનમાં વિચારોનો ભાર વધતો જ જતો હતો. તેનું જીવન આવું મોડ લેશે? એણે ક્યારેય વિચાર્યું પણ નહોતું. તે વિચારોમાં એટલે ઊંડે ઉતરી ગયો હતો કે, પોતાના અસ્તિત્વનું એ ભાન ભૂલી ગયેલો. તેણે વિચારો પર વિચારો આવ્યે જ જતાં હતાં. પરંતુ, એ વિચારો તેને અંદરથી કોતરી રહ્યા હતાં.

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED