........................................
ચારેકોર સન્નાટો ત્યાં,
છતાંય કોઈ ભય નહીં,
શાંતિના એ માહોલમાં,
કોઈ કશી પહેલ નહીં!
એકલ દોકલ સભ્યો,
જાણે એમાં હાજરી પુરે,
એય પાછા નતમસ્તક,
પુસ્તક સંગ સલામ ભરે!
માત્ર એક અવાજ રણકાર ક્યાંક,
પત્તાં પલાંટબાજી ખાય!
અનંત એ અજાણ જગા,
છતાંય પોતાની ભણાય!
શું ખબર હતી કે નીરવતામાં,
હરહંમેશ મિલાપ થશે!
રોજિંદી દોઢધામમાં,
થોડી શી રોક જાંખાવા,
એ જ મારો સહારો થશે!
જ્ઞાન આપનારી એ વિશાળતા,
મારા મન કોરે મથાળા કરે!
.................................
બંધ ઓરડો...
વર્ષોથી બંધ એ ઓરડો,
આજે ઉઘાડ્યો છેક,
એમાં રહેલી એક ઉદાસીમાં,
અજવાસ થયો કંઈક,
પડેલી વસ્તુઓની અકળમાં,
હલચલ થઇ જરાશી,
કરોળિયાના જાળમાં ધૂળ,
ને એમાં રહેલી નિસ્તેજતા,
ઉધઈના એ રાફડાની માટી,
તો ક્યાંક ઉંદરના દરમાં રેતી,
બધાને જાણે ડર લાગ્યો!
કીચુડ કરતા બારણાંથી,
ચિક્કાર તેજ રેલાય,
ને એ ધડાકા તેજથી,
એ એકલતા ડોહળાય !
નાના અમથા ઓરડામાં,
વર્ષો બાદ સૃષ્ટિ સજીવન થાય!
પડેલી એકાંત નિરસતામાં,
માટીની સોડમ મ્હેકાય!
....................................
અજનબી.......
હસમુખો એક ચહેરો,
મનમાં છાપ છાપી ગયો,
ઓળખાણ નહોતી છતાંય,
પહેચાન બનાવી ગયો,
કોઈ સંબન્ધ નતો છતાંય,
સંબંધી બની ગયો.
રસ્તામાં એકાદ નજર ને,
ઘડીભરની વાતો વચ્ચે,
સેતુ ગાઢ ઘટી ગયો!
એની સ્નેહ ભરેલી નજર,
અતૂટ વિશ્વાસ અપાવી ગયો,
જીવવાની કોઈ સૂઝ નહોતી,
મિલન એનાથી કળી ગયો,
કોણ હતો એ ખ્યાલ નહીં,
છતાંય મારો લાગ્યો!
...................................
મારે લગ્ન નથી કરવાં!
રૂઢીઓના દાવપેચ નથી ખેલવા,
ઘૂમટા તાણીને સોડ નથી સાધવી,
ચાર દીવાલોમાં લેખ નથી લખવા,
મારે લગ્ન નથી કરવાં!
પપ્પાની પરીમાંથી રાણી નથી બનવું,
ભાઈ બેનનાં ઝગડા જ સારા મારે,
રોકાવું મારે મમ્મી જોડે માત્ર,
મારે લગ્ન નથી કરવાં!
આદર્શ બનવાનો શું એક જ માર્ગ?
જીવન જીવવાનો એક જ ઈલાજ?
જવબદારીના ખડકલા જ આધાર?
મારે લગ્ન નથી કરવાં!
પિયરમાં નહીં જગ્યા મારી?
જવાબદારી પૂર્ણ થઇ ત્યાંથી?
બચપણ સંગ નાતો પૂરો મારો?
સખીઓ સંગ મેળાપ સમાપ્ત થયો??
મારે લગ્ન નથી કરવા!
ઉછેર એ આંગણ નથી મારુ?
એની અટારીઓ નારાજ મુજથી?
દિવાલોમાં માત્ર છાપ નથી રાખવી,
પરાઈ બનીને નથી જીવવું ,
મારે લગ્ન નથી કરવાં!
............................................
અધૂરું સ્વપ્ન
કંઈક અજુકતું થતું હતું,
કોઈ અજાણ આવીને,
કિનારે લઇને મૂકી જાય,
તરતી કસ્તી એકલી ધાય,
મનમાં રહેલા અરમાનો,
સહસા પૂરાં જણાય,
અટવાઈ હતી મજધાર,
પાણીનાં વમળો સંગ,
મારણ સામે કળાય,
સુસવાટા પવનનાં જોકા ખાય,
અંધારું એ રાતનું બીકણ જણાય,
ને અચાનક હાથ એનો પકડાય,
કોણ એ હજીય અજાણ,
બોલવું છતાંય ન કરે ઉચ્ચાર,
તોય મારો જીવન ઉદ્ધાર,
એની પાછળ દોટ ભણી,
ને પથ્થર સંગ અથડાઈ,
ને ત્યાં આંખમાં અજવાસ,
ને જાણવાની અભિલાષા સમાપ્ત,
તૂટીને વેરવિખેર એ નજારો,
બંધ આંખોની એ મોકાણ!
અધૂરા એ સ્વપ્ન સંગ,
હજીય લગાવ કળાય !
..........................................
જીવનભરની યાદ
મહેકતી એ હવાઓ ગુંજી રહી,
રેલાતી યાદોમાં વણાઈ રહી,
જીવનનાં સફરમાં પગલું ભરતાં,
સ્મૃતિ આંખ સમક્ષ હસી રહી!
વર્ષો બાદ થયું એ દ્રશ્ય જૂનું,
ફરી માનસપટ પર સજીવન થયું,
નાનાશા એ પ્રવાસની યાદી,
જીવનભરી સાથી બની!
નિરંતર વાગોળતા સાથે એની,
હરહંમેશનું સાથી બન્યું,
યાદોના એ સહારા સંગ,
બસ જીવન હવે સફળ બન્યું!