કાવ્યસેતુ - 8 Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

કાવ્યસેતુ - 8

જૂની શેરી।......

બચપણ માં છુટા પડ્યે વર્ષો થઇ ગયા,

સાથે રમેલી સંતાકૂકડી માં,

ખબર નહીં ક્યાંય ખોવાઈ ગયા!

જાડી માસીના આંગણે જઈને,

ઉઠાડી દઈને મચાવેલી ધૂમ,

ભરબપોરે બધાને ભેગા કરીને,

આખી શેરી ગજાવવાની મજ આપણી,

અગાસી પાર જઈને કચુકા ને આમલી ને,

રેતીના ઢગલામાંથી સ્ટોનની શોધખોળ,

શેરીના ગલૂડિયાં માટે ડોગ-હાઉસ બનાવવા,

ઈંટ-માટી ભેગા કરવા,

એ બધું જાણે ભુલાઈ જ ના ગયું હોય!

શેરી છૂટી, શહેર પણ છૂટ્યું,

આજે તે યાદ તાજી બની ગઈ,

ઘણા સમયે પગલાં અહીં પડ્યા તો,

ને જૂના પણ થોડા બદલાયેલા,

સાદ સાંભળીને જરા પાછળ ફરું ત્યાં તો,

જૂની પેલી મિત્રો ની ટોળી,

મને ઓળખાવા મથામણ કરી રહી,

ને હું પણ તેમને।.....!!!

'સેતુ' શ્વેતા પટેલ

(06/05/2013)

............................................................

સમારકામ ….

ચકડોળે ચડી ગયું આખું ઘર જાણે,

એકેય વસ્તુ નથી હમણાં ઠેકાણે,

રસોડાનો સમાન ડ્રોઈંગરૂમ માં,

ડ્રોઈંગરૂમ નો વળી બાલ્કનીમાં,

બાલ્કનીનો તો વળી અદ્ધરતાલે,

રેતી-ઇંટના ઢગલા ઘરમાં જાણે,

ને ઘર પાછું રેતી-ઇંટમાં,

ન બેસવાની જગ્યા મળે ઘડીક,

ન સુવાની વ્યવસ્થા જરાય।...!!!

જૂની છાજલી ની ડિઝાઇનમાં,

તો ક્યાંક ટાઈલ્સના કલરમાં,

ફર્નિચરના ફર્ક,

તો ક્યાંક કિચન ના સ્ટ્ર્કચર માં,

જુદા જુદા ફેરફારોના મંડાણ થયા...!!

નવા ઘર ના એંધાણ થયા!!!

મુશ્કેલીઓ નિત નવી સર્જાતી,

આ અજીબસી ઉથલ પાથલ માં,

છતાં આનંદ છે, ઉન્માદ છે,

જુના ઠેકાણાના નવા મોકાણમાં...!!!

'સેતુ' શ્વેતા પટેલ

(08/04/2013)

......................................................

લક્ષ્ય રહ્યું ...

આપના ગાલોના ખંજન માં ખાબકવું,

એ માત્ર લક્ષ્ય રહ્યું ...

આપની આંખોની ગહેરાઇમાં ગરકાવ થવું,

એ માત્ર લક્ષ્ય રહ્યું ...

જિંદગીભર સાથ નિભાવવાના વચનોની ઘટમાળ,

એ માત્ર લક્ષ્ય રહ્યું ...

સુખદુઃખની કેડીનો જિંદગીનો સાથ,

એ માત્ર લક્ષ્ય રહ્યું ...

સાથે બેસીને ગાળીએ મસ્તીના મોજા,

એ માત્ર લક્ષ્ય રહ્યું ...

રીસામણા મનામ્ણાની સંતાકૂકડી એમાં,

એ માત્ર લક્ષ્ય રહ્યું ...

ખાટા મીઠા ઝગડા ને નોકઝોંક,

એ માત્ર લક્ષ્ય રહ્યું ...

પલેપલ વિતાવેલી યાદોની સફર,

એ માત્ર લક્ષ્ય રહ્યું ...

'સેતુ' શ્વેતા પટેલ

(20/05/2015)

..............................................................

આદત

ચાલો આદત બનીએ!

એકબીજા ના જીવન બનીએ,

સવારની પરોઢની સુવાસ ના સહવાસી બનીએ,

એલાર્મ-રિંગ બંધ કરવાના સહભાગી બનીએ,

ઉકળતી ચા ની સુવાસ ના ભોગી બનીએ,

ચાલો આદત બનીએ!

મોર્નિંગ વોકના સ્ટેપ્સ સાથોસાથ ભરીએ,

ઓફિસે વોર્કના બોજ માં બાજી જીતીએ,

લંચ-ડિનરના કોડિયાના સાથી બનાએ,

ચાલો આદત બનીએ!

જીવન જીવવાની ઝાલાના ઝણકાર બનીએ,

મારુ એ તારું ને તારું એ મારુ સ્મરીએ,

આપણી નાની-શી જિન્દગાનીનું ગાન બનીએ,

પળેપળના સાથ ના સંગાથી બનીએ,

ચાલો આદત બનીએ!

'સેતુ' શ્વેતા પટેલ

(30/03/2020)

.............................................................................

ઓફિસ - દોસ્તી

ટેક્ષેસનના માળખાં ગોખવામાં,

એને અપ્લાય કરવાના ઓરતામાં,

ટીડીએસના બધા સ્લેબમાં,

ક્રેડિટ-ડેબીટના બેલેન્સમાં,

ફાઇનલ રિપોર્ટની મહેનતમાં,

ઓડિટના ઓથારમાં,

સી.એ.ની એ ઓફિસમાં,

ચેરની અદલાબદલીમાં,

કામકાજના અવર્સમાં,

એક સ્નેહ સંબંધ મૈત્રીનો,

ને તેમાં રહેલ વિશ્વાસનો,

કોફીના મગના મોકળાશનો,

લંચ બ્રેકના બંધનનો,

થોડી ચીટ ચેટ આપણી,

નિર્દોષ દોસ્તી ટકાવી જાણે !

'સેતુ' શ્વેતા પટેલ

(24/04/2020)

..........................................................

ધડકન....

એ નથી હોતો તો દિલ ની ધડકન ક્યાં ધડકે છે એની ખબર નથી હોતી।

એ સાથે હોય તો ધડકનના ધબકારા સાંભળવાનો સમય નથી હોતો।

શું કરવું હવે મારે આ ધડકન ના તાલમેલ ને?

કહેવા મંડી છે ધડકન મને મતલબી હવે તો.

હવે નથી ફર્ક પડતો તને એના આવા થી.

પણ હું શું કહું એ ધડકન તને?

તારું ધડકવું પણ હવે એના હાથ માં છે તો?

મારુ બધું સર્વસ્વ પણ હવે એ જ છે તો.

તો મને કશું ના કહીશ, કરી દે એને જ હવે ફરિયાદ।

(07/05/2014)

'સેતુ' - શ્વેતા પટેલ